કૃષિ બેંક

એકાએક નવી ‘કૃષિ બેંક’ની શહેરમાં,મુખ્ય બજારોમાં,ધ્યાન  ખેંચે એવા ચાર-રસ્તાઓ પર મોટા મોટા હોર્ડીંગો પર એવી તો રંગીન,આકર્ષક.લલચાવે એવી જાહેરખબરો દેખાવા-ચમકવા માંડી.”’કૃષિ પ્રધાન’દેશની સર્વ પ્રથમ કૃષિ બેંક કિસાનોના લાભાર્થે,વેપારીઓના લાભાર્થે,સર્વ કોઈના લાભાર્થે નવી જ યોજનાઓ સાથે,આકર્ષક વ્યાજદરો સાથે નવરાત્રીના બીજે  નોરતે,આશો શુદ બીજના શુભ દિવસે ખુલી રહી છે.સહુને તેના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર  નિમન્ત્ર્ણ છે.”બેંક નું લોકેશન ભર બજારમાં મોટા પ્રાંગણ સાથે  આંધળાનું પણ ધાન ખેંચે એવા સ્થળે હતું.મોટા-મોટા વેપારીઓ જે ખેડૂતો માટેના સાધનો વેચનાર હતા તે તો ગયા જ;પણ બીજા વેપારીઓ,નિવૃત્ત સરકારી અધિકારીઓ વી.સહુ જ મોટી સંખ્યામાં પહોંચી ગયા.સસ્મિત વદને સુંદર યુવતી-ઓફિસરો તેમનું ફ્રૂટી અને નાસ્તાની સ્વાદિષ્ટ પ્લેટો સાથે સ્વાગત કરી રહી હતી.બેન્કની અંદર ચારે તરફ આકર્ષક વ્યાજ દરોની જાહેરાતો ભલભલાને લલચાવે તેવી હતી.બધા પ્રકારના ખાતાઓ માટે એક ટકો અતિરિક્ત વ્યાજ,સવારના આઠથી લઇ રાતના આઠ સુધિની સર્વ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ અને વયોવૃદ્ધ નિવૃત્ત માટે એક તકો હજી વધારે વ્યાજની વિશેષ વ્યવસ્થા.દરેક ખાતેદારને રાતના આઠ વાગ્યા સુધી પોતાના દિવસ ભરના વેચાણના રૂપિયા જમા કરાવવાની સગવડ વાસ્તવમાં સહુથી મોટું આકર્ષણ હતું.ડોકટરો માટે પણ આ વ્યવસ્થા ઉત્તમોત્તમ હતી.લાંબા સમયની થાપણો માટે તો બે ટકા વધારે વ્ય્યાજની સ્કીમો  હતી.તે દિવસથી જ બેંક ધમધોકાર ચાલવા મંડી પડી.લાખોની થાપણો મૂકાવા લાગી ગઈ  અને રોજ બરોજની લેણ-દેન નો તો કોઈ કલ્પી ન શકે તેવો અને તેટલો વ્યાપ ચાલી પડ્યો.મોટા ભાગના ડોકટરો રાતના આઠ વાગ્યા સુધિની આવકો જમા કરાવી દેવા લાગ્યા,તે જ પ્રમાણે વકીલો,વેપારીઓ,શરાફો-બ્રોકરો,પાનના ગલ્લાવાળાઓ,હોટલોના માલિકો બધા જ આ કૃષિ બેંકને મોટું વરદાન  માની બેઠા.રૂપિયા કાઢવા હોય તો નહી જેટલા સમયમાં નવી નવી કડક નોટો ફટાફટ મશિનમાં ગણેલી સુંદર પરબીડિયામાં ગ્રાહકોના હાથમાં સાભાર મૂકવામાં આવતી.
પછી તો મેનેજર અને મુખ્ય સ્ટાફ બજારમાં ફરી ફરી સહુનો વિશ્વાસ જીતતા ખાનગી રીતે સમજાવતા કે ઉપરની કાળી આવક પણ કોઈ દિવસ ક્યારેય પૂછાશે નહી.બેધડક બેન્કમાં જમા કરાવી શકો.આ તો ભાવતું હતું અને વૈદે કહ્યું તેમ વેપારીઓને જોઈતું હતું અને એવી સગવડ થઇ ગઈ.વેપારી આલમમાં તો ખુશાલીનો માહોલ જામી ગયો.
 એવામાં એકાએક એક અનુભવી વયોવૃદ્ધ નિવૃત્ત પ્રોફેસરને મનોમન ઇન્ત્યુશ્ન જેવું થયું કે આવડી મોટો મોટી જાહેરખબરો છપાવી અને ઘરે ઘરે ફરી ડીપોઝીટ વધારવાનો કેસરિયો પ્રયાસ કરી રહેલી આ નેંક ગમે ત્યારે તૂટી શકે.તેમને પોતાના પુત્રના મિત્રને ફોન કરી પોતાની સંભવિત શંકા જણાવી.તે ભાઈ વિચારમાં પડી ગયા અને ઉઘડતી બેન્કે પહોંચી મેનેજરની શાનદાર કેબિનમાં મેનેજરની સામે બેસી તેમને પૂછવા લાગ્યા:’ આપની બેંક એવી તે કેવી રીતે પોતાની આવકો બીજે રોકે છે કે આટલું બધું વધતું વ્યાજ આપી શકે છે?આ તો જરા જાણવા માટે જ પૂછું છું.”
મેનેજરે ત્યાં જ બનતી સ્પેશ્યલ મસાલાવાળી,અદરખવાળી,ઈલાયચી વાળી સ્વાદિષ્ટ-સુગંધી ચા પતા પતા કહ્યું:’અમે બિલ્ડરોને,મોલવાળાઓને,એક્સ્પોર્ટર વેપારીઓને ચઢીયાતા વ્યાજે ધીરીએ એટલે અમે તો કમાઈએ જ અને તેનો લાભ કિસાનોને,વેપારીઓને,નિવૃત્ત વૃદ્ધોને,વિધવા બહેનોને આપીએ.અમને પણ લાભ,તમને પણ લાભ અને અમારી પાસેથી ભારે વ્યાજે લેનારને પણ મન મૂકીને વેપાર કરવાથી ધૂમ થતી કમાણીથી લાભ જ લાભ.બોલો,રૂપિયા મૂકવા છે કે કાઢવા છે?અહી કેબીનમાં બેઠે બેઠે તમારું કામ પળ ભરમાં થઇ જશે.”
નક્કી કરીને ગયેલ એ ભાઈ વાતોથી ન તો પલળ્યા કે ન તો જરાય ડગ્યા.બોલ્યા:”મારે એંસી-નેવું હજાર રૂપિયા કાઢવા છે.ચેક લાલ્હી દઉં.”
“પૂરા લાખ જ કાઢોને?૧થી ૧૦૦ની હજાર હજારની નોટોની નવી નક્કોર થોકડી જ આપી દઈએ.”મેનેજર બોલ્યા.તેમણે એક યુવતી-ઓફિસરને  બોલાવી ને એક લાખ રૂપિયાનો તે ભાઈનોલખેલ ચેક તેને આપી નહી
જેટલી વારમાં તેમણે નવી કડકડતી નોટોની એક લાખની થોકડી સસ્મિત વદને ઊભા થઇ તેમના હાથમાં પકડાવી દીધી.પેલા ભાઈ તો ખુશ ખુશ થઇ ગયા.તેમણે ધાર્યું હતું કે કૈંક બહાનું કાઢી બે-ત્રણ કલાક પછી આવવાનું કહેશે. પણ આ તો તાબડતોડ મળ્યા એટલે રાજી ના રેડ થઇ ઘેર પહોંચી સાચવીને મૂકી દુકાને ગયા.જે મળ્યા તેને,બીજાઓને તો કેટલાયને ફોન કરી કરી જાણ કરી કે આ બેંક જેવી કોઈ બેંક નાહી.વળગતું વ્યાજ આપે અને સર્વિસ એવી કે પળ ભરમાં તો લાખ રૂપિયાની નવી નવી નોટોની થોકડી હાથમાં પકડાવી દીધી.ગભરાવા જેવું તો જરાય ના કહેવાય.હું તો રાતે પાછો એ કાઢેલા રૂપિયામાં બીજા ત્રણ-ચાર લાખ ઉમેરીને મૂકી દેવાનો છું.મારા પાંચેય ભાઈઓને પણ ઘરમાં જોખમ ન રાખતા ત્યાં   આવi સારી  બેન્કમાં   મૂકી પૂરી  ધરપતથી સૂઈ જવાનુ. એક ડોક્ટર મિત્રને પણ કહી નાખ્યું કે જેટલું પણ જોખમ કલીનીકમાં કે ઘરમાં હોય તે બેન્કમાં મોકાવ્ડાવી જ દેજે.પોતે રાતે  ઘેર પહોંચી દબાવીને ખાઈ-પી લાંબી ઊંઘમાં -પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં પહોંચી ગયા.
પરંતુ, બીજે દિવસે આંખ ઊઘડતા જ છાપું વાંચવાની આદત હોવાથી જ્યાં છાપું ખોલ્યું તો પહેલે જ પાને આંખે વળગે એવા મોટા અક્ષરે કૃષિ બેન્કના ચેરમેનો રાતો રાત પરદેશ ભેગા  થઇ ગયા અને મેનેજર-સ્ટાફ બધાજ ક્યાંક ક્યાંક ભાગી ગયા એવા સમાચાર હતા.કરોડોની ગરબડ કરી બેંક ને રખડતી રઝળતી મૂકી દઈ બધાજ અધિકારીઓ સગેવગે થઇ ગયા.વેપારીઓ પોલસ ફરિયાદ કરવા ગયા તો ત્યાંથી જાણવા મળ્યું કે કાયદેસર પોતાની થાપણની વિગતો સાથે ફરિયાદ કરવી પડે કારણકે બેન્કની અને ગ્રાહકોની સઘળી વિગતો ઇન્કમ ટેક્સ વિભાગને પણ જણાવવી પડે.વેપારીઓ આઘાપાછા થવા લાગ્યા કારણકે સહુના બેહિસાબી રૂપિયા પણ લીલા ભેગું સુક્કું પણ બળે  એવો ન્યાય થઇ રહ્યો હતો.મનમાં ડરી ગયા,ગભરાઈ ગયા.ચોફાલ્માં મોઢું છુપાવી રડવાનો સમય આવ્યો-સહુ કોઈ માટે,વેપારીઓ,નિવૃત્તો,વિધવાઓ અને ડોકટરો -બધા જ માટે.કૃષિ બેન્કે એક રાતમાં થાપણકારોને હકીકતમાં ક્રશ જ કરી નાખ્યા એમ કહીએ તો ય ખોટું નાહી.અનેક સહકારી બેંકો તો તૂટે જ છે;પણ આ તો ખોટી બનાવટી -‘કૃષિ બેંક’ તૂટી.એ ચેરમેનો અગાઉ બેંગ્લોરમાં ચિટફન્ડમાં કરોડોની ઘાલમેલ કરી અહી તેનાથી પણ મોટાપાયે ગોટાળા કરવામાં સફળ રહ્યા.
 સમાપ્ત
(‘કૃષિ બેન્ક’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે.)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: