ક્યાંથી ક્યાં….? (નવલકથા)

 ત્યારે વસો ગામડામાંથી શહેરમાં બદલાઈ રહ્યું હતું.આવા વસો શહેરમાં પશાભાઈનો જોરદાર વટ.ઘરમાં પણ;અને બહાર પણ.રસ્તા પર,મંદિરે કે કોઈ કામે બહાર જવા નીકળે તો સૌ તેમને જય જય કરતા પૂરા અહોભાવથી જ જોતા રહે.અને સહુને પશાભાઇ માટે આવો અહોભાવ થાય પણ કેમ નહિ?સાધારણ અને સામાન્ય સ્થિતિમાં જન્મેલો પશલો જન્મની સાથે જ માને ગુમાવી ચૂક્યો હતો..તેના પિતા પણ તે યુગના અસાધ્ય ક્ષય રોગમાં ભગવાનને વહાલા થઇ ગયા હતા.તેના સંતોક ફૈબાએ તેને મોટો કર્યો હતો.ભણ્યો એટલો ભણાવ્યો અને પછી તો તે પોતમેળે,ભણેલો બહુ નહિ હોવા છતાં સારો ગણેલો હોવાથી સીઝનલ વસ્તુઓનો વેપાર કરી બે પૈસા કમાતો થઇ ગયો હતો..પતંગની સીઝનમાં પતંગ-દોરા અને સૂરતથી લાવીને માંઝો વેચે.દિવાળીમાં ફટાકડા વેચે.શાળાઓ ખુલવાની હોય ત્યારે પેન-પાટી,પેન્સિલ-નોટબુકો અને ભણવાની ચોપડીઓ તથા બહુ જ વેચાતી દેશી- હિસાબની પોથીઓ વેચે. રિસેસના સમયમાં સંતોક ફૈબાએ તય્યાર કરી આપેલા સેવ-મમરા,ચેવડો કે ભજીયા-ગોટા વી.ફરતો ફરતો વેચતો ફરે .બોલે મીઠડો,વહેવારમાં કુશળ અને કામકાજમાં બાહોશ હોવાથી તેની હિમત તેને હર-હમેશ આગળ વધારતી રહી,સદા- સર્વદા સફળતાના માર્ગે પ્રશસ્ત કરતી રહી.

જોતજોતામાં તેણે કાઠું પણ કાઢ્યું -પૂરો છ ફૂટ લાંબો થઇ ગયો મૂછનો દોરો ફૂટતા સુધીમાં તો ઘરની પાસે જ નાનકડી પાંચ રૂપિયાની દુકાન ભાડે લઇ સબ બંદરકા વેપારીની જેમ ધંધો વેપાર કરતો રહ્યો, આવક-કમાણી વધારતો રહ્યો . હવે તો તે વહેલી સવારે, ભાડાની બે પૈસે કલાકની સાયકલ લઇ પોતાની બાપીકી જમીન પર જઇ કપાસ-તમ્બાકુની ખેતી પર પણ ધ્યાન આપવા લાગ્યો.એવામાં જ જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતા  કપાસ,કાપડ,તંબાકુ અને ખાસ કરી કાગળના ભાવ આસમાને પહોંચવા લાગ્યા ત્યારે તેણે સંઘરેલી આ બધી વસ્તુઓમાં ધૂમ કમાણી કરી લીધી.તેના માટે હવે તો સારા ખાનદાન પ્રતિષ્ટિત ઘરોમાંથી માંગા પણ આવવા લાગ્યા.સંતોક ફૈબાએ જોઈ વિચારી ભાદરણના જાણીતા કુટુંબની દિવાળી નામની કન્યા સાથે તેની સગાઇ કરાવી ઘડિયા લગ્ન પણ લીધા.અને નવી વહુ દિવાળીએ પોતાના પાવન પનોતા પગલે પશાના ઘરમાં દિવાળીનો પ્રકાશપુંજ પ્રસરાવી દીધો.

અને બસ ત્યારથી પશલો પશાભાઈનાસન્માનનીય નામે જાણીતો થવા લાગી ગયો . દિવાળીને પણ બધા દીવાળીબાના નામે જ બોલાવવા લાગ્યા.ભીંતમાં પાટુ મારીને અને પથ્થરમાંથી પણ પાણી પેદા કરવાની શક્તિ ધરાવનાર પશાભાઈ પરણ્યા પછી તો શુકનવંતા ગૃહલક્ષ્મી દિવાળીબાના પગલે, કુદકે અને ભુસ્કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.તેમનું મકાન પણ હવે ધીરે ધીરે મોટું અને ખાસ સગવડવાળું થવા લાગ્યું.વેપાર તો તેમનો ફરતો અને બદલાતો  જતો રહી  વધતો અને વિકસતો જ જતો  હતો.તેઓ  હવે વધારાની આવક-કમાણીના પૈસા વ્યાજે પણ ફેરવતા  થઇ ગયા.તેઓ મનથી સો ટકા માનતા  થઇ ગયેલા કે લગ્ન પછી જ તેમનો સાચો ભાગ્યોદય થયો છે અને એટલે જ તેઓ  હવે સુખ જ સુખના લહેરાતા સાગરમાં મોજમસ્તીથી તરી રહ્યા છે .તેઓ  તો તેમ માને તે ઠીક;પણ તેમના ફૈબા,પાડોશીઓ,સગા-વહાલા અને સમસ્ત ગામલોકો એક મોંઢે કહેવા લાગી ગયા કે આ દિવાળીએ જ પશાનો દિ’ વાળી તેને  શેઠ પશાભાઈ બનાવી દીધો છે.ચારે બાજુ સફળ પશાભાઈ અને ભલા દીવાળીબાના ચારે  મોંઢે ચારે બાજુ વખાણ જ વખાણ થવા લાગી ગયા.

દિવાળી આવ્યા પછીની પહેલી દિવાળી આવી તો ચોતરફ સહુ એક જ વાત કરે:”ગામમાં દિવાળી અત્યારે આવી;બાકી સંતોક્બાના અને પશાભાઈના ઘરમાં તો રોજ દિવાળી છે.દિવાળીવહુ આવી ત્યારથી બસ તેમને ત્યાં દિવાળી જ દિવાળી છે.દિવાળીબા જેટલા ભલા એટલા જ પાછા હોંસીલા.કોઠાસૂઝ પણ તેમની બહુ જબરી.સ્વભાવે બિલકુલ શાંત અને બોલેચાલે મીઠડા અને આનંદી.મહેમાન આવે તે તેમને બહુ ગમે અને આવેલ મહેમાન પણ ખુશ ખુશ થઇ પાછો ઘરે ત્યારે જતા જતા ય મનોમન ફરી ક્યારે આ દિવાળી બાના ઘરે આવવાનું થશે અને તેમની મોંઘી મહેમાનગતિ માણવાનો મોકો મળશે એવું વિચારતો વિચારતો જ પ્રસ્થાન કરે.જે આવે તેને ચા-દૂધ નાસ્તો તો કરાવે જ કરાવે અને જમવા- ટાણું  હોય તો જમાડવાનો તેમનો પ્રેમાગ્રહ  કહો તો પ્રેમાગ્રહ અને હઠાગ્રહ કહો તો હઠાગ્રહ હોય,હોય અને હોય જ.એક બે દિવસ માટે જ આવેલ બહારગામના મહેમાનને આગ્રહ કરી કરી ઓછામાં ઓછા ચાર-છ દિવસ રોકીને જ રાજી થાય.મહેમાન કહી કહી થાકી જાય કે “દિવાળી બા,મહેરબાની કરી બહુ કડાકૂટ કરતા નહિ.સાદી રસોઈ જ કરજો.. રોટલી જ કરજો..  ગળ્યું બનાવવાનો આગ્રહ તો બિલકુલ ના રાખતા”પણ તો ય દિવાળીબા જેમનું નામ.રોટલી જ કરે,પણ ગળી રોટલી કરે-વેઢમી-પૂરણપોળી.ઘીમાં તરબતર એ પૂરણપોળી ખાનાર તો બસ ખુશી જ ખુશીમાં તરબતર થઇ જાય.   અને  ગળ્યું બનાવવાની ના પડનારને પોતાનો મહામંત્ર સંભળાવે ;”તમે તો બોલતા જ નહિ.અમે તો ભાઈ,’ગળ્યું એ ગળ્યું;બાકી બધું બળ્યું’એ જમાનામાં મોટા થયેલા છીએ એટલે ગળ્યું તો બનશે જ બનશેઅને મારા ઘરમાં તો મારું ચાલે કે તમારું ?અને તમારે ક્યાં બનાવવું છે ?હા,તમારી ફરમાયશ જરૂર આંખ- માથા પર.બોલો,ચૂરમાના લાડવા ખાવા છે કે દૂધપાક ખાવો છે કે પછી શીરો-ઓરમું બનાંવું?”અને તેમની રસોઈ પણ એટલી ઝડપી છતાંય એવી  સ્વાદિષ્ટ  અને પ્રેમ તેમ જ હોંશથી બનેલી હોય કે અને આગ્રહપૂર્વક પીરસાતી હોય કે મહેમાન આંગળા ચાટી ખાતો જ રહી જાય.

ગળ્યા સાથે દાઢમાં સ્વાદ રહી જાય એવી દાળ,કે  ચટાકેદાર કઢી હોય,અને ,બેત્રણ શાક,કાચા કચૂમ્બર,ચટણી-રાયતા,અથાણા,દહીં અને પાપડ-પાપડી વી.થી થાળી મોટી હોય તો ય નાની પડે એવી ભરી ભરી હોય. કે મહેમાનને સમજાય નહિ કે શું ખવું અને શું ન ખાવું?બધું જ ભાવે એવું એટલે છેલ્લે ભલે પાણી પણ પીવાની જગ્યા ભલે ન રહે;પણ થાળી તો સફાચટ સાફ થઇ જ ગઈ હોય. દિવાળી બાનું આતિથ્ય માણી ઘરે જનાર ફરી પાછો આવે ત્યાં સુધી દિવાળીબાના મનભાવન ભોજનને મનોમન વાગોળતો રહે પોતાના ઘરમાં તેમના ભરપૂર વખાણ જ વખાણ કરતો રહે.જયારે પણ એ બધું યાદ આવે કે તેની વાતો કરે ત્યારે પણ તે સ્વાદિષ્ટ ભોજનના મીઠા ઓડકાર પણ આવે જ આવે.અને કોઈ મોકો કે બહાનું મળતા જ તેમની મહેમાનગતિ માણવા હોંસે  હોંસે પહોંચી જ જાય.પશાભાઈ પણ ભગવાનના માણસ.મન મોટું,હૃદય વિશાળ અને સ્વભાવે દિલદાર.તેઓ પરંપરાગત માન્યતાને ગયા કરે કે “આપણી ચડતીમાં જ  મહેમાન -પરોણા આવે.પરોણા આવે તેમ આપણી સમૃદ્ધિ વધે.વધતામાં મારા ભાઈ, વધારો જ વધારો થાય.

હવે પશાભાઇએ પોતાનું બાપીકું ઘર ધીમે ધીમે જેમ જેમ સમય સુધરતો ગયો તેમ તેમ તેમાં નવા ફેરફાર કરતા રહી નવી ઢબના અદ્યતનતમ સુંદર,આકર્ષક  બંગલામાં જ બદલી નાખ્યું.વડોદરા,સુરત,અમદાવાદ,મુંબઈ વી.સ્થળોએ ધંધાર્થે આવ-જાવ થયા કરતી એટલે નવામાં નવી જોયેલી-સમજેલી -સગવડો પોતાના બંગલામાં કરાવતા-વધારતા રહ્યા.

            આજુબાજુવાળાના ઘર પણ તેમણે મોં- માંગી કિંમત આપી ખરીદી, બંગલામાં બાગબગીચો,ફુવારો, કિચન- ગાર્ડન ઈત્યાદિ ઉમેરી તેની શોભામાં અભિવૃદ્ધિ કરી.જુના ઝાંપાની જગ્યાએ મોટો એવો સુંદર દેખાવડો ગેટ પણ નખાવડાવી  દીધો.બગીચો પણ સુંદર, સરસ,રંગ- બેરંગી ફૂલવેલોથી લચેલો લચેલો જોનારની આંખોને લલચાવે એવો બની ગયો .ફળોના વૃક્ષો પણ નામ લો અને જુઓ એટલા રોપી-રોપવડાવી દીધા-ચીકુ,જામફળ,પોપૈયા,જાંબુ,કેરી,લીંબુ,બદામ અને નારિયેળ સુદ્ધાના.

મીઠો લીમડો અને કડવો લીમડો પણ આંખને અને મનને ઠંડક પહોંચાડે એવા ઘટાદાર અને છાંયાદાર.સવાર -સાંજ ફરતો ઊડતો ફુવારો,વૃક્ષો પર બેઠેલા રંગબેરંગી પક્ષીઓનો મધુર કલરવ, ફેરફુદરડી ફરતા હોય એવા વિવિધ રંગના પતંગિયા -આ બધું આવનાર જોનારને પ્રસન્ન પ્રસન્ન કરી દે. કિચન ગાર્ડનમાં પણ દૂધી, કાકડી, ગલકા, પાતરવેલિયાના પાન,કારેલા,ટમેટા,મરચા,પોઈ-અજમાના પાન વી,થી પોતાના તેમ જ પડોશીઓનો શાકભાજીનો ખર્ચ પણ બચી જવા લાગ્યો.સહુને રાજી રાખવામાં જ આપણો રાજીપો વધે,પ્રભુનો રાજીપો પણ સહુના રાજીપામાં જ વધે એવી તેમની સમજણ હતી,એવું તેઓ દિલથી માનતા અને તેમ જ વર્તતા.

પરિવાર પણ તેમનો હવે ભર્યો ભર્યો હતો.એકના એક પુત્ર પશાભાઇએ માતા-પિતાને તો નાનપણમાં જ ગુમાવેલા અને બાળવિધવા સંતોક ફૈબાએ તેમને પ્રેમથી,લાડથી, હોંસથી મોટા કરેલા . પણ હવે દિવાળીબાની કૃપાથી ત્રણ ત્રણ બાળકો ઘર-આંગણે  રમતા-ખેલતા થઇ જતા પશાભાઈનો પરિવાર પ્રસન્ન પરિવાર થઇ ગયો .ત્રણેય  બાળકોના નામ પણ તેમણે જુનવાણી ન રાખી સાવ  નવા પાડ્યા.બે દીકરાના નામ પાડ્યા-ભદ્રેશ અને રસેશ અને દીકરીનું નામ પાડ્યું વાસંતી.તેમનું નાનપણ જોઈ તેમને પોતાનું નાનપણ યાદ આવી જવા લાગતું.ફૈબાનું અપરંપાર વહાલ પણ યાદ આવી  જવા લાગતું.તેઓ ત્યારે અને અત્યારે પણ ફઈબાને બા-ફૈબા જ કહેતા.બા-ફૈબા પશાભાઈને ‘મારો પશો -મારો પશો’ જ કહ્યા કરતા.તેના માટે એટલો બધો તો  પ્રેમ કે એક વાર સારું એવું દૂર કહેવાય તેટલે દૂરની હવેલીએ પાડોશીને પશાની સોંપણી કરી દર્શને ગયેલ ત્યાંથી દોડાદોડ પાછા આવેલા અને પશાને તેડી બમણી ઝડપે ફરી હવેલીએ દોડેલા.કારણ ?બસ,કારણ એટલું જ કે ત્યાં હવેલીમાં કોઈના તરફથી ભંડારો થવાનો હતો અને તેના વહાલા પશલાને તો હવેલીના ભંડારની પાતળ એટલી ભાવે કે વાત ન પૂછો.અને તેથી .. સ્તો ચાર આંટા થયા તોય વહાલા પશાને ત્યાંનો પ્રસાદ જમાડીને જ રાજી થયેલા.એક વાર તો નાતના જમણમાં સાથે લઇ ગયેલા થાળી-લોટામાંથી લોટામાં પશાને બહુ ભાવતા લાડુ પણ ચોરી આવેલા.

 આ વહાલા સંતોક ફઈબાને, પત્ની દિવાળી અને ત્રણેય વ્હાલસોયા બાળકો સાથે સારી એવી જાત્રાઓ પણ  ખૂબ ખૂબ કરાવી અને જયારે છેવટે સમય આવી ગયો અને તેઓ મોટી જાત્રાએ ગયા -ભગવાનને ઘેર, ત્યારે ભડ જેવા ભડ પશાભાઈ પોકે ને પોકે રડ્યા અને તેમની પાછળ માનું કારજ ન તો તેમણે  કરેલું કે ન તો તેમણે જોયેલું ;પણ આ બાથી વિશેષ એવા બા-ફઈબાનું કારજ આખા વસોની નાતને ધુમાડાબંધ જમાડી -તેમની ભાવતી ઘી તરબતર વેઢમી પીરસીને જ કરેલું.જીવનની ધન્યતાનો,કૃતકૃત્યતાનો,પારાવાર પ્રસન્નતાનો અનુભવ તેમને પહેલી વાર જ થયો.ફઈબાનું મોટું એવું તૈલ ચિત્ર પણ ખાસ કોઈ સારા ફોટોગ્રાફર પાસે બનાવડાવી ડ્રોઈંગ રૂમમાં ચંદનનો કાયમી હાર પહેરાવી મૂકાવી દીધેલુ .પોતે તેમ જ પરિવારના બધાજ સભ્યો ભગવાનની જેમ તેમના ફોટાને જય શ્રી કૃષ્ણ દરરોજ નિયમપૂર્વક કરતા રહેતા.

હવે પશાભાઇ મોકો જોઈ નવા નવા ધંધા-વેપાર-વ્યવસાયમાં પણ ભારે હિમતથી ઝંપલાવતા રહેવા લાગી ગયા.તેમણે મોટા શહેરોમાં નવા નવા બંધાઈ રહેલા થીયેટરો જોઈ વસોમાં એક મોટું વિશાળ થીયેટર બાંધ્યું -પોતે બહુ પહેલા સસ્તા ભાવે ખરીદી રાખેલામોટા એવા પ્લોટ પર.તેમના સારા નસીબે તે જ સમયે બનેલું અને ચોતરફ રીલીઝ થયેલું  અતિ લોકપ્રિય ‘જય સંતોષી મા’ મૂકીને જ તેમણે  થીયેટરમાં પણ સંતોક ફૈબાનો મોટો એવો ફોટો મૂકાવીને જ પોતાના  ‘સંતોષ’   થીયેટર’નું ઉદઘાટન કરી પ્રસન્નતાનો અનેરો અનુભવ કરેલો .આ એક જ અને પહેલા જ પિકચરમાં તેમણે  ધૂમ કમાણી કરી લીધી.અનેક   મહિનાઓ સુધી એ ચિત્ર  ચાલ્યું અને શ્રદ્ધાળુ પ્રેક્ષકો વારંવાર ‘જય સંતોષી મા’ ચિત્ર જોતા રહ્યા.આ પહેલા જ ચિત્રમાં તેઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા.આસપાસના ગામોથી પણ તેમના સંતોષ થીયેટરમાં લોકો આવતા રહેતા.આ ધંધો જોરદાર જામી ગયો .

પોતે તો નહિ જેવું જ ભણેલા;પણ પોતાના બાળકોને ભણાવી ગણાવી પરદેશ સુધી મોકલી ડોક્ટર,એન્જીનિયર અને વકીલ બનાવવાના સપના તેઓ જોવા લાગ્યા.જેવું ધારો એવું જ થાય, જેવું વિચારો તેવું જ થાય અને જેવા સ્વપ્નાઓ જુઓ તેવું જ થઈને રહે એવો તેમનો સ્વાનુભવે બનાવેલો સિદ્ધાંત હતો .ધારો અને મંડી પડો તો સફળતા તો મળે જ મળે એવું તેમનું માનવું હતું .મોટા દીકરા ભદ્રેશને મેટ્રિક પાસ થતા જ અમદાવાદ શરૂમાં કોઈ સગાને ત્યાં મૂકી પછી હોસ્ટલમાં દાખલ કરાવી તેને વકીલ બનાવવાનું સ્વપ્ન જોવા લાગ્યા. આગળ જતા તેને લંડન પણ મોકલવાની કલ્પના કરવા લાગ્યા .પુત્રી વાસંતીને સંગીત અને નૃત્યનો શોખ  હતો એટલે તેને વડોદરાની લલિતકલાઅકાદમીમાં દાખલ કરાવી તેને સંગીત-નૃત્યમાં નિપુણ બનાવી તેનું ભવ્ય અરન્ગેતરમ પણ આયોજિત કરવાનું સ્વપ્ન જોવા લાગી ગયા.વચલો પુત્ર રસેશ સાયંસમાં હોંશિયાર હોવાથી તેને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન જોતાં તેમણે તેને ઇન્ટર સાયન્સ કરવા પૂનાના શૈક્ષણિક સંકુલમાં મોકલ્યો.ત્યાં ઇન્ટર સાયન્સમાં સર્વપ્રથમ આવતા તેને મુંબઈની -મહારાષ્ટ્રની સર્વોત્તમ નય્યર મેડિકલ કોલેજમાં માનભેર પ્રવેશ મળ્યો..બેઉ શહેરોમાં રહેવાની સગવડ તો હોસ્ટલોમાં જ કરાવવી પડેલી.ત્યાં સુધીમાં તો ભદ્રેશ  વકીલાતના અભ્યાસમાં સારો એવો આગળ વધતો રહ્યો .વાસંતી પણ સંગીત અને નૃત્યકલામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ખૂબ જ આગળ વધતી રહી.

 પશાભાઈ -દિવાળીબા તો ધન્યો ગૃહસ્થાશ્રમ:નો ગૌરવભર્યો અનુભવ કરવા લાગ્યા.બેઉ પોતાના સંતાનોની પ્રગતિમાં પોતાની પ્રગતિ જોવા લાગી ગયા.સવારે-સાંજે-બપોરે રાતે જયારે પણ નવરા પડે ત્યારે સંખેડાના હીંચકા પર બેસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની વાતો અને કલ્પનાઓ કરતા રહી ખુશ ખુશ થયા કરે.વકીલ પુત્ર ભદ્રેશને લંડન મોકવાનો અને ડોક્ટર પુત્રને અમેરિકા મોકલવાનો મનોરથ મનોમન કરવા તેમ જ માણવા લગતા.સાંજે-રાતે એકાદ આંટો થીયેટર પર બિ ઝનેસ અને કલેક્શન જોવા-તપાસવા જરૂર મારી આવે.બજારમાં પણ સવારથી બપોર સુધીમાં પોતાની વ્યાજે ફરતી રકમનું ધ્યાન રાખવા થોડાક વેપારીઓને પણ મળવા જઈ આવે.બપોરે દિવાળીબાનું પ્રેમપૂર્વક બનાવેલું સ્વાદિષ્ટ ભોજન આરોગી થોડીક વામકુક્ષી કરે,થોડું હિંચકે બેસી સાંજની ચા પીએ અને આમ બેઉ સુખના સાગરમાં લહેરાતા લહેરાતા મોજ મસ્તીમાં દિવસો પસાર કરે.

   ભદ્રેશ અને રસેશ બેઉ ભાઈઓને નાની બહેન વાસંતી બહુ એટલે બહુ જ વહાલી હતી .તે નાની હતી ત્યારે પણ અને અત્યારે મોટી થઇ લલિત કલા અકાદમીમાં સંગીત-નૃત્ય-નાટક ઇત્યાદિનો કોર્સ કરી રહી હતી ત્યારે પણ.તેની પાસે રાખડી બંધાવવા દર રક્ષાબંધનના દિવસે ભાઈ ભદ્રેશ અમદાવાદથી અને ભાઈ રસેશ મુંબઈથી અચૂક તેની પાસે વડોદરા પહોંચે જ પહોંચે.તેની હોસ્ટલ પર પહોંચી તેની પાસે રાખડી બંધાવડાવે અને પછી તેને  લઇ ત્રણેયની મનગમતી’ હેવ મોર’ હોટલAમાંપહોંચી તેમને બહુ જ ભાવતા-ફાવતા    છોલે-ભટુરા,સમોસા વી.ખાઈ છેલ્લે ‘ટૂટી ફ્રૂટી’ આઈસ્ક્રીમ ખાઈ,તેના પછી કોઈ નવું સરસ મૂવી જોઈ તેને પાછી હોસ્ટલમાં મૂકી બેઉ ભાઈઓ પોતપોતાના શહેર તરફ પ્રસ્થાન કરે.ત્રણેયને આનંદનો કોઈ પાર ન રહે.

વાસંતી જન્મી ત્યારથી જ આ બેઉ ભાઈઓ તેને બહુ લાડથી રમાડતા,જમાડતા અને જેવા આવડે એવા હાલરડાં  ગાઈ ગાઈ સૂવડાવતા પણ ખરા.આ લાડલી બહેનને રમાડવા માટે બેઉમાં એક જાતની હરિફાઈ જ ચાલતી કે કોણ પહેલા રમાડે.સાવ નાની હતી ત્યારે તો વાસંતીને ઘોડિયામાં ઝુલાવવા માટે પણ સ્પર્દ્ધા જેવું જ જ ચાલતું.તેથી ય નાની હતી ત્યારે તેને ખોળામાં લેવા માટે પણ બેઉ પલાઠી મારી બેસી જતા અને “પહેલા મારા ખોળામાં -પહેલા મારા ખોળામાં”એવી બૂમરાણ કરી મૂકતા.વાસંતી પણ બેઉ ભાઈઓના લાડ-પ્યારમાં હસતી-રમતી મોટી થઇ ગઈ .નાનપણથી તેને દિવાળીબા સાથે ભજનો,પ્રભાતિયા વી.ગાવામાં બહુ મઝા આવતી.તેનો સ્વર અતિ મધુર અને મોહક હતો.બંને ભાઈઓના અને દિવાળીબાના કહેવાથી પશાભાઇએ તેને સંગીતના વર્ગોમાં મોકલવા માંડેલી .આગળ જતા તો પશાભાઇએ સારા જાણીતા સંગીત-શિક્ષકને પોતાના ઘરે જ ટ્યુશન પર બોલાવી તેને પદ્ધતિસરનું વાદ્ય – સંગીત તેમ જ કંઠ-સંગીતનો અભ્યાસ કરાવવાનું શરૂ કરી દીધું. તે શાસ્ત્રીય સંગીત પણ શીખવા લાગી ગઈ.તેની હોંસ અને ધગશ જોઈ સંગીત શિક્ષકે તેને સંગીત -વિશારદની પરીક્ષા માટે તય્યાર કરાવી તેને સંગીત -વિશારદ બનાવી દીધી.શાળાના બધા જ મહોત્સવોમાં,જ્ઞાતિના દરેક મેળાવડામાં, તેમ જ નવરાત્રિ કે શરદ પૂર્ણિમાના સઘળા કાર્યક્રમોમાં ગવડાવવાનું કામ તેને જ સોંપવામાં આવવા લાગ્યું.વસોમાં તેનું નામ ‘સ્વરકિન્નરી કોકિલકંઠી વાસંતી’તરીકે જાણીતું થઇ ગયું.ભણવામાં પણ વાસંતી એટલી જ હોંશિયાર હોવાથી બહુ સારા રેન્કે તેણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી . દિવાળીબાને વાસંતી બહુ જ વહાલી હોવાના કારણે જયારે પશાભાઇએ અને બેઉ ભાઈઓએ તેને સંગીત-નૃત્ય-નાટકના અભ્યાસ માટે વડોદરાની લલિત કલા અકાદમીમાં દાખલ કરવાનો નિર્ણય લીધો ત્યારે, શરૂમાં તો તેઓ જરા નારાજ થયા;પણ અંતે સહુના અને વાસંતીના પોતાના આગ્રહથી તેઓ પલળી ગયા અને વાસંતી વડોદરા પહોંચી જ ગઈ.શરૂમાં તો તે કોઈ સગાને ત્યાં એક બે અઠવાડિયા રહી;પણ પછી તો હોસ્ટલમાં જ દાખલ થઇ ગઈ.

જોતજોતામાં તે યુનીવર્સીટીની પ્રતિસ્પર્ધાઓમાં  સર્વપ્રથમ આવતી રહી, બહુ જ જાણીતી થઇ ગઈ.તેની સાથે તેના જેવા જ વિષયો લઇ ભણતો વસંત પણ કલા-પ્રેમી,કલા-પારખુ અને કલા -પ્રશંસક હતો..તેને વાદ્ય- સંગીતમાં રસ હોવાથી અને વાસંતીને કંઠ -સંગીતમાં રસ હોવાથી બેઉની જોડી બધા જ કાર્યક્રમો તેમ જ પ્રતિ સ્પર્ધાઓમાં સાથે સાથે ગાતા ગાતા  એકબીજાની પૂરક બની જવા લાગી.સાથીદાર મિત્ર બનતા અને મિત્ર પરસ્પર પરિચય વધતા ગળા- ડૂબ પ્રેમમાં પરિવર્તિત થતા,પરિણમતા વાર કેટલી લાગે ?અને એ પ્રેમની શરૂઆત આમ જુઓ તો સહજ હતી અને આમ જુઓ તો ડ્રામાટિક હતી.બંને એક રાષ્ટ્રીય હરીફાઈમાં ભાગ લેતા શહેરના બહુ મોટા જાણીતા નાટયગૃહમાં મોડી રાત સુધી રોકાયા અને છેલ્લે અંતે પ્રતિસ્પર્ધાઓના પરિણામો જાહેર થતા અને ઇનામોની વહેંચણી થતાં થતાં લગભગ મધરાત થઇ જવા આવી હતી.

 વસંત તો માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાથી તેમ જ વડોદરાનો જ રહેવાસી હોવાથી તેમની સાથે જ ઘેર રહેતો હતો.બસમાં જ અકાદમીમાં આવતો જતો રહેતો. વાસંતી ગર્લ્સ હોસ્ટલમાં રહેતી હોવાથી વસંતે તેને અને તેની એક ખાસ બહેનપણીને પણ રીક્ષામાં સાથે બેસાડી બંનેને હોસ્ટલ પાસે ઊતારી દીધી અને પોતે પણ ઊતરી ગયો..તે પછી જે બન્યું તે જ કોઈને નાટકીય લાગી શકે.પણ હકીકતમાં તે અત્યંત સહજ,સ્વાભાવિક અને કુદરતી જ હતું.વસંતે બિલકુલ સરળ,સહજ અને નિખાલસ ભાવે કહ્યું:”જો વાસંતી,રિક્ષાનું બિ લ તો મારે જ સ્ત્રી-દાક્ષિણ્ય બતાવતા આપી દેવું જોઈએ.પણ લેટ મી બી ફ્રેંક.મને મારા શિક્ષક માતા-પિતા જે પોકેટ- મની મને આપે છે તે આજે મહિનાની ઓલમોસ્ટ છેલ્લી જ તારીખ હોવાથી સમજો કે લગભગ ખલાસ થવામાં જ છે.એટલીસ્ટ રીક્ષા-ભાડું ચૂકવી શકાય તેટલું તો મારી પાસે બજેટ નથી જ.માટે વાસંતી,રિક્ષા- ભાડું તો તારે જ ચૂકવવું પડશે.મને ખોટું ખોટું “હું આપું છું-હું આપું છું “એવું કહેવાનું અને ખોટું ખોટું ખિસ્સામાંથી પાકીટ કાઢવાનું નાટક કરવાનો અભિનય કરવો ન તો ગમે કે ન તો ફાવે કે ન તો આવડે.એટલે યુ બેટર પે અને હું તો આમેય ઘણી વાર ફરતા ફરતા ચાલતો ચાલતો જ ઘરે જતો હોઉં છું.માટે હવે આ રાતની ગુલાબી ઠંડીમાં ચાલી  નાખીશ.

તેની નિખાલસતા પર વાસંતી વારી ગઈ અને બોલી:”આઈ એપ્રિશિયેટ યોર ધિઝ ફ્રેંકનેસ અને નિખાલસતા!અમે તને તારે ઘેર ઊતરી પાછા અહી હોસ્ટલમાં આવી જઈશું અને ભાડું અમે ચૂકવી દઈશું.”

તરત જ વસંત જાણી જોઇને અંગ્રેજીમાં બોલ્યો;”નો નો ,યુ કેનોટ ટેઈક સચ રિસ્કી ચાન્સ એટ ધિસ મિડનાઈટ.આઈ વિલ વોક ડાઉન એન્ડ રીચ ઇન ટેન મિનિટ્સ.આઈ એમ સ્પીકિંગ ઇન ઇન્ગ્લિશ સો ધેટ  ધિસ રિક્ષા- ફેલો કેનોટ અંડરસ્ટેન્ડ.” વાસંતી સમજી ગઈ અને ચૂપ ચાપ બિલ ચૂકવી બાકીના પાછા લેવાના બે-ચાર રૂપિયા ન લઇ રિક્ષા વાળાને સંબોધી બોલી:”આ અમારા ફ્રેન્ડને તેના ઘરે ઊતરી દેજે.પાસે જ છે.”

વાસંતીની આ સમજદારી અને પ્રેમ- લાગણી જોઈ વસંત પણ પ્રભાવિત થયો.તે બેપાંચ મિનિટમાં તો ઘરે પહોંચી ગયો અને રાત આખી તેને વાસંતીના વિચારોમાં અને વિચારોમાં નામની પણ ઊંઘ ન આવી.વાસંતી પણ વસંતની નિખાલસતા વિચારો કરતી કરતી,તેના પ્રેમાળ સ્વભાવ અને પોતા માટેના કન્સર્નનો વિચાર કરતી લગભગ જાગતી જ રહી.નહિ જેવી ઊંઘ બેઉને આવી હશે તો તે પણ એકબીજાના સ્વપ્નભરી ઊંઘ જ આવી હશે.

 સવારે જાગી તો તેને વસંતના જ વિચારો આવ્યા।બ્રશ કરતા કરતા બેસિન પાસેના    અરીસામાં પણ તેને પોતાની સાથે વસંત દેખાવા લાગ્યો .તે શરમાઈ ગઈ અને મનોમન બોલી:”આવો જ જીવનસાથી હોવો જોઈએ એક-બીજાને સમજે એવો અને આવો નિખાલસ અને ફ્રેંક.”તે પછી તો રોજ બરોજની મુલાકાતો વધતી ગઈ,પ્રેમ પણ વધતો ગયો અને પરસ્પર ક્લોઝનેસ પણ વધતી ગઈ.છેવટે એક સાંજે વાસંતીએ પોતાની પ્રેમભાવના વસંત સમક્ષ વ્યક્ત કરી જ નાખી અને બોલી:”મને તું બહુ જ ગમી ગયો છે અને હવે તું મને પ્રપોઝ કરે તેની રાહ ન જોતાં હું જ તને પ્રપોઝ કરું છું.

હું તને ચાહું છું અને એક ચાહનાર તરીકે હું પણ મારા ચાહનાર તને બરાબર ઓળખી- -પારખી શકી છું કે તું પણ મને દિલથી ચાહે છે.હું મારા માતા-પિતાને વાત કરીશ .હું તેમની તેમ જ ભાઈઓની પણ બહુ જ લાડકી છું એટલે મારી આ વાત તેઓ સહુ માની જ લેશે તેમ મારું મન કહે છે.તું પણ વસંત,તારા માતા-પિતાને આપણા પ્રેમની વાત કહી તેમને મનાવી લે એટલે આપણે ફાયનલ પરીક્ષા પૂરી થતા જ ગોળ- ધાણા, સગાઇ-લગ્ન- રિસેપ્શન-હનીમૂન બધાનું જ પ્લાનિંગ કરી લઈએ.મને લાગે છે કે આપણો  પ્રેમ સાચો છે એટલે કહેવાય છે ને કે “સાચને આંચ નહિ” માટે આપણું  બધું બરાબર પાર પડી જ જશે.”

વસંત તો વાસંતીની વાત સાંભળી બહુ જ રાજી થઇ ગયો.પોતે  સ્વભાવે થોડો સંકોચી અને શરમાળ હોવાથી જે તેણે કહેવું કરવું જોઈએ તે વાસંતીએ કહી -કરાવી બતાવ્યું એટલે તે તો તેની હિમત પર વારી ગયો.બોલ્યો:”તેં તો મારા મનની વાત છીનવી લીધી અને હું તારી હિમતની દાદ આપું છું.મને લાગે છે કે આપણા વડીલો આ પ્રેમ- પ્રસ્તાવને માન્ય રાખશે જ.તેં કહ્યું તેમ સાચને આંચ નહિ જ આવે.” __

‘સાંચને આંચ નહિ આવે એવું ધારવાથી જ કાઈ એવું થાય નહિ’ એવો નિયમ ક્યાં  ક્યારેય સર્વમાન્ય હોય છે ?વાસંતીએ શનિ -રવિની રજાઓમાં વસો ઘેર જઈ પહેલા  દિવાળીબાને કાને વાત મૂકી ન મૂકી ત્યાં તો તેમની પ્રતિક્રિયા જોઈ તે ચમકી-ગભરાઈ.

દિવાળીબા તરત જ પશાભાઈનું નામ લેતા બોલ્યા: “તારા વટના કટકા બાપા કોઈ કાળે આ વાત કબૂલે નહિ.તેમને તો છ ગામનો છોકરો જ જોઈએ.છ ગામ-બહારનો છોકરો તો …..અને હા,તારા માટે તો છ ગામના એક છોકરા સાથે વાત પણ ચલાવી  રહ્યા છે.છ ગામના છોકરા-છોકરી સાથે જ તમને ત્રણેયને પરણાવ્યા વિના તેમને ચેન નહિ પડે.બાકી …”

વાસંતી પોતાની સિક્સ્થ સેન્સ થી સમજી ગઈ કે દિવાળીબાને બહુ વાંધો નથી.તેમને સમજાવી લઇ શકાશે.પણ પશાભાઈને વાત કરવી એટલે વાઘને છેડ્યા જેવું જ.તો ય તેણે હિમત કરી,સંકોચભર્યો ડર છોડી, પશાભાઈને પોતાની વાત કરી જ નાખી અને સમજાવ્યા કે  છોકરો સારો છે,પાણીદાર છે,સંસ્કારી કુટુંબ છે,માતા-પિતા શિક્ષક છે અને આટલા વર્ષોથી સાથે જ સાથે ભણીએ છીએ,હરીએ ફરીએ છીએ એટલે એકબીજાના સ્વભાવ બરાબર જાણીએ છીએ,એકબીજાને પૂરેપૂરા સમજીએ છીએ.તેને કોઈ ખોટી આદત નથી-કોઈ કરતા કોઈ વ્યસન નથી.’નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેર’ જેવો છે આ સંત જેવો મારો વસંત!”

પણ પશાભાઇ તો વાસંતીની આ બધી વાતો  સાંભળી જાણે વજ્રપાત થયો હોય તેવો અનુભવ કરવા લાગ્યા.તેમનો ક્રોધભર્યો સીધો, સ્પષ્ટ ચોખોચટ જવાબ મોટા અવાજે ગર્જનાની જેમ પ્રગટ થયો.:”આ પશાભાઈ શેઠની લાડકી દીકરી છ ગામની બહાર એક પંતુજી પરિવારના છોકરાને પરણે ?ન ભૂતો ન ભવિષ્યતિ – કોઈ કાળે નહિ એટલે નહિ જ!મેં તો તારા માટે સોજીત્રાના ડાયઝ -કેમિકલના મોટા વેપારી વજુભાઈ પટેલના  દીકરા   સાથે વાત ચલાવી જ નહિ,લગભગ નક્કી જ કરી લીધી છે. બાપાના ધંધામાં ધૂમ કમાતો આ છોકરો નામે છગન પટેલ તારા માટે દીવો લઈને શોધો તો ય ન મળે  એવો સરસ મઝાનો આપણા છ ગામનો છોકરો છે.તારી પરીક્ષા પૂરી થાય કે તરત સગાઇ-લગ્ન-રિસેપ્શન બધું જ ધૂમ-ધડાકા સાથે ગોઠવી લઈશું.આ છોકરો એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસના કામે પરદેશ પણ આવ-જાવ કરતો હોય છે એટલે તનેય ખૂબ ખૂબ ફેરવશે.આ એકના એક છોકરા સાથે તો તું સુખી સુખી થઇ જવાની.આ છોકરાની મોટી બહેન પરણીને અમેરિકા સેટલ થઇ ગઈ છે અને વાજુભાઈના આખા પરિવારને સ્પોન્સર કરી ચૂકી છે એટલે તું પણ એ સહુની સાથે અમેરિકા ભેગી જ થઇ જવાની . તમને બેઉને તો સ્વર્ગભૂમિ અમેરિકામાં લહેર પાણી ને લાડવા જ લાડવા !અને તારી આ સંગીત અને નૃત્યકલાની પણ ત્યાં બહુ જ કદર-કિંમત છે.તું તેના ક્લાસ ચલાવી ડોલર પણ કમાઈશ અને સમય પણ આનંદથી પસાર કરી શકીશ.અને તારી પાછળ ક્યારેક હું અને દિવાળી પણ આવી શકીશું.આપણા  ડોક્ટર થનાર રસેશને પણ ત્યાં તો મારે મોકલવો જ છે.ડોક્ટરની સાચી કિંમત અને કમાણી તો ત્યાં જ છે.તું તો ત્યાં રાજ કરીશ રાજ.તારે ન જેઠાણી કે ન દેરાણી.હવે ભૂલથી પણ પંતુજી પરિવારના એ સંત-વસંતની વાત અમારી પાસે કે ક્યાંય કરતી નહિ.તને અમે વડોદરા મોકલી તે ભણવા માટે,ન કે આમ પ્રેમ કરી પરણવાનો પ્લાન બનાવવા માટે.સો વાતની એક વાત.મારા ઘરમાં મારું જ ધાર્યું થશે.બહુ મગજમારી કરીશ તો પરીક્ષા પહેલા જ પરણાવી દઈશ.”

બિચારી વાસંતી તો અવાક જ થઇ ગઈ.તે બરાબર જાણતી હતી કે વટીલા પશાભાઇ જે નક્કી કરે તે કરીને જ રહે .લીધી વાત મૂકે નહિ એવો જ તેમનો જીદ્દી સ્વભાવ.તેને થયું કે વસંતને પરણે  તો ત્યાંય ન દેરાણી,ન જેઠાણી કે ન નણંદ.વસંત અને વાસંતીની જ સંગીતમય પ્રેમમય દુનિયા.તેને ન પૈસાનો મોહ હતો કે ન પરરદેશ સેટલ થવામાં રસ હતો .વસંત જ તેનું વિશ્વ હતું .વસંત તો તેના મનમાં જ નહિ,અણુ અણુમાં,રોમ રોમમાં વ્યાપ્ત થઇ કાયમ માટે વસી ગયો હતો .પણ બીજી બાજુ તે એ પણ જાણતી હતી કે પશાભાઈની ‘ના’ ‘હા’માં બદલાવાની શક્યતા ‘અસમ્ભ્વામિ યુગે યુગે ‘જેવી જ કહી શકાય તેવી હતી.કંટાળીને,ત્રાસીને,મૂંઝાઈને તે “સોમવારે ટેસ્ટ છે અને રવિવારે વાંચી લેવું જરૂરી છે કહી તે શનિવારે રાતે જ નીકળી ગઈ વડોદરા જવા.”ભૂલથી એ વસંત-ફસંતને મળતી નહિ” એવો કડક આદેશ તો પશાભાઈ તેને આપીને જ રહ્યા.

આ બાજુ વસંતે તેના માતા-પિતાને વાત કરી તો તેઓ એટલું જ બોલ્યા”બેટા,સંબંધો સમાનમાં જ શોભે અને સફળ થાય.આપણે સાધારણ અને  મધ્યમ વર્ગના છીએ.તારી વાસંતીનો પરિવાર સાધન-સંપન્ન અને ધનવાન.અમને લાગે છે કે મેળ નહિ મળે. બાકી અમને તો શો વાંધો હોય બીજો?તને એકના એક દીકરાને તો અમારે હોંશે હોંશે હા જ હા પાડવાની હોયને?પણ અમને લાગે છે કે તેના માબાપ હા નહિ પાડે.પાછા છ ગામનું પૂંછડું તેના માબાપ નહિ છોડે.માટે તેને ભૂલવામાં જ તારી ભલાઈ છે.અને તારા જેવા દીકરા માટે તો અમને કેટલાય માંગા આવી જ રહ્યા છે;પણ તારી પરીક્ષા સુધી અમે રાહ જોઈએ છીએ.”

વાસંતી પાછી આવતા અને તેના પિતાનો જીદભર્યો મત જાણી  વસંત નિરાશ થયો..

પણ વાસંતી તો હજી દૃઢ હતી.”પ્યાર કિયા તો ડરના ક્યા?”એ તે સમયે જ રીલીઝ થનાર ‘મોઘલે આઝમ’ના ગીતનો નશો તેને બરાબર ચડેલો હતો.તે પણ બાપની જેમ વટ  કટકો હતી અને મનનું ધાર્યું જ કરે એવા સ્વભાવની હતી.તેણે ફોન કરી પોતાના બેઉ વહાલા મોટા ભાઈઓને વિગતે પોતાની પ્રેમકહાની સંભળાવી અને સાથે સાથે જ જીદ્દી પિતા પશાભાઈની તેને બીજે પરણાવી દેવાની ગૂંચવાડભરી,ગુંચાયેલા કોકડા જેવી વાતથી પણ તેમને વાકેફ કર્યા.”ભાગીને પણ પરણીશ તો વસંતને જ પરણીશ એવો તેનો દૃઢ નિર્ધાર જોઈ- સાંભળી બેઉ ભાઈઓ દોડાદોડ ત્યાં દોડી આવ્યા,વસંતને મળ્યા,તેના માતા-પિતાને મળ્યા અને પછી વસો પહોંચી માતા દીવાળીબાને અને કડક સ્વભાવના પિતા પશાભાઈને સમજાવવા મનાવવાની કોશિશ પણ કરી જોઈ.પણ પશાભાઇ જેમનું નામ.ટસ થી મસ ન થયા.ઉલટાના ભભૂકીને બેઉ દીકરાઓને જોરથી દબડાવતા બોલ્યા:”તમને બેઉને વકીલ-ડોક્ટર બનવા શહેરમાં ભણવા મોકલ્યા તે તમાંરી ભણતરની હોંશિયારી હવે અમને દેખાડવા આવ્યા છો?સો વાતની એક વાત.વાસંતી પરણશે સોજીત્રાના વજુભાઈના દીકરા છગન પટેલને જ.અને તમને પણ કહી દઉં છું. હા,ભૂલથી પણ શહેરની છોકરીઓના લફરામાં -પ્રેમમાં પડતા નહિ.આ પશા પટેલના બાળકો પરણશે તો છ ગામના સંબંધોમાં જ.મારા લીધેલા નિર્ણયમાં કોઈ મીન મેખ નહિ થાય એટલે નહિ જ થાય.વસંતીનો ખોટો પક્ષ લઇ તમે કે તે કોઈ કરતા કોઈ જ કાંદો કાઢવાના નથી.”

 બંને ભાઈઓ વડોદરા પાછા આવ્યા અને ખિન્ન મને પિતાનો કોરો જવાબ સંભળાવી  વાસંતીને હિમત આપતા બોલ્યા:”સહુ સારા વાના થશે મારી વહાલી બેના!”અને તેમણે આર્યસમાજી વિધિથી વાસંતી-વસંતના ઘડિયા લગ્ન સંપન્ન કરાવી દીધા અને પ્રેમાશ્રુ વહાવતા લાડલી બહેનને ભાવભીની  વિદાય આપી તેને વસંતને ઘરે વળાવી.પોતાની વર્ષોની બચતમાંથી તેને વીંટી,ચાર બંગડીઓ,મંગળસૂત્ર અને રેશમી-સાદી સાડીઓની  ભેટ આપી પોતપોતાને શહેર પાછા ફર્યા .વાસંતીને પણ થયુ કે” આ મારા ભાઈઓ કેવા પ્રેમાળ અને લાગણીભર્યા છે કે મારા માટે આટલું બધું માબાપની વિરુદ્ધ થઈને પણ કરી બતાવ્યુ.તેણે મનોમન ભાઈઓના સુખ માટે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી.વસંત- વાસંતી હનીમૂન પર અઠવાડિયા માટે કાશ્મીર ફરી આવ્યા.તે પછીની થોડી લાંબી એવી રજાઓમાં નવરાત્રિ પર બેઉ ભાઈઓ મોટી ટેક્સી કરી વસંત-વાસંતીને તેમ જ સાથે વસંતના માતા-પિતાને પણ લઇ વસો પહોંચ્યા.ગેટ પાસે મોટી ટેક્સી રોકાવાનો અવાજ સાંભળતા જ પશાભાઇ-દિવાળીબા દોડીને ગેટ ખોલવા આવ્યા તો કારમાંથી ઊતરી રહેલા લક્ષ્મી-નારાયણ જેવા  વાસંતી-વસંતને જોઈ,વાસંતીના ગળામાં મંગળસૂત્ર જોઈ,સાથે વસંતના માતા-પિતાને જોઈ,અંદાજે તેમને ઓળખી લઇ બાજી સુધારી લેતા બેઉ બોલી ઊઠ્યા :”કુર્યાત સદા મંગલમ “.બેઉ ભાઈઓએ મળીને સાદાઈથી વાસંતી-વસંતને આર્ય સમજી વિધિથી પરણાવી લીધા છે તે જાણી “છેવટે ધાર્યું તો ધણીનું જ થાય છે .

પ્રભુ જે કરે તે સારું જ કરે છે “એમ બોલી હસતા મોંઢે જમાઈ-દીકરીનું હાર્દિક સ્વાગત કરું,તેમને ઓવારણા  લઈને વધાવ્યા અને આંગણે શોભે એવા જમાઈ વસંતલાલને રાજી થઇ મુંહદેખાઈના શુકનના સવાસો  રૂપિયા ભેટ આપ્યા.પ્રેમથી બોલ્યા પણ ખરા,”હવે તો ભલે લગ્ન સાદાઈથી આર્ય સમજી વિધિથી થઇ ગયા છે;પણ આપણે  તો વાજતે ગાજતે,ધામ ધૂમથી આપણા વસો ગામમાં પૂરા ઠાઠથી ગામમાં વટ  પડે તેમ ફરી સગાઇ,લગન અને રિસેપ્શન ગોઠવીને ગામ આખાને જલસા કરાવીશું.”

 અને એક વાર પશાભાઈ નક્કી કરે એટલે પછી તો જે કાઈ કરે તે ખરા ઝનૂનથી,પૂરી હોંસથી,ભારે ઉત્સાહથી અને ઊભરતા ઉમંગથી જ કરે.આખું ગામ મોંમાં આંગળા નાખી ગયું, જયારે પશાભાઇએ સુરતથી બેન્ડ મંગાવી,દાહોદથી રસોઈયાબોલાવી ,છ યે છ ગામના પોતાના મહેમાનોને તેડાવી,,અમદાવાદથી વાડીના શણગાર કરનારને રોકી, વડોદરાથી શરણાઈવાદક અને ઢોલીને બોલાવી સગાઇ,લગ્ન અને રિસેપ્શનના  સઘળા પ્રસંગો દિલ ખોલીને,જોરદાર રીતે ઊજવ્યા.રાસ -ગરબાનો સંગીત -સંધ્યાનો  કાર્યક્રમ તો મુંબઈના કલાકાર વૃંદને બોલાવી ગામ ગજાવીને કર્યો..આવો પ્રસંગ તો વસોમાં પહેલી વાર જ ઉજવાયો તેનો સહુ કોઈને આનંદ આનંદ થયો.વસંત-વાસંતી,રસેશ-ભદ્રેશ તો રાજી થયા જ થયા;પશાભાઇ પોતે પણ દિવાળીબા સાથે નાચી ગાઈ  અને વસંતના માતા-પિતાને પણ ગવડાવી-નચાવી રાજીના રેડ થયા.ગામ તો ઘા ખાઈ ગયુ.બરફી-ચૂરમાનું ઊંધિયા-પૂરીનું,દહીવડા સાથેનું જમણ સહુ કોઈ માટે યાદગાર બની ગયું.પ્રસંગે પ્રસંગે ફરતા ફરસાણ અને મીઠા શરબતોની તો રેલમ છેલમ જ રહી.પશાભાઇએ દાન -ધર્માદો પણ દિલ ખોલીને કર્યો.-મંદિર-હવેલીમાં, ગૌશાળામાં, અનાથાશ્રમોમાં,વૃદ્ધાશ્રમોમાં અને  વિધવાશ્રમોમાં.

 પ્રસંગો સંપન્ન થયા બાદ ભદ્રેશ-રસેશ પોતપોતાને શહેર પાછા પોતાની કોલેજોમાં ભણવા હોસ્ટલમાં પહોંચી ગયા અને વસંત-વાસંતીને પશાભાઇએ ફરી હનીમૂન પર સિંગાપુર મોકલાવી દીધા.પોતાના વેવાઈ-વેવાણને પણ પશાભાઈ- દિવાળીબાએ આગ્રહ કરી તેમની ભારે મહેમાનગતિ કરી સારું એવું રોક્યા. રોજ રોજ ફરતું ફરતું જમાડે,રાતે કુલ્ફી-આઈસ્ક્રીમની જહેફ્તો જમાવતા રહે અને અવારનવાર તરબૂચ,કે ફ્રુટસલાડ ખવડાવતા રહે .ચીકૂ -સીતાફ્ળનો શેક તો પશાભાઈની વિશેષ ફરમાઈશી આઈટમો રહ્યા કરતી.

તેમને વિદાય આપી ત્યારે વસંતનું ઘર ભરાઈ જાય એટલું ખુલ્લા દિલે આપી તેને ત્યાં પહોંચતું કર્યું.સોફાસેટ,ડાઈનીંગ ટેબલ, ગોદરેજના કબાટો, ડ્રેસિંગ ટેબલ,ફ્રીજ,એ.સી.,નવું નવું નીકળેલું સ્કૂટર અને ભવિષ્યમાં બંગલો બનાવી શકે એવો મોકાની જગ્યાએ વડોદરામાં ખરીદી રાખેલો મોટો વિશાળ પ્લોટ ઇત્યાદિ આપી રાજી રાજી થયા.”લઇ દઈને એકની એક તો દીકરી છે”  કહી કહી સોના હીરાના દાગીનાનું બોક્સ અને રેશમી-સૂતરાઉ સાડીઓની પેટી વી.વસંતના માતા-પિતા સાથે તેમને ત્યાં મૂકવા પોતે બેઉ જાતે ગયા ત્યારે પહોંચાડી ખુશ ખુશ થયા.તમને દીકરી મળી ગઈ અને અમને ત્રીજો દીકરો મળી ગયોએવું બોલતા બોલતા અને સાથે સાથે ક્યાંક  અંગ્રેજી કથન પણ રિપિટ કરતા બોલ્યા :”સાચું જ કહ્યું છે કે મેરેજેઝ આર મેઈડ ઇન હેવન “

વસંતના માતા-પિતા તો આટલું બધું પ્રેમથી આપતા વેવાઈ-વેવાણને જોઈ આભા જ થઇ ગયા.વાસંતી ગૃહલક્ષ્મીની સાથે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે જ આવી હોય એવું તેમણે અનુભવ્યું.
­­­__

પશાભાઈને અને દિવાળીબાને મળવા વાસંતી-વસંત અવારનવાર રજાઓમાં આવતા રહેતા.હવે પશાભાઇ-દિવાળીબાને વડોદરામાં એક ફ્લેટ કે બંગલો ખરીદી   લેવાની ઇચ્છા થઇ.કારણ એટલું જ કે દીકરીને ત્યાં રહેવું-રોકાવું  ન તો તેમને  ગમે કે ન તો તેમને મંજૂર.પૈસાની તો છૂટ જ છૂટ હતી તેથી વડોદરામાં બંગલો કે ફ્લેટ ખરીદવો તેમના માટે કોઈ માટી વાત હતી જ નહિ.તેજી તરફ વધી રહેલા શેર બજારમાં પણ તેમણે સમજી વિચારીને ઝંપલાવ્યું હતું.ખેતીમાં પણ બખ્ખા જ બખ્ખા હતા.વેપાર અને વ્યાજ -વટાવમાં પણ અઢળક કમાણી હતી.ક્યારેક દીકરી જાય પછી લક્ષ્મી ઓછી થાય એવું બનતું -જોયેલું સાંભળેલું;પણ આ તો વાસંતીના લગ્ન અને વિદાય પછી તો તેમની આવક-કમાણી આકાશને આંબતી હોય તેમ વધતી ચાલી.

“બધી ઉપરવાળાભગવાનની કૃપા”  કહી આકાશ તરફ હાથ જોડે.

પશાભાઈની હિમતને પણ દાદ આપવી પડે.તેમણે મોટા મોટા પ્લોટ ખરીદી વડોદરામાં અને અમદાવાદમાં પણ બા-ફૈબાના નામથી ‘સંતોષ’ થીયેટરની એક પ્રકારની ચેન જ બાંધી,નિયમિત વધારાની આવક ઊભી કરી લીધી.પોતાની જ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફીસ પણ ખોલી.એક તો નવા નવા અદ્યતન વાતાનુકૂલિત થીયેટરો અને તેમાય નવા નવા રીલીઝ થતા ચલચિત્રોની વણઝારના કારણે અને સાથે અપાતી કેન્ટીનના કોન્ટ્રેક્ટના કારણે  પૈસા તો ચોતરફથી વરસતા જ રહેતા.કમાણીના બધા જ સાધનો અને માધ્યમો તેમને ફળતા રહ્યા અને એ બધા જ તેમના માટે દૂઝતી ગાય જ પુરવાર થતા રહ્યા.કપાસ- તંબાકૂની ખેતી પણ ઊપરા ઉપરી સારા વરસાદના વર્ષોની મહેરબાનીથી સોનું જ વરસાવતી રહી.હવે પશાભાઈ વસો કરતા વડોદરામાં વધુ રહેવા લાગી ગયા.ક્યારેક બેચાર દિવસ માટે મલક વસો જવાનું મન થાય તો કારમાં આંટો મારી આવે અને સહુ કોઈને મળતા આવે.પણ આમ જુઓ તો વડોદરામાં જ સ્થાયી થઇ ગયા એમ કહેવાય.

અમદાવાદમાં ભણતો ભદ્રેશ ક્યારેક ક્યારેક રજાઓમાં વડોદરા આવી જતો અને માતા-પિતા તેમ જ બહેન-બનેવીને મળી ખુશ થતો.. રસેશ મેડિકલમાં હોવાથી અને મુંબઈ દૂર પડે એટલે ચાર-છ મહીને જ માંડ આવી શકતો -થોડી લાંબી રજાઓ પડે ત્યારે જ.પશાભાઈ પૈસો કમાવામાં જેટલા બાહોશ,નિપુણ અને પાવરધા હતા એટલા જ બલકે તેથી કૈંક વધુ જ પૈસો સાચવીને વાપરવામાં ચીવટ રાખનાર હતા.બચાવેલો પૈસો પણ કમાણી જ  કહેવાય અને ‘કરકસર તો બીજો મોટો ભાઈ છે એ તેમનો સિદ્ધાંત જ નહિ,ગુરુમંત્ર પણ હતો.પોતાના આ સિદ્ધાંતના તેઓ પોતે જેટલા હિમાયતી હતા તેટલા જ તેને પોતાના સંતાનો પણ અપનાવે તેના પણ પૂરા આગ્રહી રહેતા.ભદ્રેશ-રસેશને અપાતી પોકેટમનીની રકમ મોંઘવારી વધતી જતી હોવા છતાય હજી પણ એટલી ને એટલી જ આપવાનું ચાલુ રાખ્યું.ભદ્રેશ-રસેશ વધારાની માંગણી કરે તો ચોખ્ખી સલાહ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવે”ખોટા નકામા ખર્ચા બંધ કે ઓછા કરો .ચાલીને જવાય ત્યાં બસ કે ટ્રામમાં નહિ જવાનું એટલે નહિ જ જવાનું.ચાલવાથી શરીરને કુદરતી વ્યાયામ મળે તેમ પૂજ્ય ગાંધી બાપૂ પણ પોતાની આત્મકથામાં લખે છે.”

ભદ્રેશને તો વાંધો ન આવતો .પણ રસેશને પૂનાથી મુંબઈ આવ્યા પછી મોંઘા મુંબઈમાં પિતા તરફથી અપાતા સો રૂપિયા ઓછા પડવા લાગ્યા.એક વાર વધારવા માટે તેણે વિનંતી   કરી જોઈ તો પિતા પશાભાઇએ ગાંસડી ભરીને સલાહ-સૂચનો આપ્યા :”તું ડોક્ટરનું ભણવા ગયો છે કે પછી મોજ મસ્તી કરવા ગયો છે?બહારનું ખાવા પીવાનું સદંતર બંધ કરો,ટ્રામ-બસમાં જવા કરતા વહેલા ઊઠી ચાલીને જતા- આવતા શીખો .સો એટલે સો જ મળશે .સો કાઈ ઓછા નથી.તમારી સાથે ભણતા બીજા બધાને તેમના માબાપ સો રૂપિયા થોડા જ આપતા હશે?સો ઉપર એક રૂપિયો પણ વધારાનો નહિ મળે એટલે નહિ જ મળે .ઊલટા તમારે તો કાપ મૂકી બચાવવા જોઈએ .ટાણે કામ આવે.”

રસેશ પિતાનું અણગમતું લેકચર ચુપચાપ સાંભળી લેતો.તે ભણવામાં હોંશિયાર હતો ,બધી જ ટેસ્ટો માં સર્વપ્રથમ આવતો,પ્રોફેસરોનો લાડલો હતો,સહ-વિદ્યાર્થિનીઓનુ આકર્ષણ હતો.મિત્રો-સહપાઠીઓમાં પોપ્યુલર હતો .વકતૃત્વ પ્રતિસ્પર્ધાઓમાં તે કાયમ સર્વપ્રથમ જ આવતો..સહુના આગ્રહથી રસેશે પોતાની મેડિકલ કોલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પ્રેસીડન્ટ તરીકે ઊભા રહેવાનું નક્કી કર્યું અને હિમતથી ઝંપલાવ્યું પણ ખરું.સામે એક બાજુ કોઈ બીજો  શ્રીમંત નબીરો હતો,જે બધાને ચા-નાસ્તા-લંચ-ડિનર-ડ્રિન્ક્સની મોજમસ્તી કરાવતો રહી પોતા તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો .
__

રસેશની  બેચમાં સાથે જ ભણતી રસીલા આર્ટિસ્ટ પણ હતી એટલે તેણે મોટા મોટા  બેનરો અને પોસ્ટરો તય્યાર કરાવી કોલેજ-કેમ્પસમાં ચોતરફ મોકાની જગ્યાઓ પર ટંગાવડાવી દીધા.રસીલાને રસેશ માટે બહુ ભાવ હતો,પુષ્કળ માન પણ હતું અને અંદર-ભીતરથી પ્રેમ પણ ખૂબ હતો..રસેશના જીતાડવા માટેનો તેનો ઉત્સાહ અદમ્ય હતો .તેણે પોતાની ફ્રેન્ડસ ના સાથ-સહકારથી નવા પ્રવેશેલા મેડિકોને રસેશ-તરફી બનાવી દીધા.”રસેશ જૈસા કોઈ નહિ,જીતેગા બસ વહી વહી “એવા સ્લોગ્નના નારાથી કેમ્પસ ગુંજાવી મૂક્યું.ઈલેક્શનના દિવસે તેણે અને તેની બહેનપણીઓએ મોટા મોટા ગુલાબના ફૂલો સાથે ‘વોટ ફોર રસેશ’ની સ્લિપો સહુ કોઈમાં વહેંચાવડાવી રસેશ માટે જ વોટ આપવાની સસ્મિતવદને બધાને અપીલ કરી.ચૂંટણીના દિવસે તો કેમ્પસમાં જબરી ચહલ-પહલ હતી.સાંજ સુધી ચૂંટણી ચાલી અને તેની ગણતરી પૂરી થતા અને પરિણામ જાહેર થતા લગભગ રાત થઇ ગઈ.પણ ખુશીની વાત એ હતી કે ધાર્યા પ્રમાણે સારા મતથી રસેશ વિજયી ઘોષિત થયો..રસીલાના આનંદ નો તો કોઈ પાર જ ન રહ્યો .ચૂંટણીમાં હરનારો પેલો શ્રીમંત નબીરો તો મોઢું છુપાઈ ક્યાંક પોતના ફાલતૂ  મિત્રો સાથે ભાગી જ ગયો .

રસીલાને તો પૂરેપૂરી ખાતરી જ હતી કે રસેશ સો ટકા જીતવાનો જ..તેણે પોતાના વિશાળ બંગલાના ટેરેસ ગાર્ડન પર જીતનો જલસો ઉજવવાની તય્યારી અગાઉથી જ કરી-કરાવી રાખી હતી .તેની વહાલી માતાનો પણ તેને સાથ હોવાથી તય્યારી સરસ જ થઇ ગઈ હતી.પરિણામ જાહેર થતા જ રસીલાએ સહુને અગાઉથી જણાવી રાખેલું એટલે બધા રસીલાના બંગલે પહોંચી જ ગયા.”હાર્દિક અભિનંદન,રસેશ!”નું રંગબેરંગી સુશોભિત સુંદર બેનર પણ ત્યાં ટેરેસ ગાર્ડન પર હવામાં લહેરાઈ રહ્યું હતું .રસોઈયા,ઘાટીઓ,નોકરો,બાઈઓ અને વોચમેનો સુદ્ધા સર્વ કરવા ગ્લોવ્સ પહેરીને હાજરાહજૂર તય્યાર ઊભા હતા.

પાર્ટીમાં ચાટનો જ કોન્સેપ્ટ હોવાથી ભેળપૂરી,સેવપૂરી,બટેટાપૂરી,દહીવડા,ગુલાબજાંબુ અને બે -ત્રણ પ્રકારના આઈસ્ક્રીમ છૂટથી સર્વ કરવામાં આવ્યા.કોઈ એકાદ સારા ગાયકે બેચાર ગાયનો પણ ખુશીના ગાયા અને રસીલાએ પોતે પણ ‘બધાઈ હો બધાઈ’ નું ગીત ગાયું.રસીલાના પિતા પણ એક વાર વેલ સૂટેડ બૂટેડ આવી ‘કોન્ગ્રેટ્સ રસેશ!”એ ટલું રસેશને કહી અને સહુને “એન્જોય ધ પાર્ટી “કહી “મારે જરા અગત્યના કામે જવાનું છે “એમ બોલી તેઓ રવાના થઇ ગયા.તેઓ બહુ બીઝી રહેતા તેમના પોતાના વિચિત્ર વ્યવસાયોના કારણે એમ રસીલાએ રસેશને ઘણી વાર કહ્યું પણ હતું એટલે રસેશને તેનું કાઈ ખોટું પણ ન લાગ્યું.

રસીલાને રસેશ માટે આકર્ષણ તો હતું જ ;પણ હવે આકર્ષણ મૈત્રીમાંથી પ્રેમમાં પલટાવા લાગ્યુંઅને તે મનોમન કલ્પનામાં રસેશને પોતાના જીવનસાથી તરીકે જોવા લાગી  ગઈ .રસેશને પણ રસીલા ગમતી.નમણી,રૂપાળી,મધુર-મંજુલ- ભાષી એવી રસીલા તો રસેશને રસીલી લાગતી.તેની  સ્ફૂર્તિ તો તે જોઈ જ રહેતો.તેની તરવરતી ચાલ,મીઠું મોહક સ્મિત,તેનું  હસી હસીને બોલવું,તેની ઉત્સાહ-ઉમંગથી ઊભરાતી વર્તણુક વી.થી રસેશ અત્યંત પ્રભાવિત રહેતો.રસીલાને પણ રસેશ સર્વ ગુણ સંપન્ન- એક દમ આઇડિયલ જીવનસાથી દેખાતો..આજના ચૂંટણી -વિજય અને તે પછીના ઉજવણીના પ્રસંગોમાં બેઉનો પરસ્પર પ્રેમ આકાશમાં ઊગેલા પૂર્ણ ચંદ્ર જેવો જ પૂર્ણ સંપૂર્ણ પ્રકાશિત થઇ રહ્યો હતો.પાર્ટી પૂરી થયા પછી રસેશ થોડી વાર રસીલાની બાની સાથે થોડી વાર વાતચીત કરી હોસ્ટલ જવાની તય્યારી કરવા લાગ્યો તો “બેટા વાસંતી,રસેશને ડ્રોપ કરી આવ જોઈએ।”એમ કહી રસીલા-રસેશ બેઉને ખુશ કરી દીધા.

બન્ને પ્રેમની મૌન ભાષાનો આનંદ્લેતા કારમાં હોસ્ટલ તરફ રવાના થયા તો અંતે મીઠા મૌનનો વધારે મીઠો અંત આંણતા રસીલા બોલી:”આજે હું બેહદ ખુશ છું “

રસેશ પણ આભાર સાથે પ્રેમ પ્રગટ કરતો બોલ્યો:”હું તો વિશેષ પ્રસન્ન છું કારણ કે તારી મદદ વગર હું આ ઈલેક્શન નો જંગ જીતવાનો જ નહોતો.” “તું એવું કહી મને શરમાવ નહિ.તું તો બેસ્ટ કેંડીડેટ હતો અને સો ટકા જીતવાનો જ હતો..તેની ખાતરી હોવાથી તો મેં પાર્ટી અગાઉથી જ નક્કી કરી ગોઠવી લીધી હતી.તું તો રસેશ,મારો હીરો છે હીરો આઈ લવ યુ રસેશ ડિયર !”તેણે નિખાલસ ભાવે,ખુલ્લા દિલથી,મોકળા મનથી પ્રેમાભિવ્ય્ક્તિ કરી પોતાના હૃદયને પ્રેમથી ભરાતું-ઊભરાતું અનુભવ્યું.”

“એન્ડ આઈ ઓલ્સો લવ યુ સો મચ્છ”રસીલા,તું  મારા માટે જ બની છે તેમ લાગે છે.”રસેશ બોલ્યો .વી અર મેઈડ ફોર ઈચ અધર!”

રસીલા તરત તે જ સ્વરમાં સ્વર મેળવી બોલી” વી આર મેઈડ ફોર ઈચ અધર કપલ..” રસેશ :”આપણે  એક બીજા માટે સર્વસ્વ બની બેઠા છીએ.હવે મેડિકલની ફાયનલ   પહેલા માબાપને કહી-સમજાવી રેસીડન્સી દરમ્યાન જ પરની લેવું જોઈએ ડોક્ટર થઇ જઈશું એટલે કમાવાના તો ખરા જ.સાવ હાથેપગે તો નહિ જ રહેવાના.”રસેશે હિમતથી લગ્ન સુધી પ્રેમ -પ્રસ્તાવને પહોંચાડી દીધો.

“થેન્ક્સ,રસેશ!તેં મને પ્રપોઝ કરી ખુશીનો ખજાનો આપી દીધો છે.હવે મને લાગે છે કે મારા માતા-પિતા તો હું એકની એક દીકરી છું એટલે ના તો નહિ જ પાડે.અને તું પાછો છે પણ દેખાવડો,તેજસ્વી,પ્રભાવશાળી અને બ્રાઈટ હોંશિયાર ડોક્ટર!તારા માબાપ શું કહેશે તે તારે જોવાનું છે.તારી બહેનના લગ્નમાં તેઓ જલ્દી તય્યાર નહોતા થયા એમ તેં જ મને કહેલું.”રસીલાએ આત્મીયતા પ્રગટ કરતા રસેશને તેની જ કહેલી વાત યાદ કરાવી.

“વાંધો તો ન આવવો જોઈએ।અમે બે ભાઈઓ છેવટે તેમને સમજાવવામાં અમારી રીતે સફળ તો થયેલા જ અને બગડેલી બાજી તેમણે પણ સુધારી લીધેલી.આર્ય સમજી વિધિથી અમે બહેન વાસંતીના લગ્ન તો પહેલા જ સંપન્ન કરાવી લીધેલા.પણ તે પછી તો તેમને હકીકત જણાવી એટલે તેમણે તો જબરો લગ્નોત્સવ કરી મોટો જબરો જમણવાર કરી આખા વસોને રાજી કરી મૂકેલું.રાસ-ગરબાનું પણ આયોજન કરાવેલું અને બહેન-બનેવીને તેમ જ વેવાઈ-વેવાણને બેઉ હાથે ખુલ્લા દિલથી કોથળીનું મોઢું બેઉ બાજુથી ખોલી ઘણું ઘણું આપેલું. એટલે અમને બેઉ ભાઈઓને કોઈ વાંધો તો નહિ આવે તેમ લહે છે.મારો મોટો ભાઈ પણ તેની સહાધ્યાયિનીના પ્રેમમાં છે તે હું જાણું છું કારણ કે અમારા ભાઈઓમાં કોઈ કોઇથી કંઇ જ છુપાવતું નથી.મને તો કોણ જાને તારા પિતાનો દર લાગે છે કે તેમને પોતાના સ્ટેટસનો,માન -મર્તબા અને મોભાનો થોડો જ નહિ સારો એવો ઈગો છે એમ મને લાગે છે.”રસેશે લંબાણથી પોતાનું મન ખોલ્યું.

“તારી વાત સાચી છે.હું મમ્મી મારફત તેમના કને વાત પહોંચાડીશ.અને હજી તો એક વર્ષ ફાયનલને ય બાકી છે.તે પછી રેસીદાન્સીનું પણ એક વર્ષ મળશે.ત્યાં સુધીમાં તોસમજાવી-માનવી લઈશું.ઉતાવળ શી છે ?”

“ઉતાવળ નથી;પણ તેમના મનમાં તમના સ્ટેટસનો કોઈ છોકરો ઘૂસી જાય તે પહેલા આપને તેમના કને વાત તો નાખવી જ જોઈએ.તારામાં હિમત ન હોય તો હું ત્યાં આવી તેમને કન્વીન્સ કરું.”

“તે તો ઉત્તમ જ.મારે કે મમ્મીને કોઈ ટેન્શન જ નહિ.આમે ય મારા પપ્પાનું કામકાજ કૈંક વિચિત્ર જ છે.મેં તને સહેજ ઈશારો કરેલો છે;પણ હવે વાત નીકળી છે તો પૂરી વાત કહી જ દઉં “.

__

રસીલા મન ખોલી વિસ્તારથી કહેવા લાગી :”મને અને મમ્મીને તેમના આવા વિચિત્ર ધંધા જરા પણ-અરે,નામના ય ગમતા નથી .પણ તેઓ વર્ષોથી પોતાનું ધાર્યું જ કરે છે. તેમાં કમાય પણ છે એટલે તેમને તેનું ય અભિમાન છે .એક તો પોતે મોટા પાયાના રેસના બૂકી છે,બીજું મોટી મોટી ક્લબોમાં ઊંચા સ્ટેક પર રમી રમવા જાય છે અને ફિલ્મ પ્રોડ્યુસરોને વ્યાજે પૈસા પણ ધીરે છે એટલે કમાણી તો ધૂમ છે -પૈસો  પણ ઝન્નાટ છે.

પણ અમને એટલે કે મને અને મમ્મીને તેમનું આવું જુગારિયું જીવન બિલકુલ પસંદ નથી .હાશ, નિરાંત, શાંતિ, સંતોષ કે આનંદ, સુખ કાંઈ જ તેમના જીવનમાં જોવા ન મળે.

 દોડાદોડ,ભાગમભાગ,ફોનોનો મારો,રાતના ઉજાગરાજ ઉજાગરા.અમારી સાથે શાંતિથી જમવાનો કે સમયસર આવી અને પ્રેમથી વાતો કરી સૂવાનો પણ તેમની પાસે સમય ન હોય એ તો કાંઈ જીવન કહેવાય? મારે તેમને સુધારવા છે.એક નવતર પ્રયોગ કરી જોવાની છું અને તે સફળ જ થશે તેની મને ખાતરી પણ છે.પણ અત્યારે તે વાત નહિ કરું.પહેલા તું આપણી વાત નક્કી કરવાની ટ્રાય કર.પછી મારો પ્રયોગ તો બરાબર મોકાસર અને ખરે ટાણે જ કરવાની છું .”

રસીલાને ધરપત આપતા રસેશ બોલ્યો:”તારા પપ્પાનો સમય લઇ હું તેમની સાથે વાત કરવા બને તેટલો વહેલો જ આવી જઈશ.આ જ મારી અને તારી પણ ફર્સ્ટ પ્રાયોરિટી છે.અને હા રસીલા,હા પડાવવામાં હું હોંશિયાર અને એક્સપર્ટ છું એટલે ચિંતા નાં કરતી”.

રસીલાને હાલ તો કહેવાય નહિ એવો તેનો પોતાનો મોટો નિજી વ્યક્તિગત પ્રોબ્લમ હતો જેનો  વિચાર કરતો કરતો એ પોતાના મિત્રો પાસે પહોંચી ગયો..પિતા પશાભાઈ દ્વારા મળતા પોકેટમનીના સો રૂપિયા તેને પહેલા પણ ઓછા પડતા હતા અને હવે તો વિદ્યાર્થીસંઘના પ્રેસિડન્ટ બન્યા પછી અને રસીલાસાથેની આત્મીયતાભરી મિત્રતા વધ્યા  પછી તો એ વિશેષ ઓછા પડવા લાગી રહ્યા હતા.તેણે પોતાની આવક વધારવા માટે કોઈ જાણીતી લોકપ્રિય સંસ્થાની મોબાઈલ મેડિકલ વેનમાં જુદા જુદા એરિયામાં જઈ દર્દીઓને જોવાતપાસવા અને ટ્રીટ કરવાનું પાર્ટ ટાઈમ કામ પણ શોધી કાઢેલું . તેના પણ તેને સો રૂપિયા મળવા લાગી ગયેલા.હજી પણ પોતાની આવક થોડી વધારવા માટે તે મિત્રો સાથે તીન પત્તીનો જુગાર પણ ખેલી લેતો અને નિયમપૂર્વક પચાસ હારે તો ઊભો થઇ જતો અને જીતતો હોય તો છેક સુધી રમતો રહી જીતે એટલું અને એવું સરસ જીતી જીતીને જ  -સરસ કમાઈને જ -રૂમ ભેગો થતો.હવે તેની પાસે ખર્ચવાની રકમ થોડી છૂટની થઇ જવા લાગી હતી.

રસેશ પણ હતો તો વટીલા પશાભાઈનો વટીલો પુત્ર.

તે મેડિકલ કોલેજમાં વટથી,રૂઆબથી,ઠાઠથી રહેવા-ભણવા માંગતો હતો અને એટલે જ ઓછા પડતા પોકેટ- મનીની ક્ષતિપૂર્તિ કરવા તે અવાર નવાર તીન પત્તીનો આકાશકુસુમવત આશ્રય લઇ લેતો હતો .આ અતિરિક્ત આવકથી તેની પાસે પૈસાની અને ટાણે વાપરવાની સારી એવી છૂટ રહેતી .તે રસીલાને લઇ ક્યારેક ‘પુરોહિત’માં તો ક્યારેક ‘શેટ્ટી’માં તો વળી ક્યારેક કોઈ’ઉડીપી’ હોટલમાં પહોંચી જતો .એક વાર જયારે તે ધર્યા કરતા પણ એકધારા સારાઅને સારા પત્તા આવતા નસીબે ખૂબ ખૂબ કમાઈ ગયો તો નસીબને વધુ નસીબવંતુ બનાવવા તે કોઈ મિત્ર સાથે મહાલક્ષ્મી રેસ કોર્સ પર પણ પહોંચી ગયો.ત્યાં મનથી પોતાની રમવાની,હારવા-જીતવાની સો રૂપિયાની લિમિટ નક્કી કરી તેણે બેના ભાવવાળા સેકંડ ફેવરિટ ઘોડા પર સો લગાવ્યા તો તે, નેક ટુ નેક રેસમાં ડોકું આગળ કરી જીતી ગયો અને રસેશ બસ્સો રૂપિયા ખાટી ગયો .હવે તેની પોતાની બનાવેલી સ્ટ્રેટીજી   પ્રમાણે તેણે જીતેલા રૂપિયામાંથી પચાસ બચાવી દોઢસો રૂપિયા એક સાવ નકામા,પણ પાણીદાર લાગતા ફ્લ્યુક  ઘોડા પર લગાવ્યા અને તે સફેદ રંગનો ફ્લુક ઘોડો શરૂથી જ ગાંડાની જેમ પવનવેગે દોડીને વિનિંગ પોસ્ટ પર જોતજોતામાં સહુથી પહેલો પહોંચી વિનર થઇ ગયો..

દસના ભાવનો આ ઘોડો જીતતા રસેશ પૂરા પંદર હાજર જીત્યો એટલે તરત રેસકોર્સની બહાર નીકળી ગયો અને રસીલાને પબ્લિક બૂથમાંથી ફોન કરી ‘તાજમહાલ’ હોટલ પર તેને તય્યાર થઇ ડિનર પર આવી જવાનું ઈજન પણ આપી દીધું.પોતે પણ બ્રીચકેન્ડીના પ્રસિદ્ધ રેડીમેડ ગારમેન્ટ સ્ટોરમાં પહોંચી લેટેસ્ટ ટી- શર્ટ  અને જીન ખરીદી ત્યાજ ટ્રાય કરી અને પહેરી લઇ વટથી -ઠાઠથી ‘તાજમહાલ’પહોંચી ગયો .થોડી જ વારમાં રસીલા તેની કારમાં આવી જતા બેઉ રસેશે બૂક કરાવી લીધેલા ટેબલ પર કેન્ડલ લાઈટ ડીનર એન્જોય કરવા લાગી ગયા.પહેલા પાઈનેપલ જ્યુસ મંગાવી જુદી જુદી વાનગીઓ રસીલાને પૂછી પૂછી મેનુ કાર્ડની બીજી બાજુના છપાયેલા ભાવ તરફ જોયા વગર જ ઓર્ડર આપ્યે ગયો..મેનુ કાર્ડમાં ભાવ જોઈ જોઈ ઓર્ડર આપવો તેને ક્યારેય પ સંદ નહોતું.તે મનથી,સ્વભાવથી,ધૂનથી થોડો એરિસ્ટોક્રેટ જ હતો .

રસીલા તો જોતી જ રહી ગઈ અને સહુથી છેલ્લે ‘સેવંથ હેવન સ્પેશ્યલ આઈસ્ક્રીમ’નો ઓર્ડર આપ્યો ત્યારે તો રસીલા પણ ચમકી અને બોલી:”બહુ જ મોંઘો હોય છે,હં કે !”

તો “હૂ  કેર્સ “કહી આઈસ્ક્રીમ આવતા જ પોતાની ચમચીથી રસીલાને ખવડાવતા અને રસીલાની ચમચીથી પોતે ખાતાખાતા  સાતમાં સ્વર્ગમાં પહોંચ્યાનો આનંદ પોતે તો લીધો જ,સાથે રસીલાને પણ તેનો ભરપૂર અનુભવ કરાવ્યો”.અંતે બહાર નીકળતા જ પોતાના નિખાલસ સ્વભાવના કારણે તેણે પોતાની આજની જીતની,પોકેટ મની ઓછા પડવાના કારણે પાર્ટ ટાઈમ કરવાની અને ક્યારેક તીન પત્તીનો જુગાર પણ  રમવાની અને આજે પહેલી જ વાર રેસમાં પહોંચી પંદર હજાર જીત્યાની પણ વાત માંડીને કરી.એટલે જ તો બિન્ધાસ થઇ રસીલાને હોટલમાં બોલાવી શકવાનું પણ તેના માટે સંભવ થઇ શક્યું તે ખુલાસો પણ તેણે ભોળેપણે કરી દીધો..તેણે એ પણ કહી દીધું કે રસીલાના પિતાએ રેસ કોર્સમાં તેને પોતાની બાજુના જ સ્ટોલ પર ઊપરા ઉપરી બે વાર જીતતો અને પેમેન્ટ લેતો પણ જોયો છે.મારી સામે તેઓ જોતા જ રહી ગયા અને મને એક વાર તારે ત્યાની પાર્ટીમાં જોયેલો એટલે કદાચ ઓળખી પણ ગયા હોય.

રસીલાનો મૂડ આ બધું સાંભળી ઓફ થઇ ગયો .તે બોલી:”મારા પિતાની આવી આવી આદતોથી હું પોતે ત્રાસેલી છું અને હવે તું આવી આદતોમાં ઘેરાતો જાય છે?વેરી બેડ વેરી બેડ !

પિતા પછી પતિ પણ જુગારી જ ?પ્લીઝ આ બધું છોડી દે.તારા પિતાને સાચી હકીકત જણાવી દે કે પોકેટમની ઓછા પડતા તું હવે ખોટા જુગારના છંદે ચડી ગયો છે .તો તેઓ સમજીને તારું પોકેટમની વધારશે જ.અને ન વધારે તો તારે શેખી મારવા આવી મોટી હોટલમાં મને ડિનર આપી ઈમ્પ્રેસ કરવાની શી જરૂર છે?આ બધી મોટાઈ આપણા  મનમાં જ છે કે ‘તાજમહાલ’માં જમ્યા. ચોપાટીની ભૈયાની ભેળપૂરીમાં અને પાણીપૂરીમાં પણ પ્રેમથી ઈમાનદારીથી કમાયેલા કે મેળવેલા પૈસાથી ખાઓ તો ભરપૂર ખુશી જ ખુશી છે,આનંદ જ આનંદ છે,લહેર જ લહેર છે.આવા દેખાડા કરવાની શી જરૂર છે?મને તો તારો સાચો પ્રેમ જોઈએ.આવી જુગારી મનોવૃત્તિને આજથી જ તિલાંજલિ આપ.કરકસરનો તારા પપ્પાનો સિદ્ધાંત પણ ખોટો નથી..ખોટા ખર્ચા કરી આપણી  આદતો બગાડી જીવન પણ બગાડવાની કોઈ જરૂર નથી .લાલચમાં પડી શોર્ટ કટથી ઝટપટ કમાઈ લેવાની રીત જ ખોટી છે.મારે તો મારા પપ્પાની પણ આદત સદંતર છોડાવવી છે અને તે માટે મેં મારો ફૂલપ્રૂફ પ્લાન બનાવી જ રાખ્યો છે .હું ગાંધીજીનો સત્યાગ્રહ જ કરવાની છું.મેડિકલ કોર્સ છોડી વોલંટિયર બની કુંવારી જ કુંવારી રહેવાની જોરદાર ધમકી પણ  આપવાની છું .કારણ કે હું મારી મમ્મીને  દુઃખમાં ડૂબેલી,,વ્યથામાં વીંટળાયેલી,મોડી મોડી રાત સુધી તેમની રાહ જ રાહ જોતી ઉજાગરા કરતી,ક્યારેક રડતીરડતી અને ગુસ્સામાં ભૂખી જ ભૂખી રહેતી  હવે વધુ નથી જોવા માંગતી .આને તે કોઈ જિંદગી કહેવાય ?આને કોઈ સુખ કહેવાય? ધનસુખ કરતા મનસુખ વધારે મહત્વપૂર્ણ ,સાચું અને સ્થાયી છે તે મારે તેમને સમજાવી દેવું છે . અને મારા સત્યાગ્રહની શરૂઆત તારાથી જ કરું છું.બોલ કે હવે તીન પત્તીનો અને રેસનો આજનો આ નવો જુગાર કાયમ માટે તું છોડવાનો છે કે નહિ?અને નહિ તો હું તને અને મેડિકલ કોલેજને બેઉને કાયમ માટે છોડી જ દેવાની છું.હું પણ મારું ધાર્યું જ કરવાવાળી અને કરાવવા વાળી છું.”

 —

રસેશ રસીલાની વાતથી,વાત કહેવાની તેની રીત અને હિંમતથી,તેની વાતમાં રહેલા સાચા સત્યના રણકાથી,એ વાતમાં રહેલા જોરદાર દમથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયો..તેણે રસીલાનો હાથ પકડી તેને ચૂમતા અને સાથે જ પ્રેમભર્યું વચન આપતાં કહ્યુ કે:”હવેથી હું પિતાના કરકસરના સાચા અને ઉપયોગી સિદ્ધાંત પર જ ચાલીશ.મને હવે સમજાય છે કે કેટલાય ખર્ચાઓ નકામા અને બિનજરૂરી જ હોય છે .તે બંધ કરો તો પૈસાની છૂટ જ છૂટ, બસ ભયો ભયો !આજથી જ મારી આવી ખોટી જુગારી આદતોને કાયમી તિલાંજલિ આપવાનું વચન આપું છું.”રસેશે આમ પોતાની ભીષ્મ -પ્રતિજ્ઞા સંભળાવી અને તેનો આત્મવિશ્વાસ વધારતા આગળ કહ્યું:”જેમ તું મને બદલી શકી તેમ જ તારા પિતાને પણ બદલી જ શકીશ,સુધારી શકીશ તેની મને હવે પૂરી ખત્રી જ છે.”

રસેશને હોસ્ટલ પર છોડી,તેનાથી છુટ્ટા પડી રસીલા ઘેર ગઈ તો પિતા સદાયની  જેમ ઘરે મધરાતે મોડા મોડા જ આવ્યા.તે પોતે જાગતી હતી એટલે તેણે આ જાણ્યું,નોંધ્યું અને પોતાનો નિર્ણય સવારે ચા-નાસ્તા કરતી વખતે જ જાહેર કરવાનું વિચારી શાંતિથી સૂઈ ગઈ.

સવારે પિતા આદત પ્રમાણે થોડા મોડા જ ઊઠ્યા અને ચા-નાસ્તાના ટેબલ પર ફક્ત પોતાની જ નાસ્તાની પ્લેટ અને કેટલીમાં ઢાંકેલી ચા જોઈ તેમને નવાઈ લાગી.પુત્રી રસીલા તેમ જ પત્ની ઉષાને ત્યાજ બેઠેલા જોઈ તેઓ પૂછ્યા વગર રહી ન શક્યા કે: “કેમ મારી રાહ ન જોઈ આજે ?હું મોડો આવું તોય ચા-નાસ્તો તો તમારી સાથે જ કરું છું ને?”

 રસીલા પ્રેમપૂર્વક પણ થોડી દૃઢતા સાથે બોલી:”પપ્પા,અમારી સાથે તમે રોજ ચા નાસ્તો કરીને તમે કાંઈ અમારા પર ઉપકાર નથી કરતા.રોજના તમારા ઉજાગરા મમ્મીને કેટલી બેચેન કરી મૂકે છે એ તમે ક્યારેય વિચાર્યું છે ?હું પણ કેટલી અકળાઈ જાઉં છું એ તમે જાણો છો ?હવે આજે મારો નિશ્ચય-નિર્ણય જરા ધ્યાનથી સાંભળી લો..ઘણા વર્ષોસુધી તમે આમ ખોટા ઉજાગરા કરી કરાવી અમારી અને ખાસ કરીને મમ્મીની જિંદગી બગડી છે.હવે તમારે તમારી આ લીફ સ્ટાઈલ બિલકુલ અને કાયમ માટે બદલવી જ પડશે.આવા હાર-જીતના અને મોટી ઉથલ પાથલના જોખમી ધંધા બંધ કરી,લોકોના ખોટી  રીતે તેમની મહેનતના પૈસા લૂટી,તેમને પણ ખોટે રસ્તે ચડાવી સહુના નિસાસા જ નિસાસા લીધ છે તો ક્યારેક તો કોઈની હાય લાગશે કે નહિ ?જો તમે આજથી આવા નિસાસા લેવાનો તમારો આ જુગારી કારોબાર બંધ નહિ કરો તો હું તમારું મને ડોક્ટર બનાવવાનું ડ્રીમ અધવચ્ચે જ તોડી નાખીશ,મારો મેડિકલ અભ્યાસ આજથી જ છોડી દઈશ અને હા,આજીવન કુંવારી જ રહીશ,તમારું દીકરીને પરણાવવાનું   સ્વપ્ન ચૂર ચૂર કરી દઈશ.હું ડોક્ટરને બદલે મફત સેવા કરતી વોલન્ટીયર માત્ર બની બીજા ડોક્ટરોની મદદ માત્ર કરતી રહીશ.તમે આ બધુ નજરે જોશો જો તમારી આવી ખોટી લાઈફ સ્ટાઈલ નહિ બદલો તો .આ મારો અફર નિર્ણય છે,આ મારી આજે સવાર સવારમાં લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞા છે.તમે સમજી વિચારી વ્યવસ્થિત રીતે રીયલ એસ્ટેટનો કારોબાર શરૂ કરો તો તેમાં પણ ધૂમ કમાશો.

જુગાર તો ક્યારેક ખુવાર પણ કરી દે,પાયમાલ પણ કરી દે,બરબાદ પણ કરી દે અને અમારી જિંદગી તો તમે બરબાદ કરી જ રહ્યા છો.અમને હવે તમારા આવા ખોટા કામકાજ ન તો પસંદ છે કે ન તો માન્ય-મંજૂર છે .માટે વિચારી લો,દીકરીને ડોક્ટર જોવી છે,પરણેલી જોવી છે,સુખી જોવી છે કે પછી પોતાની જીદમાં તેની જિંદગી અને કરિયર નો એન્ડ જોવો છે ?તમારા માટે નવો નિશ્ચય-નિર્ણય લેવાનો સમય શરૂ  થાય છે આ ક્ષણથી,હાલ અને અબઘડી .આને મારી નોટિસ જ સમજો .”

સવાર સ્વરમાં લાડકી પુત્રીની આ જોરદાર નોટીસ સાંભળી પિતા મોહનભાઈ ચમક્યા,મૂંઝાયા,ગભરાયા. વિચારમાં પડી ગયા.ગઈ કાલની રેસમાં તેઓ ખૂબ જ, અઢળક  કહી શકાય એટલી લાખો રૂપિયાની લીધેલી બેટિંગ પોતે જીતતા “જો જીત વહી સિકંદર’ ગાતા ગાતા બીજે ક્યાંક હાઈ સ્ટેક પર રમતી ક્લબમાં પણ જીતમાં જીત ઉમેરી ત્યાં પણ લાખો રૂપિયા કમાઈને આવ્યા હતા એટલે હવે ફરી પછી આવી જીતનો મોકો મળે ન મળે તો મળેલા ફાયદાને રીયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી દીકરી કહે છે તેમ આ જુગાર-જગતને  કાયમની ‘બાય બાય’ જ કરી દેવાય તો ખોટું નહિ ,બલકે એજ સાચું છે એજ સાચું છે એજ સાચું છે તેમ તેમનું જાગેલું મન પોકારી પોકારી ભીતર ને ભીતર કહેવા-બોલવા લાગ્યું.

તેમણે  પોતાના એકાએક થયેલા ક્રાંતિકારી પરિવર્તનના સ્વરમાં પત્ની અને પુત્રી સામે આંખ માંડી દૃઢ મનોબળ સાથે પોતાનું જાહેરનામું સંભળાવ્યું :”ઉષા અને બેટા રસીલા આજ થી જ આ મોહનલાલ નવો બદલાયેલો મોહનલાલ બની ગયેલો તમે જોઈ શકશો  બેટા રસીલા તું જીતી,તેન મને જીતી લીધો,બદલાવી દીધો,સુધારી દીધો,સીધો-પાંસરો કરી દીધો.આજથી જ અત્યારથી જ તમે મને બદલેલો નવો મોહનલાલ જોશો.બસ, હવે તો રાજીને મારી ડોક્ટર દીકરી? અને ઉષા પણ તું ય રાજીને?યુ મેઈડ માય ડે,ડિયર રસીલા.આઈ લવ યુ.”

રસીલા તેમને પગે લગતા,ગળે ભેટતા હર્ષાશ્રુ સાથે બોલી:”આઈ લવ યુ ટૂ.એન્ડ થેન્ક્સ ફોર યોર ફર્મ ડીસિશન એન્ડ ફર્મ ડિટરમિનેશન.નાવ આઈ વિલ બી યોર ડોક્ટર ડોટર !”

 આવા ખુશખુશાલ માહોલમાં રસેશ આવી પહોંચ્યો .ફરી નવી તાજી ચા મૂકાઈ અને “કેમ ચાલે છે તમારું મેડિકલ ભ્ન્વાનુકેમ ભણે છે અમારી રસીલા દિકરી?હવે તો બહુત ગઈ અને થોડી રહી એવો જ હાલ છે ને ?આ છેલ્લું જ વર્ષ ને?અને પછી એક વર્ષ હશે તમારી રેસીડન્સીનું,કેમ?પછી આગળ શું કરવાનો વિચાર છેલ્ન્દ્ન કે અમેરિકા જવાનો પ્લાન છે કે નહિ?કે પછી અહી જ એમ.ડી.યા એમ.એસ કરવાના?તમારા ફાધર શું કહે છે ?”

રસેશે તેમનો સારો મૂડ જોઈ શાંતિથી પોતાની વાત શરૂ કરી:””એ તો તે વખતે જેમ મન કહેશે તેમ અને રસીલા કહેશે તેમ કરીશું.હું તો એક ખાસ વાત કરવા જ આવ્યો છુ કે અમે આઈ મીન રસીલા અને હું એકબીજાને ચાહીએ છીએ અને તમે હા પાડો તો પછી હું પણ મારા માતા-પિતાને વાત કરી તેમને મનાવી આવું.મારી એકની એક બહેને પણ પ્રેમલગ્ન કર્યા છે અને જો કે મારા પિતા છ ગામમાં જ લગ્ન કરવાના આગ્રહી હોવા છતાય અમે તેમને મોડા મોડા પણ સમજાવી-માનવી શક્યા હતા.તેમની ચોખ્ખી ના સાંભળી અમે ભાઈઓએ બહેનને સાદાઈથી આર્યસમાજી વિધિથી પરણાવી દીધી અને પછી અમેભાઈઓ, બહેન વાસંતી અને બનેવી વસંતલાલ, તેના માતાપિતા સહુ મારે ગામ વસો પહોંચ્યા અને બધી સાચી હકીકતથી તેમને વાકેફ કર્યા એટલે તેમણે બાજી સુધારી લેવાની સમજણ અને તય્યારી બતાવી હોંશે હોંશે વસોમાં મોટી વાડી રોકી ઠાઠથી રસ ગરબા,લગ્નોત્સવ,મોટો જમણવાર યોજી અમને સહુને અને ગામ આખાને રાજી રાજી કરી દીધા.પોતે પણ રાજીના રેડ  થઇ બહુ જ સરસ પહેરામણી કરી,દાન ધર્માદો  પણ પુષ્કળ કર્યો લગ્નની ખુશાલીમાં. અને હવે અમારા પ્રેમ લગ્નની વાત પણ -મારા મોટા ભાઈ પણ તેની સાથે ભણતી લો કોલેજની કલાસમેટ સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે તો આ બેઉ વાત કરી તેમને અમારે કન્વિન્સ કરવાના છે.બનતા સુધી માની જ જશે તેમ મારું માનવું છે.હવે અમારા પ્રેમ-પ્રસ્તાવ  માટે તમારે શું કહેવાનું છે?”

“ના,ના અને ના”.નવી બનેલી ગરમ ગરમ ચા પીતા પીતા પોતે પણ સારા એવા ગરમ થઇ જોરથી નન્નો ભણતા બોલ્યા:”તમારા જેવા રેસમાં ફ્લુક ઘોડા પર રમનાર જોખમી ખેલાડી અને બેજવાબદાર ડોકટરના હાથમાં મારી વહાલી દીકરીનો હાથ હું કોઈ કાળે ન સોંપુ.નો મીન્સ નો “

રસીલા પણ પિતાનો પિત્તો જતા ચમકી ગઈ,ગભરાઈ ગઈ.પિતાનું આવું રુદ્ર સ્વરૂપ અને વલણ તેણે પહેલી જ વાર જોયું.પણ રસેશે શાંતિથી ઠંડા અવાજે પણ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો:”હું તો એક જ વાર અને તે પણ પહેલી જ વાર ચાન્સ લેવા પૂરતો જ ગઈ કાલે ફ્લુક ઘોડા પર ફેવરિટ પર જીતેલા પૈસા લગાડી મારા સારા નસીબે જીતી ગયો તે તમે જોયું.પણ તમે તો કાયમ બુકી બની લોકોને લાખો -હજારોની હારજીતનો નશો ચડાવી લૂટો છો,તેમને પાયમાલ અને બરબાદ કરો છો અને તેમ ખોટું કરીને કમાઓ છો તેનું શુ?અને હા,મને અબ્રાહામ લિંકનના જીવનનો એક યાદગાર પ્રસંગ કહેવાનું  મન થાય છે.એક ચૂંટણીમાં તેના હરીફે તેને બદનામ કરતા એક જાહેર સભામાં કહ્યું કે આ તો બહુ પહેલા દારૂ વેચવાનો ધંધો કરતો હતો.આવા ધંધા કરનારને તમારો અમૂલ્ય મત આપતા પહેલા બે વાર વિચાર કરજો .તો તરત હાજરજવાબ લિંકને હસીને કહેલું કે હું તો દારૂ વેચતો જ હતો આ મારો વિદ્વાન પ્રતિસ્પર્ધી તો ત્યારેય ચિક્કાર પીતો અને અત્યારે પણ ચિક્કાર પીએ છે .કદાચ અત્યારે તે જે બોલ્યો તે એ દારૂના નશામાં જ કદાચ બોલ્યો હશે.તમારા માટે પણ મારે આવું જ કહેવા જેવું છે .”

 “અને બીજી વાત “પોતાની વાત આગળ વધારતા રસેશ બોલ્યો:”અમે -આઈ મીન હું અને રમીલા એક બીજાને ચાહીએ છીએ એટલે જો તમે હા પડશો તો લગ્ન કરીને સુખી થઈશું અને ના પડશો તો ન હું દેવદાસ થવાનો છું કે ન રસીલા સ્યુસાઈડ કરવાની છે.

એ પણ કોઈને તમારી પસંદગીના છોરાને પરણશે અને હું પણ મારા માબાપની બતાવેલી કોઈ છ ગામની છોરીને પરની લઈશ અને તેથી અમારી જિંદગીનો કાંઈ અંત નથી આવવાનો.અને હા,બીજી બલકે જ્ઞ્ત્રીપૂર્વક કહેવું હોય તો ત્રીજી વાત એ કે ન તો હું કોઈ બહુ જ હેન્ડસમ હીરો છું કે ન તો તમારી રસીલા કોઈ બહુ મોટી મિસ ઇન્ડિયા છે.તમે હા પડશો તો મારા માતા પિતાને માનવી શકીશ તેની મને ખાતરી છે-જેમ અત્યારે તમને હાલ અબી માનવી રહ્યો છું તેમ જ.બાકી હવે તમે તમારો નિર્ણય કરી રસીલા મારફત મને જણાવશો જી. અને હા,મેં તો રસીલાને ગઈ કાલે જ વચન આપી  દીધું છે -જુગારને કાયમ માટે છોડી દેવાનું.તમને પણ તે પોતાની રીતનો સત્યાગ્રહ કરીને બદલાવી દેવાની છે તેમ તેણે મને ગઈ કાલે કહ્યું જ છે.તેધાર્યું  કરી શકે તેમ છે, કરાવી શકે તેમ છે.તેનામાં તે વિલપાવર છે.નાવ ધ બોલ ઈઝ ઇન યોર કોર્ટ.ચાલો, આવજો,બાકી ચાનો છેલ્લો ઘૂંટડો પી રસેશ ઊભો થઇ ગયો .

ભદ્રેશે તરત ફોન કરી ભાવનાના માતાપિતા અને છયે ભાઈઓને તરત રવાના થઇ વસો આવી જવા માટે કહ્યું અને એ લોકો સીધા,સરળ અને નિખાલસ હોવાથી શોર્ટ નોટીસ પર પણ આવી જવા તય્યાર થઇ ગયા.બીજે દિવસે જ સવાર સવારમાં જ આવી જઈશું એવો સાનુકૂળ ઉત્તર આપતા પશાભાઈનો ફોન પર જ આભાર પણ માન્યો..મોટી વેન કરી એ લોકો આવી જતાં જભદ્રેશ -ભાવનાની પણ શ્રી-ફળ વિધિ અને સગાઇ-વિધિ એટલા ઉત્સાહ-ઉમંગ સાથે સંપન્ન કરી ખુશીના માહોલને બરકરાર રાખ્યું.પશાભાઈના કડક તેમ જ જીદ્દી સ્વભાવમાં થયેલો ધરખમ ફેરફાર જોઈ સહુ કોઈ ચકિત થઇ ગયા-ખાસ કરીને દિવાળીબા.પશાભાઇ ખુશખુશાલ થતા બોલ્યા:”મેં સાંભળ્યું છે કે પ્રભુને ત્યાં જોડીઓ તય્યાર થઈને જ જન્મે છે.થોડુક અંગ્રેજી સમજ્યો છું અને સાંભળેલું યાદ પણ છે એટલે કહું છું-“મેરેજેઝ આર મેઈડ ઇન હેવન”સહુ રાજી તેમાં મારો ભગવાન પણ રાજી જ રાજી.”બધા રાજી રાજી  થયા અને વિશેષ તો દિવાળીબા રાજી થયા કે એક સાથે બે બે વહુઓ લક્ષ્મી રૂપે આંગણું શોભાવી રહી હતી.બેઉ લગ્ન સારા મુહૂર્તે આવતે વર્ષે શિયાળામાં જ સંપન્ન કરી લેવા એવો નિર્ણય પણ લેવાઈ ગયો અને ‘લગન તો શિયાળાના જ શોભે”એમ પોતાની અનુભવવાણી પણ ઉચ્ચારી .”શું કહો છો દિવાળી બા?”ખૂબ ખુશ હોય ત્યારે પશાભાઇ ખુશીમાંને ખુશીમાં પત્નીને દિવાળીબા જ કહેતા.અને આજ જેવા તેઓ ક્યારેય ખુશ નહોતા રસેશ-રસીલા ખુશ હતા,ભદ્રેશ-ભાવના ખુશ હતા અને તેમના માતા-પિતા તો વિશેષ ખુશખુશાલ હતા.તે પછી તો વસંત-વાસંતી વડોદરા,ભદ્રેશ-ભાવના અમદાવાદ અને રસેશ-રસીલા મુંબઈ રવાના થયા.વડીલોને દિવાળીબાએ પોતાની મહેમાનગતિ માણવા બેચાર દિવસ વધારે રોક્યા.ગુજરાતનું આતિથ્ય અને તેમાંય  વસોના પટેલ પરિવારનું આતિથ્ય અને તેથી વિશેષ તો હોંસીલા દિવાળીબાનું આતિથ્ય માણી વડીલો પ્રસન્ન પ્રસન્ન થઇ ગયા.

વડોદરામાં વસંત-વાસંતીએ પોતાની ‘ગીત-નૃત્ય અકાદમી’  ખોલી, વર્ગો શરૂ કરી દીધા હતા, જે બહુ જ પોપ્યુલર થઇ ગયા હતા.જજના જમાઈ હોવાથી એલ.એલ.બી  ની પરીક્ષા પાસ કરતા જ ભદ્રેશની વકીલાત સારી રીતે શરૂ થઇ જવાની અને રસેશ-રસીલા પણ લંડન કે અમેરિકા પહોંચી પોતાનું ભવિષ્ય ઉજ્જવળતમ કરતા ત્યાં ધૂમ  પાઉડ કે ડોલર કમાવાના એ સુખદ દૃશ્ય પશાભાઇ ની આંખો સામે દેખાવા લાગી ગયું.

તેઓ એ દૃશ્ય વાતે વાતે દીવાળીબાને પણ દેખાડવા લાગી જતા.વસો-વડોદરા વચ્ચે ફર્યા કરતા રહી ખાઈ પીને જલસા કરતા કરતા મોજ મઝા ક્ક્રતા રહેતા.એક વાર  રસેશે ડોક્ટર  હોવાથી કહ્યું પણ ખરું કે “બહુ ઘી,ગળપણ,અથાણા પાપડ-પાપડી અને રાયતાનો ચટકો સારો નહિ.સામેથી બીમારીઓને બોલાવવા જેવું કહેવાય.”

“તો  હવે અમે તને ડોક્ટર બનાવ્યો એટલે અમને જ ખાવા-પીવામાં રોક ટોક કરવાનું શરૂ કરી દીધું ?કોઈ સાદું ખાઈને સવાસો વર્ષ  જીવ્યુંનથી .અને અમારે એટલું જીવવું પણ નથી.આટલું બધું ખાવા-પીવાનું ભગવાને બનાવ્યું છે શાના માટે-કોના માટે?આપણા માટે..સ્તો ! અરે આપણને જ બનાવ્યા છે શાના માટે? ખાઈ પીને જલસા કરવા માટે જ તો.!ભગવાન પણ અન્નકોટ આરોગે જ છે ને ?રોજ રોજ નિત નવી સામગ્રી  સખડીમાં   ભગવાનને  આપણે  ધરાવીએ જ છીએ ને? સમૈયામાં ભાત ભાતની વાનગીઓ પ્રસાદ સ્વરૂપે ભગવાનને નથી ધરાતી?”પશાભાઇ ખાવાના શોખીન અને સવાદિયા હતા.તેમને ખુશ રાખવામાં દિવાળીબા  પણ ફરતું ફરતું બનાવવા અને જમાડવામાં ખુશ ખુશ રહેતા.

રસેશ પણ બહુ રકઝક ન કરતો.પણ”તબિયત સાચવો તો સારું”એટલું તો કહેતો જ.ખાઈ પીને તબિયત બનાવવામાં માનનાર પશાભાઇ -દિવાળીબાને સહુ કોઈને જમાડવા માટે બહાનું જ જોઈતું.સમય કાઢી તેઓ નજીની-દૂરની જાત્રાઓ પણ કરતા રહેતા.બીજા જેમને જાત્રાઓનો ખર્ચ ન પોષાતો હોય એવા સગાવહાલાઓને,સંબંધીઓને ,મિત્રોને પણ પોતાના પૈસે જાત્રા કરાવી રાજી થતા.”પૈસા બહુ કમાયા હવે પુણ્ય કમાઈએ”એ તેમનું તકિયાકલામ વાક્ય બની જતું.’જીવ્યા કરતા જોવું ભલું’ એ જ તેમના જીવનનો ઉદ્દેશ્ય બનવા લાગ્યો.

 ચાર ધામની,કૈલાસ પરિક્રમાની, અમરનાથની, વૈષ્ણવી દેવીની, રામેશ્વરની,તિરુપતિની,દક્ષિણના બધા જ મંદિરોની, તિરુપતિ, શ્રીશૈલમ અને શ્રીનાથજીની કોઈ કરતા કોઈ જાત્રા બાકી ન રાખી.શરીર સુખાકારી સારી હતી અને પૈસે ટકે પહોંચતા હતા એટલે જલસાથી જાત્રાઓ કરતા રહેતા અનેબીજાઓને કરાવતા પણ રહેતા.થીયેટરોનું અને ફિલ્મ વિતરણનું કામકાજ વિશ્વાસુ અને હોંશિયાર મેનેજરો સારું સાચવી-સંભાળી લેતા હતા.પોતાના સ્ટાફના લોકોને પશાભાઇ ઘરના માણસોની જેમ જ કુટુંબીજનોની જેમ જ જોતા-સાચવતા રહેતા.જરૂર પડ્યે તેમની ખુલ્લા હાથે પૂરતી મદદ પણ કરતા. કાયમ કહેતા “કોણ જાને કોના નસીબે કમાઈએ છીએ ?”

  રસેશ -રસીલાનું ફાયનલ પૂરું થતા જ તેમણે રેસીડન્સી દરમ્યાન અમેરકા જઈ શકાય તે માટે ત્યાંરની જરૂરી અનિવાર્ય એવી ઈ.સી.એફ.એમ.જી.ની પરીક્ષા પણ અનુકૂળતાએ આપી દઈ પાસ કરી લીધી .બેઉના માબાપને પણ ડોક્ટર દંપતિને ત્યાં અમેરિકા મોકલવાની ખૂબ ખૂબ હોંસ હતી.બેઉ પૈસે ટકે તો  બેઉ પરિવાર પૂરા પહોંચતા હતા.અગાઉથી નક્કી કરેલ પ્લાન પ્રમાણે પહેલા રસેશ-રસીલાના તેમ જ તે પછી બીજે જ દિવસે ભદ્રેશ- ભાવનાના પણ લગ્ન-રિસેપ્શન મુંબઈમાં જ થયા અને તે માટે પશાભાઇ-દિવાળીબા વડોદરાથી રેલ્વેના  આખા બે  ડબ્બા જ રીઝર્વ કરાવી સવાસો જાનૈયાઓ ને લઇ સહુને મુંબઈના લગ્ન જોવા-માણવા લઇ ગયા.રાધા-કૃષ્ણ અને લક્ષ્મી નારાયણ જેવી આ બેઉ જોડીઓને અભિનંદન આપનારની તો લાંબી લાઈનો જ લાગી ગયેલી.મુંબઈના સર્વોત્તમ કેટરર્સનું કેટરિંગ હોવાથી ખાવા-પીવાની તો સહુને ખૂબ જ મઝા પડી. ક્રીમ સેન્ટરનો કુલ્ફી- આઈસ્ક્રીમ તો સહુ ખાતાજ રહી ગયા.જાન પાછી ફરી ત્યારે ગણેશ -ગોત્રીજની વિધિ કરી-કરાવી બેઉ કપલને વડોદરાની સર્વોત્તમ હોટલોની હનીમૂન સ્યુટ માં ઊતાર્યા અને તે પછી બીજે જ દિવસે તેમને જુદી જુદી દિશામાં -એક કપલને યોરપ અને બીજાને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ હનીમૂન સ્પેશ્યલ ટૂરમાં રવાના કર્યા.

ભદ્રેશ-ભાવનાએ અમદાવાદમાં વકીલાતની શરૂઆત કરી દીધી અને રસેશ-રસીલા અમેરિકા જવા રવાના થયા.રસેશ-રસીલાથી એક વર્ષ સીનિયર એવા તેમના ખાસ મિત્ર કુમાર અને લતા પહેલેથી જ ત્યાં અમેરિકા પહોંચી પોતાની રેસીડન્સી શરૂ કરી  ચૂકેલા અને લગભગ સેટલ જેવા થઇ ચૂક્યા હતા એટલે તેમને ત્યાં પહેલા ઊતરી પછી ત્યાંથી પોતાની આગળની વ્યવસ્થા કરવાનું તેમણે  વિચારી રાખેલું.હકીકતમાં તે મિત્રોને મળી હતી તે જ હોસ્પિટલમાં તેમને પણ રેસીડન્સી મળી જાય તેવો તેમનો પ્રયત્ન હતો .ત્યાં તે હોસ્પીટલની પાસે જ નજીકમાં રેસીડન્ટ ડોકટરોને રહેવા માટે એપામેન્ટ કોમ્પ્લેક્સ હોવાથી બહુ ડ્રાઇવિંગ કરી દૂર દૂર જવાનો પ્રોબ્લમ બિલકુલ ન હતો .હોસ્પિટલમાં બ્રેકફાસ્ટ તેમ જ લંચ  પણ મળી શકે તેવી વ્યવસ્થા હોવાથી કેવળ માત્ર રાતના ડિનરની જ ચિંતા રહેતી.

રસેશ જ્યારે રસીલા સાથે એર ઈન્ડિયામાં રવાના થવા એરપોર્ટ ગયો ત્યારે તેમને સી- ઓફ કરવા સગા વહાલાઓનું બહુ જ મોટું ટોળું  ‘આવજો આવજો’ કહેવા અને ‘હેવ એ નાઈસ એન્ડ સેઈફ જર્ની ‘કહી શુભેચ્છાઓ પ્રદર્શિત કરવા પહોંચી ગયું હતું.ફોટાઓ પણ પુષ્કળ લેવાયા અને અંતે વડીલોને પગે લાગી,મિત્રોને ભેટી બેઉ પોતાની ફ્લાઈટ નો સમય થતાં  ચેક ઇન કરી પ્લેન તરફ, હવામાં હાથથી બાય બાય કરતા, ચાલવા મંડ્યા.ત્યારે તે જમાનામાં હજી અત્યારના જેવી લેટેસ્ટ વ્યવસ્થા હતી જ નહિ. પ્લેનમાં બેસતા જ તેમને એક નવો જ અનુભવ થયો-દેશ છોડવાનો,મલક છોડવાનો,પોતાના સહુ કોઈને છોડીને જવાનો..દેશ છોડવો, પરદેશ જવું એ સહેલું નથી એવું મનના ઊંડાણમાં તેઓ અનુભવવા લાગ્યા.ત્યાં અમેરિકામાં થોડો  સમય રહી, ત્યાનો લેટેસ્ટ ટ્રીટમેન્ટનો  અનુભવ લઇ પાછા ભારતમાં જ આવી દેશના જરૂરતમંદ લોકોની સેવા કરીએ તો જ આપણું ડોક્ટર થવું સાર્થક ગણાય એવું બેઉ મન ખોલી આપસમાં વિચારવા અને એકબીજાને કહેવા પણ લાગ્યા.પ્લેનમાં બેઉને એકબીજાની હૂંફમાં ઊંઘ તો નસીબે સારી આવી ગઈ.

 બીજે દિવસે જયારે જે એફ.કે.એરપોર્ટ પર ઊતર્યા ત્યારે  ત્યાંની અફ્લાતૂન,જોતા જ રહી જાઓ એવી વ્યવસ્થા જોઈ તેઓ આભા જ બની ગયા.જ્યાં નજર નાખો ત્યાં આંખે વળગે એવી ચોખ્ખાઈ અને મદદ કરતા રહેવાની સ્મિતવદની સ્ટાફની તત્પરતા તો એ લોકો જોતાજ રહી ગયા.ધક્કાધક્કીનું નામ નિશાન નહિ, કયા નંબરના બેલ્ટ પર સામાન આવશે તેનું સ્પષ્ટ સમજી શકાય એવી રીતે એનાઉન્સમેંન્ટ  થયા કરે,  સહુ લાઈનથી શાંતિથી પોતાનો સમાન લઇ, ટ્રોલીમાં મૂકી આગળ વધે- આ બધુ એકદમ વ્યવસ્થિત જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા.સામાન લઇ હજી બહાર આવ્યા ન આવ્યા ત્યાં તો ડોક્ટર કુમાર-લતા તેમને દેખાયા.તેઓ તેમને રિસિવ કરવા,પોતાને ત્યાં લઇ જવા માટે સમયસર આવી જ ગયા હતા.તેમને મળી- ભેટી, તેમની કારમાં પોતાનો બધો સામાન મૂકી-ગોઠવી તેઓ કારમાં  પ્રવેશ્યા.કુમારે લતાને અને રસીલાને પાછળ બેસાડી રસેશને પોતાની બાજુમાં આગળ  બેસાડ્યો..કાર સ્ટાર્ટ થતા જ તેના ગળામાં સીટબેલ્ટ પોતમેળે આવીને ફિટ થઇ ગયો..તે તો ચમક્યો,છક્ક થઇ ગયો અને આશ્ચર્ય અનુભવતો હસી પડ્યો .સીટ બેલ્ટ પહેરવાનું કોઈ ભૂલે જ નહિ તેવી આ વ્યવસ્થા જોઈ રસેશ-રસીલા ખૂબ જ પ્રભાવિત થયા.ન્યુ યોર્કનું મેનહેટનવી.જોતા જોતા તેઓ ફિલાડેલ્ફીયા તરફ રવાના થયા, જ્યાં કુમાર-લતા રહેતા  હતા અને જ્યાં સંભવત રસેશ-રસીલાને પણ રેસીડન્સી મળવાની હતી.

ઈન્ડીપેન્ડન્સની લોંગ વીક એન્ડની રજાઓ હોવાથી કુમાર-લતા તેમને સ્વાતંત્ર્ય મહોત્સવની અદભુત લાઈટીંગ,પરેડ વી.બતાવી શક્યા,ફિલાડેલ્ફિયા ઇન્ડીપેન્ડન્સ બેલ જોવા લઇ ગયા,નાયગ્રા બતાવ્યું,ન્યુ યોર્કનું સ્ટેચ્યુ  ઓફ લિબર્ટી બતાવ્યું,ત્યાંના ટ્વિન  ટાવર્સ દેખાડ્યા,એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ બતાવ્યું અને બીજા ઘણા જોવા લાયક  સ્થળો ઝડપથી દેખાડી દીધા .ન્યુ જર્સી લઇ જઇ ત્યાનો ભારતીય માનવમેળો  પણ બતાવ્યો અને ત્યાં ભારતીય બુફે લંચ પણ કરાવ્યું. વોશિંગટન લઇ જઈ વ્હાઈટ હાઉસ બતાવ્યું,ત્યાંનો  ઐતિહાસિક મોન્યુમેન્ટ પણ બતાવ્યો અને ફિલાડેલ્ફિયાની પાસે જ પડતા એટલાન્ટીક સિટીના કેસીનોમાં  પણ ફેરવ્યા.કેસિનોની ઝાકમઝોળ રોશનીમાં સ્વર્ગને ભૂલાવી દે એવી અપ્સરાઓ જેવી ફરતી છોકરીઓ જોઈ,જુગારના વિધ વિધ સાધનોથી રમાડાતા જુગારને જોઈ તેઓ જોતા જ રહી ગયા.મોટા મોટા પ્લાસ્ટિકના  ડબ્બાઓમાં ટોકનો લઇ ફરતા રહેતા સ્ત્રી-પુરુષોને તેઓ દેખતા જ રહી ગયા.આ નવી નવાઈની દુનિયામાં રાત દિવસની ખબર જ ન પડે તેવી આંખ આંજી નાખે તેવી લાઈટો હતી અને સમયની ખબર જ નપડે તે માટે ઘડિયાળોનું નામ નિશાન જ નહોતું .એક એકથી ચઢિયાતા   કેસીનો,તે બધામાં જુગારની દુનિયામાં ડૂબેલા લોકો અને ટોકનો નો ખણખણાટ સાંભળી તેઓ છક્ક થઇ ગયા.રસેશને જુગાર છોડ્યા પછી હવે આ જુગારધામ કેસીનોમાં કંઈ જ રસ ન પડ્યો.ચાર દિવસની ચાંદની જેવા રજાઓના એ ચાર દિવસ-રાત તેઓ ખૂબ  ફરી કરી પુષ્કળ આનંદ લેતા રહ્યા.

તે પછીના શરૂ થતા વીકમાં લતા-કુમારે તેમને બંનેને પોતાની જ હોસ્પિટલમાં તેમની ચોઈસની રેસીડન્સી અપાવી દીધી કારણ કે તે સમયે અમેરિકાને ડોક્ટરોની જરૂર હોવાથી તાત્કાલિક રેસીડન્સી અપાતી હતી.રસેશને  એનસ્થિઓલોજીમાં મળી ગઈ અને રસીલાને ગાયનિકમાં મળી ગઈ.તેમને આ ક્ષેત્રોમાં જ રસ હતો .કુમાર-લતાએ સાંજે સાંજે તેમને કાર ચલાવતા શીખવી દઈ લાયસન્સ પણ અપાવી દીધું.બેઉ વચ્ચે એક કામચલાઉ સેકંડ હેન્ડ કાર પણ અપાવી દીધી.ભારતની દોસ્તી અમેરિકામાં ભાગ્યે જ કોઈ નિભાવે;પણ કુમાર-લતા જુદી માટીના માણસો હતા.તેઓ પોતાના આ બે જુના મિત્રોને પ્રાણ કરતા પણ વધુ ચાહતા રહી બનતી પૂરેપૂરી મદદ કરતા રહ્યા.

કુમાર-લતાની મૈત્રી,તેમનો પાડોશ,અને સહુથી વધુ તો તેમની હૂંફ તેમના માટે વરદાન સમાન બની રાહી..નવા અજાણ્યા દેશમાં,નવા વાતાવરણમાં,નવા નવા અનુભવોમાં રસેશ-રસીલાને તેમની પાસેથી બહુ બધું અને ઘણું ઘણું શીખવા મળતું રહ્યું.

ક્યારેક રજાઓમાં લતા-કુમાર તેમને ઉપમા,ઈડલી-દોશા,ઉત્તપમ અને વડાસાંભાર ખવડાવે તો રસીલા-રમેશ તેમને ઢોકળા,મુઠિયા,હાંડવો,ખાંડવી અને ઊંધિયું યા બાદશાહી ખીચડી ખવડાવે.

શનિ -રવિની  રજાઓમાં ચારે ય મિત્રો ઘરની સાફ-સુફાઈ કરી મોલ વી.માં ફરવા નીકળી પડે બપોરે સસ્તું બુફે લંચ કોઈ ઇન્ડીયન રેસ્ટરામાં ખાઈ લે તો ક્યારેક સાંજે ‘પીઝા હટ’માં જઈ ગાર્લિક બ્રેડ અને પીઝા ખાઈ  મઝેથી પેટ ભરી લે .તે દિવસોમાં રેસિડન્ટ ડોકટરોને એક્વીસથી પચ્ચીસ હજાર ડોલર મળતા ;પણ રહેવા જમવાનું લગભગ ફ્રી હોવાથી અને ત્યારની સસ્તાઈ પણ પોષાય એવી હોવાથી નવા ડોકટરોને વાંધો ન આવતો અને રસેશને પિતાનો સંદેશ-ઉપદેશ અહી વધારે યાદ આવતો:” કરકસર બીજો મોટો ભાઈ છે”.રસીલા પણ જોઈ વિચારીને જ ખરીદીઓ કરતી.મોલમાં જોવાનું બધું જ ;પણ બિનજરૂરી ખરીદવાનું કશું ય નહિ એ નિયમ કહો તો નિયમ અને સિદ્ધાંત કહો તો સિદ્ધાંત ચારેય મિત્રો અક્ષરશ: પાળતા.

આમ કરતા કરતા ચારેયના રેસીડન્સીના વર્ષો પૂરા થયા.પહેલા કુમાંર- લતા  બોર્ડસર્ટિફાઈડ ડોક્ટર બની તે જ શહેરની બીજી મોટી હોસ્પિટલમાં ગ્રુપ  પ્રેકટિસમાં જોડાઈ ગયા અને તેના પછીના વર્ષમાં રસેશ-રસીલા પણ પોતાના ગ્રુપ સાથે પાર્ટનર તરીકે જોડાઈ ગયા.

એક વર્ષ પછી ન્યુયોર્ક પાસેના પકીપ્સી શહેરમાં લતા અને કુમારને નવી ખુલેલી મોટી વધારે મોટી હોસ્પિટલમાં સારી તક મળતા તેઓ ત્યાં પહોંચી ગયા અને થોડા જ સમયમાં પોતાના ખાસ મિત્રો રસેશ-રસીલાને પણ ત્યાં તેમના માટે પણ સારી તક શોધી આપી તુર્ત બોલાવી લીધા.પરંતુ પકીપ્સી પહોંચી ત્યાં ગ્રુપપ્રેક્ટિસમાં કામ કરતા કરતા રસેશને પોતાનું એનસ્થિસ્ટનું કામ કરતા કરતા એકએક પોતાના ક્ષેત્રમાં કોઈ અધૂરપ જણાવા માંડી અને તરત પોતાના વટીલા તેમ જ જીદ્દી સ્વભાવના કારણે તેણે પોતાનું કેવળ- માત્ર બેભાન જ બેભાન કરતા રહેવાનું ક્ષેત્ર છોડી ઇન્ટર્નલ મેડીસિનના ફીલ્ડમાં ફરીથી પોતાની રેસીડન્સી શરૂ કરવાનો નિર્ણય લઇ લીધો .પેશન્ટ સાથે સતત સંવેદનશીલ માનવીય સંપર્ક રહે તે ફીલ્ડમાં  તેને મઝા આવવા લાગી અને જે કામમાં મઝા આવે તેમાં આગળ વધવામાં તો કોઈને પણ આનંદ આવે જ આવે.રસીલા પોતાના ફિલ્ડમાં ખુશ હતી અને નવા બાળકોને જગતનો અનુભવ કરાવતા રહેવામાં,તેમને જન્માવતા રહેવામાં, તેમને જન્મ આપનાર માતાઓ જેટલો જ આનંદ આનંદ થયા કરતો .પોતાને ભાઈ-બહેન ન હોવાથી તેને પણ બાળક માટે  તાલાવેલી શરૂ થઇ જ ગઈ  હતી.ર સેશે પોતાના નવા ફીલ્ડમાં ત્રણ વર્ષમાં  રેસીડન્સી પૂરી કરી તે જ હોસ્પિટલમાં ફરી ગ્રુપ પ્રેક્ટિસ જોઈન કરી લીધી. હવે ડોક્ટર રસેશ પોતાને પ્રિય એવા આ નવા ફીલ્ડમાં જોતજોતામાં તેની નિદાન પદ્ધતિ,પ્રેમભરી

સહાનુભૂતિપૂર્ણ વાતચીત કરવાની ટેવ અને માનવીય સંવેદનશીલ વર્તન-વહેવારથી ખૂબ જ પોપ્યુલર થઇ ગયો  ઇન્ડિયનો તો તેને રસભાઈ અને આગળ જતા જશભાઈ જ કહેવા લાગી ગયા.અમેરિકન,હિસ્પેનિક્સ અને કાળિયાઓ તેને ‘ડોક્ટર પટેલ’પટેલ કહી બહુ જ ચાહવા લાગી ગયા.તેને પોતાની આ નવી પ્રેક્ટિસ બહુ જ સાચી અને સાર્થક લાગવા માંડી.રસીલા પણ ખુશ હતી કે તેના રસેશને તેની  મનગમતી પ્રેક્ટિસ મળી ગઈ.

રસેશના દૂરના સગાનો અને અહી આવી સર્જરીમાં રેસીડન્સી શરૂ કરી ચૂકેલો એક યુવક અનિલેશ રસેશ-રમીલાના પરિચયમાં આવતા તેમને પોતાના આપ્તજન માનતો થઇ ગયેલો..એક જ ગામના હોવાથી પ્રેમ અને લાગણી તો હોય જ કે “આપણા વસોના છે”;

વ્યવસાયની એકતા હોવાથી આત્મીયતા પણ વધતી જ ગઈ.પોતાની રેસીડન્સીના છેલ્લા  વર્ષમાં હતો ત્યારે અનિલેશે પોતાની એકદમ અંગત સમસ્યા દિલ ખોલીને રસેશરસીલાને હિમત કરી વિગતે જણાવી.તેની સમસ્યા અવનવી અને વિચિત્ર હતી.

પોતાની સાથે જ રેસીડન્સી કરતી એક રોઝી મેરી નામની અમેરિકન રેસીડન્ટ ડોક્ટર સાથે પ્રેમમાં પડેલા અનિલેશે જણાવ્યું કે સાથે કામ કરતા કરતા,કાયમ સાથે જ સાથે હરતા ફરતા અને સતત ડેટિંગ કરતા કરતા,રજાઓમાં આસપાસ ફરવા જતા,અને સાથે  એક જ  એપાર્ટમેન્ટમાં રહેતા રહેતા તેઓ લક્ષ્મણ રેખા ઓળંગી ચૂકતા, રોઝી હવે ત્રણ મહિનાની પ્રેગ્નન્સીમાં છે.રોઝી મેરીના અમેરિકન માતા-પિતાને તો આ કોઈ પ્રોબ્લમ જ ન લાગ્યો .”ધેટ્સ ઓ..કે.ગો ફોર એબોર્શન  .ઇટ્સ યોર પ્રોબ્લમ. યુ સોલ્વ ઇટ.”

રોઝી અનિલેશ સાથે રહી,રસીલા-રસેશના તેમ જ લતા-કુમારના ભારતીય સંપર્કમાં રહી  આવું માતૃત્વને કચડતું અમાનવીય કરવા કોઈ કાળે તય્યાર ન હતી તેને પોતાનું-પોતાના અનિલેશનું બાળક જોઈતું હતું અને આમેય રેસીડન્સી પૂરી કરી તેઓ પરણવાના તો હતા જ ને ?તે પોતાની રેસીડન્સી છોડી દેવા પણ  માનસિક રીતે પૂરી   તય્યાર હતી.અનિલેશને પણ રોઝીની માતૃત્વની ભાવના ગમી,પસંદ આવી. પણ કોઈ પ્રેક્ટિકલ રસ્તો ન દેખાતો હતો કે ન સમજાતો હતો .દેશમાંથી માબાપને બોલાવી રોઝીની ડીલીવરી કરાવવાની તો કલ્પના પણ સામાજિક રીતે કે આર્થિક રીતે કરી શકાય તેમ ન હતું.પોતાના અતિ અંગત અને નિકટતમ રસેશ-રસીલાની સામે પોતાની આ વિકટ સમસ્યા મૂકી તેમની સલાહ માંગી જોઈ.રસેશ-રસીલાએ ક્ષણ ભરમાં તેનો રસ્તો વિચાર્યો,કાઢ્યો અને જણાવ્યો.”અમે રોઝીના બાળકનું ધ્યાન રાખીશું-તમારી રેસીડન્સી પૂરી થતા સુધી.અમને આવું કાંઈ થયું હોત તો ?અમે સંભાળત કે નહિ?તમારું બાળક જન્મવા દો..અમે તેને એક -દોઢ વર્ષ સાચવીશું,મોટું કરીશું .પછી તમારા  માબાપને સમજાવી-મનાવી અહી તેડાવી તમારા લગ્ન પણ કરાવી તેમને અને તમને તમારું બાળક પાછું આપી દઈશું.અમે વેલ- સેટલ્ડ છીએ એટલે અમને વાંધો નહિ આવે. બલકે તેને મોટું કરવામાં ,રમાડવામાં અમને તો આનંદ આવશે.ભવિષ્યનો આ અગ્રિમ  અનુભવ અમને ગમશે.જરાય મૂંઝાતા નહિ .અમે છીએ ને?દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે.આપણે આપણી સૂઝ-બૂઝ અને સમજણથી તેનો રસ્તો કાઢી લેવો પડે.અને અહી તો અમે  મળી જ જશે એવી કોઈ ઇન્ડિયન માજીને ‘નેની’ તરીકે શોધી કાઢીશું.એટલે આમ અમારા મેડિકલ

રૂટીનને પણ વાંધો નહિ આવે.અમને તો બાળક મોટું કરવું ગમશે.

અનિલેશ અને રોઝી તો રાજીના રેડ થઇ ગયા.રોઝીના માબાપ પણ આવી ઓફર જોઈ -સાંભળી દંગ રહી ગયા.બરાબર છ મહિના પછી પૂરા નવ મહીને રોઝીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો.રસીલાએ જ પોતાની હોસ્પિટલમાં તેની ડીલીવરી કરી અને તેમની બેબી સીટિંગ માટે પહેલેથી જ કોશિશ ચાલુ કરી દીધી હોવાથી ડીલીવરી થતા જ એક જરૂરતમંદ સંસ્કારી,સેવાભાવી,પ્રેમાળ પટેલ માજી -નામે જમનાબાને શોધી-ગોતી કાઢી કાયમી ધોરણે રહેવા-સૂવા,જમવાની સગવડ સાથે નીમી લીધા.

જોડિયા બાળકોના નામ પણ સરસ પાડ્યા-લવ અને કુશ. વચમાં વચમાં સમય કાઢી તે પટેલ માજી રસોઈ પણ બનાવી નાખે,ઘરની સાફ્સુફાઈ પણ કરી લે ને લવ કુશને તો હૈયાના પ્રાણની જેમ સાચવે,”દીકરા દીકરા બેટા બેટા “કહી કહી રમાડે અને વહાલથી

દૂધની બોટલ પાય અને મોટા કરતા જાય.રસેશ રસીલા પણ જમનાબાને ‘બા બા’ કહી તેમને પ્રેમથી બધું નવું નવું જરૂરી અપાવતા રહે.તેમને તો લવકુશ નામના તે જોડિયા બાળકોને રમાડવામાં બહુ જ આનંદનો અનુભવ થતો રહ્યો।.બેઉ ડોક્ટરોની સારી એવી કમાણી હોવાથી જમનાબાને તેમનું વાર્ષિક મહેનતાણું એડવાન્સમાં જ તેમના અહી અમેરિકા ન આવી શકેલા પુત્ર-પુત્રવધુને મોકલાવી દેવાની વ્યવસ્થા કરીને તેમને પણ રાજી કર્યા.સહુ આનંદથી,લહેરથી,પ્રેમથી રહેતા હતા.અનિલેશ-રોઝી પણ દર શનિ -રવિ પોતાના પ્યારા જીગરના ટુકડાઓ ને રમાડવા આવતા રહી રસેશ-રમીલાને તેમ જ તેથી પણ વધુ પૂજ્ય એવા જમનાબાને પ્રેમભરી,આભારયુક્ત દૃષ્ટિથી જોયા કરે.આવું ત્યાગમય પ્રેમનું, રસેશ-રસીલાનું, આદર્શ વર્તન તેમને તો ઈશ્વર કૃપા જેવું જ લાગવા માંડ્યું.રોઝીના માબાપ પણ” જીસસ,ઓલ ઓલ માઈટી ગોડ્સ ગ્રેસ!”એમ બોલ્યા.

આમ કરતા કરતા જોતજોતામાં લવ-કુશ પણ દોઢેક વરસના થઇ ગયા.રસેશ-રસીલા અને તેથી વધુ તો જમનાબાના  સતત સંપર્કના કારણે બેઉ ટેણીયા કાલુ -કાલુ મીઠું ગુજરાતી પણ બોલતા થઇ ગયા કે અનિલેશ તો રાજી થયો જથયો ;સાથે રોઝી પણ ખુશ ખુશ થઇ,અનિલેશ પાસે ગુજરાતી શીખી જઈ બેઉ બાબલાઓ સાથે તૂટ્યું ફૂટ્યું જેવું આવડે એવું ગુજરાતી બોલવા લાગી ગઈ.તેનું અમેરિકન એક્સંટવાળું ગુજરાતી સાંભળી જમનાબા પણ રાજી રાજી થઇ હસતા રહેતા.હવે તેમની રેસીડન્સી પૂરી થતા તેમને પણ એક જ હોસ્પિટલમાં સર્જનોના ગ્રુપમાં જોડાઈ જવાની તક મળી ગઈ.લવકુશને તેમની પાસેથી પાછા લેતા તેમનું મન જરાય માનતું નહિ,બલકે ડંખતું .પણ રોઝી મેરીનું માતૃત્વ તેને તેમ કરતા ન રોકી શક્યું.રસીલા પણ માતૃત્વનો પોકાર સમજી શકતી હતી એટલે ખુશ ખુશ થઇ રાજી ખુશુથી “તેરા તુઝકો અર્પણ “કહી બેઉ બાબલાઓ રોઝી-અનિલેશને સોંપી દીધા-જમનાબાની સાથે જ.લવ કુશ અને જમનાબાની અત્યંત માયા થઇ ગઈ હોવાથી રસીલા-રસેશ દર અઠવાડિયે અને રજાઓમાં તેમને મળવા-સાથે જમવા પહોંચી જતા.જમનાબા જમાડનાર હોય એટલે જરાય વાંધો આવતો નહિ;બલકે મઝા જ મઝા આવતી.લવકુશ સાથે વાતો કરતા કરતા હવે તો રોઝી પણ સરસ ગુજરાતી બોલતી થઇ ગઈ હતી.”કશો વાંધો નહિ “એવું ખરા ગુજરાતી લહેકા સાથે બોલી સહુને હસાવી મૂકતી.

અને હવે બધું સમુસૂતરું પાર થઇ ગયું એટલે રસેશ-રસીલાએ અનિલેશ-રોઝીના વિધિવત લગ્ન માટેનો પ્લાન પણ ઘડી કાઢ્યો .લગ્નનો પ્લાન એવો બનાવ્યો કે સહુ કોઈ રાજી થાય.રસેશે પોતાના પિતા પશાભાઈને અને સાથે જ અનિલેશના માતા-પિતાને પણ પત્ર લખી બધી હકીકત સમજાવી તેમને અહી બોલાવ્યા અને તેમની હાજરીમાં જ બેઉના લગ્ન વિધિવત થશે તેમ પણ જણાવ્યું. લગ્નની ખુશી સાથે એડવાન્સમાં દાદા બન્યાની ખુશી પણ મળશે તે પણ વિગતે જણાવ્યું.પશાભાઇ અને દિવાળીબાને પણ અમેરિકા ફરવા તેમની સાથે જ આવવા માટે અને અહીના અનિલેશ-રોઝીના લગ્નમાં હાજરી તેમ જ આશીર્વાદ આપવા આવવા માટેની વિનંતી કરી. પશાભાઈ-દિવાળીબાના સમજાવવાથી અનિલેશના માતા-પિતા પોતાના એકના એક દીકરાના આ નવી નવાઈના લગ્ન જોવા-માણવા પશાભાઇ અને દિવાળી બા સાથે વિઝિટર્સ વિસા પર આવી ગયા અને રોઝીના માબાપની ખુશી માટે હિંદુ વિધિથી લગ્ન થયા બાદ ચર્ચમાં તેમની અમેરિકન પદ્ધતિથી પણ લગ્ન થયા ડોક્ટર મિત્રોની પાર્ટી પણ થઇ અને બબ્બે બાળકોને સાચવતા જમનાબા પણ તેમના દાદા-દાદી તેમ જ પશાદાદા અને દિવાળીદાદી સાથે રાજી રાજી થઇ લગ્ન અને પાર્ટી માણવા લાગી ગયા.રસેશ-રસીલા અને લતા-કુમાર મનુષ્યના મનની મોટાઈ જોઈ-જાણી ખુશ થયા કે એક વાર મન મોટું કરી હકીકતનો સ્વીકાર કરી લો  તો પોતમેળે સમસ્યાઓનું સમાધાન થઇ જ જાય.સહુ કોઈ ધન્યતા અને કૃતકૃત્યતાનો અનેરો,અનોખો,અદભુત આનંદ અનુભવવા લાગ્યા.લવકુશ પણ જરાય રડ્યા વગર ખુશખુશાલ મૂડમાં હસતા હસતા માબાપના લગ્ન જોઈ-માણી રહ્યા હતા.ભારતથી આવેલ વડીલો માટે તો આ જૂની આંખે નવા તમાશા જેવુંજ હતું.પણ પોતાનું તો પોતાને માની,સ્વીકારીને કબૂલી જ લેવું  પડે.

સારું એવું રોકાઈ,નાની મોટી અમેરિકાની ટૂરો લઇ,એક વાર, સહપરિવાર,ચાર-પાંચ દિનની  ક્રૂઝ-ટૂરમાં ફરી, ખુશ ખુશ થતા પશાભાઈ અને દિવાળીબા ભારત પાછા ફર્યા.જતા જતા કહેતા ગયા:”આ અનીલિયાને ત્યાં બબ્બે જોડિયા જન્મ્યા તો આપણે  ત્યાં પણ હવે એકાદનું મૂરત થવા દો !” તેમને પણ વૃદ્ધિ વંશનો પ્રસંગ જોવાની તાલાવેલી થવા લાગી રહી હતી.

તેમને રવાના કર્યા બાદ રસીલાએ પણ અનેક માતાઓને બાળકો જન્માવ્યા પછી હવે “હું પણ માતા બનું”એવો અંતર્નાદ સાંભળ્યો..પણ એવામાં જ રસેશને ડ્રિન્ક્સ પીવાનો જે નાદ અને નશો અમેરિકાના મુક્ત વાતાવરણમાં ચડવા લાગ્યો હતો તેની રસીલાને બહુ જ ચીડ ચડી.ક્યારેક પાર્ટીઓમાં રસેશ એક બે પેગ પીએ તેનો રસીલાને વાંધો ન હતો;પણ પોતે એક તરફ ટોટલ ટી-ટોટલર રહે અને તેનો રસેશ કંટ્રોલ વગર પીએ,ઊપરા ઉપરી પેગ પછી પેગ પીધા જ કરે તે તેનાથી ન જોઈ શકાયું,ન સહી શકાયું ઘરમાં પણ ચોરી છુપીથી ગમે ત્યારે કોઈ પણ સમયે દારૂ મોંઢે માંડે તે જોઈ-જાણી તે પહેલા અંદર જ અંદર ભભૂકી ઊઠી અને પછી એક વાર અડધી રાતે ઊંઘમાંથી જાગીને ચુપચાપ ફ્રિજમાંથી વાઈનનો બાટલો કાઢી સીધો મોંઢે માંડી ગટગટાટ પીતો સાંભળ્યો અને દોડીને જઈને જોયો ત્યારે પોતાનું કન્ટ્રોલમાં રાખેલું મગજ ગુમાવીને બરાડી પડી:”આ તે કાઈ રીત છે?ઇન્ડિયન મૂવીના દારૂડિયાની જેમ પીવટ  થઈને પીવાનું?ડોક્ટર તરીકે કાલે ડ્યુટી પર પકડાઓ તો ગ્રુપમાંથી ફાયર થાઓ એ ખબર છે કે નહિ ?આજ સુધી મેં તમને અનેક વાર શાંતિથી સમજાવી વારંવાર આટલું બધું ન પીવા માટે સતત રિક્વેસ્ટ કરી છે;પણ બધું પથ્થર પર પાણી!

આજે મેં જે જોયું છે એ પછી મારી ધીરજ ખૂટી ગઈ છે.હવે મારે તમને ડ્રિંન્કસ છોડાવવા જ છે-વન્સ ફોર ઓલ.ઈનફ ઈઝ ઈનફ ! જેમ મેં મેડિકલ છોડી દેવાની તમને અને મારા ફાધરને  ધમકીભરી નોટીસ આપેલી તેમ જ હવે તમને હું અત્યારે જ આ ઘડીએ જ મારી પહેલી અને છેલ્લી નોટીસ આપી ર હીછું કે જો તમે આ પીવાનું સદંતર છોડી નહિ દો  તો હું આ મારું નકામું અને નિરર્થક થઇ રહેતું જીવન જ છોડી દેવાની છું.નાવ ઓર નેવર ! જસ્ટ સે ‘આઈ ગીવ અપ ફ્રોમ ટુડે ! ઓર યુ લૂઝ મી !! હું ઉપરથી જમ્પ કરી સૂસાઇડ જ કરવાની.આઈ મીન ઈટ !”

રસેશ રાતે પીને સૂતેલો અને અત્યારે ફરી પાછો ઊંઘમાંથી જાગીને સારું એવું બોટલમાંથી મોંઢે માંડી પી ચૂકેલો એટલે ભરનશામાં હોવાથી સામે બરાડીને બોલ્યો:”હૂ  કેર્સ?કોઈ મરનાર આમ કહી કહી ધમકી આપી થોડું જ મરે છે?અને મરવું ગમે છે પણ કોને? ભિખારી અને ઠૂંઠો-લંગડો કે આંધળો પણ- બધું જ ગુમાવી ચૂકનાર પણ મરવાનું પસંદ નથી કરતો.તો  મને આવી બંદર-ભપકી આપી ડરાવનાર તું કઈ વાડીની મૂળી?હું ડોક્ટર છું અને તું પણ ડોક્ટર છે.આપણે વાંચીએ છીએ,જાણીએ છીએ કે રેડ વાઈન તો ઉલટો ગુણકારી છે,હાર્ટ માટે.સો ગો ટુ બેડ,સ્લીપ એન્ડ લીવ મી અલોન !”

“સો ધેટ્સ ઇટ ! નાવ યુ લીવ મી અલોન.એન્ડ યુ લૂઝ મી ફોર એવર ! બા..ય !”રસીલા

એટલું બોલતી દોડીને ખૂલ્લા રવેશમાથી નીચે કૂદી પડી.

રસેશની ઊંઘભરી,નશાભરી આંખો ફાટી ગઈ અને કાનમાં નીચેથી ધુબાંગ અવાજ સંભળાતા તેનો નશો ઊતરી ગયો,તેનું શરીર ધ્રુજવા માંડ્યું અને તે પહેલા રવેશ  તરફ અને પછી રસીલાને નીચે ઘાયલ બેભાન પડેલી જોઈ પાગલની જેમ બબ્બે પગથિયા  કૂદતો નીચે દોડ્યો અને મોટા અવાજથી દોડી આવેલા કોઈએ એમ્બ્યુલેન્સ બોલાવી અને રસીલા તેમની જ હોસ્પિટલમાં ઘાયલ-બેભાન હાલતમાં રસેશના ખોળામાં માથું મૂકી ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ગઈ .ઊંધી પછડાઈ હોવાથી તેના ઘૂંટણ,કોણી અને પેટ પર જ ખૂબ જોરથી વાગ્યું હોવાથી તે લોહીથી તરબતર થઇ ગઈ હતી.તરત તાબડતોબ તેની  જુદીજુદી ટેસ્ટો કરી પેટમાં પહોંચેલી ભયંકર ઈજાના કારણે તેનું પેટ જે  અંદર અને અંદર સતત બ્લીડીંગ કરતું હતું  તેનું ઈમરજન્સી- ઓપરેશન કરવામાં આવ્યું.

પેટની સર્જરી તેમના જીગરી મિત્ર અનિલેશે અને રોઝીએ જ કરી અને જણાવ્યું કે રસીલાનું ગર્ભાશય જ ઘવાઈ ગયું હોવાથી તેને કાઢી નાખવું પડશે.અનેક પ્રસૂતાઓની ડીલીવરી કરનાર રસીલાની હવે કાયમ માટે  કોઈ કાળે  ડીલીવરી નહિ થાય એ જાણી -સાંભળી રસેશ મનથી ઘવાઈ ગયો,આ જાણી રસીલાને કેવો ભયંકર આઘાત લાગશે તેનું તો તે અત્યારે અનુમાન પણ કરવાની મન:સ્થિતિમાં નહોતો .ગર્ભાશયની સાથે કોલન પણલોહીલુહાણ થયેલું હોવાથી તેનું પણ ઓપરેશન કરી તેની મળ-વિસર્જન પદ્ધતિને કોલેસ્ટમી બેગ સાથે જોડીને વ્યવસ્થિત કરવી જરૂરી હોવાથી તે સર્જરી પણ થઇ.તેના ઘૂંટણ ભાંગી ગયા હોવાથી તેમનું  ઓપરેશન કરી તેમાં સળિયા બેસાડી દેવામાં આવ્યા.જમણી કોણીમાં ફ્રેકચર થયેલું હોવાથી તેના પર પ્લાસ્ટર લગાવી તે જમણો  હાથ સ્લિંગમાંલટકાવી દેવામાં આવ્યો..મોર્ફિન અને બીજા ખૂબ જ પાવરફુલ પેઈનકિલરોના કારણે રસીલાને તો આ બહુ બધા ઓપરેશનોની પીડાનો અનુભવ ન થયો..પણ મનથી પૂરેપૂરો ઘાયલ થયેલ રસેશ તો ક્ષણે ક્ષણે  અને પોતાના રોમ રોમમાં પીડા જ પીડાનો અનુભવ સતત -નિરંતર નોન-સ્ટોપ કરી રહ્યો હતો.. તેની આંખોમાં તો આંસૂ  હતા જ હતા;તેના અણુઅણુમાંથી પણ અશ્રુધારા વહેતી હોય તેમ તેને લાગી રહ્યું હતું.બધો વાંક તેનો જ!રીયલ કલ્પ્રિટ,ખરો ગુનેગાર તો   પોતે જ! “જા મર”જેવું કહી પોતે રસીલાને જીવતે મરેલી જેવી કરી મૂકી તેની પીડા તેને અપરંપાર થઇ રહી હતી.તેને પોતા પ્રત્યે,પોતાના ડ્રિન્ક્સના એડિક્શન માટે નફરત જ નફરત થવા લાગી રહી હતી.

કેટલાય દિવસો હોસ્પિટલ અને પછી કેટલાય અઠવાડિયા ફિઝિયોથેરપી રીહેબ સેન્ટરમાં રહી-રોકાઈ જયારે રસીલા વ્હીલચેરમાં ઘરે આવી ત્યારે અનિલેશે-રોઝીએ તેની દેખરેખ માટે જમનાબાને  પાછા તેના ઘરે ગોઠવી દીધા હતા.હવે તો તેમને ત્યાં માબાપ-ડાહ્યાભાઈ-ગંગાબા આવી કાયમ રહેતા  હોવાથી તેમને પણ કોઈ અગવડ પડે તેમ નહોતું.આટલા દિવસો સુધી તે લોકો તેમ જ લતા-કુમાર રસેશના જમવાની અને રસીલાના ટિફિનની પૂરી વ્યવસ્થા સહજ સ્વાભાવિક સ્વરૂપે એકધારી કરતા રહેલા.રસેશ-રસીલાએ અમેરિકામાં પણ આવી ભારતમાં પણ હવે ધીરે ધીરે લુપ્ત થઇ રહેલી પરસ્પર મદદરૂપ થવાની ભાવના જોઈ-જાણી  સાશ્ચર્યાનંદનો અનુભવ થયો.

રસેશને રસીલાની સેવા રાત-દિવસ કરવી પડતી-જમના બા હોવા છતાંય.કારણ કે એક તો એ તેની ફરજ-જવાબદારી હતી,બીજું રસીલાની આવી હાલત કરનાર અસલી ગુનેગાર પણ

પોતે જ અને આવા રસીલાને ટોયલેટમાં સાફસૂફ કરવા જેવા ગંદા ગંદા જેવા કામ વૃદ્ધ જમનાબા પાસે કરાવવા તેને કોઈ કાળે મંજૂર ન હતું -જમના બા ગમે તેટલો વિરોધ કરતા હોય તો ય.

રસેશ રસીલાની કોલેસ્ટમી બેગ જયારે પણ ભરાઈ જાય ત્યારે તેને ટોયલેટમાં લઇ જઈ તે સાફ કરવાથી લઇ,તેને નવડાવી-લૂછી કરી પોતાના હાથે તેને ચા-નાસ્તો કરાવવાથી લઈને બપોર -સાંજ જમાડવા સુધીની જવાબદારી પ્રેમપૂર્વક,પૂરેપૂરા મનથી-ઉત્સાહથી કરવામાં તેને આનંદની સાથે પશ્ચાતાપનું પણ પૂરતું પાથેય બંધાતું જણાતું હતું.

હા, જમનાબા રસીલાનું માથું ઓળી આપતા અને રસીલા -રસેશ એટલી સેવા કરવાનો મોકો આપી જમનાબાને રાજી રાખતા.રિવર્સલ સર્જરી પછી કોલેસ્ટમી બેગ નીકળી જતા અને અને મળ-વિસર્જનની વ્યવસ્થા પાછી નોર્મલ થઇ જતા અને સમય સાથે રસીલા થોડી ઠીક થતા રસેશ તેના સાચવીને વ્હીલચેરમાં હોસ્પિટલ પણ ગાયનિક વિભાગ સીધી પહોંચાડી ત્યાની નર્સોને સોંપી આવવા લાગ્યો .ત્યાં પહોંચી નાના નાના નવા નવા જન્મેલા બાળકોને જોઈ તેને તેમનામાં લવ- કુશ દેખાતા અને પોતાને તો આવું બાળક ક્યારે ય કરતા ક્યારેય નહિ જન્મે તે કઠોર સત્યના સ્મરણ માત્રથી તે મનોમન રડી પડતી.તે ફરી પોતાની બાળકોને જન્માવવાની ડ્યૂટી મનને સમજાવી એટલાજ ઉત્સાહ-ઉમંગ અને આવડત સાથે કરવા લાગી ગઈ.

તે અલબત્ત ક્યારેક રસેશને કહ્યા કરતી:”કુદરતની કેવી નજર લાગી ગઈ મને કે  રોજ રોજ નવા નવા બાળકોને જન્માવનારી હું જ કાયમ માટે બાળક-વિહોણી રહેવાની?

આપણું બાળક હોત તો તેને  રમાડવામાં,ચલતા શીખવવામાં,તેની પાછળ દોડવામાં ને આવી અનેકાનેક આનંદમય ક્રીડાઓ કરવામાં આપણું  જીવન કેટલું ભર્ય ભર્યું હોત?”

રસેશ તેને પ્રેમથી સમજાવતો:”જો રસીલા સો ટકા સુખ તો આપણા  પોતાની અંદર જ હોય છે,જેમાં થોડોઘણો વધારો થાય છે આપણા સ્પાઉસથી અને તે જ પ્રમાણે આપણા બાળકોથી.અને હવે તો આપણે  બહુ જલ્દી ભારત પહોંચી,ત્યાં માનવસેવાનું આપણું મૂળ મિશન શરૂ કરીશું,કોઈ જરૂરતમંદ અનાથ બાળકને એડોપ્ટ કરી તેને અને આપણને પોતાને સુખી સુખી કરી શકીશું.

__

પશાભાઈ-દિવાળીબા ભારત પાછા આવી વસંત-વાસંતીને,વસંતના માતા-પિતાને,રસીલાના માતા-પિતાને,અરે,ત્યાં સુધી કે બધાજ સગાવહાલાઓને  તેમ જ પોતાના સ્ટાફને પણ પોરસાઈ પોરસાઈ પોતાના ડોક્ટર દીકરા રસેશ અને ડોક્ટર વહુ રસીલાની માનવતાભરીઅનિલેશ-રોઝીને કરેલી સહાયતાની,ડોક્ટર તરીકેની તેમની  પકીપ્સી શહેરમાં ફેલાતી લોકપ્રિયતાની,અમેરિકાની અંજાઈ જવાય એવીજાહોજલાલીની વી.વાતો કરતા કરતા ધરાતા જ નહિ.”હવે દાદા-દાદી  ક્યારે થાઓ છો?”નો  પરિચિતોનો ફરી ફરી પૂછાતોપ્રશ્ન તેમને પણવિચારમાં મૂકી દેતો .તેમને મનોમન આ પ્રશ્ન મૂંઝવતો રહેતો કે”બીજીસ્ત્રીઓને બાળકો જન્માવતી વહુ પોતે પોતાના બાળકને જન્મ આપી તેમને દાદા-દાદીબનવાનોમોકો હજી કેમ નથી આપતી?અમેરિકાથી રવાના થતી વખતે તેમણે રમૂજમાં એબાબત તેમને ઈશારો પણ કર્યોજ હતો એ પણ તેમને બરાબર યાદ હતું.હવે એ બાબત ફોનમાં તો થોડું જ પૂછી શકાય?એવું કૈંક હશે તો સહુથી પહેલા આપણને જ જણાવશેતેની પણ તેમને પૂરેપૂરી ખાતરી હતી.

બેઉ આવી અવઢવમાં હતા ત્યાં જ તેમના આશ્ચર્ય અને આંચકા વચ્ચે તેમને અમેરિકાથી આવેલ ફોન દ્વારા એ જાણવા મળ્યું કે રસેશ-રસીલાઅમેરિકાથી ધરાઈ ગયા છે,કંટાળી ગયા છે અને હવે ભારત પાછા આવી જવામાંગે છે.”હવે ભારતની જરૂરતમંદ,ગરીબીમાં સબડતી અને બીમારીમાં ફસાયેલી રહેતીઆમ જનતાની  સેવા કરવા દેશમાં આવી જવાનો નિર્ણય કરી ટીકીટો લઈને અમે આવી જરહ્યા છીએ.અમારી સાથે અમારા મિત્રો કુમાર-લતા પણ અમારા જેવી જ વિચારધારાધરાવતા હોવાથી અમારી સાથે જ સાથે આવી રહ્યા છે.”પુત્ર-પુત્રવધુના આ ફોનેદિવાળીબાને તો રાજી રાજી કરી મૂક્યા;પણ પશાભાઇ તો માનવતાની,સેવાની,ગરીબદર્દીઓની મદદ કરવાની સૂફિયાણી વાતો સાંભળી ધૂંધવાઈ ઊઠ્યા.” આવી ભોઈની પટલાઈકરવાઅને મફતની સેવા કરવા તેમને ડોક્ટર બનાવ્યા છે આપણે ?”  તેઓ ભભૂકીઊઠ્યા.તે પછી આવેલા વિગતવારપત્રમાં પૂરો પ્લાન વિસ્તારથી જણાવેલો, જેવાંચી તેમનો પિત્તો વધુ ઊછળ્યો..કમાવાના દિવસોમાં અનેજવાનીની નાની ઉમરમાં ડોલરની આવક છોડી આ ભૂખડીબારસ દેશમાં સેવા કરવાનોઆમ બાવા બનવાનો તેમને વિચાર જ કેમ આવ્યો તે જ તેમને સમજાયું નહિ.પત્રમાં એપણ લખેલું કે કુમાર-લતા હૈદરાબાદના છે અને ત્યાં તેમના બાપ-દાદાની પુષ્કળજમીન-જાગીરો છે એટલે ત્યાં મોટી હોસ્પિટલ બનાવી સેવાભાવથી માનવસેવા કરવામાટે માનવ નર્સિંગ હોમ‘ ‘ખોલવાની યોજના પણ બની ગઈ છે.

 મુંબઈ પહોંચતા જ પશાભાઇ-દિવાળીબા,વસંત-વાસંતી અને તેમનાવડીલો,મોહનભાઈ-ઉષાબહેન,લતા -કુમારના વડીલો સહુ તેમને એરપોર્ટ જઈ રીસીવ કરીખુશ ખુશ થયા.મોહનભાઈને ત્યાં જઈ ફ્રેશ થઇ લતા-કુમાર તેમના વડીલો સાથેહૈદરાબાદ ગયા. બાકીના બધા વડોદરા જવા રવાના થયા. વસંત-વાસંતી તેમના સંગીત-નૃત્ય-નાટકના ક્ષેત્રમાં આગળ વધતા વધતા  પહેલા ગુજરાતી ફિલ્મોમાં અને પછી હિન્દી ફિલ્મોમાંસંગીતઅને અભિનય આપતા થઇ ગયા.ત્યારે હજી દૂરદર્શન આવ્યું નહોતું એટલે તેમ જ  હજીપ્લેબેક સંગીતનો જમાનો પણ શરૂ નહોતો થયો એટલે ગાઈ શકતાકલાકારો તરીકે, તેમતેમના સુંદર દેખાવના તેમ જ સંગીત-અભિનયનાજોરે ફિલ્મજગતમાં સારુંએવું નામ કમાવા લાગી ગયા હતા.પશાભાઇ અને દીવાળીબાને શરૂમાં તો આવું બધુંતેમનું ફિલ્મી જગતમાં જવાનું-જોડાવાનું ગમ્યું નહિ;પણ તેમનીસફળતા,લોકપ્રિયતા તેમ જ સારી એવી કમાણી થતી જોઈ અંતે તો રાજી જ થયા.પશાભાઇમાટે પૈસો જ પરમેશ્વર હતો.

            વડોદરાથી વસો પહોંચ્યા પછી પશાભાઇએ માંડ માંડ, પરાણે પરાણે રોકીરાખેલો જોરદાર ગુસ્સો બમણા જુસ્સાથી વ્યક્ત કરતા કરતા રસેશ-રસીલાને રીતસરદબડાવી જ દેવાનું જ શરૂ કરી દીધું.”ગાંડા થયા છો તમે બધા.અમેરિકામાં લાખોડોલર કમાવાની લોટરી લાગ્યા પછી આમ ધોયેલા મૂળાની જેમ,નમાલા પુરવાર થઇપાછા ફરો એ તો હીરો ઘોઘે જઈ આવ્યા જેવું જ કર્યું કહેવાય.આ ગરીબ ભૂખડીબારસદેશમાં છે જ શું? સેવા કરવા માટે ત્યાંની તક છોડી દેવાની?જોઈએ તોદાન-ધર્માદો મોકલીને પણ સેવા કરી શકાય.પણ અમેરિકાની લાગેલી લોટરી તો આમફાડીને ન જ ફેંકી શકાય.”

દિવાળી બા પણ પશાભાઈના સૂરમાં સૂર મેળવી બોલી ઊઠ્યા:”આમ લીલા તોરણે પાછા આવ્યા એ તો ખોટું જ કાહેવાય.છે શું છે આ ગરીબ દેશમાં?”

રસેશમાતાપિતાના ક્રોધનો શાંતિથી ઉત્તર આપતા બોલ્યો:”આ ગરીબ દેશમાં ગરીબો તોછેને?ગાંધીજી લંડનની કમાણી છોડી ભારત દેશસેવા કરવા આવ્યા તે શું ખોટુંથયુંસરદાર પટેલ પણ દેશસેવામાં જોડાઈ ગયા તે પણ ખોટું?અમે ડોક્ટર છીએ તોઅમારી રીતે અમે પણ સેવા કરીએ તો તેમાં ખોટું શું છે?અમને તો તેનું ગૌરવછે.પૈસો જ જીવનનું સર્વસ્વ નથી.ગરીબ દર્દીઓની સેવા કરી તેમના આશીર્વાદ લેવાજેવું બીજું કોઈ પુણ્યકાર્ય નથી ડોકટરો માટે.અમે પણ અમારું સેવાભાવથી ચાલીશકે એવું સસ્તી ફીનું દવાખાનું ખોલી હૈદરાબાદના લતા-કુમારના મોટાપ્રોજેક્ટમાં જોડાઈ જવાના.   સેવાનો આનંદ અનેરો આનંદ છે,સાચો અને અમૂલ્યઆનંદ છે અને અમને તે અમારી રીતે લૂટવા દો .તમારા માટે તો આ અભિમાનની વાતકહેવાય કે તમારા દીકરા-વહુ લક્ષ્મી- નારાયણનીપાછળ નહિ,દરિદ્ર-નારાયણની પાછળ ભેખ લઇ રહ્યા છે.”

પશાભાઈનો ક્રોધ હવે સીમા  ઓળંગી ગયો અને બરાડી પડ્યા:”તો તમે લો ભેખ અને બનો ભિખારી દેશના ભિખારીડોક્ટર! હું આવું ગાંડપણ ન જોઈ શકીશ,ન સહી પણ શકીશ.તમને બંનેને સેવાની બહુધુન અને ચાનક ચડી હોય તો જાઓ હૈદરાબાદ,બનો ત્યાં ફકીર,રહો ભાડાના ઘરમાં અનેવગર કારે જીવો ગરીબની જેમ,ભિખારીની જેમ.મારી મિલકતમાંથી એક કાણો પૈસો પણતમને નહિ મળેમારું બધું જ મોટા દીકરા-વહુભદ્રેશ-ભાવનાને જનરલ એટોર્ની આપી સોંપી દઈશ-મારા થીયેટરો,મારામકાનો,મારી ઓફિસો  બધું જ બધું.મારા વીલમાંમારે જે આપવું હશે તેવાસંતી-વસંતને આપીશ;પણ તમને તો એક ફૂટી કોડી પણ નહિ આપું.”રસેશે બહુજીભાજોડી ન કરી.રસીલા સાથે ટ્રેઈનમાં જ હૈદરાબાદ જવાની વ્યવસ્થા કરીલીધી.ત્યાં પહોંચી તેમના બંગલાના નીચેના ભાગમાં થોડો ભાગ ભાડૂત તરીકે રાખીત્યાં જ ગરાજમાં ક્લિનિક ખોલી પ્રેક્ટિસ શરૂ કરી દીધી.પોષાય અને આપી શકેતેવો પાસેથી દસ રૂપિયાની ફી,ન પોષાય તેવા પાસે પાંચ રૂપિયાની ફી,બિલકુલ નપોષાય તેવાને તદ્દન ફ્રી,અને તેથી પણ ગરીબ હોય તેમને સામેથી દવા-ફળ વી,માટે

જરૂરી મદદ કરવી એમ એરીતે તેમનું દરિદ્ર નારાયણ ક્લિનિકશરૂ થઇ ગયું.તેમના મફતિયા ક્લિનિક અને તેમના હાલ હવાલ જોવા પશાભાઈ દિવાળીબા સાથેહૈદરાબાદઆવી હોટલમાં ઊતરી કુમાર-લતાના બંગલાની સામેનો જ મોટો વિશાળ બંગલો ખરીદી તેમાં રહી સિકંદરાબાદ-હૈદરાબાદમાં નવા થીયેટરો બાંધવા લાગી ગયા.

દિવાળીબાને બહુ થયું કે સામે આંગણે જ દીકરો-વહુ ભાડે રહે છે તો પોતાસાથે આવી તેમના જ બંગલામાં રહે.ત્યાં જ એક મોટા બહાર પડતા ઓરડામાં તેમનુંદવાખાનું પણ ખોલે.પણ પશાભાઈ જેમનું નામ.પકડ્યું -લીધું પૂંછડું છોડેનહિ.દિવાળીબાને પણ વઢવા લાગ્યા:”એટલું બધું   લાગતું હોય તો રહો જઈને એગાંડિયાઓ સાથે ભાડુતી ઓરડીમાં.

હું તેમની કોઈ કરતા કોઈ જ મદદ નથી કરવાનો..માંગવા દો ગાંડાઓનેભીખ.સેવા કરતા કરતા સેવા માંગનારા ભિખારી ન થઇ જાય તો કહેજો.મારી પાસે જહાથ લાંબા કરતા અને ભીખ માંગતા ન આવે તો જોજો.મોટા અમેરિકા જઇને આવેલાડોક્ટર પાંચ અને દસ રૂપિયાની ધૂળ જેવી ફી લઇ સેવાનો ભેખ લઈને બેઠા છે તેજોજોને શા હાલ થવાના!અમેરિકન ડોક્ટરોએ તો સો-પચાસ રૂપિયા ફી રાખી રોજ એકહજાર તો કમાવા જોઈએ કે નહિ?ધૂમ કમાવા બદલે ધૂળ કમાવા બેઠા છે!ત્યાં અને અહીપણ આ આપણી  ગાંડી  વહુ બીજા બૈરાઓને બાળકો જન્માવે,તેમને મોટા પણ કરે અનેપોતે વાંઝિયા ના વાંઝિયા?”

દિવાળીબા કાન પર હાથ મૂકી “તોબા તમારી અવળી-કડવીવાણીથી!”એમ બોલી ચુપથઇગયા.પશાભાઇ ગુસ્સામાં ગાળો સુદ્ધા બોલે તેવા છે એ તેઓ અનુભવે જાણતા-સમજતાહતા.ન બોલવામાં જ સાર છે એ તેમનો પોતે ઘડેલો સિદ્ધાંત હતો..

પશાભાઇ ન તો પોતે રસેશ-રસીલાને મળે કે ન દિવાળીબાને મળવા જવાદે.પોતાના પૈસાના જોરે ગ્રેપગાર્ડનોના ધંધામાં જોડાઈ ગયા જેથી કાળું નાણુંધોળું થઇ શકે.દિવાળી બા પતિ પશાભાઈથી કંટાળીકોઈ બહાનું કાઢી વસો ચાલ્યાગયા.પાછળ પાછળ જ પશાભાઇ પણ અહીનો કારોબાર મેનેજરો અને સ્ટાફને સોંપી વસોભેગા થઇ ગયા.બંગલો ખાલી જ રાખી રસેશ-રસીલાને મળ્યા પણ વિના ચાલ્યાગયા.તેમને ખાતરી જ થઇ ગઈ હતી કે તેમનો દીકરો ગાંડો  જ થઇ ગયો છેઅને વહુનેપણ ગાંડી કરી રહ્યો છે.તેમને લાગ્યું કે આમ સામે બારણે ભિખારી જેવા ગરીબદર્દીઓને મફત મફત દવા  લઇ જતા અને મફત ઈલાજ કરાવતાજોઈ જોઈ તેઓ પોતે જક્યાંક ગાંડા થઇ જશે.સસ્તા અને મફત ડોક્ટર તરીકે નામ કમાઈ રહેલા પુત્રનેપાગલ જ થઇ ગયેલો માની તેમણે  વસો પહોંચી એક ચાલાકીભરી યોજના બનાવી.
­­­__

પશાભાઇએ વસો પહોંચી બે દિવસમાં જ  લાઈટનિંગ કોલ કરી રસેશને વડોદરા  તેડાંવ્યો કે””દિવાળીબાને હાર્ટઅટેક આવ્યો છે અનેઆઈ.સી.યુમાં છે ડોક્ટરોએ આશા છોડીદીધી છે અને સગા વહાલાઓને બોલાવી લેવાની સલાહ આપી છે મરતી માને જોવી હોય તોતરતઆવી જા”.પહેલું પ્લેન પકડી,મુંબઈથી તરતનું  કનેકટિંગ પ્લેન પકડીવડોદરા પહોંચી એરપોર્ટ આવેલ દૂરના સગા ચીમનકાકાને જોઈ,રસેશે મનમાં હાશકારોઅનુભવ્યો કે “હજી બા જીવે છે”.તેમને બાની તબિયતના હાલ પૂછી તેમની સાથેતેમની કારમાં બેસી હોસ્પિટલ તરફ રવાના થતા  થતાલાગેલા ટેન્શનના થાકથીઅને બાની તબિયતના ચિંતાયુક્ત દુઃખમાં રસેશ આંખો બંધ જેવી કરી ચુપચાપ બેસીરહ્યો.  ચીમનકાકા પણ ચૂપ જ બેસી કાર ચલાવતા રહ્યા.જ્યરે અને જ્યાં કારરોકાઈ ત્યાં જોયું તો હોસ્પિટલના મોટા વિશાળ પ્રાંગણમાંતેમની કાર પાર્કથઇ રહી છે.દોડાદોડ ચીમનકાકા તેને લઇ ચાલવા માંડ્યા તો ત્યાં જ પશાભાઇ તેમનીરાહ  જોતા હોય તેમ એક વિભાગ પાસે દેખાયા અને

હજી કાંઇ સમજે તે પહેલા તો ચાર વોર્ડ બોયઝ રસેશને પકડી, રસ્સીથી મુશ્કેટાટ બાંધીહોસ્પિટલની અંદર વિભાગ તરફ ઘસડીને લઇ ગયા.ત્યાં વિભાગના પ્રવેશદ્વાર  પાસે રસેશેવાંચ્યુંમેન્ટલ વોર્ડ‘.અને પલકારામાં રસેશ સમજી ગયો કે પશાભાઇએ સાવ ખોટોઅને મનગઢન્ત પ્લાન બનાવી  ફોન કરી તેને અરજન્ટ બોલાવવાનું કાવતરું ઘડ્યુંછે.

આમ પોતાને સેવાની ધુનમાં ગાંડો થયેલો સમજીગાંડાની હોસ્પિટલમાં દાખલકરાવવા સુધીની યોજના ઘડી કાઢનાર પિતા પશાભાઈ તરફ તેને નફરત જ નફરત થવાલાગી અને પોતાનો ક્રોધ અને વિરોધ કરવા હજી મોંઢું ખોલ્યું ન ખોલ્યું ત્યાંતો તેનું મોઢું પણ મોટા સફેદ કપડાથી બાંધી તેને શોક ટ્રીટમેન્ટ વિભાગમાં લઇજઈ ઘેનનું ઇન્જેક્શન આપી શોક ટ્રીટમેન્ટનો પહેલો પાવરફુલ શોક અપાયો..જયારેતે ભાનમાં આવ્યો ત્યારે પોતાની આત્મશક્તિના બળે તેણે ડોકટરોને,નર્સોને અનેવોર્ડ બોયઝને ઊંચા અવાજે કહ્યું:”આ બધું મારી સાથે શું થઇ રહ્યું છે?હુંપોતે મોટો અમેરિકાથી આવેલત્યાનો ટ્રેઈન્ડડોક્ટર છું અને મને આમ શોક ટ્રીટમેંટ આપનારતમને બધાને સ્યુ કરીશ.” આખું ટોળુંહસતાહસતા આપસમાં બોલ્યું:”બધા ગાંડાઓ આવા જ ચિત્ર-વિચિત્ર ગાંડા કાઢતા હોયછે.”અને બીજા શોકની તૈય્યારી કરવા લાગી ગયા.ઘેનનું ઇન્જેક્શન આપી અને શોકઆપી  બધા આઘાપાછા થઇ ગયા એટલામાંપોતાની આત્મશક્તિથી જોરદાર જબરો ભીતરથી પ્રયત્ન કરી રસેશે આંખ ખોલી,આજુબાજુમાં નજર દોડાવી અને ત્યાંનજીકમાં કોઈને ન જોઈ તે જેમ તેમ ઊભો થઇ બહાર દોડવા લાગ્યો..એટલામાં જ એકડોક્ટર તેને દોડતો જોઈતેને પકડવા ગયો તો રસેશે પોતાની બધી જ તાકાત લગાવીતે ડોકટરના માથામાં પાવરફુલ મુક્કો માર્યો,અને તેને પાડી દઈ,બેભાન જેવોબનાવી તેનો એપ્રન પહેરી લઇ,તેનું પેન્ટ પણ કાઢી લઇ પહેરી કરી વિભાગની બહારનીકળી ગેટ તરફ ઝડપી ચાલે પ્રયાણ કર્યું .ગેટની બહાર નીકળી પહેલી જ દેખાતીરિક્ષામાં બેસીતે સ્ટેશન તરફ રવાના થયો..નસીબે તે જ સમયે કોઈ મુંબઈ જતીટ્રેઈન તેને મળી ગઈ અને તે ડોકટરના પોતે પહેરેલા પેન્ટમાંથી  તે ડોક્ટરનુંવોલેટ ખોલી તેમાંથી રૂપિયા કાઢી ટિકિટ ખરીદી ટ્રેઈનમાં બેસી ગયો..મુંબઈપહોંચતા સુધી પશાભાઈની આવી માનસિકતા વિષે તે નફરતથી વિચારતો રહ્યો.”આવાપિતા?પોતાના સેવાભાવી ડોક્ટર પુત્રને ગરીબોની લગભગ મફત સારવાર કરતો જોઈતેને ગાંડો માની-મનાવીગાંડાની હોસ્પિટલમાં દાખલ કરાવડાવી  શોક ટ્રીટમેન્ટ અપાવડાવે?”તેણેહવે મનોમન નક્કી કર્યું કે આવા પિતાનીજરૂર પડ્યે પોતે બનતી સેવા જરૂરકરશે;પણ પિતા-પુત્રનો પરસ્પર સંબંધ કાયમ માટે બંધ,બંધ અને સદંતર બંધ જબંધ.”

મુંબઈ પહોંચી ટેક્સી કરી મોહનભાઈ-ઉષાબહેનને બધી વિગતથી વાકેફ કર્યાઅને રસીલાને પણ જાણ કરી દીધી કે પિતાએ કેવો ખોટો ફોન કરી તેડાવી તેનેમેન્ટલહોસ્પિટલમાં દાખલ કરાવડાવી શોક- ટ્રીટમેન્ટ પણ અપાવવાનું શરૂ કરી દીધું.રસીલારસેશને મોરલ સપોર્ટ આપવા પહેલી જ ફ્લાઈટ પકડી મુંબઈ આવી ગઈ રસેશે હવેદૃઢનિશ્ચય કરી પોતાની જીવનશૈલી બદલી નાખવાનુંનક્કી કર્યું .ખાદીના ઝભ્ભા પહેરણચપ્પલપહેરી તે બીજે જ દિવસે સવારની ફ્લાઈટમાં રસીલા સાથે હૈદરાબાદ પહોંચીગયો..સફર દરમ્યાન તેણે રસીલાને પોતાનો અનુભવ વિગતે જણાવ્યો અને ત્યાંપહોંચી કુમાર-લતાને પણ બધી વાત કરીપોતાનો અફર નિર્ણય જણાવ્યો કે પોતે  આજથી લગભગ બધા જ પેશન્ટોને તદ્દન મફત જ ટ્રીટ કરશે અને કોઈ પહોંચતોસાધન-સંપન્ન પેશન્ટ ફી આપવાનો આગ્રહ રાખશે તો તેની પાસેથી પણ ટોકન તરીકેકેવળ-માત્ર દસ જ રૂપિયા લેશે.રસીલાએ પણ પોતાની પ્રેક્ટિસ માટે આવો જ દૃઢનિશ્ચય -નિર્ધાર કર્યો અને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિન્કિંગનો ગાંધીવાદી જીવનમાર્ગઅપનાવ્યો .

બાજુ પશાભાઈને ચોતરફ તપાસ કર્યા બાદજ્યરે રસેશ-રસીલાના હૈદરાબાદહોંચ્યાની  હકીકતની ખબર પડી ત્યારે મને મનમાં પસ્તાવા જેવું તો થયું જ; પણ‘  મિયાં ગિરેતો ભી ટંગડી ઊંચીજેવો જ મનોભાવ જાળવી-પકડી રાખ્યો .દિવાળીબાને આ બધી વાતની  જયારે ખબર પડી ત્યારે માથાની બહાર જ નહિ,માથાનીઅંદર પણ બરફ રાખ્યો હોય તેમ ઠંડા શાંત સ્વરે પશાભાઈને એટલું જકહ્યું:”તમારી તો સાઠે બુદ્ધિનાઠી લાગે છે.”તેઓ બેઉ હૈદરાબાદ આવી રસેશ-રસીલાને મળ્યા અને પશાભાઇએપણ કહ્યું :”મારી ભૂલ થઇ ગઈ અને મેં તને ગાંડો  સમજી- ઠરાવીખૂબ જ હેરાનકર્યો છે.મને માફ કરી દે”માતા-પિતાના આગ્રહથી તેમને રાજી રાખવા તેઓ બેઉતેમની સાથે રહેવા તો ગયા;પણ બેઉએ પોતાની સેવાભરી અને ગાંધીવાદી જીવન શૈલીતો તેમની તેમ જ જાળવી રાખી .રસેશ-રસીલાની લોકપ્રિયતા પારાવાર વધતી ગઈ.આખોગુજરાતી સમાજ રસેશને રસભાઈ,સરસભાઈ,જશભાઈ કહેવા લાગી ગયો..ગરીબો તેમનાક્લિનિકના પાટિયાનેપણ  આવતા જતા પગે લાગવા માંડી ગયા.

એકાદ મૂંઝાયેલા શિક્ષક ભાઈને સાચી સમજ આપવા માટે વહેલી સવારે છવાગ્યેપોતાના ઘરેબોલાવી જયારે  રસેશે તેને સત્સંગ જેવો માનસિક ટોનિકનો  ડોઝ પાયો ત્યારે તે જ ભાઈના આગ્રહથી દરરોજનો સત્સંગ કાર્યક્રમ  પોતમેળે શરૂ થઇ ગયો અનેવગર બોલાવે થોડા જિજ્ઞાસુ ભાઈબહેનો ત્યાં આવી પ્રશ્નોત્તરી સત્સંગ સેશનમાં નિયમિત ભાગલેતા થઇ ગયા.
__

રસેશેરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ,રમણ મહર્ષિ,યોગી અરવિંદ ઘોષ,ગાંધીજી, તિળક, ટોલ્સટોય,રસ્કિન, રોમાં રોલા, રાજચંદ્ર,દયાનંદ સરસ્વતી  કૃષ્ણમૂર્તિવી.નેપુષ્કળ વાંચેલા હોવાથી અને યોગ,સમાધિ ઇત્યાદિનો ઊંડો અભ્યાસ હોવાથીસાચોસત્સંગ તેમની વાણીમાં,વિચાર સરણીમાં અને વહેવાર-વર્તનમાં સહજ-સ્વાભાવિકસ્વરૂપમાંવણાઈ ગયેલ  રહેતો.તેમનો સત્સંગ મુમુક્ષુઓ અને જીજ્ઞાસુઓને બહુજગમવા લાગી ગયો હતો .તેમને ત્યાં આવનાર કોઈ ડીપ્રેશનથી અકળાયેલા,તો કોઈઆત્મ- હત્યા કરવાના વિચારોથી ત્રસ્ત,તો કોઈકૌટુંબિક સમસ્યાઓથીસંતપ્ત,તો કોઈ પૈસે ટકે સુખી હોવા છતાંયહાશ-નિરાંત માટે તરસતા એવા સત્સંગ-પ્રેમીઓથી તેમનો સત્સંગ ઓરડો ઠીક- ઠીક ભરેલોરહ્યા કરતો.પત્ની રસીલા પણ તેમાં ભાગ લેતી અને સહુ સત્સંગીઓ સવારની સત્સંગરૂપી ચાનું તાજગી ભર્યુંરસપાન કરી બરાબર એક કલાક તેનો આનંદ લઇ ઘરે પાછા ફરતા.રસેશના સત્સંગ  ઊંડાણ  સહુ સત્સંગીઓના મનના ઊંડાણમાં પહોંચી તેમને ધીરે ધીરે સંપૂર્ણક્રાંતિકારી જીવન પરિવર્તનનો અનુભવ કરાવતું .મોટા મોટા પ્રવચન કરનારસન્યાસીઓ,ઉપદેશકો,કથાકારો,મહારાજો,વ્યાસપીઠો શોભાવનારાઓ ,સાધુ-સાધ્વીઓના સત્સંગકરતા રસેશનો સત્સંગ એક કલાકમાં જ મનના ,સમજના-અંતરના ઊંડાણમાં પહોંચી એવોઅનુભવ કરાવતો કે શરૂમાં સહુને લાગે કે બહુ જ સામાન્ય વાત કરી,બહુ જ સાધારણવાત કરી,બહુ જ મામૂલી વાત કરી;પણ ઘરે જતા જતા અને દિવસઆગળ વધતા એવોઅનુભવ કરવા માંડે કે “કેવો આમૂલ ક્રાંતિકારી પરિવર્તનશીલસત્સંગ તેમના કણ- કણમાં,તેમના અણુ-અણુમાં,તેમના રોમ -રોમમાં અસરકારકરીતે પ્રસરી ગયો છે. બીજા ઉપદેશકોની વાતો સાંભળતી વખતે એવું લાગે કેકેવીયે  અને કેટલીયે અદભુત વાત કરી છે;પણ થોડી વારમાં જ તેની અસર અદૃશ્યથવા લાગે, ખતમ થતી લાગે.સવારના આ સત્સંગમાં પશાભાઇ અને દિવાળીબા  પણ બેસતાથઇ ગયા અને મનનું સમાધાન પામવા લાગ્યા.કોઈ કોઈ રસેશને ગુરુ માની પગે લાગવામાંડ્યા તો રસેશે કહ્યું:ગુરુ કોઈને પણ બનાવવા જોઈએ નહિ.મને તો નહિ જનહિ.પોતે જ પોતાગુરુ બની,પોતાનાસુખ-દુખના ,સફળતા-નિષ્ફળતાનાઅનુભવોમાંથીતેમને જ પોતાના ગુરુ માનતા રહી સાચું શીખવું જોઈએ,સાચું જીવવું જોઈએ અનેસમાધાન આપે એવી સમાધિમાં મસ્ત રહેવું જોઈએ.આવા સત્સંગના ભાવમાં સતત જીવવું એજ ઈશ્વરનો સાક્ષાત્કાર,એજ જીવનની સહુથી મોટી પ્રાપ્તિ,અને એ જ સત્યનીઅનુભૂતિ!

 એક વાર એક સમૃદ્ધ સુખી બહેને પૂછ્યું:”હું મારી એક કામવાળી ન આવેતો તકલીફ ન થાય તે માટે કાયમ બે કામવાળીઓ રાખુ છું;પણ ક્યારેક એ બેઉ ન આવેએટલે હવે ત્રણ ત્રણ કામવાળી પણ રાખુ છું  .પરંતુ તહેવારોમાં એ ત્રણેય નથીઆવતી તો મારે શું કરવું જોઈએ?”

રસેશને આંખો બંધ કરી પ્રશ્નો સાંભળવાની સહજ ટેવ હતી. તેમણે પોતાનીબંધ આંખો ખોલી પ્રશ્ન પૂછનાર બહેની આંખોમાં આંખો પરોવી સામે પ્રશ્નપૂછ્યો:”તું જ વિચારીને કહે,શું કરવું જોઈએ?”

તે બહેનશરમાઈ,ગભરાઈ,મૂંઝાઈ અને અંતે પોતાની સમસ્યાનું સમાધાન પોતે જ આપતા હોય તેમબોલ્યા:”મારે આવી પરિસ્થિતિમાંમારું કામ જાતે જ- પોતે જકરી લેવાની ક્ષમતાપેદા કરી લેવી જોઈએ,આવડત અને હોંશિયારી ઉત્પન્ન કરી લેવી જોઈએ,સ્વાવલંબીબની જવું જોઈએ.”

મોટા મોટા અઘરા અને ન સમજાય એવા શબ્દોમાં જે આત્મસાક્ષાત્કારનીવાત કહેવાય કે લખાય છે તે  સાક્ષાત્કાર આ  જ.પોતાના પ્રશ્નનો પોતે જ ઉત્તર  મેળવે,પોતાની સમસ્યાનું પોતે જ સમાધાન શોધી કાઢે,પોતાની મૂંઝવણનો પોતે  ઉકેલ શોધી કાઢે તે જ સેલ્ફરીયલાઈઝેશન! અને સાંભળવામાં અઘરું લાગતુંપણસમજવામાં -અનુભવમાં સાવ હસ્તામલક જેવું ,તદ્દન સરળ,સહજ,સીધું- સહેલુંલાગતું સાક્ષાત્કાર -તત્વ તે આ જ ,બિલકુલ આ તે જ પ્રમાણે એક દેવાદાર થઇ ગયેલો નવજવાન વેપારીએ પૂછ્યું:”ખૂબ ખૂબઅપરંપાર  તકલીફોમાં ડૂબેલા જ ડૂબેલા રહી દુખી દુખી થઇ જીવવા કરતાસરોવરમાં ડૂબી આપઘાત કરી તકલીફોનો -દુખી જીવનનો અંત કરી સુખી થવામાં ખોટુંશું છે?”

તરત જ ઇનસ્ટંટ જવાબ આપતા રસેશ બોલ્યો:”પહેલા તો કોઈની પણ હત્યા કરવી એજ ખોટું,એ જ ગુનો,એ જ પાપ .અને તે જ પ્રમાણે પોતે જ પોતાની હત્યા કરવી તે જપોતા પ્રત્યે,પોતાના પરિવાર પ્રત્યે,પોતાના માનવ સમાજ  પ્રત્યે પણ એકમહાન  અન્યાય ,ગુનો અને પાપ છે.તમે ગમે તેટલું ગુમાવી ચૂક્યા હો તો ય તમારીતન-મનની બધી જ ઈન્દ્રીઓ -આંખો,હાથ-પગ,નાક-કાન અને મનની પણ બધી જ ઈન્દ્રીઓતમારી હિમત, વિચાર શક્તિ,તમારી માનસિક આવડત અને હિમત –આટઆટલું બધું તમારીપાસે સપૂર્ણ પણે બિલકુલ સલામત હોવા છતાય  સાવ પાસે જ પાસે હોવા છતાય તમારી સહુથીમોટી મૂડી હિમત અને તેથી પણ વધુ મોંઘી મૂડી જિંદગી જ ગુમાવી સુખી થનાર તમેદુખના છુટકારાનો અને સુખના સાક્ષાત્કારનો અનુભવ કયા શરીરથી,કયા મનથી કરવના? દેખાતા અંધારા પાછળ અજવાળું જ અજવાળું છે,લાખો નિરાશામાં અમર આશા તોછુપાયેલી છે જ છે અને દુખ એ કાયમી તત્વ નથી,સુખ અને આનંદ જ નિત્ય છે,સતતછેઅને તે જ જીવન જીવવા જેવું રસમય બનાવે છે એ રહસ્યમય સત્ય સમજો..કાયરની જેમછટકવાનો,ભાગવાનો,આપઘાત કરવાનો વિચાર માત્ર તમને નબળો બનાવી મૂકે,કમજોરબનાવી મૂકે,ડરપોક બનાવી મૂકે અને મહામૂલા જીવનનો અંત કરી મોતને વહાલુંકરવાનો ન કરવા જેવો ત્યાજ્ય વિચારતમારા પર કબ્જો  મેળવી લઇ,સહુથી મોટોશત્રુ બની તમારું જ બગડેલું,ભાંગેલું,તૂટેલું મન તમને ધીરજ ગુમાવી મરી જવામાટે મજબૂર કરે.ધૈર્ય હોય તો ફરી પાછા તમે પહેલા જેવા જ સુખી,પ્રસન્ન અનેખુશ ખુશ થઇ શકો.રાજા વિક્ર્માંદિત્યના જીવનની એક વાત યાદ રાખવા જેવીછે.સાડાસતીમાં તેની એક પછી એક બધી જ લક્ષ્મીઓ -ધન લક્ષ્મી,કીર્તિ લક્ષ્મીઇત્યાદિ બધી જ લક્ષ્મીઓ જ્યારે ચાલી ગઈ અને છેલ્લે ધૈર્ય લક્ષ્મી પણ જવાલાગી તો ત્યારે વિક્રમાદિત્યે તેના પગ પકડી તેને રોકી લીધી અને આજીજી કરતાકહ્યું:”ભલે મારી બધી લક્ષ્મીઓ ચાલી જાય ;પણ હું તમને તો નહિજ જવા દઉં ઓમારી મા,દેવી, ધૈર્યલક્ષ્મી !તમે હશો તો મારી બધી જ લક્ષ્મીઓ મને  પાછીમળશે જ મળશે.”અને ખરેખર રાજા વિક્રમાદિત્યને તેમની બધી જ લક્ષ્મીઓ પાછી મળીગઈ.તમે પણ ધીર્ય રાખો,ધીરજનો ગુણ કેળવો અને જીવનની કિંમત સમજી હિમત જાળવીરાખો. .હિમતની જ કિંમત છે .

જીવતો નર ભદ્ર પામે.સિર સલામત તો પઘડિયા બહુત!મનહોયઅને જીવન હોય તો ગુમાવેલું પાછું મળે જ મળે.જીવન મળ્યું છે એ જ મોટીકૃપા છે અને એ કૃપાનો અંત કરી દો  તો પછી કોણ કોના પર કૃપા કરે?જીવતા હશોતો જ કૈંક પામશો..”સતત આપઘાતના વિચારોમાં ગૂંચવાયેલારહેતા દુખી દુખી  નિરાશાવાદી સત્સંગીને ફરી પાછો આશાવાદી બનાવી તેને જીવતો રાખ્યો,સુખીબનાવ્યો અને પરોપકારી બનાવ્યો. .જીવનનો મહિમા,સાચા સુખનું મહત્વ અનેસંતોષની લીલાલહેર સમજાવી સત્સંગીઓને ઊંડી સમજનું રસપાન કરાવતા રહી  સત્સંગીઓનું ક્રાંતિકારી પરિવર્તન કરતા રહી ગમતાનો ગુલાલ કરાવનાર અને ચપટીસત્સંગથી નીરસ દુખી મનને સુખથી ભરી દેનાર,તેમનું જીવન સંતોષમય આનંદથી ઊભરાવી દેવામાં રસેશનું-તેના સવારના સત્સંગનું  બહુ જ મોટું યોગદાન રહ્યા કર્યું .

એક વાર એક સુખી સત્સંગીએ પૂછ્યું:”બહુ પૈસા કમાઈ કરી પછી શાંતિથી તેનાવ્યાજના આધારે સુખેથી જીવતા રહેવું યોગ્ય ગણાય કે નહિ?”તરત જ રસેશે જવાબઆપ્યો:”પોતાની કાર્ય ક્ષમતાનો અંત કરી અકારણ નિવૃત્ત થવું અને તેના માટેપહેલા ભવિષ્યના સુખ માટે યેન કેન પ્રકારે ધન કમાઈ તેનો સંચય કરી લેવો એનાજેવું નકામુંકોઈ બીજું કોઈ કામ ન હોઈ શકે.પૈસાની કિંમત કેટલી?પાણીની  જ કિંમતકેટલી?તરસ છીપે એટલી.તેના માટે ભવિષ્યનો વિચાર કરી પાણીના પીપડાના પીપડાઊંચકી સફરકરનાર જેવો બીજો કોઈ મૂર્ખ નહિ! આગળ જતા એ પાણી ફેંકીદેવું પડે એવા પાણીનો-પાણીના મોટા મોટા પીપડાઓનો બોજો ઊંચકી ફરનારને એક જફાયદો-બોજો જ બોજો ઊંચકવાનો . જેમ વધારે શરીર -વજન ખોટું,જેમ વધારેબ્લડ-પ્રેશર ખોટું તેમ જ વધારે પડતો ધન સંચય પણ ખોટો જ ખોટો .”

કોઈ પૂછે :”બીજા લોકો અમારી પાસે પોતાનું કામ કરાવી અમનેએક્સ્પ્લોઇટ  કરે છે તો રસેશનો ઉત્તર હોય:”એનાથી ફાયદો કોને?તમારી જએફિશિયન્સી -કાર્યક્ષમતા વધે -તમારી આવડત વધે,તમારી યોગ્યતા વધે.પોતાનો લાભજોતા શીખો.બી પોઝિટિવ!”

___

દરરોજસવારે છથી સાત વાગ્યા સુધીએક કલાક,બપોરે ત્રણથી પાંચ એમ બે કલાક અનેરવિવારે તો બપોરથી રાત સુધી સતત પાંચ-છ કલાક આ સત્સંગ સેશન ચાલતું અને સહુકોઈ તેનો અમૂલ્ય આનંદ લઇ પોતાને ભાગ્યશાળી માનતું રહેતું.એક પ્રતિષ્ટિતપ્રોફેસર ડો.નલિનકાંત પોતાના પુત્રોને ઉચ્ચ શિક્ષણ આપવાની અને માતાપિતાસાથેની મોટા પરિવારની રોજીંદી જવાબદારી પૂરી કરવા અર્થે ટ્યુશનો તો રોજનાપોતાના વિષયના મળે તેમ ન હોવાથી શાળાના બાળકોના ટ્યુશનો કરી કરી આવક-ખર્ચનાબે ટાંટિયા મેળવતાજ રહેતા;પણ તોય કોઈ ક્લબબર્ડ જેવા જુગારશોખીન એવાકહેવાતા મિત્ર પ્રો.રાવની  સંગત-સોબતમાં રમી,તીન પત્તી, ,અંદર- બહારનામન્ના,રેસ ઇત્યાદિનાચક્કર-કુંડાળામાં ફસાઈ જતા તેના લગભગ વ્યાસની જ બની ગયા.પોતે સારા એવાવાર્તા- લેખક,સાહિત્યકાર,સમાજ સેવકઅને એકના એક પુત્ર હોવાના કારણેમાતા-પિતાનીએકધારી સતત સેવા કરનાર પ્રો.નલિનકાંત ડો.રસેશના સપર્કમાં આવ્યા અનેત્યાં પોતાની વ્યસન સમી બની જતી જુગારી વૃત્તિ-પ્રવૃત્તિ બાબત સલાહ માંગીકે આવાજરૂરી બની ગયેલા વ્યસનમાંથી કેવી રીતે છુટકારો મળે.રસેશેતરત જ સમજણ ભર્યો જવાબ વિસ્તારથી આપતા કહ્યું:”વ્યસનનો એક જ ગુણ -ચોંટવાનો આમ વ્યાસમુનિએ કહ્યું છે.વ્યસનમાંથી છૂટવા વિલપાવર જોઈએ,મનના પૂરાઊંડાણમાં પહોંચેલી ઊતરેલી સાચી સમજ હોવી જોઈએ. અને ખૂટતી આવક વધારવા પોતાના વ્યવસાયને લગતું કોઈ કામકાજ વધારવુંજોઈએ.પહેલા સારા સેવાભાવી સજ્જન બનો, રેડિયો સ્ટેશન પર અને હવે તો દૂરદર્શનપણ આવી ગયું છે તો તેના પર પણ વાર્તાલાપો આપતા રહીઅતિરિક્ત આવક ઊભીકરો..ઘરે ટ્યુશન વર્ગો શરૂ કરો અને જુગારના વ્યસનમાંથી છૂટવા સતતસત્સંગભાવમાં રહ્યા કરો..તમારા માતાપિતા અને પત્ની-પુત્રોને જાણ  થાય તોતેમને સહુને કેવો આઘાત લાગે એ પણ જરા વિચારો..હું પણ મેડિકલમાં ભણતા ભણતાએક્સ્ટ્રા આવક ઊભી કરવા આ ખોટા છંદે ચડી ગયેલો; પણ પછી વિલ-પાવરનાજોરેએક જ ઝાટકે તેમાંથીનીકળી શકેલો..વ્યાસ મુનિના સમયથી અત્યાર સુધી બહુ બધુંલખાતું રહ્યું છે;પણ આવા લખતા રહેતાગ્રંથોથી ન તો કોઈ સારો  સજ્જનમનુષ્ય બને છે કે ન કોઈ માનવતાભર્યું જીવન જીવે છે. લખવા કરતાસારું જીવવું ઉત્તમ છે અને આસમજી લખવાના ચક્કરમાંથી પણ નીકળી જાઓ..પ્રસિદ્ધિ મળે તે પણ અનિત્ય જ    છે;અને અહંકાર વધે કે હું તો સાહિત્યકાર છુંતે તો વધારે ખોટું.સારો માનવીબનવું  દરેકનો એક માત્ર માનવધર્મ ગણાય.એ સાચી સમજ સતત વધારતા રહેવી જોઈએ.

તેજીને ટકોરો ને અકલમંદને  ઈશારો કાફીકહેવતની જેમજ નલિનકાંતનું ત્યાર પછી જીવન બદલાઈ ગયું.ખોટી સોબત-સંગત છૂટી  ગઈ.રેડિયો સ્ટેશન પર અને દૂરદર્શન પર અપાતા વાર્તાલાપોમાં સારી એવીઅતિરિક્ત આવક થવા લાગી અને ઘરે ઘરે ફરવાના બદલે ઘરમાં જ સ્કુલનાટ્યુશન- વર્ગો શરૂ કરી  દેતા ટ્યુશનોથી થતી આવક પણ સારી એવી વધી ગઈ.બીજુંતો કોઈ વ્યાસન હતું જ નહિ અને પુત્રોને પણ કોઈ વ્યસન હતું જ નહિ અને ખર્ચાળતો તેઓ  પણ ન હતાએટલે આવક-ખર્ચના બે છેડા મેળવવાનું કાર્ય સરળતમબનીગયું. પુત્રોને ખુલ્લા નથી,સાચા દિલથી પોતાના જુગારના વ્યસનની વાત કરીકાયમ આવા કે કોઈ પણ બીજા  વ્યસનથી દૂર જ દૂર રહેવાની સલાહ-શિખામણ પણઆપી.રવિવાર બપોરથી રાત સુધીનો સત્સંગ પોતાના ઘરે જ શરૂ કરાવ્યો,જેનો લાભતેના માબાપનેઅને પત્ની તેમ જ પુત્રોને પણ સતત થવા લાગ્યો..સત્સંગના પ્રભાવમાંસત્સંગના સથવારેનામની  એક શ્રેણી એક અતિ પ્રતિષ્ઠિત અને લોકપ્રિયએવા સામાજિક-ધાર્મિકસામયિકમાં લખવાનું શરૂ કરી એક સો આઠ મણકા તૈયાર કરવાની યોજના બનાવી.પણડોક્ટર રસેશે “સત્સંગ જીવવાનો હોય,લખવાનો ન હોય”કહી તેલખવા નો વાછોડાવી દીધો -અગિયારેક મણકા પણ હજી પ્રસ્તુત થતા સુધીમાં.

એક બીજા સત્સંગીને ખાવાપીવાનો જ બહુ વધારે પડતો ચટકો હતો તો તેમનેપણ સમજાવીને કે સ્વાદ માટે નહિ,બલકે યોગ્ય પોષણ માટે જ સંતુલિત ભોજન કરવુંસ્વાસ્થ્ય માટે,દીર્ઘાયુ માટે જરૂરી છે.બહુ પ્રયત્ને તેઓ પણ અંતેસ્વાદના ચક્કરમાંથી છૂટ્યા.અનેકને દારૂના વ્યસનથી પણ પોતાનો જ દાખલો આપીછોડાવ્યા અને નવાબીશહેરની મેહબૂબની મેહંદીમાં તવાયફોના મુજરાજોવાસાંભળવા જવાના વ્યસની બનેલાઓને પણ એવા વ્યસનથી મુક્તિ અપાવી.ડો..રસેશનોસત્સંગ પારસમણિનુંકામ કરવા લાગી જતા સમાજમાં તેનો મહિમા વધી ગયો .સત્સંગના ઓરડામાં ફર્નીચરકેવળ-માત્ર શેતરંજીનું જ રહેતું,કારણ કે રસેશ સમજાવતા કે સર્વોત્તમફર્નીચર શેતરંજી જ છે, જે વધુ સત્સંગીઓનો સમાવેશ કરી-કરાવી શકે,સાવ ઓછીખર્ચાળ અને નહિ જેટલી વારમાં બિછાવી શકાય.ફર્નીચર સુવિધા માટે હોવુંજોઈએ,દેખાવ માટેનહિ જ.

એક સત્સંગી બહેને ફરિયાદ કરી કે ” થોડીક બહેનોને લઇ  તેમના અનેમારાબાળકોને  હું ગુજરાત અને કચ્છની ટૂર પર લઇ ગઈ તો દરેક સ્થળે તેબહેનોને તેમની પસંદગીના રૂમો આપ્યા-અપાવ્યા પછી જ હું અમારો રૂમ લેતીરહી,તોય છેલ્લે તેમણેફરિયાદી સ્વરે મને સંભળાવ્યું કે “તું તો બહુ ચાલાક! અમને જેવા તેવારૂમો પકડાવી તું બેસ્ટ રૂમોમાં રહ્યા કરી.”હું સત્સંગી હોવાથી લડી તોનહિ;પણ મને મનોમન ખોટું લાગ્યું કે આ તો મેં ન્યાયપૂર્વક બધી વ્યવસ્થાકર્યા પછી પણમારા પર દોષારોપણ?આ બાબત તમે મને સમજાવો કે હું ક્યા ખોટીહતી?”

ઉત્તરમાં રસેશે સમજાવ્યું કે “એ લોકોની પોતાની સમજ ઓછી હોવાથી તેં તેમને ફર્સ્ટ ચોઈસઆપી તોય;બની શકે કે તેમણે ખોટી પસંદગી ઉતાવળમાંકરી હોય.આવા કાર્યોમાં યાતો પડવું નહિ;અને જો એક વાર ભાવાવેશમાં પડ્યા તો સાક્ષી ભાવે બધું જોઈ-સહીશાંત-સ્થિતપ્રજ્ઞ રહેતાપણ શીખવું જોઈએ.”

એક બીજા બહેને કહ્યું:”અમારું તો મોટું જોઈન્ટ ફેમિલી છે અને મોટે ભાગે હું જ હોંશે હોંશે મહેમાનોઆવે ત્યારે તેમને ભાવે એવી નવી નવી વાનગીઓ સવારથી વહેલી ઊઠી બનાવતીરહું;પણ પીરસતી વખતે ઘરની બીજી સ્ત્રીઓ દોડાદોડ સહુને ખુશ ખુશ કરી મૂકે અનેતેમની જ બની હોય તેમ રસોઈના વખાણ મહેમાનો કર્યા કરે તો ચાલાકીથીથેન્ક્સ”કહી જશ પોતે જ ખાટી  લે.આવા વખતે મને જે હર્ટ થાય તેમાંથી કેમનીકળાય?”

રસેશે જવાબ આપતાસમજાવ્યું:”આ તો ઉત્તમ, અતિ ઉત્તમ ! તમારી જ બનાવેલી  વાનગીઓના વખાણ થાય અને તેની ક્રેડિટ બીજા લોકો લે તો એ તો તેમની પણ તમારીરસોઈ સરસ બની છે તેની સ્વીકૃતિની મોહર લાગી એમ જ સમજવાનું.ખુશ થવાનું.દરેકસમસ્યામાંથી સકારાત્મક અભિગમ -દૃષ્ટિકોણ કેળવી પોતે તો ખુશી,પ્રસન્નતા અનેઆનંદ જ પ્રાપ્ત કરતા રહી સુખી જ સુખીરહ્યા કરવું જોઈએ.”

આ રીતે સીધી સાદી સરળ ભાષામાં સમજણની સવારની ચા સહુ સત્સંગીઓનેતાજગીથી તરબતર કરી મૂકે અને ખુશ ખુશાલ મૂડમાં તેઓ પોતાના ઘરે જાય-દિવસભરનું સત્સંગનું ભાથું લઈને.

પશાભાઇ-દિવાળીબા પણ સત્સંગમાં બેસી પ્રસન્ન રહ્યા કરે.તેમના કોઈ એક દૂરના સગા નિવૃત્ત શિક્ષિકા બહેન ત્યાં થઇ રહેલા સત્સંગની વાતોથી આકર્ષાઈ તેમનેત્યાં સત્સંગ કરવા થોડા દિવસો માટે આવ્યા તો બહુ જ ખુશ ખુશ રહેવાલાગ્યા;પણ એક દિવસ તેમને વહેલી સવારે બાથરૂમમાં પડી જતા સ્ટ્રોક આવ્યો અનેડોક્ટર રસેશે સત્સંગને પડતો મૂકી તે બહેનને તાત્કાલિક હોસ્પિટલ લઇ જઈ,દાખલકરાવી તેમની સમયસર ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી એટલે બચી ગયા અને પગે આવીગયેલ ખોડ માટે તેમની થેરપી સેન્ટરમાં થેરપી વી. કરાવી તેમને રસીલા સાથેપ્લેનમાં તેમના મોટા બહેનને ત્યાં પહોંચાડ્યા ત્યારે તે   મોટા બહેન તોદ્રવીભૂત થઇ ગયા અને રસીલાની સાથે પોતાની બચતમાંથી પૂરા પચ્ચીસ હજારનો ચેકમોકલી,તેની સાથે ભાવભીનો આભારનો પત્ર લખી જણાવ્યું કે “ડોક્ટર સાહેબ,રકમનો કોઈ સારા કાર્ય માટે ઉપયોગ કરજો..અમને ખુશી થશે.”

રસેશે તરત  તે બહેનને તે જ પત્રના અંતભાગમાં બચેલી જગ્યામાં “આ કામતમે જ કરોને!”  લખી તેમને સાશ્ચર્યાનંદમાં મૂકી દીધા કે “આ તો કેવા સત્સંગીડોક્ટર કે જે મળેલા દાનનો સદુપયોગ કરવાની ક્રેડિટ પણ લેવા તય્યાર નથી?”

તે જ પ્રમાણે એક દૂરના ટ્રાન્સ્ફર થઈને આવેલ એક બેન્કકારકૂનેતેમના ક્લિનિક પર આવી તેમને પૂરા ઓળખ્યા વિના રિક્વેસ્ટ કરી:”મને પ્લીઝ એકસર્ટીફિકેટ લખી આપોને કે મેં તમારી અવારનવાર ટ્રીટમેન્ટ લીધી છે અને પાંચસો રૂપિયા કુલ ફી ચૂકવી છે “તો તરત ઊભા થઇ ક્લિનિકમાં એક ખૂણે પડેલાકબાટમાંથી ડોક્ટર રસેશ કૈંક લેવા ઊભા થયાતો તે ક્લ્રર્કે માની લીધું કેએક મોટુ લેટર પેડ કાઢી તેનાપરહમણાં જ લખી આપશે.પણ ડો.રસેશે તો પૂરી દસદસની પચાસ નોટોઆપી જયારે તેને કહ્યું:”જોઆ લઇ લે.તારે પણ ખોટું કરવું નહિ,મારે પણ ખોટું કરવું નહિ અને બેન્કેપણ ખોટું કરવું નહિ.મને આની બહુ જરૂર નથી અને તને આની જરૂર છે, માટેનિ:સંકોચ લઇ લે.”પેલો યુવક ક્લર્ક તો છોભીલો પડી  માફી માંગી ભવિષ્યમાંઆવું ખોટું કામ ક્યારેય ન કરવાના દૃઢ નિશ્ચયસાથે ઘરે પાછો ફર્યો અનેડો.રસેશના સત્સંગ સેશનની માહિતી મળતા રોજ સવારના સત્સંગમાં આવતો થઇ ગયો..આમસવાર-સાંજનું સત્સંગ સેશન

ચાલતું રહેતું અને સહુ સત્સંગીઓને જરૂરી માર્ગદર્શન મળતું રહેતું.

પશાભાઈ-દિવાળીબા સુખેથી,શાંતિથી,આનંદથી સત્સંગસરિતામાં પુણ્ય-સ્નાન કરતા રહેતા હતા ત્યાં જ એકાએક ભદ્રેશ-ભાવના ત્યાંઆવી પહોંચ્યા અને પોતે વકીલ હોવાથી કોર્ટ કેસ કરી પોતે જ હૈદરાબાદના એબંગલાના કાયદેસર માલિક છે એવું પુરવાર કરીમાતા-પિતા તેમ જ ભાઈ-ભાભીને બંગલો જબરજસ્તીથી ખાલી કરાવી તેના માલિક  બની ગયા.અમદાવાદમાં  જજ પિતાનું કાર અકસ્માતમાં અવસાન થયા બાદ ભાવનાનાભાઈઓએ પિતાની પૂરી પ્રોપર્ટી પચાવી પાડીભાવના ભદ્રેશ- ભદ્રેશને  તેમનારહેઠાણ તથા ઓફિસમાંથી કાઢી મૂકાવી શેરબજારમાં થયેલી  ખુવારીના દેણામાથીબહાર નીકળવાનોપ્રયાસ કર્યો..આમેય  બરાબર ન ચાલતી વકીલાતની પ્રેક્ટિસનો અંત આવતા, પિતા પશાભાઇએ જે જનરલ પાવર ઓફ એટોર્ની લખી આપી તેમને બધી જ પ્રોપર્ટીનાકાયદેસર હકદાર બનાવેલા તેના આધારે ગુજરાતની પ્રોપર્ટી હસ્તગત કરી લઇ હવેહૈદરાબાદની પ્રોપર્ટી પણ હડપી જવા આવી ગયા હતા.તેઓ પણ શેરબજારના ચક્કરમાંગળાડૂબ દેણામાં ફસાયેલા હોવાથી,અને પરિણામસ્વરૂપેબુદ્ધિ ભ્રષ્ટ થતાબાપને પણ  ધૂતી લેવા સુધીની  ધૃષ્ટતાના દુષ્ટ રસ્તા પર ચડી ગયા હતા.રસેશે  રસીલા અને માતા-પિતાને ફરી પાછા કુમાર-લતાના મકાનમાં ભાડૂત તરીકે લઇ જઈસ્થિતપ્રજ્ઞ રહી, શાંતિથી પોતાનાસત્સંગના ભાવમાં જ નિમગ્ન રહેતારહેતા નવેસરથી ત્યાના ગરાજમાંપહેલાની જેમ પ્રેક્ટિસ શરૂ કરી દીધી.પશાભાઈને પારાવાર દુખ થયું અને પોતાનીકરેલી ભૂલ માટે પસ્તાવા પણ લાગ્યા જ.પરંતુ થયેલા માનસિક આઘાતની અસરમાંતેમને પક્ષાઘાત થતા  હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.દિવાળીબા તોઆ આઘાતનાઆંચકામાં હાર્ટ અટેક આવતા ગુજરી જ ગયા.પશાભાઇ પક્ષઘાતમાં સ્મૃતિ,વાચા અનેહાથપગની હલનચલન શક્તિ ગુમાવી સાવ મૃતવત થઇ ગયેલ દેખાવા લાગ્યા.પરંતુરસેશ-રસીલાએ તેમની એકધારીસેવા કરતા રહી,ધીરેધીરે અનેક પ્રકારની થેરપીઓકરાવી કરાવી તેમને પાછા ઠીક  ઠીક નોર્મલ જેવા કરાવીદીધા. રસેશને આ  અગાઉ એક ખૂબ જ ધનવાન નવાબ પેશન્ટ -મિત્રનો  બહુજ  મોટોજબરો સહારો મળી ગયો હતો, જેના એક માત્ર પુત્રને રસેશે મરતો બચાવી લીધો હતો.

લગભગબધા જ ડોકટરો-હકીમો -વૈદ્યોએ જયારે હાથ ધોઈ નાખેલા કે આ બાળક કોઈ પણસંજોગોમાં બચી જ ન શકે કારણ કે તેને ઝડપી ગેલપિંગ કેન્સર છે ત્યારે રસેશેપોતાની આત્મશક્તિથી બાળકની આત્મશક્તિ જગાવી તેને ઠીક કરી દીધેલો એટલું જનહિ,સંપૂર્ણપણે તેનેકેન્સરમાંથી મુક્ત્વ કરાવી નવું જીવન પણ  આપેલું.એનવાબે રસેશ -રસીલાને પોતાની પુષ્કળ જમીન-જાગીરો તેમના પ્રોજેક્ટ સેવાધામખોલવા માટે દાનમાં આપી દઈપોતાનુંઋણ ચૂકવ્યું હતું.તે અને તેની પત્ની,એ બચી ગયેલા બાળક સાથે સત્સંગ સેશનમાંજોડાઈ નિયમિત તેમને ત્યાં આવતા અને ભાગ લેતા પણ થઇ ગયેલા.તેઓ રસેશને બડેભાઈ સાહબકહેતા અને આ બડે ભાઈ સાહબના બધાજ પ્રોજેક્ટો માટેપોતાથી બનતું બધું જ કરવા દિલોજાનથી તય્યાર જ નહિ,તત્પર પણહતા.વસંત-વાસંતી પણ પોતાની ફિલ્મી કારકિર્દીથી પુષ્કળ કમાયેલા હોવાથીરસેશ-રસીલાના પ્રોજેક્ટમાં બેઉહાથે -છુટ્ટા હાથે દાન આપવા ઉત્સાહીહતા.રસીલાના માતા-પિતાએ પણ ખુલ્લા દિલથી આ માનવસેવાનાઅભિયાનમાં બ્લેન્ક ચેકઆપી દીકરી જમાઈનો ઉત્સાહ વધાર્યો .રસેશ રસીલાએ આજના યુગની સમસ્યાઓ જોતા એકવૃદ્ધાશ્રમ,એક વિધવાશ્રમ,એક અનાથાશ્રમ અને એક

બિલકુલ નિ:શુલ્ક મોટું એવું દરિદ્ર નારાયણ દવાખાનુંનવાબનીભેટ આપેલી વિશાળ  જમીન-જાગીર પર ખોલી સમસ્ત સંકુલને ચાર ધામજેવું પવિત્રનામ આપી સહુ કોઈના સાથ-સહકારથીતેનું પિતા પશાભાઇના વરદ  હસ્તેઉદઘાટન કરાવીસમાજને તેનું લોકાર્પણ કર્યું.માનવસેનો ભેખ લેનારપુત્ર રસેશ અને પુત્રવધૂ રસીલા માટેપશાભાઇએ જીવનની સાર્થકતા,ધન્યતા,અનેકૃતકૃત્યતાનો   અનુભવ કરતા મનોમન વિચાર્યું:”ભદ્રેશ- ભાવના પોતાના ખોટાકર્મેક્યાંથી ક્યાં  લપસ્યા-ગબડ્યા અને આ રસેશ-રસીલા પોતાના સત્સંગ અનેસત્કર્મના આધારે   ક્યાંથી ક્યાં  પહોંચ્યા !ત્યાર પછી તો ક્યાંથી ક્યાંનાટાઈટલ સાથે વસંત-વાસંતીએ ગુજરાતીમાં એક  ઉત્તમઆદર્શવાદી  ફિલ્મ બનાવી અને પછી કહાં  સે કહાંની ટાઈટલ સાથેહિન્દીમાં પણ એ મૂવી તય્યાર થઇ જેસેવાધર્મ  અને માનવધર્મનો સંદેશપ્રસરાવતી રહી.સંદેશ ત્ર તત્ર સર્વત્ર પ્રસરાવતી રહી .  

(સમાપ્ત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: