પોતાનું ઘર…

 

રમેશભાઈ અને રેખાબહેન આરામથી ‘કૌન બનેગા કરોડપતિ ‘નો લોકપ્રિય એપિસોડ જોઈ રહ્યા હતા ત્યાં કોલબેલ રણક્યો.સાધારણ રીતે તેમણે ત્યાં આ સમયે કોઈ કરતા કોઈની પણ અને તે ય વગર ફોનથી જાણ કર્યે કોઈનાય પણ આવવાની સંભાવના ન હોવાથી કૈંક આશ્ચર્ય,કૈંક કુતુહલ અને કૈંક નવાઈ પામતા રમેશભાઈએ ઊભા થઇ દરવાજો ખોલ્યો.પોતાના વર્ષો જુના નોકર,તેની પત્ની અને હાલમાંજ પરણેલ તેમના દીકરી-જમાઈને એક સાથે આવેલ જોઈ “આવો,આવો. રાતે 

આવવું પાડ્યું?કાંઈ ખાસ?”કહેતા તેમને પ્રેમપૂર્વક અને લાગણી સાથે ઘરની અંદર લાવી,દરવાજો બંધ કરી પોતાની પત્નીને કહ્યું:”જો તો ખરી,આ તો આપણો જગુ  અને તેનો પૂરો પરિવાર આવ્યો છે!”

 રેખાબહેને ઊભા થઇ સામાન્ય સભ્યતા મુજબ ટી.વી.બંધ કરી તેમને બેસાડી પાણી આપ્યું અને પૂછ્યું:”કઈ ખાસ?કોઈ નવાજુની?કોઈ સમાચાર?”

       કોણ પહેલા બોલે તેની દુવિધામાંથી છુટકારો મેળવી જગુએ જ માંડીને વાત કરી:”જુઓ ને શેઠ!તમને તકલીફ આપવા જ આવ્યા છીએ.આ અમારા જમાઈને વોચમેન તરીકે જે પગાર મળે છે તેમાં આ મોંઘવારીમાં તેમનું ગળું તો જેમતેમ કરકસરથી ચાલે છે.મારી દીકરી પણ આસપાસમાં ઘરકામ કરી કૈંક કમાઈ લે છે.પણ હવે મુશ્કેલી એ આવી છે કે તેમનો ઘરમાલિક ભાડું   વધારવા માટે જીદે ભરાયો છે અને ન વધારી આપે તો ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે.ખાલી કરીને અમારી સાથે રહેવા અમારો જમાઈ તય્યાર નથી.નહી તો જેમતેમ સાંકડમોકડ ગાડું તો ગબડી શકે તેમ છે.અને નહિ તો બીજો રસ્તો છે,મારા ઘર પર તમે હરહમેશ ના જ પાડો છો તેવી બેન્કલોન લઈને તેના માટે બે ઓરડીનું ઘર, તેના નાનકડા પ્લોટ પર બાંધી દઈએ.તમે જ કહો શું કરીએ?તમે હમેશા અમારા બધા પ્રોબ્લમ  ઉકેલ્યા છે તો આ પણ જમાઈને અમારી સાથે રહેવા સમજાવીને  કે મને લોન અપાવી  તેનું ઘર બંધાવડાવી દેવામાં મદદરૂપ થઇ કૈંક રસ્તો કાઢો તો તમારો જીવનભર ઉપકાર માનીએ.”

રમેશભાઈ વિચારીને બોલ્યા;”હું પોતે સસરા સાથે કે બહેન બનેવી સાથે ન રહી સ્વતંત્ર રહેવા ઘરમાંથી નીકળી ગયો હતો અને તારી-મારી મહેનતથી એટલું બધું ધન કમાયા કે આ ફ્લેટ પણ ખરીદાઈ ગયો.તો તેને અને તારી દીકરીને પરાણે પરાણે સાથે રહેવા સમજાવીશું તોય એ કાંઈ બહુ લાંબુ ચાલે એવો  રસ્તો તો નથી જ.વહેલામોડા એ બેઉ  કંટાળીને  પાછા ઘરમાંથી તો નીકળીને બીજું કાંઈ ઈદમ્‍, દ્વીતિયમ્‍, ત્રિતીયમ્‍ જેવું  કરશે.એના કરતા મારી વાત માનો તો મને એક સારો રસ્તો સૂઝે છે.

જો,મારો એક મોટો પ્લોટ ખાલીજ પડ્યો છે ને તે બાંધવાનું કામકાજ મારે શરુ તો કરવું છે.પણ કોઈ ભરોસાનો માણસ મળે તો જ શરુ કરવાની ધારણા છે.એક બે મહિનાનો સમય માંગી લઇ આ જ ભાડાના મકાનમાં ગાડું ગબડાવતા રહે તો મારા પ્લોટ પર એક આઉટ  હાઉસ જેવું બનાવી ત્યાં તેમને રહેવાનું કરી આપીએ.પ્લોટના બહારની  તરફ  એક નાનકડી દુકાન જેવું પણ ઊભું  કરી ત્યાં તારી દીકરી માટે ટેઇલરીંગ શોપ જેવું પણ બનાવી નાખીએ તો તારી દીકરીને આપણે પહેલા સીવણ ક્લાસમાં મોકલી સીવણકામ તો શીખવાડેલું જ છે તો એ ત્યાં પોતાનું સીવણ કામ કરતી રહી બે પૈસા કમાતી થાય અને તારો આ જમાઈ મારું બાંધકામ જુએ તો તેમની સાથે મારું પણ કામ સહેલાઇથી થઇ જાય.જેટલો ભરોસો તારા પર છે એટલો જ ભરોસો મને તારા દીકરી-જમાઈ પર પણ છે.હમણા મને પણ થોડો સમય મળે તેમ છે એટલે સવાર-સાંજ  હું ય આંટો મારતો રહીશ.મારો બંગલો થોડો નિરાંતે થતો રહેશે;પણ પહેલા તો આ બેઉ માટે અંદર પડે તેમ નાનકડું ઘર બનવી લઈશું અને બહાર પડે તેમ તેમની ટેઈલરીંગ શોપ ઊભી કરીશું એટલે તેમનું ગાડું તો સીધું ચાલે.અને જેટલો પગાર તેને વોચમેન તરીકે મળે છે તેથી થોડો વધારે જ આ મારા જવાબદારીભર્યા કામકાજ માટે આપીશ એટલે તેમને પણ કોઈ વાંધો તો ન જ આવવો જોઈએ.બોલો,શું વિચારો છો?અતવા જોઈએ તો વિચારીને કાલે જણાવજો.”

રેખાબહેન આ બધી વાતચીત ધ્યાનથી મૂક સંમતિ આપતા હોય તેમ સસ્મિત વદને,ભાવભરી દૃષ્ટિએ તેમની સામે જોતા રહી ધ્યાનથી સાંભળી રહ્યા હતા.તે પતિને ,પતિની ભાવનાને, પતિની ઉદારતાને,પતિની સહાયક વૃત્તિને બરાબર ઓળખતા હતી અને મનોમન ખુશ થઇ રહ્યા હતા,એક પ્રકારનું આંતરિક સુખ માણી રહ્યા હતા,મનની ભીતર ને ભીતર ગૌરવ અનુભવી રહ્યા હતા.આ બાજુ તો જ્ગુઅને તેની પત્ની ઊભા થઇ શેઠને પગે પડે તે પહેલા તો તેમના દીકરી-જમાઈ અશ્રુભર્યા નેત્રે તેમના ચરણોમાં પડી:”કાલની રાહ જોવાનો સવાલ જ ક્યા છે?આવી અને આટલી મદદ તો અમારા જેવાની કોણ કરે?કાલથી જ મારી વોચમેનની નોકરી છોડી આપના પ્લોટના કામકાજની જવાબદારી સંભાળી લઈશ.મકાનમાલિક પાસે ત્રણ મહિનાની ડીપોઝીટ પડી છે એટલે ત્રણ મહિના તો કોઈ વાંધો નહિ આવે.”

અને રેખાબહેને ચા બનવવા માટે જગુની વહુને કહ્યું તો એ રડતા રડતા બોલી ઊઠી;”અમને ચા નથી જોઈતી,તમારા બેઉની ચાહ જ અમારા માટે સઘળું છે.”

ત્યારે રમેશભાઈ હસીને બોલ્યા:”તમારી સાથે અમને ય પીવા મળે ને?આમેય અમે તો  ચા પીધા વગર  તો  સૂતા જ નથી.આજે તમારી સાથે પીશું તો વધારે મઝા આવશે.હવે તો બે મહિનામાં તમારું પોતાનું ઘર બની જશે અને બે વરસમાં મારો બંગલો બની જશે.દરેક કાર્ય યોગાનુયોગ જ થાય છે.અમારા જૈન ધર્મમાં તો મોટા મહારાજ કાનજી મહારાજ તો પછાડી પછાડીને કહ્યા કરતા કે બધું જ ક્રમબદ્ધ છે.આજે તમને ઘરનો પ્રોબ્લેમ આવે,અત્યારે રાતે તમારું અમારે ત્યાં આવવું અને મારા મનમાં આવી મારા-તમારા બેઉના સ્વાર્થનો રસ્તો સૂઝી નીકળવો આ બધું ક્રમબદ્ધ જ છે.સાથે ચા પીવી તે પણ ક્રમબદ્ધ જ છે.” 

આવ્યા ત્યારે મનમાં મૂંઝવણ મૂંઝવણનો ભાર લઈને આવેલા જગુ,તેની પત્ની,દીકરી ને જમાઈ ચારેય ચા પીને શેઠ શેઠાણીનો, રડતી આંખોએ ને ગળગળા સ્વરે આભાર માની જતી વખતે હળવા ફૂલ થઈને પાછા ઘેર જતા હતા.હવે ‘પોતાનું ઘર ‘  બનશે તેની ખુશાલીએ તો  દીકરી-જમાઈને ઊંઘમાં ય સ્વપ્નસૃષ્ટિમાં પોતાનું ઘર અને દુકાન જ વારંવાર જોવા-દેખવાની ખુશી સતત મળતી રહી.

 

(સમાપ્ત)

(એક સત્યઘટનાને આધારે…)

(‘પોતાનું ઘર…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: