એક પૈસામાં…

 

“એક પૈસામાં મુંબઈની શેઠાણી  …….એક પૈસામાં મુંબઈની શેઠાણી ……….એક પૈસામાં મુંબઈની શેઠાણી …….”પોકારતો એ   છોકરો દોડી દોડી નાટકના ઇન્ટરવેલમાં ‘મુંબઈની શેઠાણી’ નાટકના ગીતોની  ચોપડીઓ વેચી  રહ્યો  હતો.

તેનું  નામ તો રમણ  હતું.;પણ બધા    તેને નાટકિયો- રમણ જ કહેતા. આ તો તેનો પહેલો વ્યવસાય હતો.પાંચ ચોપડીઓ વેચે ત્યારે તેને એક પૈસો મળે.નાટકના ત્રણ શો સુધી ચોપડીઓ વેચતો રહી એ શનિ-રવિએ તો એ પોતાનું મનમોહક નાટકીય સ્મિત વેરતો ઘણી સારી સંખ્યામાં ચોપડીઓ વેચી શકતો.

આ વ્યવસાયમાં તેને એક વિશેષ મનપસંદ  લાભ એ મળતો કે તે મોકો શોધી  નાટ્યગૃહમાં ઊબો ઊભો નાટક પણ જોઈ શકતો.તેને નાટકનો ચસ્કો લાગી ગયો હતો.તેને નાટકના ગીતો  તો યાદ રહી જ જતા હતા;પણ સાથે સાથે નાટકના સંવાદો પણ લગભગ એવી જ એક્ટિંગ સાથે બોલવામાં મઝા આવતી. શનિવારે -રવિવારે તો રજા હોય એટલે ન સ્કુલ હોય કે ન હોમવર્ક હોય.મામાને ત્યાં બપોરે જમીને જે થીયેટર પર આવી જાય તે છેક મોડી રાતે ઘરે પાછો ફરે.બાકીના પાંચ દિવસોએ પણ રાતે રાતે મધ્યાંતર સુધી નાટકના ગીતોની થોડી ઘણી ચોપડીઓ તો એ વેચીને કૈંક તો કમાઈને જ ઘરે પાછો ફરતો.

ઘરમાં પણ વહેલો ઊઠી મામીને  ઘર -કામમાં બનતો મદદરૂપ પણ થતો, એટલે તેનો ખાસ ભાર તો મામા-મામીને લાગતો જ નહિ.તે પોતાનું ભણવું ગણવું પણ બહુ વ્યવસ્થિત  રીતે કરી લેતો એટલે ક્લાસમાં પણ તેનો રેન્ક પહેલા દસમાં તો આવી જ જતો.ચોપડીઓ વેચવાના કમિશનના મળતા પૈસા તે ભેગા કરી મહિનાના અંતે લગભગ બે-પાંચ રૂપિયા તો કમાઈ જ લેતો, જેની તેને બહુ જ ખુશી રહેતી.મામા-મામી તેને શાબાશી આપતા.દર શનિવારે તે બહુ જ નિયમિત રીતે પાસેના એક હનુમાન મંદિરમાં પગે લાગવા જાય, જાય, ને જાયજ.પાછો એક પૈસો પણ બેઉ હાથ જોડી હનુમાનજીને ભેટ ધરે.”સદાય સહાય કરજો હનુમાન દાદા”અને “જય હનુમાન  જ્ઞાન ગુણ સાગર જય કપીશ  તિહું લોક ઉજાગર ….”ની આખી સ્તુતિ ભાવપૂર્વક,શ્રદ્ધાપૂર્વક ,પૂરું મન લગાડી આંખ મીંચી ઓછામાં ઓછું એક વાર અને સમય પૂરતો હોય તો પાંચ વાર ગાય ગાય અને ગાય જ.    તેની હનુમાન- સ્તુતિના ફળસ્વરૂપે જ કદાચ નાટકના માલિક તેમ જ દિગ્દર્શક માસ્ટર નાલ્લાદારુને રમણને જોઈ-મળી, તેને ગીત ગાતો અને સંવાદો નાટકીય રીતે બોલતો સાંભળી તેને નાટકમાં ઊતારવાની પ્રેરણા મળી.તેને નાજુક નમણો જોઈ તેને એ જમાનામાં સ્ત્રીનો રોલ પુરુષો જ કરતા એટલે તેને મુંબઈની શેઠાણીની સહેલીનો રોલ આપી જોયો.

તે તો ખુશ ખુશ થઇ સહુને ખુશખુશાલ કરી દે એવી એક્ટિંગ કરવા લાગી ગયો.તેને દર શો માટે દસ રૂપિયાનો પગાર પણ મળવા લાગ્યો.આ તેનાં જીવનનું બીજું કરિયર હતું.પણ તે લાંબુ ન ચાલ્યું.માં-મામીને ભાણિયો રમણ નાટકિયો થાય,વાણિયાનો દીકરો થઈને,તે ન ગમ્યું.તેને સ્કૂલમાંથી પણ ઊઠાડી દઈ ,થીયેટરના ચક્કરમાંથી પણ બહાર કાઢી મામાએ પોતાના મિત્રની
ભાડે આપવાની સાયકલની દુકાને બેસાડી દીધો.

રોજનો એક રૂપિયાનો પગાર પણ મળવા લાગ્યો.મહિને ત્રીસ રૂપિયાની કમાણી રમણને ઓછી લાગી.તેણે એ નોકરી કરતા કરતા સાયકલ ચલાવવાનું તો શીખી જ લીડું હતું.ભેગા થયેલ પગારમાંથી એક સેકન્ડ હેન્ડ સાયકલ પણ ખરીદી લીધી.અને એ દિવસોમાં ગાંધી ટોપીનું ચલણ બહુ વધી ગયું હતું એટલે રમને તો સાયકલ પર ફરી ફરી ફેરિયાની જેમ ઘરે ઘરે”ગાંધી ટોપી …….ગાંધી ટોપી ”ની ટહેલ  નાખતા નાખતા સવારથી સાંજ સુધીમાં સો સો ટોપીઓ વેચવાનો રેકોર્ડ સેલ કરી મુખ્ય ખાદી વસ્ત્રાલયમાંથી  કમીશનની સાથે પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું.   તે પછી તો તે મામાના ઘરેથી માબાપ પાસે નવસારી આવ્યો અને ત્યાં નાનકડો ખડી ભંડાર જ ઘરની ઓસરીમાં જ સવારથી રાત સુધી સફળતાપૂર્વક ચલાવવા લાગ્યો.તેનું નામ ‘રમણલાલ ખાદીવાળા’ થઇ  ગયું.એવામાં દાંડી સત્યાગ્રહ શરૂ થયો તો તેમાં પણ ભાગ લઇ સેંકડો સ્વયંસેવકો સાથે જેલયાત્રા પણ કરી.જેલથી બહાર નીકળી તે સાબરમતી આશ્રમમાં જોડાઈ ગયો.રેંટીયો કાંતવો,ખાદી પહેરવી,ફેરિયાની જેમ ફરી ફરી ગાંધી-સાહિત્ય વેચવું અને વ્યસનમુક્તિના પ્રચારમાં લાગી જવું તેને બહુ ફાવી ગયું.

રમણે આમેય ચા કોઈ દિવસ પીધી જ નહોતી.બીજા કોઈ વ્યસનનો તો સવાલ જ નહતો.પણ ચોતરફ વ્યસનમુક્તિનો પ્રચાર કરી કરી તે બહુ જાણીતો થઇ ગયો.તે તો ગાંધીજી ના આશ્રમમાં જીવનદાન કરી દેવા તય્યાર થઇ ગયો.પણ માબાપે તેને સમજાવી કરી સાબરમતી આશ્રમમાંથી ઘરે બોલાવી લઇ તેને રમણી નામની સુરતની કિશોરી સાથે પરણાવી દીધો.રમણ-રમણી નો ઘરસંસાર શરૂ થઇ ગયો.રમણીનો ભાઈ,રમણિક,જે   નિઝામ રાજ્યની  રાજધાની હૈદરાબાદમાં પોતાનો ક્રોકરીનો હોલસેલ બિઝનેસ કરતો હતો,તેણે બહેન-બનેવીને પોતાના શહેરમાં અને પોતાને ઘેર બોલાવી તેમને હૈદરાબાદમાં સેટલ કરવાનો પ્રયત્ન કર્યો.રમણલાલે સવારનું વોકિંગ કરતા કરતા એક પારસી સાથે દોસ્તી કરી લીધી અને એક નવા જ વ્યવસાયમાં જોડાઈ જવાનો તેમને ચાન્સ મળી ગયો.ખુલ્લા અને ડબ્બાઓના સંડાસોની જગ્યાએ હવે શહેરમાં સારા સેનિટરી ટોયલેટો ઘરે ઘરે બનવા લાગ્યા.એ પારસી પાસે બહુ મોટો  કોન્ટ્રેક્ટ હતો અને હોલસેલ  એજન્સી પણ હતી એટલે તેણે કમિશન પર ફરી ફરી ઘરે ઘરે  ટોયલેટો બેસાડવાનો સબ -કોન્ટ્રેક્ટ  રમણલાલને આપ્યો.રમણલાલ તો ગ્રાહકોને ઘરે ઘરે ફરી  કુનેહથી સમજાવી સારું એવું વેચાણ  કરી પોતાના આ વ્યવ્સાયને ખૂબ વધારી દીધો.પોતાની એક ભડાની મોટી દુકાન પણ ખોલી અને તેમાં પણ વોશબેસીન,ટોયલેટો,શાવર ઈત્યાદિના વેચાણની  વ્યવસ્થા ગોઠવી દીધી.

તેમનો ધંધો રોજબરોજ વધતો જ ગયો.હવે એ શહેરમાં વેપારીઓ પોતાના વેપારના નામથી જ ઓળખાતા થતા,જાણીતા થતા.એક ભોલાનાથ ડાયઝ એન્ડ કેમિકલ્સનો વેપાર કરતા તે ભોળાનાથ રંગવાળા તરીકે જ ઓળખાતા.બીજા એક નાથાલાલ  હતા જેમનો ધંધો કટલરીનો હોવાથી તેઓ નાથાલાલ કટલરીવાળા તરીકે જ પ્રસિદ્ધ હતા.તેના બનેવી પણ ક્રોકરીનો વેપાર કરતા તે રમણીક ક્રોકરી વાળા તરીકે જ ઓળખાતા.હવે રમણભાઈ નવા સંડાસો બેસાડવાનું કામ કરતા તે રમણભાઈ સંડાસવાળા તરીકે જાણીતા થવા લાગ્યા.તેમને તેમ જ તેમની પત્ની રમણીને આવી ઓળખાણ બિલકુલ પસંદ ન આવતી.પોતે બેઉ શુદ્ધ ખાદીધારી હોય,નિર્વ્યસની હોય, આદર્શ જીવન જીવતા હોય અને આવું સંડાસવાળાના નામે ઓળખાય તે કેમનું ગમે?તેમણે પોતાના એક મિત્રને જેમને  સ્ટીલનું કામકાજ હતું અને તેથી તેઓ ચીમનભાઈ સ્ટીલવાળા તરીકે જ પ્રસિદ્ધ હતા તેમને ફરિયાદ કરી કે આવું સંડાસવાળા નામથી તો ભાઈસાહેબ મને છુટકારો અપાવો.એ ભાઈ બહુ સુજ્ઞ,દક્ષ અને બુદ્ધિમાન હતા.તેમણે સમજાવ્યું કે અહી આપણો પોતાનો ગુજરાતી સમજ સ્થાપો,ગુજરાતી શાળા શરૂ કરો,ગુજરાતી પુસ્ત્કાલય અને વાચનાલય શરૂ કરો,ગુજરાતી ગેસ્ટ હાઉસ જેવું શરૂ કરો અને અમે બધા તમને સેવાભાવી મહત્મા કહેવાનું શરૂ કરાવી દઈશું.આમ તો રમણલાલ કંજૂસ કાકડી હતા.પણ નામના માટે પોતે મોટું એવું દાન અને ઘણો બધી સમય આપી આ સેવાવૃત્તિને પોષતી પ્રવૃત્તિઓ પ્રારંભી,બીજા પણ પહોંચતા લોકો પાસેથી દાન મેળવી ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’નું સંસ્થાપન કર્યું.ચીમનભાઈએ તેમણે સેવાભાવી મહાત્મા કહેવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે બધાજ લોકો તેમણે પહેલા સેવકરામ અને પછી ધીરે ધીરે મહાત્મા કહેતા થઇ ગયા.

એક પૈસામાં મુંબઈની શેઠાણી વેચવાથી પોતાની કરિયર શરૂ કરનાર મહાત્મા તો થઇ ગયા;પણ આગળ જતા તેમની સેવાભાવનાને બિરદાવતી ગુજરાતી સંસ્થાએ તેમનું સન્માન કરી અનોખું માનપત્ર પણ આપ્યું,જેમાં તેમને ‘મહાત્મા’ નામ સાર્થક કરનાર સેવાભાવી તરીકે જાહેર કરવામાં આવ્યા.આવી રહી રમણલાલ મહાત્માની જીવનયાત્રા.. તેમણે  અને તેમની સાથે તેમના પુત્રોએ પણ ગુજરાતી સમાજને બહુ મોટું દાન આપ્યું  એટલે ગુજરાતી સમાજને નામ પણ ‘રમણલાલ મહાત્મા ગુજરાતી સમાજ’નામ આપવામાં આવ્યું.  

(સમાપ્ત)

(‘એકપૈસામાં….’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: