તોફાન મસ્તીમાં..

નેહાને ફરવા-જોવા માટે અમેરિકા જવું મંજૂર હતું,કારણકે તેના માતા-પિતા અને મોટીબહેન ત્યાં પહોંચી ગયા હતા.પરંતુ કાયમ માટે  ત્યાં જવું,ત્યાં ભણવું,ત્યાં જ રહેવું તેને કોઈ સંજોગોમાં મંજૂર ન હતું.એક વાર માબાપને-તેમજ મોટી બહેનને મળવા તે ત્યાં ગઈ અને સ્વતંત્ર મિજાજની બાર-તેર વર્ષની નેહાને ત્યાની જ સ્કુલમાં દાખલ કરી દઈ, ત્યાંજ પૂરું ફેમિલી સાથે જ રહે તેમ તેના માતા-પિતાએ નક્કી કર્યું.તેને ભારત ગમતું,ત્યાની પોતાની સ્કુલ ગમતી,પોતાનો  ફ્રેન્ડ-સમુદાય ગમતો અને સહુથી વિશેષ તો તેને પોતાની આઝાદી ગમતી.દાદા-દાદીના સ્નેહમાં તેને માતા-પિતાનો સ્નેહ મળી જતો અને એક ખાસ બહેનપણીમાં તેને મોટી બહેનનો ભાવ જોવા મળતો.હવે તે અનિચ્છાએ અમેરિકામાં રહેવા-ભણવા લાગી.તેનામાં પરિસ્થિતિ પ્રમાણે પોતાને અને પોતાની જાતને એજસ્ટ કરી લેવું સહજ હતું.નેહામાં તેની ઉમરના પ્રમાણમાં સમજ ખાસ્સી એવી વધારે હતી.તે એક વાર સ્કુલમાં દાખલ થઇ ગઈ એટલે દિલથી સારું ભણી પોતાની ક્લાસમાં ટીચર્સની અને ક્લાસ્મેટોની પ્રિયપાત્ર થઇ ગઈ.સહુ સાથે તેની મૈત્રી એવી તો થઇ ગઈ કે વાત ન પૂછો.તે સ્કુલથી પાછી આવતી તો ત્રણ-સાડાત્રણ જ વાગ્યા હોય.મોટીબહેન તો કોલેજ ગઈ હોય અને માતા-પિતા જોબ પર.તેણે પોતાનો સમય પસાર કરવા,થોડુક કમાઈ લેવા ઘરની પાસેની જ લોન્ડ્રીમાં પાર્ટટાઈમ જોબ શોધી કાઢ્યો.તેનું કામ સરળ હતું.જે લોન્ડ્રીમાં કપડા દેવા આવે તેને રસીદ બનાવીને આપવી અને આવેલા કપડા એક મોટી પ્લાસ્ટિક બેગમાં ભરી અંદરના ભાગમાં તેના પર રસીદ નમ્બર લખી મૂકી આવવાનું રહેતું.જે પોતાના તય્યાર થયેલા કપડા લેવા આવે તેને પ્લાસ્ટિક બેગમાં તેના કપડા આપવાના હોય.બપોરે ગ્રાહકો નહિવત જ આવે-જાય એટલે મુખ્યત્વે તેનું કામ ત્યાં બેસી ધ્યાન રાખવાનું જ રહેતું.તેનો બોસ સારો હતો અને કલાકના સાત ડોલરના હિસાબે દર અઠવાડિયે પગાર ચૂકવતો અને ઉપરથી હસીને કહેતો “તારું  હોમવર્ક પણ તું અહી લાવીને કરી શકે છે.”આમ તેને  હોમવર્ક પણ  થતું અને ઠીક ઠીક એવી આવક પણ થતી.રજાના દિવસે તે થોડા વધુ કલાક પણ ત્યાં કામ કરી લેતી.

વર્ષના અંતે તેની પાસે ઠીક ઠીક બચત ભેગી થઇ જતી અને એટલે જ લાંબુ વેકેશન પડે ત્યારે તે જીદ કરીને ઇન્ડિયા તો અચૂક જતી જ જતી.ત્યાં તે પોતાની બહેન જેવી બહેનપણીને  ત્યાં જ ઉતરતી.તેના માટે ગિફટ પણ લઇ જતી.એ બે મહિના તેને ભર ઉનાળામાંય દિલની ઠંડકનો અનુભવ કરાવતા.પોતાનું શહેર,પોતાનો દેશ તેને સ્વર્ગનું સુખ આપતા.ફરી પાછી તે આગળ ભણવા,માતા-પિતાની ઈચ્છાનુસાર અમેરિકા જતી,સારું ભણતી,એ જ લોન્ડ્રીમાં કામ શોધી લેતી અને ન મળે તો પાસેની જ એક હોસ્પિટલમાં  પેશ્ન્તોનું થોડા કલાક ધ્યાન રાખતી અને સાંજે તેમને તેમના બેડ પર જમવાની પ્લેટો પહોંચાડી તેમની સેવા કરવાનો આનંદ માણતી ઘેર આવતી.અહી તેને દર કલાકના આઠ ડોલર મળતા અને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન પણ જોવા મળતું.

ફરી પાછી તે ઉનાળાની લાંબી રજાઓમાં ભારત પોતાને શહેર પહોંચી જ જતી.પોતાની બહેનપણીને મળી,તેની સાથે રહી,તેની સાથે તોફાનમસ્ત્તી  કરતા કરતા હરવા-ફરવામાં તેને અપાર આનંદઆવતો.  આવો આનંદ તે અમેરિકામાં સ્વપ્નમાં કે કલ્પનામમાં ય પામી શકે તેમ ન હતી.ન જીવનમાં વૈવિધ્ય,ન જમવામાં વૈવિધ્ય કે ન વાતચીતમાંય કોઈ વૈવિધ્ય.જરૂર પૂરતું જ બોલાય-ચલાય.અહી તો મોજ મજા અને તોફાનમસ્તીનો પાર નહિ.તી.વી.પર ક્રિકેટ મેચ જોવાની તો તેને લહેર પડી જતી.રોજ સવારે પરેડ ગ્રૌન્દ્માં કે કોઈ બાગ-બગીચામાં વોકિંગમાં જવામાં તેને સવાર સુધરતી લાગતી.ખુલ્લા દિલથી હસવાનું,બોલબોલ  તો મન ભરીને કરવાનું અને ધીંગામસ્તીનો તો પાર જ નહિ.બધી બહેનપણીઓ મળીને પીકનીકમાં જાય ત્યારે તો જલસા જલસા.સાંજે ક્યારેક ભેલપૂરી,પાંવભાજી,પાણીપૂરી,દહીવડા,સેન્ડવીચ,આલૂટોસ્ટ વી.ખાવાની તો મઝા જ ઓર આવતી.એ જ રીતે શનિવારે હનુમાન મંદિર,સોમવારે મહાદેવના દહેરે,મંગળવારે માતાજી નાં દર્શને,શુક્રવારે  સંતોષીમાતાના દર્શને જવામાં પ્રસન્નતા પ્રસન્નતાનો અનુભવ થતો.રવિવારે સ્વમીનારાયણ

મંદિરના  સત્સંગ ને તે પછીની આરતી,થાળ ને સ્વાદિષ્ટ પ્રસાદનું જમણ તો તેને અતિશય પ્રિય લાગતું.  આવું વૈવિધ્યપૂર્ણ જીવન અમેરિકામાં તો મળે જ ક્યાંથી?

એક વાર સાંજે પાણીપૂરી ખાવા તે અને તેની બહેનપણી પૂર્વી બિહારી ભય્યાના ખૂમચા પાસે ઊભા ઊભા ખાઈ રહ્યા હતા ત્યાં તે સહુ ગ્રાહકોને વારાફરતી તેમના દોણામાં આપ્યે જતો હતો ત્યાં વચમાં એક તોફાની કિશોર ઘૂસી ગયો અને નેહાના વારા  વખતે પોતાના દોણામાં લેતા હાથમાં પકડી-ઉપાડી પટ કરીને ખાઈ ગયો.તે પછી તેની બહેનપણી પૂર્વીના વાર વખતે ય તે વચમાં હાથ નાખી તેને મળવાની પાનીપૂરી પણ ખાઈ ગયો.”યહ ક્યા હો રહ હૈ ભય્યા?હમારી બારીમેં  યહ કૌન ઔર ક્યોં ઘૂસ રહ હૈ ?”જવાબમાં ભય્યને બદલે તોફાન મસ્તીના સ્વરમાં તે કિશોર બોલ્યો:”પાનીપૂરી ખાનેમેં ઐસી ઘુસપૈઠ કરકે ખાનેમે ઝ્યાદા મઝા આતા હૈ.”અને ફરી પાછો પોતેજ ભય્યાના  હાથમાંથી ઝડપથી ઝપટી લઇ પોતાના રતુમડા હોઠ ખોલી ધોળા ચમકતા દાંતની પાછળ પાણીપૂરી મૂકી હસવા લાગ્યો.નેહા બોલી :”નો મેનર્સ.નો શેમ.”જવાબમાં ફરી પાનીપૂરી ગળે ઉતરતા તે બોલ્યો:”પાણીપૂરી ખાનેમેં નો મેનર્સ નો શેમ.જિસકે હાથમે આ જાય વહી ખા લે.અબ તુમ લોગ ખાઓ.મુઝે અબ ભેલપૂરી ખાની હૈ”.અને તે ભય્યાના એસીસ્ટંટ પાસે “ચટાકેદાર ડબલ તીખી ભેલ  બનાઓ “કહી છેલ્લી પાણીપૂરી ગપચાવી ભેલપૂરી તય્યાર થઇ એટલે તે સિસકારા ખાતા ખાતા ખાવા લાગ્યો.

પૂર્વીબોલી:”નેહા, યહ અમેરિકા નહિ હૈ.યહાં સબ ઐસેહી ચલતા હૈ”.જવાબમાં નેહા બોલી:’અમેરિકામે તો પાણીપૂરી ઐસે થોડે હી મિલતી હૈ,પૂર્વી?ન્યુજર્સી જાઓ તો પ્લેટમેં મિલતી હૈ.લેકિન ઐસી ગડબડ કરકે તો કોઈ ઝપટ કર નહિ ખાતા.”

તો કિશોર બોલ્યો:”સોરી,નેહા-પૂર્વી.આગેસે ઐસા નહિ કરૂંગા.મુઝે તોફાન- મસ્તી પસંદ હૈ ઇસ લિયે ઐસા કિયા.ચાલો અબ હમ દોસ્ત હો ગયે.ઝગડેકા મુંહ કાલા.કલ મિલેંગે ઇસી વક્ત.”કહી તે ફ્સ્તો હસતો ત્રણેયના પૈસા ભય્યાને ને આપી ચાલતો થયો પોતાની સ્કુટરને કિક મારીને.નેહાને નવાઇ લાગી,થોડી ગમત પડી અને  ભલે તોફાન-મસ્તી કરી ગયો;પણ પૈસા ચૂકવી પોતાની મેળે જ દંડ પણ ભરતો ગયો એટલે સાવ લુચ્ચો તો ન જ કહેવાય,એમ તેને મનોમન લાગ્યું.

ફરી પાછો અનેક વાર તે જ ભય્યાને ત્યાં તે મળતો,ભટકાતો,ભેલપૂરી અને પાણીપૂરીની તોફાનમસ્તી ભરી ખાણીપીણી ચાલતી.પણ હવે તે વચમાંથી ઝડપી ઝાપટ મારતો નહિ.નેહા અને પૂર્વીના આગ્રહને આદર આપી  તેમનાં પૈસા ન આપતો.પણ કહેતો:”તમે જોઈએ તો મારા પૈસા આપી જુનો ઝગડો પતાવી શકો છો.”ક્યારેક જ્યુસ સેન્ટરમાં મળી જતો,ક્યારેક ‘મિનરવા’કે ‘ચટની’હોટલમાં ભટકાઈ જતો.હવે તો તેઓ અનાયાસે મિત્રો જેવાજ બની ગયા હતા.સાથે પિક્ચરમાં પણ ભેગા થઇ જતા.

નેહાએ તેનું નામ પૂછ્યું તો  કહે મારું નામ ‘અમર’ છે.નેહા અને અમર મિત્રો તો બની જ ગયા.પોતે દર વર્ષે અમેરિકાથી રજાઓમાં આવે છે તેમ નેહાએ પોતાનો પરિચય આપ્યો.આ તેનું છેલ્લું વર્ષ હતું સ્કુલનું.અમર કોલેજના પહેલા વર્ષમાં હતો.જયારે નેહા અમેરિકા જવા એરપોર્ટ ગઈ તો અમર તેને બાય બાય કરવા પણ ગયો.”હવે આવતે વર્ષે જરૂર મળીશું.”કહી તેને પોતાના પિતાનું એડ્રેસ -ફોન-નમ્બર વી.વાળું કાર્ડ આપ્યું.નેહાએ  પણ  પોતાનો અમેરિકાનો નમ્બર આપ્યો.”ફોન પર તો મળતા જ રહીશું.”એમ પણ તેને કહ્યું.તેને અમરની મૈત્રી ગમી ગઈ.

અમરના પિતાનો બિલ્ડર તરીકેનો બહુ મોટો બિઝનેસ હતો.અમર આગળ જતા ડોક્ટર બનવા ઈચ્છતો હતો.નેહાને પણ ડોક્ટર જ બનવાનું સ્વપ્ન હતું.નેહાએ તો બારમી ગ્રેડ પાસ કરી સાત વર્ષમાં ડોક્ટર થવાય એવો સીધો અઘરો  કોર્સ લીધો.અમરે ‘ડેકન મેડિકલ કોલેજ’માં ડોનેશન આપી મેડિકલ કોર્સ શરુ કર્યો.નેહા દર વર્ષે આવતી,મળતી અને ફોન પર પણ અમેરિકાથી  અવારનવાર વાતચીત કરતી રહેતી.અમર પણ ફોન અચૂક કરતો જ રહેતો.દર વર્ષે મળવાનું હવે તો નેહાને એક વિશેષ આકર્ષણ મળ્યું.આમ એક બાજુ એ ડોક્ટર બની ગઈ તો બીજી બાજુ તે માતા-પિતા અને બહેનની સાથે અમેરિકન સિટિઝન પણ બની ગઈ.મોટી બહેને કોમ્પ્યુટર એન્જીનીયરીન્ગનો કોર્સ પૂરો કરી ત્યાંજ જોબ મેળવી લીધો અને સાથે કામ કરતા એક સરસ મઝાના તેજસ્વી,દેખાવડા અને સ્માર્ટ ગુજરાતી નવયુવક સાથે માતા -પિતાની મંજૂરીથી  લગ્ન પણ કર્યા.ત્યાં સુધીમાં હૈદરાબાદમાં અમર સર્જન બની ગયો અને અમેરિકા જવાના સ્વપ્ન જોવા  લાગી ગયો.પરંતુ નેહાએ તેને સમજાવ્યો કે “ફક્ત ધૂમ કમાણી ને છોડી અમેરિકામાં ન શાંતિ છે,ન સુખ છે,ન પ્રેમ છે,ન સાચી ભાવ-સંપત્તિ છે કે ન ઊંડી લાગણીઓ છે.ડોક્ટર તરીકે માનવસેવા કરવી હોય તો ભારત જેવો કોઈ બીજો દેશ નથી.મને તો પહેલેથી ગમે છે ભારત દેશ અને મારું હૈદરાબાદ શહેર.આપણે હૈદરાબાદમાં જ માનવસેવા કરવાના ઉદ્દેશ્યથી દવાખાનું ખોલીએ તો આપણું ડોક્ટર બન્યું લેખે લાગ્યું કહેવાય,સફળ ગણાય.”

સમજુ અમરે તેની વાત માની લીધી અને નેહાના માતા-પિતાએ,બહેન-બનેવીએ હૈદરાબાદ આવી  નેહા-અમરના લગ્ન સંપન્ન કર્યા.પછી તો તેઓ સહુ પાછા ફર્યા અને નેહા-અમરે પોતાનું ‘માનવસેવા નર્સિંગ હોમ’ શરુ કરી દીધું.નહ-અમર તોફાન-મસ્તી કરતા કરતા જે ભય્યાની પાણીપૂરી ખાતા ખાતા પ્રેમમાં પડ્યા હતા તેની  પાણીપૂરી ખાવા હજી પણ ક્યારેક ક્યારેક જાય છે અને તોફાનમસ્તીના એ દિવસો યાદ કરે છે.પરંતુ હવે તેઓ પોતાના ‘માનવ સેવા નર્સિંગ હોમ’માં સેવાભાવથી જરૂરતમન્દોની નિ:શુલ્ક સર્જરી,સેવા-ચાકરી,ઈલાજ વી.કરી પોતાનું જીવન ધન્ય માને છે.દેશસેવા-માનવસેવામાં તેમને આનંદ-આનંદ

(સમાપ્ત)

(‘તોફાન મસ્તીમાં…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: