જેલમાંથી મહેલમાં..

શ્રી કેતન  કાપડિયા અને તેમના પત્નીને જયારે વારંગલ ની જેલમાં ટ્રાન્સ્ફર મળ્યું ત્યારે પહેલા તો તેમને લાગ્યું કે આ કડવો-કપરો-અણગમતો અનુભવ ક્યા આવ્યો અચાનક?બેઉ આઈ.એ.એસ.ઓફિસર હતા અને કલેકટરની પોસ્ટ પર બહુ કડક અને લાંચ-રુશ્વતથી જોજન નાં જોજન દૂર રહેવાના કારણે જ કદાચ તેમનું ટ્રાન્સ્ફર વારંગલની  જેલમાં જેલ અધિકારીઓ તરીકે કરવામાં આવ્યું કારણ કે અહીની જેલમાં સ્ત્રી કેદીઓની સંખ્યા પણ લગભગ પુરુષ કેદીઓ જેટલી જ હતી.કેદીઓ તોફાની,ત્રાસ આપનાર અને તેમાંથી મોટા ભાગના તો લાંબી સજા ભોગવનાર કેદીઓ જ હતા.તેને સાચવવા એ કાંઈ જેવું તેવું કામ ન હતું.જે મળે,જે આવે તે સ્વીકારી પ્રતિકૂળ પરિસ્થિતિને સાનુકૂળ પરિસ્થિતિમાં પરિવર્તિત કરવાની પતિ-પત્નીમાં કુનેહ હતી,સમજ હતી,આત્મશક્તિ હતી,વિલપાવર હતો.મહિલા કેદીઓને પ્રેમથી,લાગણીથી,સમજાવટથી અને લાંબા ગાળાનો ફાયદો સમજાવી શ્રીમતી કૃતિ કાપડીયા તેમને સારી રીતે વર્તવાનું શીખવતા.લડવાથી કાંઈ જ મળે નાહી,તોફાનો કરવાથી સજા જ મળે,ઝગડા કરવાથી પોતાનું જ અંતે નુકસાન,સારા માણસ બનવાથી આપણને ફાયદો જ ફાયદો થાય,જીવન સુધરી જાય,સજા પણ અમારી ભલામણથી ઓછી થઇ શકે.અમે તમને સારી ભલામણ કરી તમને ફાવે-ગમે  તેવી નોકરી પણ અપાવડાવી શકીએ.માટે તોફાનો ઓછા કરો,ઝગડા કરો જ નાહી.હળીમળીને રહો.પ્રેમથી સંપીને એકબીજાને મદદ રૂપ થતા રહી સારું અમૂલ્ય મનુષ્ય જન્મ સાચવીને ,સમજીને જીવો.” કૃતિને મહીલાકેદીઓ સાથે બહેનપણાં હૈ ગયા. તેમની સાથે તે જમવા પણ બેસી જતી.પોતે બનાવેલી વાનગીઓ પણ વધારે બનાવી તેમને વાર-તહેવારે જમાડતી.દરેક મહિલા કેદીને લાગતું કે તે જેલમાં નાહી,મહેલમાં છે-પ્રેમના મહેલમાં છે.કૃતિ કોશિશ કરી ભલામણો કરી કરી સહુની સજા ઓછી કરાવતી રહેતી,કોઈ-કોઈ ને પેરોલ પર પણ જવાનો મોકો અપાવતી,સજા પ્પોરી કરી મહિલાકેડી બહાર જાય ત્યારે તેને પોતાના કોઈ ઓળખીતા સર્કલમાં નોકરી પણ અપાવડાવતી.આમ તે તો એટલી લોકપ્રિય થઇ ગઈ કે તેને બધી મહીલા કેદીઓ ‘બહેન બહેન’ કહેવા લાગી ગઈ હતી.

તો આ તરફ  કેતન કાપડિયા પણ સહુને સુધારવામાં કાંઈ પાછા પડે તેમ ન હતા.તેઓ જેલને સજા માટેનું સ્થાન માનતા જ નહી;એમની દૃષ્ટિમાં જેલ એ તો ભૂલથી ગુનો કરી બેઠેલાઓને સુધારવા માટેનું સુધાર કેન્દ્ર માનતા.દરેક કેદીને તેનું મન સમજીને,તેની માનસિકતા સમજીને,દિલોજાનથી સમજાવતા,સાચી ગળે ઉતરે એવી સલાહ શિખામણ આપતા અને તેમની સાથે રમતો પણ રમતા,વાતો પણ કરતા,રામાયણ અને મહાભારતની સીરિયલો  પણ દેખાડતા.ગીતાના ઉપદેશની વાત સરળ સહેલી ભાષામાં સીધી હ્રુદયમાં ઉતરે  તેવી રીતે સમજાવતા-કહેતા.તેમના મિત્ર બનીને રહેતા અને સહુની સજા ઓછી  કરાવવાની જોરદાર ભલામણ કરતા રહેતા.કોઈ કોઈને પેરોલ પર પણ મોકલતા.તેના બધાનો વિશ્વાસ તેઓ જીતી ચુક્યા હતા.સાવ છૂટી જાય તેને પોતાના કોઈ મિત્ર કે સગા-સંબંધીને ભલામણ કરી સારી સારા પગારની નોકરી પણ અપાવતા.પરંતુ જેલમાં રહે ત્યાં સુધી તો તેઓ પ્રેમના મહેલમાં રહેતા હોય તેમ ગેલમાં જ રહેતા.કેદીઓને ખરેખર એમ લાગતું કે આવા જેલ અધિકારીઓ હોય તો ગુનેગારો સુધરી જાય,ગુનાઓ ઓછા થઇ જાય અને ગુનાહિત માનસ જ બદલાઈ જાય.આ કાપડિયા દંપતિ સહુ કેદીઓને શાકભાજી વાવતા શીખવતા,સીવણ-ભરત-ગૂંથણ શીખવતા તેમજ તેમના માટે રાખડી પૂનમે રાખડી બાંધવા અનેક બહેનો પ્રેમથી આવી રાખડી બાંધી જાય તેવું આયોજન પણ કરતા.મોટા મોટા જાણીતા,પ્રસિદ્ધ અને લોકપ્રિય કથાકારોની કથાઓનું પણ આયોજન કરાવતા.પ્રત્યેક કેદીનું ક્રાંતિકારી પરિવર્તન કરવું એજ તેમનું લક્ષ્ય હોય તો ધારો એવું તો થઈને જ રહેને?’યદ ભવમ તદ ભવતી’ સિદ્ધાંત સો ટકા સાચો જ છે તે પુરવાર થતું.
(એક સત્યઘટનાને આધારે…)
(સમાપ્ત)

‘જેલમાંથી મહેલમાં…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરો..

Leave a comment

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.