અસ્તિત્વ

આમ જુઓ તો કોઈ કરતા કોઈ જ ઓળખાણ નહિ. પણ બાજુ બાજુમાં એર ઇન્ડીયાના વિમાનમાં સંયોગે સીટો મળેલી હોવાથી બેઉ વચ્ચે શરૂમાં ઔપચારિક વાતચીત થઇ.”તમને એઇલ સીટ જોઈતી હોય તો મને વિન્ડો સીટ પાસે બેસવામાં કોઈ વાંધો નથી.”પોતાના ચશ્મા લૂછતાં લૂછતાં નરેશે સ્ત્રી દાક્ષિણ્ય બતાવતા કહ્યું.”થેંક યુ……મને વિન્ડો સીટની અકારણ એલરજી છે.ખાલી ખુલ્લા આકાશ સામે અને નકામા નકામા આમ તેમ ભટકતા વાદળાઓ જોવા કરતા મને  આવતા-જતા આગળ પાછળ બેઠેલા,પાસેના અને નજર પહોંચે ત્યાં સુધી દેખાતા આપણા જેવા લાગતા,પોતાના જેવા લાગતા દેશીઓને જોવામાં   વધારે ખુશી થાય.આપનું નામ જાણી શકું?મારું નામ નયના.”પોતાની વિન્ડો સીટ પરથી ઊભા થતા નયના બોલી.”    

“મને આકાશ અને વાદળા જોતા- જોતા મારા ભૂતકાળમાં ઉડ્ડયન કરવામાં આનંદ આવે. હું કવિતાઓ કરતો, વાર્તાઓ લખતો, નાટકો ભજવતો, ગીતો ગાતો અને ખાઈ-પી, લહેરથી મોજ-મસ્તી કરતો. પત્ની બહુ જ પ્રેમાળ હતી અને બાળકો ભણી 
ગણી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં કમાવાધમાવા પહોંચી ગયા અને ભલે આખી દુનિયાના ફિલોસોફરો ને ઉપદેશકો કહેતા સમજાવતા રહેતા હોય કે વર્તમાનમાં રહો તો જ સુખી થશો; પણ મને તો ભૂતકાળમાં જ સુખનો સમુદ્ર ઉછળતો લહેરાતો 
દેખાય  છે.ભવિષ્ય પણ એવું જ સુખદ, પ્રસન્ન, આનંદમય બનાવવા ભારત પાછો ફરી રહ્યો છું-કાયમ માટે, હરહમેશ માટે.”નરેશ વાચાળ હતો અને નયનાની આંખોમાં,તેના ચહેરા પર,તેની વાતોમાં ભારતપ્રેમ જોઈ તે વધારે વાચાળ થઇ ગયો.

“તમે પ્રેમાળ પત્ની માટે -‘હતી’એમ કહ્યું એટલે હવે તે નથી?” નારીસુલભ સહજ સહાનુભૂતિથી નયના નરેશને આ પૂછ્યા વગર રહી ન શકી.

  ”હા,’હતી’કહ્યું એ સાચું છે.તેની સાથેનો ‘ગોલ્ડન જયુબિલી’  ઉજવી ત્યાં સુધીનો સાથ,  એ મારો સ્વર્ણ ભૂતકાળ. હું શું કામ, શા માટે મારો એ  સ્વર્ણિમ ભૂતકાળ,  ભૂલી વર્તમાનની ગર્તમાં પડ્યો રહું?ભવિષ્યમાં હું તો આશાવાદી છું. અત્યારે તો ૮૦નો થયો છું અને એ મધુરા
એ સુખભર્યાં સોનેરી દિવસોના બળ-સહારાના આધારે વીસ વર્ષ તો આરામથી જીવી જઈશ. એંસી કાઢતા તકલીફ ન પડી તો વીસ કાઢવા એ તો રમતવાત છે. હા, અત્યારના વીસ મહિના આ પ્રદેશમાં કાઢતા કેટલા વીસે સો થાય એ  જોયું, જાણ્યું,
અનુભવ્યું.” 

“કેમ ?એવું  તો શું થઇ ગયું આ છેલ્લા વીસ મહિનામાં?મને લાગે છે કે તમારા પત્ની વીસ મહિના પહેલાં જ ગુજરી ગયા  હશે એવું મારું અનુમાન છે અને એટલેજ  તેમના વિરહમાં ,વિયોગમાં,તેમની મધુર મધુર યાદોમાં વીસ મહિના વીસ યુગો જેવા લાગ્યા હશે તે હું સમજી શકી છું. કારણ કે,  જો મારું અનુમાન સત્ય હોય તો હું પણ સમદુખી છું.  જાણું છું જીવનસાથીને ગુમાવવાનું દુખ.મારા પતિ પણ છ મહિના પહેલાંજ હાર્ટએટેકથી ગુજરી ગયા અને ત્યારથી હું મારું પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠી હોઉં એમ લાગેછે. વર વિનાનું ગમે તેટલું મોટું અમેરિકાનું સગવડભર્યું  ઘર મને ખાવા ધાય છે.” 

“સાચી વાત છે તમારી.અને ખરેખર બિલકુલ સાચો શબ્દ વાપર્યો છે તમે-‘અસ્તિત્વ’.મારી પત્ની બરાબર તમારા અંદાજા પ્રમાણે વીસ મહિના પહેલાંજ સ્ટ્રોક આવતા જ ગુજરી ગઈ અને ત્યારથી અત્યાર સુધી હું મારા જ ઘરમાં તરછોડાયા જેવી સ્થિતિમાં મરવાના વાંકે જીવતો રહ્યો છું.ન કોઈનો  મારી સાથે  સંવાદ થાય છે,ન કોઈ મારી સાથે જમે છે,ન ક્યાય મને કોઈ બહાર પણ લઇ જાય છે,ન કોઈ મારી સામે પણ જુએ છે.પાળેલા કૂતરા જેટલું ય મારું, મારા જ ઘરમાં, કોઈ અસ્તિત્વ જ નથી.અસ્તિત્વના એહસાસ વિનાનું જીવન તે કાંઈ જીવન કહેવાય?એટલે જ હું ભારત જવાનું નક્કી કરી ત્યાં એક બહુ જ સુવિધાપૂર્ણ વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી છેલ્લો દાયકો સમદુખિયાઓની વચ્ચે વીતાવવા માંગું છું.તમારો તો દીકરો-દીકરી કોઈ તો ત્યાં ભારતમાં હશે જ.મારો તો ન કોઈ ભાઈ છે,ન બહેન છે કે ન કોઈ દીકરો-દીકરી ત્યાં છે.સાવ એકલો અટૂલો અસ્તિત્વહીન બની ગયો છું.ત્યાં વૃદ્ધાશ્રમમાં મનને ગોઠી જાય તો સારું છે.નહિ તો પહેલા પણ એક-બે વાર આપઘાત કરવાનો વિચાર આવ્યો,ગયો અને સારું થયું અમલમાં ન મૂકાયો.’

સહેજ અટકીને કહ્યું, ‘મને વાર્તાઓ લખવાનો શોખ છે અને મને વાર્તાઓ તો જીવનમાં મળતી જ રહે છે.મારી પત્ની નિત્યા મારા જીવનમાં નિત્ય નિત્ય નવું નવું પ્રેમ અને ઉત્સાહ-ઉમંગનું જોમ ભરતી રહેતી.મને તો પહેલેથી જ અમેરિકાની જીવનશૈલી પસંદ ન હતી.પણ તે દીકરા-વહુ અને તેમના બાળકોના મોહમાં મને સમજાવી સમજાવી આ સોનેરી જેલમાં સુખ જ સુખ પીરસતી રહી,સારું સારું ચા સાથે ખવડાવતી રહી,બપોરે ગરમ ગરમ લંચ પીરસતી રહી અને મારી વાર્તાઓની તો સહુથી પહેલી વાચક અને પ્રશંસક તે જ રહેતી હતી.તેની વાતોમાં પ્રેમનું પોરસ હાય,,તેની અમી ભરી નજરમાં સ્નેહનો ફુવારો હાય,તેના સ્મિતમાં-હાસ્યમાં પ્રીતિની સરિતા વહેતી દેખાય એવી હતી મારી નિત્યા.”મૂંઝાયેલા મનવાળા નયને મોકો મળતા જ મન ખુલ્લું કરી નાખ્યું.
પૂરી પૂરી સહાનુભૂતિ સાથે નયનાએ નયનના નેત્રોમાં ઉભરાઈ રહેલા આંસૂ લૂછતાં કહ્યું:”જીવનસાથી ગુમાવ્યા પછી સહુની આ જ સ્થિતિ થાય છે.અને ભગવાન બેઉને જોડે છે,ભેગા જીવાડે છે પણ ઉપર પોતાની પાસે તો બેઉને કદિ સાથે નથી જ બોલાવતો.જેમ તમારી કહાની છે તેવી જ મારી પણ કહાની છે.મારા પતિએ જીવન ભર સંઘર્ષ કરી કરી ચાર ચાર દીકરાઓને ભણાવી ગણાવી ડોક્ટર એન્જીનીયર બનાવી આ સભ્યતાના શિખર મનાતા દેશમાં મોકલાવ્યા.પાછળ અમે પણ તેમની અને તેમના બાળકોની સેવા કરવા આવીને રહ્યા.પણ અહી  ‘તો ચલક ચલાણું પેલે ઘેર ભાણું’ અને ‘વારા પછી વારો,મારા પછી તારો’ ની જરૂર પડે ત્યારે ‘હાયર’કરે અને તે પછી ‘ફાયર’;બીજા,ત્રીજા કે ચોથા દીકરા-વહુને ત્યાં ધકેલી દે.અમે પણ ત્રાસી ગયેલા;પણ દેશમાંથી તો બધું વેચી-સાટી અહી આવેલા એટલે પાછા પણ કેમ કરીને જવાય?એક દીકરી છે દેશમાં;પણ પટેલ થઈને દીકરીને ત્યાં પ્રાણ જાય તો ય એ રહેવા તય્યાર ન થયા.મને પણ દીકરીને ત્યાં ગમે તેટલો પ્રેમ મળે તો ય તેના સાસુ-સસરા,દેર-દેરાણી,જેઠ-જેઠાણીવાળા વસતારી ઘરમાં બોજ બની રહેવું ન જ ગમે.મેં સંપર્ક કરી એક વિધવાશ્રમમાં સેવાભાવનાથી જોડાવાનો નિશ્ચય-નિર્ણય કર્યો છે.હું સંસ્કૃતની શિક્ષિકા હતી અને મારા પતિ સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર હતા.તેમને પેન્શન મળતું અને મને પણ તેમનું અર્ધું અને મારું પૂરું પેન્શન મળે છે એટલે પૈસે-ટકે તો વાંધો આવે તેમ નથી અમારો ફ્લેટ તો અમે વેચીને ગયેલા એટલે મૂળ પ્રોબ્લમ તો રહેવાનો જ છે. બાકી ભાડાના ઘરમાં એકલા રહેવા કરતા વિધવાશ્રમમાં સેવા કરવા રહેવું મને વધુ ગમશે..હવે તેમનું અને મારું સંસ્કૃત વિધવાશ્રમમાં સહુને શીખવી ગીતા ઇત્યાદિનું જ્ઞાન આપીશ.અસ્તિત્વહીન થયા પછી વિધવા બહેનોની સાથેના સમૂહ- અસ્તિત્વમાં મારા અસ્તિત્વનો આનંદ અનુભવ કરવાનો પ્રયત્ન કરીશ.”

નયનનું મન  પલળી ગયું.તે હિમત કરી બોલ્યો:”મારો તો ફ્લેટ મેં રાખ્યો છે ને તેના ભાડામાંથી જ  વૃદ્ધાશ્રમમાં રહેવાના ચાર્જ ભરવાનો મારો પ્લાન હતો.પણ જો તમે માની જાઓ તો મારો ભાડૂત તો મારો મિત્ર છે,બહુ ભલો છે,મને સાથે તેના એટલે કે અસલમાં મારા જ ઘરમાં કાયમ માટે રાખવા પણ તય્યાર છે.તે તરત જ ખાલી કરી દેશે. જો તમે અને હું આપણા  સહ – અસ્તિત્વમાં રહી નવું જીવન સાથે સાથે આનંદપૂર્વક શરૂ કરી શકીએ તો તેના જેવું ઉત્તમ કાંઈ જ નથી.જોઈ લો વિચારી લો,કાંઈ બહુ ઉતાવળ નથી.”

“શુભસ્ય શીઘ્રમ.તમે તો મારા મનની વાત છીનવી લીધી.આપણે અલગ અલગ નથી હવે,એક જ છીએ,સાથે સાથે,સહ અસ્તિત્વનો દિવ્ય આનંદ માણીશું.મારા દીકરી-જમાઈ તો ખુશ ખુશ થઇ જશે.મને અવારનવાર કહેતા રહે છે કે હવે તો ‘લિવ    ઇન રીલેશન’ના દિવસો આવ્યા છે.સાથે સાથે રહી છેલ્લો દસકો  આનંદથી માણો. સારું થયું સંયોગે આપણે સમદુખિયા ભેગા  થયા અને હવે સમસુખિયા થઇ બાકીની સફર પૂરી કરી આપણી જીન્દગીની  નવી સફર શરૂ કરવા અમદાવાદના એરપોર્ટ પર ઉતરીશું.તમારો મિત્ર પરિવાર પણ ખુશ થશે અને મારા દીકરી-જમાઈ તો રાજી રાજી થઇ જશે.અમેરિકાવાળાઓ જે વિચારવું હોય તે વિચારે.આપણે સ્વતંત્ર છીએ,સાથે સાથે સહ -અસ્તિત્વની અનૂભૂતિનો આનંદ લેતા સુખે જીવીશું.

છેલ્લો દાયકો જ આનંદથી માણવામાં દિવ્ય આનંદ છે.ભજનમાં ગાય છે ને કે “આજનો લહાવો લીજીયે,કાલ કોણે દીઠી રે?” એર ઇન્ડિયાએ આપણને છેલ્લા દાયકાનું મોજભર્યું ઉડ્ડયન કરવાનો મહામૂલો અવસર પ્રદાન કર્યો.થેંક એર ઇન્ડિયા!”      

            (સમાપ્ત)

(‘અસ્તિત્વ’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: