ફાધર્સ ડે પિકનિક…

છ છ ભાઈઓ અને છ ભાઈઓના એકના એક બહેન-બનેવી ફાધર’સ ડે ની રજામાં શહેરથી ઠીક ઠીક દૂર એવા સુંદર,રળિયામણા પિકનિક સ્થળે મોજ મઝા અને ગમત કરવા બાળકો સાથે સવારથી પોતપોતાની કારમાં  નીકળી પડ્યા.રમવા માટે ભારતીય ક્રિકેટ રમી શકાય તેવા બેટ,વિકેટ અને બોલ પણ સાથે લીધા.સાથે થોડા અંગત મિત્રો પણ સહપરિવાર હતા.સહુએ  દિવસભર  કૈંક ને કૈંક  કટકબટક ખાવાપીવાની પુષ્કળ સામગ્રી પણ  લીધી હતી. મોટા તરબૂચ,ખરબૂચ,દ્રાક્ષ,સુક્કો મેવો વી.પણ સાથે લીધેલા.કોઈ કેટરિંગ કરનાર બહેન પાસેથી થેપલા,બટેટાની સુક્કી ભાજી,શ્રીખંડ,કચરી,ચટણી વી.પણ હોવાથી સાંજ સુધીની નિરાંત હતી.મોટા થરમોસોમાં ચા-કોફી પણ લીધા હતા.

મોડી સાંજે વળતા બહાર જ ક્યાંક ટાકો કે એવું કૈંક ખાઈ લેવાનું વિચારી રાખેલું.પોતાના ઘેર જતા-પહોંચતા પહેલા પિતાશ્રીને નર્સિંગ હોમમાં હેપી  ફાધર’સ ડે વિશ કરીને છુટ્ટા પડવાનો પ્લાન પણ પહેલેથી જ બની ગયો હતો. તેમના પિતા રામચન્દ્રજીનો સંયોગથી આજની તારીખે બર્થડે પણ હોવાથી તેઓ તો સવારથી પુત્રો-પુત્રવધુઓ ,પુત્રી,જમાઈ અને સહુના બાળકોને જોવા-મળવા અને આશીર્વાદ આપવા પ્રેમાતુર અને તલપાપડ થઇ રાહ જોઈ રહ્યા હતા.તેમને તો કલ્પના પણ શેની આવે કે વયોવૃદ્ધ પિતાશ્રીને તેમના જન્મદિવસે અને સાથે જ આવતા ફાધર’સ ડેના  દિવસે તેમનો સમસ્ત પરિવાર પોતાનો જન્મદિવસ ઉજવવાને બદલે પિકનિક ઉજવવા દોડી ગયો હશે.તેઓ તો તેમની રાહ જોતા વિચારે ચડી ગયા.

પોતે પ્રેમાળ પત્ની કેન્સરની બિમારીમાં ગુજરી જતા કેવા અને કેટલા એકલા અને અટૂલા થઇ ગયા તેનો વિચાર પણ આવતા તેમની આંખોમાં અશ્રુ ઉભરાવા લાગ્યા.પત્ની પોતાનું તો  ઠીક,પુત્રોનું અને  તેમના પરિવારોનું પણ કેટલું બધું ધ્યાન રાખતી હતી?સવારના ગરમાગરમ ચા-કોફી-નાસ્તા વી.ની,સાથે લઇ જવા માટેના લંચની અને રાતે ગરમાગરમ ઉતરતી રોટલી- શાક દાળ-ભાત,ચટણી,કચુમ્બર,રાયતા વી.ની  તેની ઝડપી તય્યારી તો તેને સાક્ષાત અન્નપૂર્ણા જ સાબિત કરે તેવી રહેતી.અને તે પણ પ્રસન્નવદન અન્નપૂર્ણાની જેમ.સંઘર્ષના મુંબઈના દોડધામના દહાડાઓમાંય  તે પોતે તો દિવસોના દિવસો અને ક્યારેક તો કેટલીયે રાતો ટી.ટી.ઈ.તરીકેની ફરજ બજાવતા છુક છુક ગાડીમાં જ ફરતા-રખડતા રહેતા ત્યારેય પૂરી જવાબદારી સાથે બાળકોનું વ્યવસ્થિત પાલણ -પોષણ કરતી રહેતી પત્ની સવિતાની તેમને વિશેષ યાદ આવવા લાગી.પોતાના જન્મદિવસે તો તે સવારથી ઉત્સાહભેર ચણાની દાળનું પૂરણ  તય્યાર કરી સહુને ગરમાગરમ પૂરણપોળી,આલૂવડા,રાજસ્થાની કઢી,ઘી-લવિંગ મ્હેકાવેલ નરમ-ગરમ ભાત,પાપડવી.નું સ્વાદિષ્ટ ભોજન પ્રેપૂર્વક કરાવતી તેની યાદ આવતા તો તેમના મોંમાં નર્સિંગ- હોમના સુક્કા ટોસ્ટ ગળે અટકી જવા લાગ્યા.મનોમન વિચારતા હતા કે સમસ્ત પરિવાર કૈંક સ્પેશ્યલ ભાવતી વાનગી લઈને આવશે.પણ બપોર થવા આવી તો ય કોઈ ફરક્યું નહી.વિચાર્યું કે કદાચ પોતા માટે કોઈ ખાસ મનગમતી સ્પેશ્યલ ગિફટ અને કેક લેવા ગયા હશે તેમાં મોડુ થઇ ગયું હશે.

પોતાના લાઈન પરથી મોડા મોડા ઘરે આવતાજ પત્ની સીતા કેવી ઊંઘમાંથી ઝબકીને ગરમ ગરમ પીળી તીખી પૂરી-ચા બનાવી દેતી અને ફ્રીજમાં મૂકેલો મોહનથાળ કે મગજનો લાડુ આગ્રહપૂર્વક પ્રેમથી ખવડાવીને જ રહેતી.પત્ની ગઈ અને જાણે કે તેમની જીન્દગી જ પતિ ગઈ હોય તેમ તેમને લાગ્યું.પત્નીના અવસાન બાદ તેમની કાર્યશક્તિ ઘટવા લાગી,ઓળખવાની શક્તિનો હ્રાસ થવા લાગ્યો,  અને  સ્મરણશક્તિ પણ ઘટવા લાગી તેમજ તેઓ ભયંકર ડીપ્રેશનના પણ ભોગ બની સુમસામ બેસીજ રહેવા લાગ્યા અને મન ફાવે ત્યારે જે દેખાય તે ખાય એટલે પરિવારના સહુ કોઈ સદસ્યો  એકઠા થઇ સર્વાનુમતે અને હઠાગ્રહ સાથે   એકમતે તેમને નર્સિંગ હોમમાં મૂકી દેવાના નિર્ણય પર આવી ગયા.જોબ છોડી તેમનું ધ્યાન રાખવા ઘરે કોણ રહે?પોતાના નાનકડા ઘરમાં છ છ પુત્રોને અને એકની એક લાડકી પુત્રીને સહજ રીતે પ્રેમથી મોટા કરેલ તે જ બાળકો પિતાને નર્સિંગ હોમમાં મૂકી આવ્યા તે તેમને અંદર ને અંદર બહુ જ કઠયું.પણ કહેવાય  નહી,સહેવાય નહી,રહેવાય નહી તેવી સ્થિતિમાં પહોંચી ગયેલા રામચન્દ્રજી પ્રેમાળ સેવાભાવી પત્ની ને યાદ કરી કરી જીવનનો આ છેલ્લો દાયકો પરાણે ગુજારી રહ્યા હતા.નર્સિંગ હોમ આવ્યા પછીનો આ પહેલો જન્મદિવસ અને ફાધર’સ ડે આવતા તેમની સુષુપ્ત વાસનાઓ જાગવા લાગી,મૃત્યુની પહેલા બુઝ્તો દીપક જેમ વિશેષ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય તેમ   જ  તેમની સ્મૃતિઓ એક સાથે સળવળવા માંડી.પોતાની ગ્રેચ્યુઇટી,પ્રોવિડંટ ફંડ બધું હોમી -ત્યાં સુધી કે પોતાનું બાપદાદાનું નાનકડું મકાન પણ વેચી દઈ પોતે પત્ની સાથે ગામડે ચાલ્યા ગયા અને બધા જ બાળકોને આગળ ભણવા માટે અમેરિકા મોકલ્યા.પુત્રી સુદ્ધાને હિમતભેર ભાઈઓની દેખરેખમાં મોકલાવી દીધી જેથી તેને ઓછું ન આવે કે દીકરા-દીકરી વચ્ચે ભેદ કરે છે.ત્યાં પહોંચી સહુ ભણ્યા  અને જોબ શોધી સુખી થતા ગયા.પોતપોતાની ઈચ્છા પ્રમાણે પરણવા પણ લાગ્યા.

માતા-પિતાને ગામડાનું ઘર પણ વેચાવડાવી  તેમને અમેરિકા પોતાની પત્નીઓની સુવાવડો માટે કાયમ માટે બોલાવી લીધા.જેટલા દીકરા એટલા વાર અને ચલક ચલાણું પેલે ઘેર ભાણું ની જેમ સહુને ઘેર ફરતા-ભમતા રહ્યા.”પરાધીન સપનેહુ સુખ નાહી”તે મહાકવિ તુલસીદાસના મહાવાક્ય નો સતત અનુભવ કરતા કરતા ય એકબીજાના સાચા પ્રેમના સહારે સુખેથી,શાંતિથી,આનંદથી એકબીજાની હૂંફમાં જવ્યે ગયા.પરંતુ જયારે સીતાદેવી કેન્સરના ભોગ બન્યા ત્યારે પતિ  રામચન્દ્રજી ભાંગી પડ્યા.બનતી સેવાચાકરી કરી;પણ ગેલપીંગ  બ્લડ કેન્સરની વેદનાનો અંત તો જીવનના અંતથી જ આવી આવી શક્યો.હવે પતિને પત્નીના કાયમી વિયોગની વેદના
સહન કરી કરીને જ અકારું થતું જીવન પરાણે  વેંઢાંરવાનું રહ્યું.પરિણામે ડીપ્રેશન આવ્યું,સ્મૃતિભ્રંશ  થવા લાગ્યો અને ઓળખવાની ભાનસાન જવા લાગી.

આજે કોણ જાણે કેમ અને કેવી રીતે તેમને પત્ની સીતાદેવીની સતત યાદ આવવા લાગી ગઈ હતી.વહેલી સવારની ઉડી જઈ રહેલી ઊંઘમાં તેમણે સીતાદેવીને “હેપી બર્થડે”કહી પૂરણપોળી જમાડતા જયા અને તેમને પોતાના  જન્મદિવસની યાદ તીવ્રતમ થઇ ગઈ. પુત્રો,પુત્રવધુઓ,પુત્રી-જમાઈ,બાળકોની તેઓ રાહ જોવા લાગ્યા.સવાર ગઈ,બપોર થઇ.બપોર ગઈ અને સાંજ થઇ.સાંજ ગઈ અને રાત શરુ થઇ.નિરાશ,ઉદ્વિગ્ન,દુખી દુખી થતું મન ઊંડું ને ઊંડું ઉતરતું ગયું અને તેમ્ને સીતાદેવી સામે તેમને   ઉમળકાભેર ભેટવા,સાથે તેડી લઇ જવા આવ્યા હોય તેમ સાક્ષાત દેખાવા લાગ્યા.તેઓ તેમને ભેટ્યા અને ખુશી ખુશી તેમની સાથે “ચાલો આવું જ છું.હવે,આ એકલતા,આ નર્સિંગ હોમનાં જીવનથી ત્રાસી ગયો છું”કહી”આવું છું આવું છું” કહી કાયમની લાંબી યાત્રાએ નીકળી પડ્યા.આંખો ખુશીથી બંધ થઇ ગઈ.કોઈ તો હેપી બર્થડે કહી -અને તે ય સાચી જીવનસંગિની પોતે સાક્ષાત આવીને કહી ગઈ તે આનંદ મનમાં ઉભરતો અનુભવતા અનુભવતા કોઈકરતાકોઈ “હેપી બર્થડે” કે “હેપી ફાધર’સ ડે”કહેવા ન આવ્યું તેનો રંજ માત્ર અફસોસ કે દુખ વિચારમાં પણ લાવ્યા વિના શાંતિથી મૃત્યુને-હકીકતમાં જીવનને -જીવનસંગિનીને આનંદથી પ્રેમપૂર્વક ભેટી મહા પ્રસ્થાન કર્યું.

અને બરાબર તે જ સુખદ કહો તો સુખદ અને દુખદ કહો તો દુખદ એવી પળે લીલી વાડી જેવું પરિવારનું ધાડું ”હેપી બર્થડે” -“હેપી ફાધર’સ ડે”  કહેતું રામચન્દ્રજીના કક્ષમાં પ્રવેશ્યું,જવાબમાં બંધ આંખોથી કે,ખુલ્લા રહી ગયેલા હોઠોથી કે નિશ્ચેતન બની ગયેલા હાથોના ઇશારાથી પણ કોઈ કરતા કોઈને “થેંક યુ માય ડીયર ચિલ્ડ્રન”સાંભળવાનો અમૂલ્ય અવસર ન મળ્યો તે ન જ મળ્યો.ફાધર’સ ડેનાં પિકનિકનો આનંદ અને નશો તો પોતમેળે ઉતરી ગયો.

(સમાપ્ત)

‘ફાધર્સ ડે પિકનિક…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: