સુખનું સપનું

 અમદાવાદનો મેહંદી નવાઝજંગ બહાદુર સમારંભ ગૃહ આજે કૈંક વિશેષ રંગીન લાગી રહ્યો હતો.જાહેરાત અને રજીસ્ટ્રેશન પ્રમાણે સારી સંખ્યામાં પ્રૌઢો- પ્રૌઢાઓ,વૃદ્ધો-વૃદ્ધાઓ,વિધુરો -વિધવાઓ,ત્યકતાઓ અને પરણવાનું ચૂકી ગયેલ સ્ત્રી-પુરુષો સજી-ધજી,યુવાન દેખાવાનો, દેખી શકાય તેવો પ્રયાસ કરીને સમયસર પહોંચવાની ઉતાવળ ચહેરા અને ચાલમાં પ્રદર્શિત કરતા હોંશે હોંશે આવી રહ્યા હતા.સ્ત્રીઓ પોતાના વાળ કાળા  ભમર કરીને,સરસ મઝાનું ફેશિયલ કરાવીને,કૈંક વિશેષ ચમકદમક સાથે,પ્રસન્ન વદને,આકર્ષક વસ્ત્રપરિધાન સહિત પધારી રહી હતી.તેમના ચશ્મા ફ્રેમ્લેસ અથવા સોનેરી ફ્રેમવાળા હોવાથી તેમને એક નવો ઓપ આપી રહ્યા હતા.મેચિંગ સેન્ડલ-ચપ્પલનો  પટાકપટાક અવાજ હોલમાં ગૂંજી રહ્યો હતો.પુરુષો પણ લેટેસ્ટ મોંઘા ચાસમાં ચડાવી,સૂટ-બૂટ-ટાઈ સાથે કે છેલ્લામાં છેલ્લી ફેશનના કુર્તા-પાયજામા અને કોલ્હાપુરી ચપ્પલ સાથે થોડા વરણાગી બનીને આવી રહ્યા હતા.જીવનના બાકી વર્ષો કોઈ સાથીદારના સાથમાં,કોઈની પ્રેમભરી હૂંફમાં ગાળવાની ઇચ્છા સાથે “આશા ભર્યા તે અમે આવિયા’ની ભાવના લઈને સ્ત્રી-પુરુષો આજની ‘લિવ ઇન રિલેશનશિપ’ અંગેના જાહેર થયેલ સ્નેહસંમેલન માટે આનંદોત્સાહ સાથે હોલમાં પ્રવેશી રહ્યા હતા.હોલની બાજુની લોબીમાં અને તે ઉપરાંત પણ જ્યાં જગ્યા હતી ત્યાં બબ્બે સાથે બેસી વાતચીત કરી શકે,એકબીજાનો અંગત પરિચય મેળવી શકે તેમ ખુરસી-ટેબલ ગોઠવાયેલા હતા.વ્યવસ્થાપકોએ સર્વપ્રથમ સહુને પોત-પોતાનો પરિચય આપવાનો અવસર આપ્યો,’લિવ ઇન રિલેશનશિપ’ જેને ‘મૈત્રી કરાર’પણ કહી શકાય તેની આવશ્યકતા અને અનિવાર્યતા વિષે પણ શરૂઆતમાં બે શબ્દો કહી તેની સફળતા સંબંધી છેલ્લા થોડાક વર્ષોના અનુભવની પણ વાત જણાવી સહુને ખુશખુશ કરી દીધા.

      અમેરિકાથી પ્રેમાળ પત્ની પ્રેમલતાને પક્ષાઘાતમાં ગુમાવીને પ્રશાંત  ગૂંગળાવી મૂકતી,મૂંઝાવી મૂકતી,ગભરાવી મૂકતી એકલતાથી કંટાળીને  બબ્બે પુત્રો-પુત્રવધુઓની પરવાનગી લઇ  “પરાધીન સપનેહુ સુખ નાહી”નો અનુભવ અમેરિકામાં જ છોડી સ્વતંત્ર લાઈફ સ્ટાઈલ અપનાવવા અહી ભારત-અમદાવાદ આવ્યો હતો.તેને વરિષ્ઠ નાગરિક તરીકે ઘણા બધા લાભ અમેરિકામાં મળી રહ્યા હતા;પણ તોય સ્વતંત્રતાની તુલનામાં તેમને પાછલો દાયકો ભારતમાંજ રહેવા ખેંચી રહ્યો હતો.

નિવૃત્ત પ્રોફેસર તરીકે સારું એવું -લગભગ ચાલીસ હજારનું પેન્શન મળી રહ્યું હતું,પોતાનો ત્રણ બેડરૂમનો સ્વતંત્ર ફ્લેટ સારા એવા સેટેલાઈટ એરીયામાં હતો અને વીમાના,ગ્રેચ્યુટીના મળેલ રૂપિયા વી,નું વ્યાજ પણ આવી રહ્યું હતું એટલે વધતી મોંઘવારી તેને નડે તેમ ન હતી.પોતે સિત્તેર તો વટાવી ચૂકયો  હતો ;પણ કોઈ  બિમારી ન હોવાથી અને કોઈ કરતા કોઈ પણ દવા લેવાની જરૂર જ ન રહેતી હોવાથી, તેમ જ નિયમિત જીવનશૈલી અપનાવી સાદી  કસરતો કરતા રહેતા હોવાથી તે હજી બે દાયકા જીવવાનો હકારાત્મક અભિગમ સહજે ધરાવતો હતો.તેને આજની આયોજિત સભામાં બેન્કની નિવૃત્ત પાંસઠ વર્ષની સપના પસંદ આવી ગઈ.તેના ચહેરા પર,તેની ચાલમાં ,તેના અવાજમાં હજી એક પ્રકારની તાજગી જોવા મળી રહી હતી.તેની સાથે બેસી આમને- સામને વાતો કરતા પરિચય વધ્યો,આકર્ષણ વધ્યું અને તેની એક જ શરત કે તેની પુત્રીના લગ્નની જવાબદારી સહિયારી રહેશે.આ પુત્રી બહુ મોટી ઉમરે જન્મેલી હોવાથી તેનું ભણતર મોડું પૂરું થયું હતું અને હવે નર્સ તરીકે એક ખાનગી નર્સિંગ હોમમાં નોકરી પણ કરી રહી હતી.સપને પોતાના જુગારી,દારૂડીયા અને મારપીટ કરતા પતિને બહુ પહેલાજ છુટ્ટા-છેડા આપી દીધેલા.ભાડાના ઘરમાં રહેતી હતી કારણકે લોન લઇ બાંધેલ મકાન તો પતિએ જુગાર-રેસમાં બહુ પહેલા જ વેચાવી માર્યું હતું.

પ્રશાંત તેની સાથે’લિવ ઇન રિલેશનશિપ’બાંધવા તય્યાર થઇ ગયો અને સપના પણ સારી એવી બેઠી આવક ધરાવતા પ્રશાંત સાથે જીવન જોડવા રાજી થઇ ગઈ,કારણકે તેણે પળભરમાં તેની નર્સ પુત્રી પ્રેરણાનાં લગ્ન તેના પ્રેમી પ્રતીક સાથે તાબડતોબ કરવાની તત્પરતા દર્શાવી.સપના અને પ્રેરણા ભાડાનું ઘર ખાલી કરી પ્રશાંતના ફ્લેટમાં રહેવા આવી ગયા.લગ્ન પણ પ્રશાંતે હોંસથી સારી રીતે કરાવ્યા અને પ્રેરણાની સાથે સપનાને પણ ઘણું બધું અપાવ્યું.નવો પ્રેમ,નવો સંબંધ,નવો સાથ-સથવારો-નવી હૂંફ.તે ખુશ ખુશ હતો.સુખનું સપનું સપના જીવનમાં આવવાથી સાકાર થતું દેખાવા લાગ્યું.પણ જે જેવું દેખાય છે તે તેવું જ હરહમેશ રહેતું નથી તે ભાગ્યની વક્રતા એકાએક તેના જીવનને પરેશાન કરવા લાગી.પ્રશાંત અશાંત થવા લાગ્યો.મોંઘવારીના નામે ભાડું ખૂબ જ વધારી દેતા પ્રતીક પોતાની પત્ની અને માતા સાથે તેના ફ્લેટમાં જ રહેવા આવી ગયો.તેની માતા સ્વભાવે ઈર્ષાળુ અને અદેખી  હતી એટલે ઘરમાં  શાંતિનો ભંગ થવા લાગ્યો.એવામાં એકાએક તેને હાર્ટઅટેક  આવતા અડધી રાતે એમ્બ્યુલેન્સમાં તેને સહુથી સારી હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવ્યો.ટોટલ પેકેજ પાંચ લાખનું હતું.તેનો ય તેને વાંધી ન હતો.પણ જે રીતે સપનાએ પેપરો તય્યાર કરાવી ફ્લેટ પોતાના નામે કરાવી પોતાની ભવિષ્યની સલામતીની આગમચેતી દેખાડવાનું શરુ કર્યું અને મેરેજ કરી ભવિષ્યમાં પતિ પ્રશાંતનું અર્ધું પેન્શન તેના મૃત્યુ પછી પોતાને મળે તેની બેવડે દોરે પાક્કી કાયમી વ્યવસ્થા કરતી જોઈ પ્રશાંત હતાશ-નિરાશ થઇ ગયો.”મારા જીવતે જીવ મને મરતો ધારી પોતાનું ભવિષ્ય સાજુ કરવાની ઉતાવળ દેખાડતી સપના તેને ચાલાક જ નાહી,ચાલુ અને લુચ્ચી લાગી.પોતે પોતાના ફ્લેટમાં જ પારકા દીકરી-જમાઈ અને વેવાણનાં અને સ્વાર્થી બનતી જતી કહેવાતી પત્નીના વર્તનથી ત્રાસી ગયો.તેને સમજી ગયું કે સપનું સપનું જ હોય છે.પ્રેમની તૂટેલી દોરી ફરી કોઈ સાથે જોડાય,સંધાય તો ય ગાંઠ તો રહે જ.એ ગાંઠ છૂટે,તૂટે ત્યારે જ પતંગ ને સ્વતંત્રતાપૂર્વક ખુલ્લા આકાશમાં ઉડવાની   મોજ આવે.તેને તરત બેઉ પુત્રો-પુત્રવધુઓને કઠોર સત્યની,હકીકતની જાણ કરી અને તરત અમેરિકા આવી જવાની તત્પરતા બતાવી.મૈત્રી કરાર તોડી તે ફરી સાચી સ્વતંત્રતા માણવા અધીર થઇ ગયો.સપના અને તેની વેવાણ અને દીકરી-જમાઈને જેમતેમ ફલેટમાંથી ભાડાના ઘરમાં મોકલી તે આવેલ મોટા પુત્ર સાથે પાછો અમેરિકા જવા ચાલી પડ્યો.પ્લેનમાં સફર કરતા કરતા તે મનમાં વિચરવા લાગ્યો કે પોતે ‘ઊલમાંથી ચૂલમાં પડી ગયેલો’ અને ‘ઊંટ કાઢતા બકરું પેઠું’નો સફરિંગ નો અનુભવ મેળવી સમજી ગયો કે પ્રતિકૂળતામાં અનુકૂળતા શોધવી તે જ સુખની સાચી શોધ છે,સાચી સમજ છે.મનમાં તે ગણગણવા લાગ્યો:”દુખકે   દિન અબ બીતો રે ભય્યા સુખકે  દિન અબ આયો રે!”.સુખનું સપનું ભૂલી,છોડી તે ફરી પાછો સાચા સુખ તરફ જઈ  રહ્યો  છે  તે તેને સમજાઈ ગયું.

દીકરા-વહુ જ પાછલી ઉમરમાં સાચો આધાર છે,ટેકો છે તે સત્ય સમજતા જ પ્રશાંતનું  સુખનું સપનું પોતમેળે ઊડી ગયું.

(સમાપ્ત)

(સુખનું સપનું વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: