સ્નેહલગ્ન

માનવામાં ન આવે કે ભારતમાં પણ આવું થાય.સહુ શિક્ષિકાઓ-શિક્ષકો આપસમાં ગુસ- પુસ કરતા હતા. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ તો બિચારા ભોળા.  ન કાંઈ જાણે કે ન કાંઈ સમજે.પ્રિન્સિપાલ બહુ જ કડક સ્વભાવના.તેમને કોણ કહે?નવમાં ધોરણમાં ભણતા સૌરભ પટેલ અને નેહા સંઘવીના પ્રેમનું પરિણામ ચાડી ખાઈ રહ્યું હતું.ક્યારે,કેવી રીતે કયા સંજોગોમાં અને કેમ કરીને એ બધું થયું તેની વિગતો તો પ્રેમીઓ જ જાણે.પણ હકીકત એ હતી કે નેહા સંઘવી સગર્ભા થઇ ગઈ હતી જેની ચાડી તેનું પેટ ખાઈ રહ્યું હતું.

નેહાના માતા-પિતા અતિ ધાર્મિક,કલાકો સુધી જૈન મન્દિરમાં બેસી સહ્વિજિઓના સત્સંગ પ્રવચનો સાંભળે,ઘરે રોજ સવારે ભક્તામર સ્તોત્ર વાંચે,પ્રતિક્રમણ કરે,ધાર્મિક સંઘોમાં જોડાય,એકાસણા કરે,દર વર્ષે અઠાઈ કરે,સતીજીઓને-સાધુઓને નિયમિત વહોરાવે.સૂર્યાસ્ત પહેલા જમી લે.પુત્રીને પણ એવી જ આદતોમાં મોટી કરેલી.પુત્રી પણ અતિ સંસ્કારી.પરનું શું ય થયું કે તે સાથે ભણતા સૌરભ સાથે ન સમજાય એવા ઘનિષ્ટ પ્રેમમાં પડી ગઈ.સૌરભ વાંકડિયા વાળવાળો, દેખાવડો,સુંદર,પ્રભાવશાળી અને તેજસ્વી કિશોર હતો.કે;જી.થી લઇ અત્યાર સુધી સાથે જ સાથે ભણતા ભણતા ,રમતા-રમતા બેઉ  જાન્ય-સમજ્યા વીણા પ્રેમમાં પડી ગયા હતા.બેઉના શરીર ભિન્ન હતા;પણ મન તો એક જ.

એકાદ પિકનિકમાં ગયેલા ત્યાં કદાચ ભાવાવેશમાં એકાંત ક્ષણોમાં તેઓ લાક્સ્મન્રેખા ઓળંગી ગયા હશે અને તેનું જ પરિણામ હવે તેમને ઉઘાડા પડી રહ્યું હતું.નેહાના માતા-પિતાને તો કલ્પનામાં પણ પોતાની પુત્રી આવું કરી બેસે અને સગર્ભા બને તે માનવમાં જ આવી શકે તેમ ન હતું.નવમી ક્લાસમાં ભણતી સંસ્કારી જૈન પુત્રી આવું કરી બેસે?પણ શિક્ષકો- શિક્ષિકાઓથી   વાત ફેલાતી-ફેલાતી છેવટે પ્રિન્સીપાલ સુધી તો પહોંચીને જ રહી.તેણે તાબડતોબ નેહાના માતા-પિતાને બોલાવી તેમને વાકેફ કર્યા.તેઓ તો અવાક થઇ ગયા,ગભરાઈ ગયા,મૂંઝાઈ ગયા.તેમનો ધર્મ ગર્ભપાતને  તો મહાપાપ માને.

સૌરભના પિતાને બોલાવી જાણ કરી તો તેઓ તો નફટાઈથી બોલ્યા”અમારો દીકરો તો લાખોમાં એક છે.તેના તો અમે અમારી જ્ઞાતિમાં ઝટ પરણાવી દેવાની પ્રથા હોવાથી સગાઇ પણ મેટ્રિક પાસ થતાંજ કરી લગ્ન કરી તેણે અમારા લાતીનાં -લાકડાના વેપારમાં બેસાડી દેવાના છીએ.આ તો પીળાચાંદલાવાળી છોકરીએ તેને બદનામ કરવા માટે કોઈનું પાપ તેમના પુત્ર પર લગાડી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.”અમે તો સામો કેસ કરીશું.” પરંતુ સૌરભે પોતાની જવાબદારી સોએ સો ટકા સ્વીકારી લીધી અને માતા-પિતાને કહ્યું;”અમારા લગ્ન કરી ડો.અને નહિ તો અમે આમેય નાના છીએ તોય પરણી જ જઈશું.બાળક અમારું-જવાબદારી અમારી.નેહાના માતા પિતા તો કાંઈ સમજી જ શકતા ન હતા.તેમનો પણ બહુ જબરો વિરોધ હતો કે તેમની પુત્રી એક પટેલ છોકરાને પરણે.સૌરભના માતાપિતા તો બૂમાબૂમ કરવા લાગ્યા:’અમને સો-દોઢસો તોલા સોનું આપનારી છોકરી છોડીને આ ભૂખડીબારસ જૈન છોકરડી સાથે અમારો એકનો એક દીકરો પરણાવી દેવાનો?ન ભૂતો ન ભવિષ્યતિ.”

પરંતુ સૌરભે નેહા સાથે આર્યસમાજી પદ્ધતિથી લગ્ન કરી લઇ પોતાની આવડતના આધારે ક્યાંક નોકરી શોધી કાઢી ભાડાનું ઘર લઇ લીધું.નેહાએ ઘરમાં માની બહુ મદદ કરેલી ઘરકામમાં, એટલે તેને ઘર ચલાવતા આવડી ગયું.સૌરભની નોકરી ટ્રાન્સપોર્ટ  કમ્પનીમાં હતી.તેના પિતાની લાતી-લાકડાની દુકાનમાં આવતી જતી  ટ્રકો વાળા સાથે તે  રોજ સાંજે કે રજાઓમાં બહુ જ કુનેહથી,હોંશિયારીથી વાતચીત કરી લેતો એટલે એક ટ્રક માલિકને ત્યાં તેને નોકરી શોધી લેવામાં કોઈ તકલીફ ન પડી.તે મહેનતુ હતો,મીઠાબોલો હતો અને હિસાબકિતાબમાં વહેવારમાં ચોખો હતો એટલે માલિકે તેને જોતજોતામાં પગાર પણ સારો વધારી દીધો.તેના જોડાયા પછી માલિકની કમાણી કુદકે ને ભુસ્કે વધતી જતી હતી.નેહાએ  પણ એક ઘરની પાસેની જ પ્લેસ્કુલમાં  પારસી પ્રિન્સીપાલની ભલમનસાઈથી સવારના આઠથી બપોરના બાર વાગ્યા સુધિની નોકરી શોધી લીધી હતી.તેના કામથી તેની પ્રિન્સિપાલ બહુ જ ખુશ હતી.તે જોડાયા પછી નાનકા ભૂલકાઓ વધારે આવવા લાગવાથી તેણે તેનો પગાર વધારી દીધો.સ્નેહલગ્ન કરનારને સદભાગ્યે અને ઈશ્વરની કૃપાથી ઘર ચલાવવામાં કોઈ કરતા કોઈ વાંધો ન આવ્યો.

સવારે વહેલા ઊઠી નાહીધોઈ પરવારી ચા-નાસ્તો કરી બેઉ પોતપોતાને કામે ઘરની પાસેના જ મન્દિરમાં પગે લાગી નીકળી પડતા.બપોરે એક વાગ્યે સૌરભ જમવા આવે ત્યારે તો બાર વાગ્યે પછી ફરેલી નેહા રસોઈપાણી તય્યાર કરી તેણે ગરમ ગરમ જમાડી શકતી.રાતે તે થોડો મોડો આવતો;પણ નેહા તેની રાહ જોઈ તેણે ભાવતી સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવતી.રજાના દિવસે તો લહેરથી બાગ-બગીચે ફરવા ,કે સિનેમા જોવા કે હોટલમાં જમવા પણ જતા.

પૂરા દિવસે નેહાએ પુત્રરત્નને જન્મ આપ્યો.સારા મેટરનિટિ નર્સિંગ હોમમાં ડીલીવરી પણ કરાવી શક્યા.ટ્રાન્સપોર્ટ કમ્પનીના માલિકે ખુશ થઇ તેણે દિવાળીનું એક મહિનાનું બોનસ જે આપેલું તે કામમાં આવી ગયું.તેણે ત્યાં પુત્ર જન્મ્યો તેની ખુશાલીમાં ફરી પગાર વધારી દીધો.નેહા એક-બે મહિના પછી પોતાના પુત્રને સાથે લઇ તેની પારસણ પ્રિન્સીપાલની પ્લે-સ્કુલમાં જતી થઇ ગઈ.નેહાને ત્યાં પુત્રી જન્મી તે સમાચાર મળતાજ તેના જીદ્દી માબાપ પોતાની જીદ છોડી તેણે પ્રેમથી રમાડવા આવી ગયેલા.પટેલ માતા-પિતા પણ પોતાની હઠ છોડી પૌત્રને જોવા-રમાડવા આવી જ ગયેલા. તેમણે પુત્ર-પુત્રવધુને પોતાને ઘેર લઇ જવાની તત્પરતા દર્શાવી,આગ્રહ પણ કર્યો.પરંતુ સ્વાભિમાની સૌરભ-નેહા એમ જ અલગ જ રહ્યા.ટ્રાન્સપોર્ટ માલિક સૌરભની પ્રમાણિકતા,નિષ્ઠા,નિયમિતતા, ખાનદાની વી. જોઈ તેને પાર્ટનર બનાવી બેઠો.પારસી પ્રિન્સિપાલે પણ એક વધુ બ્રાંચ ખોલી નેહાને પાર્ટનર બનાવી દીધી.બેઉ સુખી થતા ગયા.નાનકડી અણસમજુ ઉમરમાં સ્નેહ કરી ભૂલ કરી બેસનારા આ બેઉ પ્રેમીઓનું સ્નેહલગ્ન અનાયાસે,સારા સંજોગે,સદભાગ્યે અને પ્રભુકૃપાથી સફળ અને સફળ થતું ગયું.તેમણે પોતાના ભૂલના ફૂલનું નામ પણ સરસ પાડ્યું ‘સ્નેહલ’.આગળ જતા તો તેમણે નાનકડો બંગલો પણ બાંધ્યો જેનું નામ ‘સ્નેહલ નિવાસ ‘પાડ્યું. બન્નેના માતા-પિતાએ હોંશે હોંશે ગૃહપ્રવેશ પ્રસંગે આવી પધારી,આશીર્વાદ આપી લગ્નમાં દેવી જીતી હતી તેવી મહામૂલી ભેટો આપી પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું.સ્નેહના જન્મે નેહા-સૌરભના સ્નેહને સો ગણો-અનેક ગણો વધારી દીધો તેમાં કોઈને સંદેહ ન રહ્યો.તેમનું સ્નેહલગ્ન એક ચમત્કારપૂર્ણ સત્ય કથા જ સાબિત

(સમાપ્ત)

(સ્નેહ લગ્ન વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

                            

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: