સ્મિતા-અસ્મિતા

સ્મિતા મેડીકલ રેસીડન્સી કરતા કરતા પોતાના સહાધ્યાયી ડોક્ટર સંજય સાથે પ્રેમમાં પડી ગઈ અને તે સંજય પણ સામેથી પોતાના હૈયાની વાત સ્મિતા તરફથી પ્રસ્તાવ રૂપે આવતા આનંદવિભોર થઇ ગયો.

એ બન્ને પાસ-પાસેના રેસીડન્ટ ક્વોટર્સમાં રહેતા હતા અને એનેસ્થેઓલોજીમાં જ સાથે સાથે ટ્રેઈનીંગ લઇ રહ્યા હતા.સંજયે પોતાના એલાઉન્સની રકમમાંથી બચેલી રકમથી એક બહુ મોંઘી નહિ ,બહુ સસ્તી નહિ એવી એક ડાયમંડ રીંગ ખરીદી પ્રેમપૂર્વક વર્ષના પ્રથમ સ્નોફોલ સાથે જ તેને સ્નોમાં ભીંજાતી-ભીંજાતી સ્થિતિમાં વ્હાલથી પ્રપોઝ કરી તેને અને પોતાને હર્ષ,આનંદ ને પ્રસન્નતાના સાગરમાં લહેરાવી દઈ જીવનની ધન્યતાનો ઊંડો,અનેરો,અનોખો તેમ જ અદ્ભુત અનુભવ કર્યો.હવે બે વર્ષની જ ટ્રેઈનીંગ બાકી હતી અને તે પછી પરણી લેવાનો બેઉએ નિશ્ચય કર્યો.સ્મિતાની દૂરના સગા માસી-માસાએ  સરપ્રાઈઝ ફન્કશન ગોઠવી સ્મિતાનું  વિધિવત કન્યાદાન કરી તેનું સંજય સાથે લગ્ન સંપન્ન કરાવી દીધું.સંજય-સ્મિતાના માતા-પિતા પોત-પોતાની સાધારણ સ્થિતિના કારણે તેમ જ નિજી જવાબદારીઓના કારણે અમેરિકા આવી શકે તેમ ન હોવાથી આમ કન્યાદાન સહિત લગ્નપ્રસંગ સાદાઈથી મન્દિરમાં ઉજવાઈ ગયો.તે પછી તો બેઉને એક જ હોસ્પીટલના એનેસ્થીઓલોજી  વિભાગમાં પહેલા એક વર્ષની નોકરી મળી અને તે પછી પાર્ટનરશીપ મળી ગઈ.એક સરસ મઝાનું ટાઉન હાઉસ  ખરીદી  લઇ બેઉ લગ્નજીવનનો ભરપૂર આનંદ માણવા લાગ્યા.સાથે સાથે જ  જોબમાં જતા,એક જ  કારમાં ભેગા- ભેગા જતા અને રોજ સાંજે ઝડપથી થોડું રાંધી કરી મોલમાં  હરવાફરવા નીકળી પડતા.શનિ-રવિ ગ્રોસરી વી.ની ખરીદીમાં તેમજ ઘરની સાફ-સફાઈમાં ક્યા નીકળી જતા તે દેખાતું ય નહિ.લોંગ વિકેન્ડ મળી જાય તો ન જોયેલા કોઈ સ્થળો જોવા નીકળી પડતા.

સ્મિતાને મનમાં એક હોંસ વર્ષોથી હતી.તે સદાય એવું સ્વપ્ન જોતી રહેતી,એવી કલ્પના કરતી રહેતી કે તે હેમોક પર સૂતી હોય અને તેનો પતિ તેને પ્રેમથી ઝુલાવતો હોય,વચમાં વચમાં તેને કિસ પણ કરતો હોય,તેના પર ઝૂકીને તેને ભેટતો પણ હોય.સંજયને પોતાના મનની વાત કહી તો તરત જ સંજયે હેમોક ખરીદી ટાઉન હાઉસના નાનકડા યાર્ડ ના એક મોટા ઝાડ પર તે હેમોક બાંધી સ્મિતાને ઝુલાવવાનું શરુ કરી દીધું.

દુર્ભાગ્યે,પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ થયો અને બિચારી સ્મિતા જેના પર ઝૂલો બાંધ્યો હતો તે ઝાડ તૂટી જતા તેની નીચે એવી ખરાબ રીતે દબાઈ ગઈ કે તેના બેઉ   હાથ અને  પગ પણ  સાથળ સુધી કપાઈ ગયા.તાત્કાલિક તેને  એમ્બ્યુલેન્સમાં તેમની જ હોસ્પીટલમાં દાખલ કરાવી દીધી.ટેસ્ટ,એક્સરે,એમ.આર.આઈ,સારવાર- ઈલાજ થેરપી  ઇત્યાદિ બધું જ કરવા છતાય તે કાયમ માટે અપંગ થઇ ગઈ -બેઉ પગ વગરની,અને બેઉ હાથ વગરની સાવ ઠુંઠી થઇ ગઈ.હવે તો તેમની મદદ માટે સ્મિતાના મમી-પપ્પાને આવવું જ પડ્યું.એક બીજી પુત્રી હતી તેના લગ્ન પણ થોડા સમય પહેલા થઇ ગયા હતા.નિવૃત્ત શિક્ષક-શિક્ષિકા માતા-પિતા, પોતાને મળેલા  પ્રોવિડન્ટ-ફંડની રકમથી ટિકિટો ખરીદી પુત્રી સ્મિતાને ઘેર આવી પહોંચ્યા.આટલા ભયંકર દુખદ સમાચાર વચ્ચે એક સારા સમાચાર પણ હતા અને તે એ કે સ્મિતાને સારા દિવસો હતા.તે બાળકને કેવી રીતે જન્મ આપશે,કેવી રીતે તેને સ્તનપાન કરાવી શકશે તે તો બિચારા માતા-પિતા કલ્પી શકે તેવું ય ન હતું.માતા માયા અને પિતા પ્રીતમ રાતદિવસ સ્મિતાની ચિંતા કરવામાં જ,ઘરના કામકાજમાં જ,આવનાર બાળકનો વિચાર કરવામાં જ પોતાનો દુખભર્યો,વેદનાયુક્ત,વ્યથામય સમય પરાણે પરાણે પસાર કરતા રહેતા હતા.

આમ કરતા કરતા સ્મિતાએ નવ મહિના અને દસ દિવસ પૂરા કર્યા અને ડોકટરે આપેલા દિવસે તેણે પુત્રીને જન્મ આપ્યો.પુત્રીનું નામ અસ્મિતા રાખ્યું.માતા સ્મિતા અને પુત્રી અસ્મિતાનું જીવન જે રીતે ચાલતું હતું,આગળ વધતું જતું હતું તે તેના પતિ સંજય માટે, તેમ જ પિતા પ્રીતમલાલ અને માતા માયાવતી માટે કહેવાય નહિ,સહેવાય નહિ,રહેવાય નહિ એવું દુ:સહ બની ગયું હતું.સ્મિતાતો વ્હીલચેરમાં જ અસ્મિતાને લઇ ફરતી રહેતી,તેને વાંકી વળી બચ્ચીઓ  ભરતી રહેતી,આંખોથી એકટક  જોઈ- જોઈ ખુશ-ખુશ રહેતી.સ્મિતાને હવે પોતાનો જોબ પણ વ્હીલચેરના સહારે સહારે જ કરવો પડતો.તેનો વિલપાવર જબરો હોવાથી તે પોતાની તકલીફ વચ્ચે  હસી-હસી જોબ પણ કરી લેતી,અસ્મિતાને પણ જોઈ-રમાડી લેતી અને માતા-પિતા સાથે સુખ-દુખની વાતો પણ કરી લેતી.પતિ સંજયને પણ પ્રસન્ન રાખવામાં તેનું મન પ્રસન્ન જ રહેતું.દુખ વચ્ચે પણ સુખ જોવાની,ખુશી માણવાની તેનામાં સહજ-સ્વાભાવિક વૃત્તિ-પ્રવૃત્તિ હોવાથી તે સદાય સંતુષ્ટ જ રહેતી.

એમ કરતા અસ્મિતાનો ફર્સ્ટ બર્થડે સેલીબ્રેટ કરવાનો દિવસ આવી ગયો.સંજયે પોતાના માતા-પિતાને પણ ભારતથી તેડાવ્યા. પોતાના મિત્રો,ડોક્ટરમિત્રો વી.ને સહપરિવાર બાળકો  સહિત નિમંત્રી અસ્મિતાનો બર્થડે સરસ રીતે ઉજવાયો.અસ્મિતા પણ સ્મિતા અને સંજય બેઉના રૂપ-સ્વરૂપના સંમિશ્રણ જેવી દેખાવડી,રૂપાળી અને આકર્ષક હતી.તેને જોઈ સહુ કોઈ ખુશ-ખુશ થયા.ફોટા લેવાતી વખતે તેમ જ વીડીયો લેતી વખતે તે એવું તો મીઠી મીઠું હસતી રહેતી કે લેનારને ય મજા આવી જાય.

સ્મિતા,તેના માતા-પિતા તેમજ સંજય તથા તેના માતા-પિતા પણ રાજી-રાજી થઇ અસ્મિતાને સતત  રમાડતા જ રહેતા. સંજય સ્મિતાનું તો પત્નીવૃતા પતિની જેમ  નિરંતર સેવા-ચાકરી કરતો જ રહેતો;માતા-પિતાનું પણ હૃદયપુર્વક ધ્યાન રાખતો અને અસ્મિતાને તો દિલોજાનથી લાડ કરાવતો રહેતો.જેમ જેમ અસ્મિતા મોટી થતી ગઈ તેમ તેમ તેને પિતામાં માતા-પિતા બેઉ દેખાવા લાગ્યા.દાદા-દાદીની પણ સેવા કરતા રહેતા પિતા માટે તેને ભારોભાર માન થવા લાગ્યું.આગળ જતા સ્મિતાએ એક પુત્રને પણ જન્મ આપ્યો ત્યારે તો તે નાનો ભઇલો પામી રાજીની રેડ થઇ ગઈ.સ્મિતાની અસ્મિતા દાદા-દાદી,અપંગ જેવી માતા,મૂંગે મોઢે સહુ કોઈનું લગાતાર ધ્યાન રાખનાર પ્રેમાળ-માયાળુ પિતા અને રમકડા જેવા ભાઈ જેનું નામ જય પડેલું તે સહુની સાથે,સૌની વચ્ચે પ્રેમ,પ્રેમ અને પ્રેમનો જ એકધારો અનુભવ કરતી આનંદપૂર્વક મોટી,સમજણી અને પ્રેમના સંસ્કારવાળી થતી ગઈ.માતા સ્મિતા માટે તે જીવનભર દિલોજાનથી જે કાંઈ પણ થઇ શકે,કરી શકે તે માટે તૈયાર, તત્પર રહેતી, રહેવા માંગતી ને સદાસર્વદા તે જ તેના જીવનનું કેન્દ્ર રહેશે તેમ માનતી.

♥♥♥♥♥

 (સમાપ્ત)

(સ્મિતા – અસ્મિતા વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: