પુત્ર-ધર્મ

ભીખુભાઈએ પંદર પંદર વર્ષો સુધી રાહ જોવડાવી જોવડાવી જન્મેલા પુત્રને નામ તો યુવરાજ આપ્યું;પણ તેનો ઉછેર પણ યુવરાજની જેમ જ કરી પત્ની સંતોકને અપાર સંતોષ અને આનંદ આપતા રહી પોતાને પણ ખુશીના નશામાં મસ્ત જીવન જીવવાનો ઉત્સાહ અને ઉમંગ આપ્યો.નાનપણમાં તો ભયંકર ગરીબી જોયેલી જેની યાદ પણ તેમને દુખી દુખી કરી મૂકતી.

પોતે પણ માબાપનો એક નો એક અને તે ય તેમને મોટી ઉમરે પ્રાપ્ત થયેલ પુત્ર હતો.પણ ગરીબીના કારણે તેમ જ બાળક નિર્વિઘ્ન રીતે સુખેથી મોટો થાય તે માટે એ જુના જમાનામાં જે પ્રથા હતી તે પ્રમાણે તેને’ભિખારી’રાખેલો અને તેનું નામ પણ ભીખલો પાડેલું.

બીજાના આપેલા અપાવેલા વસ્ત્રો જ તેને પહેરાવતા.સામેથી કહી કહીને કે “અમે તો અમારા ખોટનાભીખલાને ભિખારી રાખ્યો છે.બને તો તેને નવું ઝભલું,ખમીસ કે એવું કૈંક આપતા રહેજો.ગરીબ માબાપના સગાઓ પણ હોય તો એવા પહોંચતા થોડા જ હોય કે નિતનવા કપડા આપી અપાવી શકે?ભીખુભાઇને આજે ય યાદ છે કે પોતે કાણાં કાણાં વાળા ખમીસ પહેરી વગર ચડ્ડીએ પાંચ વર્ષની ઉમરે અંબાજી બાબરી કપાવવા ગયેલા.અને વગર  ચડ્ડીએ એટલા માટે કે નાનકો સમજી વગર ટિકિટે  ટી.ટી.તેને મફત મુસાફરી કરવા દે.

સ્કુલમાં દાખલ કર્યો તો કોઈના ઉતરેલા યુનિફોર્મ પહેરીપહેરી ને બીજાઓની ભણેલી ફાટેલીતૂટેલી ચોપડીઓ લઈને સ્કુલે જવાનું થતું.પાટી પણ તૂટેફૂટે નહી એટલે પતરાની પાટી લઈને સ્કુલે જવું પડતું. ઉનાળાની રજાઓમાં ગરમીના કારણે ઉઘાડે શરીરે કાલા ફોલવા પડતા.રવિવારની રજાએ પણ કાલા તો ફોલવા જ પડતા.

પિતા ફેરિયાનો ધંધો કરતા અને માતા દળણા દળીને,બીજાઓના પાપડ-ખાખરા કરી કરી સાંઠક્ડા ચૂલે ચડાવી બે   ટંકની રસોઈનો મેળ કરતી.વરસમાં એકાદ વાર મેળામાં જવાનું થતું તો ત્યાં ય પિતા ફેરિયાનો વેપાર કરી લેતા, માતા આભલાના ચાક્રા વી.વેચતી રહેતી અને પોતે તો બાઘાની જેમ ચકડોળ વી. જોતો રહેતો.

પરંતુ તેના જીવનનો ચકડોળ એક નવા ચકરાવે ચડ્યો અને તેણે બાર વર્ષની ઉમરેજ ઘરે ઘરે ફરી લોટરી વેચવાનો ધંધો શરુ કર્યો.કમિશન મળતું,કોઈને ઇનામ મળી જાય તો તેના પણ થોડા ટકા વધારાનું કમિશન મળતું અને આમ તે માબાપને સહાયરૂપ થવા લાગી ગયો.એવામાં એક વાર એક ટિકિટ બહુ પ્રયત્નો કર્યા છતાય છેક સુધી વેચાયા વગર રહી ગઈ તો તેણે પારાવાર દુખ થયું કે નસીબ કેવા ફૂટેલા કે સીધો એક રૂપિયાનો ખોટનો ધંધો થયો.પણ બીજે દિવસે પરિણામ આવ્યું તો તેની ન વેચાયેલી લોટરીની ટીકીટને જબરું મોટું પૂરા દસ હજાર રૂપિયાનું ઇનામ મળ્યું.એ દસ હજાર તો એ જુના જમાનામાં લાખો રૂપિયા બરાબર હતા.એ દસ હજાર રૂપિયાથી તો તે સબ બંદરનાં વેપારીની જેમ જાત જાતના ને ભાતભાતના ધંધા કરતો રહી કમાતો જ ગયો  બસ કમાતો જ ગયો.દળદર ફીટી ગયું.પિતાને ફેરિયાના ધંધામાંથી કાપડની દુકાન કરી કાપડીયા બનાવી દીધા.માતાને ગામ આખાનું વૈતરું કરવામાંથી મુક્તિ અપાવી.પંદર-સોળ વર્ષનો થયો ન થયો કે કમાતા-ધમાતા ભીખુભાઈ માટે -હા,હવે તેને કોઈ ભીખલો નહોતું કહેતું,સહુ ભીખુભાઈ કહેવા લાગી ગયેલા-સારા સારા ઘરોથી માંગા આવવા મંડી પડ્યા અને અંતે સંતોક નામની એક સુંદર સુશીલ કન્યા સાથે તેના લગ્ન પણ થયા.અને લગ્ન પણ સારી રીતે બેન્ડ વાજા વગડાવીને અને નાતને જમાડીને સહુની વાહ વાહ કમાઈને કર્યા.સંતોકના પગલે તો  લક્ષ્મી ચાર-ચાર પગે દોડીને, ચાર ચાર હાથે તેને  લક્ષ્મીવાન,ધનવાન,પૈસાદાર બનાવતી જ ગઈ.તેણે પોતાના નાનકડા ગામમાંથી સીધું માયાનગરી ગણાતી મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું.

માતા-પિતા અને પત્ની ને પણ ત્યાં જલ્દી જ તેડાવી પોતાના વેપારધંધાનો વિકાસ કર્યો.વધુને વધુ આવી રહેલ પૈસાએ અને ખોટી સોબતે તેને  જુગાર,રેસ અને શરાબના છંદે ચડાવી દીધો.લગ્નને વર્ષો થઇ ગયા;પણ સંતોકને સારા દિવસો ન આવ્યા તે ન જ આવ્યા.છેક પંદર સોળ વર્ષે પૌત્ર વિનીતનું મોઢું જોઈ સુખ-સંતોષથી માતા-પિતા એક પછી એક ધામમાં ગયા.ભીખુભાઈ શેઠે તેમની પાછળ દાન,ધર્માદો ઇત્યાદિ પુષ્કળ કરી પોતાનો પુત્ર ધર્મ બજાવ્યાનો આનંદ અનુભવ્યો.પૌત્ર વિનીતને તો જન્મ્યો ત્યારથી ઢગલા  બાબાસૂટો અને અવનવા લેટેસ્ટ રમકડાઓ વચ્ચે જ લાડથી,ઠાઠથી,મોજથી મોટો થતો ગયો.હજી તો ત્રણ વર્ષનો ય ન થયો અને તેને મુંબઈની સહુથી મોંઘી અને મોટી નર્સરીમાં ડોનેશનથી દાખલ કરાવી દીધો.તે પછી તો ભીખુભાઈના મનમાં પોતે જે ન કરી શક્યા કે પામી શક્યા તે બધું જ પુત્ર વિનીત ને સહજ સહજમાં મળે,અનાયાસ મળે તેવો જ પ્રબંધ કરવામાં તેઓ મનથી ધનથી રત રહેતા.જેમજેમ વિનીત મોટી ક્લાસોમાં આવતો ગયો તેમ તેમ તેને માટે સર્વ શ્રેષ્ઠ ટ્યુટરો  ઘેર  ભણાવવા આવતા થઇ ગયા.

વેકેશનમાં સ્વિમિંગ,મ્યુઝિક વી.માટે પણ સારામાં સારી વ્યવસ્થા કરે-કરાવે.પત્ની અને પુત્ર સાથે દેશ-વિદેશનાં પ્રવાસે પણ અચૂક જાય,જાય અને જાય.ફરવાથી જાણકારી વધે,વધુ કમાવાની ધગશ વધે અને મનમાં ભવિષ્ય ઉજ્જવળતમ બનાવવાની તમન્ના જાગે એમ તેમનું માનવું હતું.તેમના મનમાં સહુથી વધુ કમાણી ડોકટરોને જ હોય એવી દૃઢ માન્યતા ઘર કરી બેઠી હતી.વિનીતના ડોક્ટર બનાવી,મોટું જબરું નર્સિંગ હોમ ખોલી આપી સફળ ડોક્ટર બનાવવો તે તેમનું સહુથી મોટું અને એક માત્ર સપનું હતું.

પત્ની સંતોકને પણ તે કહેતા રહેતા કે ડોક્ટર ધૂમ કમાય અને ધન સાથે યશ-કીર્તિ પણ કમાય.બારમી ક્લાસમાં તો બધાજ વિષયોના ટ્યુટરો રાખી  તેને સારામાં સારા ગીનાક મળે તે માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરતા રહ્યા.પરંતુ તો ય એક બે માર્ક માટે તેને મહારાષ્ટ્રમાં ક્યાંય મેડીકલમાં સીટ ન મળી તે ન જ મળી.પણ તેથી તેઓ નિરાશ કે હતોત્સાહ થાય એવા થોડા હતા?મનીપાલમાં મોટુંમસ ડોનેશન આપી તેને મેડીકલમાં દાખલ કરીને જ રહ્યા.

પરંતુ પિતાને મોટે ભાગે ઘરમાં પણ અને બહાર થી આવે ત્યારે ક્લબોમાંથી પણ દારૂ પીધેલા આવતા જોઈ તે દુખી થતો.તે જાણતો હતો કે દારૂનું વ્યસન પ્રાણઘાતક જ નીવડે. કૌટુંબિક સુખનો પણ અંત લાવે.માતાની તે પિતાની રાહ જોતી પડખા ઘસતી જોતો રહેતો. તેને એક વાર કોલેજમાં પ્રવેશ લીધા બાદ જયારે પહેલા વેકેશનમાં ઘેર આવવાનું થયું તો ત્યારે તેણે મનોમન એક દૃઢ નિશ્ચય,એક અફર નિર્ણય,એક જબરો  નિર્ધાર કર્યો.અને તે પિતાના બધાજ વ્યાસનો છોડાવવાનો.

એક હોય તો સમજાય.આ તો ત્રણ ત્રણ વ્યસનો એક સાથે ઘર કરી ગયેલા.દારૂ,સિગરેટ અને જુગાર.તેણે પુત્ર તરીકે અને તે ય ડોક્ટર બનવાની દિશા પકડેલા  પુત્ર તરીકે  પોતાનો પુત્રધર્મ બજાવવાનો મરણિયો પ્રયાસ કરવાની મનોમન પ્રતિજ્ઞા જ લઇ લીધી.તેણે આવી અનશન પર જવાની અને તેથીયે વધુ મહામુશ્કેલીએ ડોનેશનથી મળેલી મેડિકલ સીટ કાયમ માટે છોડી જ દેવાની પોતાની પ્રતિજ્ઞા ઘોષિત કરી જો પિતા ભીખુભાઈ પોતાના આ ત્રણ ખુવારી લાવનાર પ્રાણઘાતક વ્યસનો  નહી છોડે તો.

“પ્રાણ જાય અરુ વચન ન જાયે”એવો પોતાનો આખરી ફેંસલો જાહેર કરી ઘરમાં બનાવેલ પૂજારૂમમાં પલાઠી  મારી બેસી ગયો.

ભીખુભાઇને વારંવાર સિગરેટ પીવાની તલબ થતી રહી;પણ છેવટે તેમના મને આદેશ આપ્યો “ડોક્ટર થનાર પુત્ર મારા ભલા માટે જ આ બધું કહે છે  કરે છે તે છે તો સો ટકા સાચું જ.તેમને ખિસ્સામાંથી ૫૫૫ નું સિગરેટ  પેકેટ  કાઢી નાખી ગાર્બેજમાં ફેંકી દીધું.ક્લબોને અને રેસક્લબો ને જાણ  કરી દીધી કે આજથી હું પગ પણ નથી મૂકવાનો ત્યાં.અને ઘરમાંથી શોધી શોધી વિવિધ પ્રકારની શરાબની મોંઘીદાટ બોટલો પણ ગાર્બેજમાં ફેંકાવી દીધી અને પુત્ર વિનીતને પ્રેમથી ભેટી,પોતાના હાથે તેને ફળો,ડ્રાયફ્રુટોનો પ્રસાદ અને બે ખાખરા વચ્ચે પાપડ મૂકી તેનો ઉપવાસ તોડાવ્યો.પશ્ચાતાપના અશ્રુ વહાવતા ભીખુભાઈ બોલ્યા:”આજથી આ ત્રણેય વ્યસનો છોડી દેવાની પ્રતિજ્ઞા આ ભગવાનના મંદિરમાં,પ્રભુ ની સાક્ષીએ લઇ રહ્યો છું અને તે ય તારા -અમારા એકના એક પુત્રના સોગન સાથે લઇ રહ્યો છું કે  હવે  જેમ બેટા વિનીત તેં તારો પુત્રધર્મ બજાવ્યો તેમ હવે હું પણ મારો  પિતૃધર્મ ને સાથે પતિધર્મ બજાવવાની જાહેરાત કરું છું કે આજીવન વ્યસનમુક્ત જ  રહેવાનો.’

પુત્ર વિનીત અને માતા સંતોકનાં નેત્રોમાંથી પણ અશ્રુધારા પ્રવાહિત થઇ ને ભીખુભાઈના નેત્રોમાંથી વહી રહેલી અશ્રુધારા જોઈ સાક્ષાત ભગવાનને પણ લાગ્યું જાણે ત્રિવેણીસંગમનું દૃશ્ય હૂબહૂ તાદૃશ્ય થયું હોય.

(સમાપ્ત)

(‘પુત્રધર્મ’ વાર્તા પીડીએફ્માં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: