ખુશીની ખુશી…

જન્મી ત્યારથી તેના માતા-પિતાને તેનું રૂપ જોઈ,તેનું તેજ જોઈ,તેની સહજ સુંદરતા-નમણાશ જોઈ જે ખુશી થઇ હતી તેના આધારે માતા મમતાએ અને પિતા કાન્તે તેનું નામ નામ પણ ખુશી પાડી દીધેલું.જેમજેમ ખુશી મોટી થતી ગઈ તેમ તેમ તેનું પડખે ફરવું,ખસવું,ઘૂટણીયા ભરવા,બે પહેલી દન્તુડી આવતા સહજ સ્મિત વરસાવતી તેની પ્રસન્ન મુખાકૃતિ,ડગુ-ડગુ ચાલતી તેની મનમોહક ચાલ,મધુર-મધુર તેના પહેલા-પહેલા શબ્દ મમ્મી વી. તેની પ્રત્યેક વિકાસ-યાત્રા તેમની ખુશીમાં સતત વધારો જ વધારો કરતી  રહેલી..તેમણે હરી-ફરીને આ એકની એક જ તો વર્ષો પછીની પ્રતિક્ષા  પશ્ચાત આ ‘ખુશી’ પ્રાપ્ત થયેલી.

ખુશીના જન્મ પછી તો તેઓ બધી રીતે ખુશી જ ખુશીનો અનુભવ કરતા  રહ્યા.પિતા કાન્તને યુનીવર્સીટીમાં પ્રમોશન મળતા પ્રોફેસરશિપ-હેડશિપ-ચેરમેનશિપ-ડીનશિપ વી.ક્રમશ:પ્રાપ્ત થતી રહી.તે તો તેમની સતત વધતી રહેતી ખુશીમાં વિશેષ ભરતી જ જોવા મળી.માતા મમતા બેન્કમાં કલાર્કથી  સીધી મેનેજર સુધી સુધીની પ્રગતિ કરતી રહી તેનો  તો તેને ખુશીનો ખજાનો મળ્યો હોય તેવો અને તેટલો આનંદ થયો.તેમણે બહુ પહેલા લઇ રાખેલ પ્લોટ પર બેંક-લોન વી.નાં આધારે એક સુંદર નાનકડી બંગલી પણ બાંધી,જેનું નામ પણ ‘ખુશી’જ રાખ્યું.ઘરમાં દાદા-દાદીની ખુશીનો તો પાર ન રહેતો કારણકે તેમની સ્મૃતિમાં આ  સુપુત્રી તો  સો- સો વર્ષો પછી જન્મેલી,તેથી તેમને તો તેનું  ધ્યાન  રાખવામાં,તેને રમાડવામાં,તેને જમાડવામાં,તેને બાબાગાડીમાં ફરવા લઇ જવામાં,તેને પહેલો એકડો શીખવવામાં -સઘળી ‘ખુશી’ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં ખુશી જ ખુશીનો અનુભવ થતો રહેતો.દાદા-દાદી નિવૃત્ત શિક્ષક-શિક્ષિકા હોવાથી ખુશીને સ્કુલમાં દાખલ કરતા પહેલાજ અક્ષર-જ્ઞાન,અંક- જ્ઞાન પ્રાપ્ત થઇ ગયેલું.સ્કુલમાં દાખલ થઇ તો તેના સુંદર મરોડદાર અક્ષરો-અંકો જોઈ ક્લાસ ટીચર, ક્લાસના બાળકો અને પ્રિન્સીપાલ પણ છક્ક થઇ ગયા.તે હરહમેશ પહેલો-બીજો રેન્ક રાખી કુદકે અને ભુસ્કે આગળ ને આગળ વધતી જતી રહીને મેટ્રિક સુધી પહોંચી ગઈ.મેટ્રીકની બોર્ડ પરીક્ષામાં તે ડોમિનિયન -ફર્સ્ટ આવી તે તો’ ખુશી’ ની ખુશીનો,કે તેના માતા-પિતાની ખુશીનો,કે શાળાની ખુશીનો જ નહિ,ઓળખીતા-પાળખીતા સહુ કોઈની ખુશી અને ગરિમાનો વિષય બની ગયેલો.શાળાએ તેનું સન્માન કર્યું,સમાજે તેનું સન્માન કર્યું,સગવાહાઓએ તેની ખુશાલીમાં પાર્ટી પર પાર્ટી નું આયોજન કરતા રહી ‘ખુશી’ની તેમજ તાના માતા-પિતા,દાદા-દાદી સહુની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા એમ કહી શકાય.

ખુશી વગર કોઈ પ્રસાધનનાં  ઉપયોગ-પ્રયોગ કર્યે પણ એટલી આકર્ષક લગતી કે જોનાર તેને જોતો જ રહી જાય.તેનાથી દૂર ગયા પછી કે જુદા પડ્યા પશ્ચાત પણ તેની છબી-સ્મૃતિ આંખોમાં ક્યાંય સુધી સમાયેલી જ રહે.તે ભોળી,નિખાલસ અને સરળ સ્વભાવની હોવાથી સહુને ગમતી.

તેના માતા-પિતાને એક જ્ઞાતિ પરિવારે તેના માતા-પિતાને તે દિવસોમાં સાવ પ્રચલિત પ્રણાલિકા અનુસાર  સામેથી પોતાના પુત્ર આનંદ માટે તેનું માંગું નાખ્યું અને કહ્યું તમારી દીકરી અમારે ત્યાં દીકરીથી પણ વધુ લાડ પામશે.તમારી લક્ષ્મી જેવી સુપુત્રી અમારે ત્યાં  ગૃહલક્ષ્મીનું સ્થાન, માંન અને સન્માન પામશે.મારા પુત્રે પણ તેને ઘણી વાર જોઈ છે અને તેને પૂછી જોયું તો તેને આ પ્રપોઝલ પસંદ અને માન્ય છે.તમે તમારી પુત્રીને પૂછી કરી,આપસમાં પતિ-પત્ની પણ વિચારીને  અમને બને તેટલો વહેલો જવાબ આપશો તો અમને ખુશી થશે અને ‘ખુશી’ ને અમારા ઘરની રાણી બનાવશો તો અમને પારાવાર ખુશી થશે.પિતા કાન્ત અને માતા મમતા તો રાજી પણ થયા આમ સામેથી સુખી પ્રતિષ્ઠિત જ્ઞાતિ પરિવારમાંથી આમ સામેથી ખુશી માટે માંગું આવવાથી.થોડા વિચારમાં પણ  પડી ગયા કે સોળ-સત્તર વર્ષની ‘ખુશી’ને આટલી નાની ઉમરે કેમ પરણાવાય?

ખુશીને તો આગળ ભણી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હતું.જ્ઞાતિ- પરિવારે તો પ્રસ્તાવ મૂકતી વખતે જ કહેલું:”અમારે ત્યાં પણ અમે તેને આગળ અવશ્ય ભણાવીશું જ.”માતા-પિતાને બધી રીતે આ પ્રસ્તાવ ગમી ગયો અને જમાઈ બનનાર ચિરાગ પણ એટલો સુંદર અને સુશીલ હતો કે આવો આંગણે શોભે તેવો જમાઈ આમ સામેથી સહજ માં મળતો હોય તો તે તો સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય તેવું થયું કહેવાય.ખુશી પણ ચિરાગને જોયા પછી રાજી થઇ ગઈ.ચિરાગ તેના પિતાના વેપાર-ધંધામાં સરસ ગોઠવાઈ ગયો હતો.તે પોતે ખુશી કરતા પાંચ વર્ષે મોટો હતો;પણ એટલો ઉમર -તફાવત તે દિવસોમાં સર્વમાન્ય ગણાતો.ચિરાગ કોમર્સ ગ્રેજુએટ હતો.પહેલા ગોળધાણા ખવાય,પછી  અખાત્રીજ   જેવા શુભ દિને-શ્રેષ્ઠ મુહુર્તે સગાઇ થઇ અને આસો સુદ બીજે તો લગ્ન પણ ધામ-ધૂમ સાથે થયા.નવદમ્પતિ હનીમુન માટે કાશ્મીર ગયા અને જેને સહુ પૃથ્વીનું સ્વર્ગ કહે છે તે ખરેખર સ્વર્ગ જ છે તેવો ખુશી અને ચિરાગે પ્રત્યક્ષ અનુભવ કર્યો.ત્યાંથી પાછા ફર્યા બાદ ખુશીએ કોમર્સ કોલેજમાં પ્રવેશ લીધો અને થોડી ઘરમાં મદદ કરી તે નિયમિત સમયે કોલેજ જવા લાગી.પતિ ચિરાગ જ તેને સ્કુટર પર મૂકી પછી દુકાને જતો.ખુશીને ઘરમાં,કોલેજમાં,પતિ સાથે દર રવિવારે નાટક- પિક્ચરજોવામાં કે હોટલોમાં નવી નવી વાનગીઓ ખાવામાં મઝા આવતી.તે મનોમન એવું અનુભવતી જાણે તે સ્વર્ગીય સુખમાં જ વિહાર કરતી રહે છે.

પરંતુ, આકાશ પર થી ધરતી  પર પડતા કે સ્વર્ગમાંથી નીચે  ફેંકાઈ જતા ક્યા વાર લાગે છે, જો નસીબને તેવું માન્ય હોય તો? હંમેશા સાચવીને સ્કુટર ચલાવનાર ચિરાગ એક રાતે ઉઘરાણીથી દુકાને પાછાફરતા ફરતા કોઈ પીધેલ ટ્રક-  ડ્રાઈવરની બેપરવાહી-લાપરવાહીથી ટકરાઈને  એવો જોરથી પછડાયો કે તેને કોઈ હોસ્પિટલ પહોંચાડે તે પહેલા તો તે ધામમાં પહોંચી ગયો.માતા-પિતાનો ચિરાગ બુઝાઈ ગયો.ખુશીની ખુશી નેત્રોની ની અશ્રુધારામાં વહી ગઈ,ખુશીના માતા-પિતાની વ્યથા,વેદના અને દુખની કોઈ સીમા ન રહી.હવે વીસીએ પણ ન પહોંચેલી ખુશીને જીવનભર વૈધવ્ય જ ભોગવવાનું રહેશે?તે પ્રશ્ન  તેમની ઊંઘ હરામ કરવા લાગ્યો.ભૂખ-તરસ ઊડી ગયા.વેપાર-ધંધામાંથી પણ રસ ઓછો થવા લાગ્યો.આખા સમાજમાં,સમસ્ત જ્ઞાતિમાં જાણે કે સોપો પડી ગયો.પરંતુ ચિરાગના માતા-પિતાએ જૈન શોક પદ્ધતિ અનુસાર દસમાં દિવસની ની પૂજા કરાવ્યા બાદ,ખુશીને ગળે વળગાડી ઈમ્ત આપતા કહ્યું:”કાલ થી તારી કોલેજ ચાલુ.બી.કોમ જ નહિ,એમ.કોમ પણ તું કરીશ અને તે પછી ચાર્ટર્ડ એકૌઊંટન્ટ પણ તું બનીશ.હવે આજથી તું જ મારી દીકરી અને તું જ મારો દીકરો.ચિરાગને ભૂલી હવે તું જ તારો ચિરાગ બન અને  અમારા સહુનો પણ  ચિરાગ બનીશ,તારા માતા-પિતાનો પણ ચિરાગ બન.સહુના સમજાવવાથી ખુશીએ કોલેજ ચાલુ કરી અને સમય સાથે પોતાની વ્યથા-કથાને ભૂલતી રહી સરસ્વતીની સાધનામાં પૂરું મન લગાડી તે જોતજોતામાં બી.કોમ થઇ ગઈ,એમ.કોમ થઇ ગઈ અને સી.એ.પણ થઇ ગઈ.તેના માતા-પિતાએ ગૌરવનો અનુભવ કર્યો,તેના સાસુ-સસરાએ તો વિશેષ ગૌરવનો અનુભવ કર્યો.સમસ્ત જ્ઞાતિ અને સમાંજે પણ સવિશેષ ગૌરવનો અનુભવ કર્યો.

પરંતુ તે પછી જે કાંઈ બન્યું તે સો ટકા સત્ય છે,જાણવા જેવું છે,અપનાવવા જેવું છે,અનુસરવા જેવું છે.અને તે એ કે ચિરાગનાં  માતા-પિતાએ ખુશીના માતા-પિતાની ને ખુશીની સમક્ષ એક સુંદર,મહાન આદર્શ પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો કે હવે અમે જ કન્યાદાન કરી ખુશીના લગ્ન કરવા માંગીએ છીએ.તમે જે કન્યાદાનનું પુણ્ય કમાઈ લીધું છે અને તેને વહેલા અમારા આગ્રહથી જલ્દી જલ્દી નાની ઉમરે પરણાવી દીધી તે અમારા મહા- પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે અમને આ પુણ્ય કાર્ય કરવા દેશો તો અમને,તમને અને ખુશીને સહુને ખુશી થશે.અમે એક ચાર્ટર્ડ એકૌઊંટન્ટ સુંદર,સંસ્કારી,સરળ અને નિખાલસ સ્વભાવનો યુવક શોધી રાખ્યો  છે.હમણા જ તે અને તેના સુધારવાદી   વિચારોવાળા  માતા પિતા આવશે અને આપણે બધા રાજી-ખુશીથી સર્વસ્વીકૃત અને સર્વમાન્ય લાગે તો ગોળધાણા ખાઈ લઈશું.તે પછી સગાઇ-લગ્ન સાથે-સાથે જ સંપન્ન કરીશું.

સાંભળનાર અને કહેનાર સહુના ચહેરા પર એક દિવ્ય તેજનો ચમકારો જોવા મળ્યો.જાણે કે ઘોર અંધકારમાં એક નવો ચિરાગ પ્રગટ્યો.થોડી વારમાં માતા-પિતા સાથે વિધવા- ખુશી માટે દીપક અને તેના માતા પિતા આવ્યા.દીપક તેજસ્વી ચહેરાવાળો, મનમોહક વ્યક્તિત્વ ધરાવતો સુંદર સુશીલ નવયુવક હતો,જેને સહુએ પસંદ કર્યો.તેને ખુશીને પસંદ કરી.અને તરત શુભસ્ય શીઘ્રમ સ્વીકારી બધાએ ગોળધાણા ખાધા,ગળ્યું મો પણ કર્યું,ચા-નાસ્તાને પણ માંન  આપ્યું.તે રાતે ચિરાગના માતા-પિતા બધાને બહાર જમવા લઇ ગયા.અને તે પછીની વાત તો ટૂંકી અને ટચ છે.સારું કાર્ય જયારે થાય ત્યારે જ તે શુભ મુહુર્ત બની જાય છે તે સિદ્ધાંત અનુસાર ઘડિયા લગ્ન લેવાયા અને ખુશી-દીપક પરણ્યા.ચિરાગના માતા-પિતાએ હોંશે-હોંશે કન્યાદાન કર્યું જે અદ્ભુત હતું,અપૂર્વ હતું,અભૂતપૂર્વ હતું,જીવનના અંધકારમય ભવિષ્યને દીપકના અજવાળે ઉજ્જવળ થતું  જોઈ જ્ઞાતિ  અને સમાજના બધાજ લોકો તો  ખુશ થયા જ થયા.પણ ખુશીની ખુશી તો અપાર હતી,અસીમ હતી,અનહદ હતી.

(સમાપ્ત)

(‘ખુશીની ખુશી’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: