રોક્યા રોકાયા નહિં આંસુ….

 

હીરાબહેન જેટલા વિદ્વાન હતા એટલાજ સમજુ હતા,જેટલા હિમતવાળા હતા એટલા જ ધીરજવાળા હતા,જેટલા વ્યવસ્થિત હતા એટલા જ શાંતિવાળા હતા.જીવનમાં જેટલું સુખ જોયું એટલું જ અત્યારે દુખ જોઈ-અનુભવી રહ્યા હતા. પોતે જયારે પરણીને આવેલા ત્યારે પોતે જ સામે ચડીને પ્રોફેસર વિરલને પી.એચ.ડી કરતા કરતા તેમની સાથે પરણવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તેમની હિમતની તો સ્વયં વિરલે પણ પ્રશંસા કરેલી.વિરલ ફિલોસોફીના વિદ્વાન પ્રોફેસર હતા. ઊંચા, દેખાવે તેજસ્વી ને પ્રભાવશાળી,વાણી અને વક્તૃત્વતા તો એવી જાણે કે સરસ્વતી મુખે વસી ન હોય. તેઓ એકાએક વિધુર થઇ જતા તેમના એક માત્ર પુત્રને જોવા-સાચવવા-જમાડવા તેમને  ઘેર  આવતા જતા તે વિરલના પુત્ર પ્રેમ જોઇને પ્રસન્ન તેમ જ ખૂબ 
પ્રભાવિત થઇ ગયેલી. પુત્રને સાવકી માતાની છાયામાં ઉછરવું  ન પડે તેમતે તેઓ ફરી પરણવા તય્યાર જ ન હતા.પરંતુ  તેમને વચન આપીને કે પોતે જ તેમના પુત્રની, સગી માતાથી પણ વિશેષ પોતીકો પ્રેમ, આપી તેને સાચવશે, તેમને સાચવશે 
અને પોતે તેમના પુત્રની દેખરેખ માટે પી.એચ.ડીની ડીગ્રી મળ્યા પછી પણ કોઈ કોલેજમાં કે યુનીવર્સીટીમાં જોબ નહિ એટલે નહિ જ સ્વીકારે.

વિરલને પણ હીરા ગમતી હતી, તેનો પ્રેમાળ સ્વભાવ તેમને બહુ જ પસંદ હતો. તેમનો માં વગરનો થઇ ગયેલો દીકરો પણ હીરા સાથે જોતજોતામાં એવો ભળી ગયેલો કે વિરલે  હીરાને પત્ની તરીકે ,પોતાના પુત્ર વિશાલની માતા તરીકે ખુશી ખુશી અપનાવી લીધી.લોકો વાતો કરવા લાગ્યા કે ગુરુ થઈને શિષ્યા સાથે પરણવું કોઈ શોભનીય બાબત તો 
ન જ કહેવાય.શિષ્યા માટે પણ ગુરુ સાથે લગ્ન કરી લેવું કાંઈ બહુ યોગ્ય ન કહેવાય.પણ લોકો જે કહેવું હતું એ કહેતા રહ્યા અને હીરા વિશાલની માતા બની ગઈ,વિરલની પત્ની બની ગઈ. વિરલના અધ્ય્વ્સાયી લાઈફ- સ્ટાઈલથી તે પ્રસન્ન અને પ્રભાવિત થઇ.તેને પણ વાંચવા લખવાનો બહુ શોખ હતો.તેને વર્તાલેખનમાં રસ હતો,ફાવટ હતી અને તે જે વાર્તાઓ લખતી તે પ્રકાશિત થતી,પ્રશંસાને પાત્ર ગણાતી અને પારિતોષિક પણ પ્રાપ્ત કરતી રહેતી.બધી જ ભારતીય ભાષાઓની વાર્તાઓની પ્રતિસ્પર્દ્ધામાં તેને શ્રેષ્ઠ વાર્તાનું ઇનામ મળતા તે તો ખુશ  થઇ જ,વિરલ પણ ખુશ ખુશ થયો.તેને પોતાના રીસર્ચ પેપરો માટે દેશ-વિદેશ જવાનું થતું તો વિશાલને અને હીરાને પણ જો સ્કુલની રજાઓનો મેળ પડે તો સાથે લઇ જતો.

તેને વાંચવાનો પણ એટલો શોખ હતો કે નવા નવા પોતાના વિષયના મોંઘા મહામૂલા પુસ્તકો તે ખરીદે જ જતો.હીરા માટે અને વિશાળ  જેટલો પ્રેમ હતો એટલો જ પુસ્તકો માટે તેને પ્રેમ હતો.લોન લઈને બાંધેલા નાકડા બંગલામાં  એક રૂમ તો તેને પુસ્તકો માટે જ બાંધ્યો હોય તેમ તે ઘર-લાયબ્રેરી જેવો બની ગયો હતો.વિશ્વભરના  પ્રસિદ્ધ ફિલોસોફરોના પુસ્તકો વાસવી,વાંચી તેમના પર પોતાના વક્તવ્યો તય્યાર કરી દેશ-વિદેશના જર્નલોમાં પ્રકાશિત કરતો રહી તે દેશમાં જ નહિ,વિશ્વના મોટા મોટા દેશોમાં ખ્યાતનામ થઇ ગયો હતો.

હીરાએ પુત્રના ઉત્તમ અભ્યાસ માટે પોતાનો લગભગ મોટા ભાગનો સમય આપતા રહી તેને સફળ ડોક્ટર બનવાનું સ્વપ્ન આપ્યું.તે હજી મેટ્રિકમાં ભણતો હતો ત્યારથી મેડિકલ એન્ટ્રેન્સ માટેના કોચિંગ ક્લાસોમાં તેને મોકલવાનું શરુ કરી દીધેલું.બારમીની પરીક્ષામાં તે ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ થયો અને મેડિકલ એન્ટ્રેન્સની પરીક્ષામાં તો તે સર્વપ્રથમ આવ્યો.વિરલના આનંદની સીમા ન રહી.વિશાલનું કરિયર બનાવવા માટે હીરાએ પોતાનું વાર્તાલેખન ઓછું કરી દીધેલું.એક વાર વિશાળ મેડિકલ કોલેજમાં જતો થઇ ગયો એટલે બમણા ઉત્સાહથી,વિશેષ ઉમંગથી તે વાર્તાઓ લખી લખી અનેકાનેક સામયિકોમાં પ્રસિદ્ધ કરાવતી રહી.તેની એક વાર્તા તો એટલી સારી લખાઈ કે તેનું ભાષાન્તર બધી જ ભારતીય ભાષાઓમાં થયું.તેના આધારે એક  ફિલ્મનિર્માતાએ શ્રેષ્ઠ દિગ્દર્શક અને ઉત્તમ અભિનેતા-અભિનેત્રીને તથા બીજા સહાયક અભિનેતાઓ-અભિનેત્રીઓને પસંદ કરી એટલું તો સરસ,સફળ અને સર્વપ્રિય ચલચિત્ર બનાવ્યું કે તે ચલચિત્રને એવાર્ડ મળ્યો અને વાર્તા માટે પણ સ્પેશ્યલ એવાર્ડ મળ્યો.હીરાનું નામ થઇ ગયું.વિશાલ  તો જોતજોતામાં ડોક્ટર થઇ ગયો અને તે પછી તે પોતાની સાથે ભણતી એક ડોક્ટર યુવતી વિદ્યા સાથે પરણી અમેરિકા પહોંચી ગયો.એ જુના જમાનામાં ડોકટરો માટે અમેરિકા જવું સરળ હતું.કોઈ પાબંદી જ ન હતી.વિશાળ અને વિદ્યા અમેરિકામાં રેસીડન્સી કરી ત્યાંજ સેટલ થઇ ગયા.તેમને જયારે એક બાળક થયું ત્યારે નિવૃત્ત પ્રોફેસર વિરલ અને હીરા બેઉ ત્યાં થોડા સમય માટે ગયા.પણ ત્યાં કાયમ રહેવા જેવી જીવનશૈલી ન જોતા પાછા ભારત આવી પોતાના અધ્યવસાયી અને લેખન પ્રવૃત્તિમાં પ્રસન્ન પ્રસન્ન રહેવા લાગ્યા.પુત્ર-પુત્રવધુના ફોન આવતા રહેતા,ક્યારેક તેઓ મળવા-રહેવા બે ત્રણ અઠવાડિયા માતા આવતા પણ ખરા.પરંતુ તેમને ભારતની લાઇફસ્ટાઇલ પસંદ ન આવતી અને ધીમે ધીમે બીજે બીજે વેકેશનોમાં ફરતા થઇ ગયા.

બધું સરસ મઝાનું ચાલતું હતું એવામાં વિરલ-હીરાની કારણે  કોઈ દારૂડિયા ટ્રક ડ્રાઈવરે એવો તો ભયંકર અકસ્માત દીધો કે તેમની કાર કેટલી ય ગુલાંટો ખાઈ ઊંધી જ પટકાઈ. ડ્રાઈવર તો માર્યા ડરનો ભાગી જ ગયો. નસીબે હીરા સાધારણ જેવી 
જ ઘવાઈને બચેલી નીકળી. પરંતુ, વિરલ ને હાથે, પગે, માથે એટલું બધું વાગેલું કે તેમને ત્રણ-ચાર મહિને તો ભાન આવ્યું. હાથ-પગ,સ્મૃતિ- વાચા બધું જ ચાલી ગયેલું. વ્હીલચેરમાં જ ઘરે લાવ્યા.પુત્ર-પુત્રવધુ તરત આવીને જોઈ કરીને ગયા,ફરી બેત્રણ વાર આવ્યા.પરંતુ કાયમ માટે પાછા ભારતમાં આવવાનું તેઓ નક્કી ન કરી શક્યા.અને આવી સ્થિતિમાં વિરલને ત્યાં લઇ જવાનું અસંભવ હતું,અશક્ય હતું. હીરા તેમની સેવા કરવામાં એક પ્રકારની ધન્યતાનો અનુભવ કરતી.પુત્ર-પુત્રવધુએ  કાયમી નર્સ રાખવાની સલાહ આપી,તે માટે જોઈએ તેથી વધુ રકમ મોકલી.પણ હીરાએ રસોઇવાળી,કાયમની કામવાળી ઇત્યાદિનો પ્રબંધ તો કર્યો.પણ પતિ વિરલને  બ્રશપાણી કરાવવામાં,,ટોયલેટમાં સાફ કરવામાં,તેમને સ્પ્ન્જબાથ કરાવવામાં, તેમના કપડા બદલાવવામાં,તેમને ચાપાણી પોતાના હાથે પાવામાં,મૂંગા જ મૂંગા રહેતા પતિની આંખોમાં પ્રેમભાવ,કૃતજ્ઞતાનો ભાવ વી,જોઈ તેમને નાસ્તો કરાવવામાં,કોળિયે કોળિયે જમાડવામાં પ્રેમભરી થપકીઓથી તેમને સૂવડાવી લગભગ જાગતાની જેમ જ સૂવામાં મનની ઊંડી ખુશી થતી રહેતી.ત્રણ ચાર વર્ષ સુધી હીરા પતિ-સેવા કરતી રહી,પુત્ર-પુત્રવધુ આવજાવ કરતા રહ્યા અને અંતે નિરાશ,હતોત્સાહ,મરેલા મનવાળા વિરલે  કંટાળીને હીરા તરફ જોતા જોતા પ્રાણ ત્યાગ્યા. હીરા પણ મનથી સતત ઇચ્છતી હતી કે પોતે ચૂદીચાંડલા સાથે,સુમન્ગલી  જાય તે કરતા પતિ પહેલા જાય અને ભલે વૈધવ્ય ભોગવે;પણ તેના પછી વિરલની સેવા કોઈ કરતા કોઈ જ ન કરી શકે તેનો પૂરે પૂરો મનમાં એહસાસ અનુભવતી તે વિરલના પ્રાણત્યાગથી મનોમન તો પ્રસન્ન પ્રસન્ન થઇ.

પુત્ર વિશાળ, પુત્રવધુ વિદ્યા તેમ જ પૌત્ર વિપુલ પહેલી જ  ફ્લાઈટમાં આવી ગયા અને સહુએ સર્વાનુમતે આદર્શવાદી વિરલનું દેહદાન કરી,તેમ જ ઘરનો  તથા બધી જ ઘરવખરીનો ઝડપી નિકાલ કરી હીરાબાને અમેરિકા લઇ જવાની તૈયારી કરી.હીરાબહેન પણ અહી કે ત્યાં વાર્તાઓ જ  લખી લખી,પૌત્રને ભારતીય સંસ્કાર આપી આપી,પુત્ર-પુત્રવધુને ઘરમાં મદદરૂપ થઇ , છેલ્લો દાયકો ત્યાં અમેરિકામાં વીતાવવાનો આખરી નિર્ણય સમજપૂર્વક કરી લીધો.પતિના અકસ્માતમાં અવાચક,અપંગ અને  પરાધીન થયેલા જોઈ હીરાબહેને હિમત રાખી આંસૂ રોકેલા.પતિનું મૃત્યુ થયું ત્યારે કે પછી તેમનું  દેહદાન આપતા પણ  આંસૂ તો ન જ વહાવ્યા,દેશ છોડી કાયમ માટે વિદેશ જવાનો ન ગમતો નિર્ણય લેતાય આંસૂ ન જ વહાવ્યા; પણ અત્યારે પતિ વિરલના  ખરીદેલા સેંકડો સેંકડો પુસ્તકો,તેમના સેંકડો સેંકડો રીસર્ચ ગ્રંથો,તેમનો એક પુસ્તકાલય જેવો અમૂલ્ય ગ્રંથોને,યુનીવર્સીટી લાયબ્રેરીમાં ભેટ-દાનમાં થોકડાબંધ જતા જોઈ હીરા બહેનની આંખોમાંથી જે આંસૂ ધોધની જેમ વહેવા શરૂ થયા,થઇ તે રોક્યા રોકાય નહિ એવી તેમની હાલત જોઈ પુત્ર વિશાલ પણ રડી પડ્યો,વિદ્યા પણ રડી પડી ને મમ્મી -પપ્પા અને દાદી ત્રણેય ને રડતા જોઈ નાનો ભોળો વિપુલ પણ ચોધાર આંસુઓ વહાવતો રડી પડ્યો.

(સમાપ્ત)

(‘રોક્યા રોકાયા નહિં આંસુ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: