સંઘર્ષ

ત્રેવીસ  ત્રેવીસ વર્ષ સુધી જેણે સંઘર્ષ કોને કહેવાય તે જાણ્યું-સાંભળ્યું ન હતું તેને એકાએક ચોવીસમે વર્ષેથી સતત, નિરંતર,એકધારો  કદી અન અનુભવેલો સંઘર્ષ કરવો પડ્યો ત્યરે તેને  સંઘર્ષ સમજાવા લાગ્યો,અનુભવાવવા લાગ્યો ત્યારે શરૂમાં તો નવા અનુભવ તરીકે તે તેને સ્વીકારતો ગયો. અત્યાર  સુધી તો એકનો એક ખોટનો દીકરો એવો એ ક્ષિતિજ અતિશય લાડમાં ઉછરેલો.તેને પાણી પીવું હોય તો ય બા  દૂધ ગરમ કરી બા પાય.સાથે સારો એવો ગરમ નાસ્તો આપે.માતા-પિતા હતા તો સાધારણ સ્થિતિના;પણ એકના એકને પુત્રને  ઊછેરવામાં તેમના લાડ-પ્રેમ કરોડપતિ માબાપને ટક્કર મારે તેવા હતા.

સ્કુલે જવા માટે સરસ મઝાના  ફરતા ફરતા ખમીસ-ચડ્ડી ચડિયાતી કવોલીટીના હોય.એ દિવસોમાં હજી યુનિફોર્મની પ્રથા શરુ જ નહોતી થઇ. મોટા ભાગના બાળકો સાંજે ઘેર આવી સ્કુલના કપડાં બદલી ઘરમાં પહેરવાનું પહેરણ અને  નાડી વાળી ચડ્ડી પહેરી લેતા.ફાટેલા-સંધેલા,થીગડાવાળા કપડા પણ   પહેરી લેતા.અરે! સ્કુલે પણ દરજી પાસે થીંગડા સમાંસુતરા કરાવી એવે કપડે સ્કુલે મોકલતા.સ્કુલ લગભગ એકાદ માઈલ દૂર હોવાથી ત્યારે તે રસ્તા પર ન બસ ચાલતી,ન રિક્ષા હાલે .બધા ચાલીને જ જતા. પણ ક્ષિતિજને તેના પિતાએ બાના આગ્રહથી નાની સાયકલ અપાવી હતી.તે સ્કુલે જાય ત્યારે માબાપ ખુશી ખુશી તેને જતો જોઈ રહેતા અને સાંજે તેની અને તેની સાયકલની રાહ જોઈ રસ્તા પર આવી રાહ જોતા.તેને પહેલા દૂધ-નાસ્તો કરાવતા.નાસ્તામાં મગજનો લાડવો અને સેવ કે ચેવડો-તીખી કડક પૂરી વી.હોય જ હોય.તેને મગજનો લાડુ બહુ ભાવતો.તે પછી બાજુમાં ભરી રાખેલું ફૂન્જાનું ઠંડુ પાણી પાઈ તેને  એ જ કપડે રમવા મોકલી દેતા.રોજ નીતનવા કપડા પહેરાવી શકતા.અને તે પણ ઈસ્ત્રી ટાઈટ.

પિતા પ્રાથમિક સ્કુલનાં  હેડમાસ્તર હતા;પણ ટયુશનની આવક હોવાથી અને કરકસર કે લોભ કરવાની કે બચાવવાની વૃત્તિ માત્ર નહિ હોવાથી તેમનો હાથ છુટ્ટો રહેતો.રાતે સાત વાગ્યે ઘેર આવી જાય એટલે હાથ-પગ ધોઈ ભાખરી-શાક અને દૂધ જમાડીને પછી પિતા તેને હોમવર્ક કરાવતા,ન આવડે તે શીખવતા,થોડા શ્લોક પણ શીખવતા અને રાતે ભગવાનને પગે લાગી પ્રભુ-સ્તુતિ ગાઈ તે પલંગ પર સૂઈ જતો.માબાપે તેના માટે એક ગોદરેજનો પલંગ ખરીદી આપેલો.તેઓ નીચે પથારીમાં સૂઈ જતા.સવારે વહેલા ઊઠી શીખેલા શ્લોકો બોલતો બોલતો તે જાગતો અને ભગવાનને પગે લાગી દાતણ-મંજન  કરતો અને પછી નાહી -ધોઈ દૂધ-નાસ્તો કરી થોડું ભણી-ગણી બધું પાકું કરી સાયકલ લૂછી ચમકાવી તેના પર શોભતું દફતર લટકાવી સ્કુલે જવા રવાના થઇ જતો.બપોરે રીસેસમાં સાયકલ પર ઘેર આવી બાની ગરમ ગરમ રોટલી-શાક-દાળ-ભાત-ચટણી-અથાણું-દહીં -છાશ વી.ખાઈ-પી,ભરેલો પાણીનો ગ્લાસ પી તરત સ્કુલે જવા નીકળી પડતો.તે ભણવામાં હોંશિયાર હતો અને સારા નંબરે પાસ થતો.પહેલા ત્રણમાં જ તેનો રેન્ક રહેતો.તેને ખિસ્સાખર્ચી કે એમ્ર્જન્સીમાંતે રોજ એક  આનો આપવામાં આવતો,જે તે મોટે ભાગે બચાવતો જ.દર રવિવારે ઘરમાં સ્વાદિષ્ટ ફીસ્ટ બનતી અને સાંજે કોઈ મંદિર જવાનું થતું અને વળતા એક આનામાં મળતો ઢોસો ખાઈને ત્રણેય પાછા આવતા.દિવાળીમાં ધૂમ ફટાકડા તે ફોડી શકતો,ઉત્તરાયણમાં દિલથી ભરપૂર પતંગો ઉડાડી શકતો,હોળીમાં ખલ્લા દિલે રંગે રમી શકતો,નવરાત્રિમાં એ શરદ પૂર્ણિમાના દિવસે પણ  તે રાસ-ગરબી માં ભાગ લઇ શકતો.તહેવારો તે ભરપૂર માણતો.દશેરાના મેળામાં જવું કે મોહ્રર્ર્મ ના મેળામાં જવું તેને બહ ગમતું.તે  લાલ રંગની  ચટાપટાવાળી તલવાર અવશ્ય ખરીદતો.સાથે એક બુરખો પણ ખરીદતો.ખાવામાં તે રેવડી અને ગજ્જ્ક ખરીદતો.

તેને શહેરમાં આવતા નાટકો જોવા બહુ ગમતા અને મોકો મળે ત્યારે શાળામાં તે નાટકોમાં ભાગ લેતો.તેને  ક્રિકેટનો પણ શોખ હતો.તેની સારી ઓલ રાઉન્ડ રમત જોઈ તેને કેપ્ટન પણ બનાવેલો.લેખન-વકતૃત્વ પ્રતિસ્પર્દ્ધાઓમા તે હરહમેશ જીતતો.તે સ્કાઉટમાં પણ હતો અને એન.સી.સી.માં પણ હતો.એકંદરે તેનું નામ જાણીતું અને લોકપ્રિય હતું.મેટ્રિક ની પરીક્ષામાં તે પોતાની મહેનત અને પ્રીભાના કારણે સમસ્ત પ્રાંતમાં  સર્વપ્રથમ આવ્યો.તેને કોલેજમાં ભણવાની સ્કોલરશિપ પણ મળી અને ગોલ્ડ મેડલ પણ મળ્યો.

          તે કોલેજમાં દાખલ થયો.નાટકો ભજવતો એટલું જ નહિ,દિગ્દર્શિત પણ  કરતો.યુનિયનનો પ્રેસીડન્ટ પણ ચૂંટાયો.ગાંધી ચળવળમાં પણ તે સક્રિય હતો.ખાડીપહેરવી એટલું જ નહિ,રેંટીયો લઇ પૂણીઓ કાંતવી તે પણ તેને ગમતું.ગાંધીજી ઉપવાસ કરે ત્યારે તે પણ ઉપવાસ કરતો.ગાંધીવાદી સાહિત્ય તેના મુખપત્રો-હરિજનબંધુ ઇત્યાદિ વ્ન્ચવું તેને બહુ ગમતું.હડતાલો પાડવામાં તેપોતાની કોલેજથી જ પહેલ કરી બધી કોલેજોમાં હડતાળ પડાવતો.

તેનું શરીર કોણ જાણે કેમ સુકલકડિયું  અને પાતળું હતું.તેની બા વહેલી સવારે શક્પીઠ પહોંચી તાજા ઈંડા લાવી ઇન્દ્વાળું દૂધ પતિ કે કોઈ હિસાબે તે થોડો ભરાવદાર થાય.તેના પિતા કોડલીવર ઓઈલ લઇ આવી પાતા.પણ તેનો બંધો જ એવો હતો કે કેળા ખાય,ઈંડા ખાય કે કોડલીવર ઓઈલ પીએ કે ઓવલટીન પીએ ઘીગોળ લગાડી રોટલો ખાય,કે  માખણ ખાય કે બદામનો શીરો ખાય-બાંધો  તેનોએકવડિયોજ રહેતો.

એકના એક પુત્ર માટે માંગા તો એ જુના જમાનામાં કેટકેટલા આવવા લાગી ગયેલા.છેવટે માતા-પિતાની પસંદગી અને ક્ષિતિજ   સ્વીકૃતિથી  તેનું સગપણ સંધ્યા નામની સુંદર ભણતી કિશોરી સાથે નક્કી થઇ ગયું.લગ્ન માટે ક્ષિતીજનો આગ્રહ હતો કે તે એમ.એ.પાસ કર્યા બાદ જ લગ્ન કરશે.ત્યાં સુધી સંધ્યાને શહેર હરવા-ફરવા તે જતો,એકાદ દિવાળીમાં તેને પણ પોતાને શહેર તેડાવી.અને આમ છેવટે એમ.એ.નું એક વર્ષ પૂરું કર્યા પછી લગ્ન કરી જ લીધા.તે ઓલ ઇન્ડિયા રેડિયોમાં નાટકોમાં દર મહિને  ભાગ લેવા જતો તેના તેને દસ રૂપિયા મળતા તે જ તેની આવક હતી.સ્કોલરશીપના વીસ રૂપિયા મળતા તે વધારાની આવક.એમ.એ.પૂરું પણ કર્યું-ન કર્યું અને તેની પત્ની સંધ્યાએ શહેરનો રેકોડ તોડી નાખી ત્રેલ્ડીને જન્મ આપ્યો.બે પુત્રો અને એક પુત્રી.આનંદ આનંદ ઊભરાયો.એકના એક દીકરાને ત્યાં  પ્રભુએ  ત્રણ ગણું કરીને આપ્યું?

સીમિત આવકવાળા શિક્ષક  પિતા માટે તો ત્રણ બાળકોનો સારો ઉછેર કરવો એ કાંઈ સહેલી સરળ વાત ન હતી.ક્ષિતિજ એમ.એ.ના ચેલા વર્ષની પરીક્ષાની તય્યારીમાં ડૂબેલો રહેતો.પરંતુ તો ય તેણે ચાઈલ્ડ સ્પેશ્ય્લીસ્ટની સલાહ પ્રમાણે ઉપરનું એક વિશેષ પ્રકારનું મોંઘુ દૂધ સીમીલેકના ટીનોમાં લાવી આપવા માટેવહેલી સવારે અને મોડી સાંજે ટ્યુશનો કરવાનું શરુ કરી દીધું.એક સીમીલેકનો ડબ્બો ત્યારે છ રૂપિયાનો   આવતો અને તે પણ એક સાથે થોકબંધ લઇ લેવો પડતો કારણકે ત્રણ બાળકોને તે જ દૂધ આપવાનું રહેતું અને ધીરે ધીરે વધુ ને વધુ દેવું પડતું.એક બાજુ તે એમ.એ.માં સર્વપ્રથમ આવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી ગૌરવ અનુભવી રહ્યો હતો તો નિજી બાજુ સંઘર્ષ મોઢું ખોલી ઊભો હતો.ફરી બાળક ન થાય તે માટે તેણે ખર્ચ કરી તે પ્રકારનું પોતાનું ઓપરેશન કરાવી લીધું.બાળકોને તો હવે ગાયનું દૂધ માફક આવી જતા,સીમીલેકના ખર્ચથી બચી જવાયું.પણ દવા-દારૂ-ટોનિક વી.માટે ખર્ચ તો ચાલુ જ હતો.તરત નોકરી ખાલી ન હોવાથી તેણે સ્કુલ્તીચ્રનો જોબ સ્વીકારી પુષ્કળ ટ્યુશનો સાથે સંઘર્ષ શરુ કરી દીધો.પત્ની પણ એનિમિક થઇ ગઈ હોવાથી તેનો પણ જરૂરી ઈલાજ કરાવવો પડી રહ્યો હતો.ખર્ચ,ખર્ચ અને ખર્ચ જ દેખાયા કરતો.મોંઘવારી પણ વધતી જતી હતી.ત્રણેય બાળકોના નામ તો વિચારીને સુંદર સાહિત્યિક પડેલા-પ્રભાત,આકાશ અને ચાંદની.પણ આ ત્રણેય બાળકો ને સાચવતા,મોટા કરતા સાસુ-વહુને નેજે પાણી આવતા.ત્રણને નવડાવવા,જમાડવા,સાફ કરવા,કપડા પહેરાવવા,હાલરડાં ગાઈ ગાઈ સુવડાવવા ,તેઓ નસીબે સાથે સૂઈ ગયા હોય તો એટલી વારમાં રસોઈ-પાણીનું કામ કરી લેવાનું એ બધું સહેલુ  ન હતું.પિતા-પુત્રતો ત્યુશ્નોની દોડાડોદીમાજ ડૂબેલા રહેતા,બાળકોને રમાડવાનો સમય રાતે જ મળે.નસીબે બાળકો દિવસે વધુ સૂતા અને રાતે મોડા સૂતા એટલે રમાડવાનો લહાવો થોડોઘણો તો મળીજ જતો.એકધારો સંઘર્ષ  ચાલ્યાજ કરતો.છેવટે યુનીવર્સીટીની નોકરી મળી પણ પગાર કોઈ મોટો નહિ.મોંઘવારી ભત્તા સાથે કુલ બસ્સો  નેવું જ મળતા.પિતા-પુત્રની ટ્યુશન આવક જેમતેમ ખાડો પૂરો કરતી.

પ્રભાત,આકાશ અને ચાંદની એક સાથે પ્લેસ્કુલમાં  જવા લાગ્યા,પછી પહેલા ધોરણ થી મેટ્રિક સુધી તેમનો ભણવા-ગણવાનો,ચોપડીઓ અને નોટબૂ કોનો,ફીનો,યુનિફોર્મનો ખર્ચ બરડો તોડી નાખે એવો જબરો રહેતો.

ટ્યુશનો વધતા ગયા.દઈદો,સ્કુલ્બુકો વી.લખી લખી આવક તો ઊભી કરવી જ પડતી.કોઈ કોઈની આત્મકથાઓ લહી લખી,કોઈ કોઈના વિવિધ ભાષાઓમાં ભાષણો લખી લખી,તેમના રીહર્સલ કરવી કરાવી આવક વધારતા જવી પડતી.કોઈ કોઈની શાશ્તીપૂર્તીનું આયોજન કરી તેના મહેનતાણાથી કામની વધારવી પડતી.જૈન સાધુ-સાધવીજીઓને હિન્દી,અંગ્રેજી શીખવી યોગ્ય એવું વિદ્યા વિક્ર્યનું કામ પણ કરી લેવું પડતું હતું.ટૂરિસ્ટ તરીકે શહેર ફેરવવાનું કામ પણ રાજાના દિવસે કરી લેવું પડતું હતું.સંઘર્ષ દર રોજ,દર કલાક,દર ક્ષણ ,દર રાજમાં પણ કર્યાજ કરવો પડતો હતો.ત્રણેય બાળકો મેટ્રિક પાસ થઇ એકસાથે કોલેજમાં આવી ગયા.ખર્ચ બાર સાંધો ને તેર ફાટે તેમ વધતો ગયો.પરીક્ષાનું કામ,ટેબ્યુલેશનનું  કામ,ઇન્વીજીલેશનનું કામ, મળે તે કામ કરતા રહેતા રહી તે ખર્ચનો બોજો ઉપડ્યા જતો.સંઘર્ષ સતત,એકધારો,નિરંતર,લગાતાર ચાલ્યા જ કરતો.નસીબે જેમતેમ આટલા સંઘર્ષોની વચ્ચે  વિશેષ સંઘર્ષ કરી તેણે પી-એચ.ડી.કરી લીધું અને તેને પ્રોફેસરની પોસ્ટ મળી ગઈ.બાળકો તો ત્રણેય મેડીકલમાં પહોંચી ગયા.ખર્ચનો કોઈ પાર નહિ.અંદરથી ઉમંગ પણ વધે,ઉત્સાહ પણ વધે,ખુશી ન વધે કે એક પંતુજીનાં પૌત્રો-પૌત્રી ડોક્ટર થઇ જશે.ગમે તેટલી તકલીફ આવી તેને પી.એફ.માંથી લોન લઇ,એલ.આઈ.સીમાથી લોન લઇ.કોપરેટીવ સોસય્તીમાથી લોન લઇ,ત્યાં સુધી કે નિઝામ  ટ્રસ્ટ ફંડમાંથી લોન લઇ બાળકોને ડોક્ટર તો બનાવ્યાજ..તેઓએ પોતાની સાથે જ ભણતા સાથીઓ સાથે પ્રેમલગ્ન પણ કરી લીધા.આમ ઘરમાં છ છ ડોકટરો તય્યાર થઇ ગયા.હવે તેને ત્રેવીસ વર્ષની ઉમર થી લઇ અત્યાર સુધી કરેલો સંઘર્ષ સંઘર્ષ ન લાગ્યો-ઉત્કર્ષ લાગ્યો,ઉન્નતિ લાગી ,પ્રગતિ લાગી,આગેકૂચ લાગી.દાદા-દાદીના આનંદનો પાર ન રહ્યો.માતાના હર્ષની કોઈ સીમા ન રહી અને પિતા ક્ષિતિજ તો ક્ષિતિજની પારના  અદ્ભુત,અનન્ય,અનુપમ,અભૂતપૂર્વ,અસીમ,અદ્વિતીય   હર્ષાતિરેકમાં ગરકાવ થઇ જઈ “ધન્યો ગૃહસ્થાશ્રમ:”નો પરમાનંદ  અનુભવવા લાગ્યો.સંઘર્ષનું સુખદ પરિણામ જોઈ તે આનંદોલ્લાસમાં ડૂબી ગયો.

                                                      સમાપ્ત

(સંઘર્ષ વાર્તા પીડીએફમાં મેળવવા અહી ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: