પસંદગી

એકનો એક દીકરો.માબાપનું તો એ સર્વસ્વ.હવે તો માબાપને એક જ હોંસ હતી.વહાલા દીકરાને પરણાવવાની,દીકરો  હર્ષ પણ એટલો ડાહ્યો,સમજુ અને આજ્ઞાંકિત કે મેડિકલ કોલેજમાં ભણતા ભણતા તેણે અભ્યાસને જ  પ્રાધાન્ય આપ્યું.માબાપની મુરાદ પૂરી કરવા તે મનથી ખંતપૂર્વક ઘરમાં તેમ જ લાયબ્રેરીમાં વાંચતો જ રહેતો.ન તેને ટી.વી.માં રસ હતો,ન ક્રિકેટની મેચોમાં કે ન સામેથી તેના સુંદર, આકર્ષક,પ્રભાવશાળી વ્યક્તિત્વથી તેની આસપાસ ચકરડા મારતી દેખાવડી મેડિકલ ક્લાસમેટ્સમાં.ડોક્ટર થતા જ તેણે પોતાનું નર્સિંગ હોમ’માતૃ પિતૃ છાયા’ના નામથી ખોલી માબાપને ખુશ ખુશ કરી દીધા.હવે માબાપને દીકરો પરણાવી આંગણે શોભે તેવી વહુ લાવવાના કોડ જાગ્યા.હર્ષ બહુ જ સીધો,સરળ,નિખાલસ પુત્ર.તેણે કહ્યું:”તમારી પસંદગી એ મારી પસંદગી.તમે પહેલા જોઈ કરી નક્કી કરી મને જે કન્યા બતાવશો તે  જ મારી પહેલી અને છેલ્લી પસંદગી રહેશે તે બાબત નિશ્ચિંત જ રહેજો.

આજના જમાનામાં આવો ડાહ્યો,કહ્યાગરો,સમજુ દીકરો હોવો તે ય માબાપનું અહોભાગ્ય જ કહેવાય.તેમણે જોવાનું શરૂ કર્યું.એકનો એક અને તે ય ડોક્ટર દીકરો એટલે માંગા તો ચારે તરફથી પુષ્કળ આવવા લાગ્યા.માબાપ પણ પાછા ડોક્ટર જ અને તેય  પ્રસિદ્ધ,જાણીતા અને લોકપ્રિય.ડોક્ટર કન્યાઓને પહેલું પ્રેફરન્સ આપી માબાપે કન્યાઓ  જોવાનું  શરૂ કર્યું.હર્ષ વિના આવતા કેવળ માત્ર  માબાપને જ જોઈ ડોક્ટર કન્યાઓને આ બાવા આદમના જમાનાની, કન્યા જોવાની માબાપની જુનવાણી પરંપરાગત સ્ટાઈલ બહુ ગમી તો નહી જ પણ તોય ગોલ્ડમેડલિસ્ટ આકર્ષક હર્ષને પામવા કોઈ કોઈ સમજુ કન્યાઓ  તય્યાર પણ થઈ ગઈ.પણ માબાપનું મન માનવું જોઈએ ને?અંતે તેમને વડોદરાની હર્ષા  નામની આ જ વર્ષે  ડોક્ટર થયેલી સંસ્કારી,સુશીલ અને સુંદર એવી  ડોક્ટર કન્યા મનમાં વસી ગઈ.તે પછીના રવિવારે તેઓ હર્ષને લઇ કારમાં  હર્ષાને જોવા ગયા..હર્ષને તો તે ગમી પણ ખરી અને ,પહેલી જ પસંદગી માબાપની પસંદગી સાથે તાલમેલ રાખતી જોઈ જાણી તે ખુશ થયો.માબાપ તો ખુશ ખુશ થાય જ ને?ગોળધાણા ખાઈ લીધા અને વહેલી તકે સગાઇ-લગ્ન-રિસેપ્શન વી.નું આયોજન શરૂ થઈ ગયું.સગાઇ દીકરાને ઘેર અમદાવાદમાં ધામધૂમથી કરવી અને લગ્ન વડોદરામાં વાજતે ગાજતે કરવા તેમ નક્કી થયું.રિસેપ્શન તો અલબત્ત અમદાવાદમાં જ ”પરણ્યા એટલે ચાલો લાડી જઈએ આપણે ઘેર રે”ની હોંસીલી વિધિ સંપન્ન કરી ‘ વિશાલા’માં જ રાખવું તે ય નક્કી થઈ ગયું.હર્ષ અને હર્ષા સાથે હર્યા ફર્યા અને ‘પરિણીતા’ પિક્ચર પણ જોઈ આવ્યા.હર્ષને  હર્ષામાં વિદ્યાબાલન દેખાવા લાગી અને હર્ષાને હર્ષમાં સૈફઅલી દેખાવા લાગ્યો.બેઉ રાજી,બેઉના માબાપ પણ રાજી રાજી.   શુકનનું સ્વાદિષ્ટ ઓરમું  જમી હર્ષઅને તેના માબાપ  સાથે કારમાં પાછા અમદાવાદ આવવા રવાના થયા.

સાથે  ભાડુતી  ડ્રાઈવર પણ રાખેલો કારણકે સારા કામે જતી વખતે ત્રણની સંખ્યા અપશુકનિયાળ ગણાય એટલે ત્રણેય સારું ડ્રાઈવ કરનાર હોવા છતાય ચોથી  વ્યક્તિ તરીકે ડ્રાઈવર રામસિંહ  સાથે જ આવવા જવાનું ગોઠવેલું.હર્ષના માબાપ શુકન-અપશુકનમાં એટલું બધું માનતા કે ચોથી વ્યક્તિ તરીકે કોઈ ન હોય તો એક પથરો   તો ચારની સંખ્યા કરવા માટે સાથે રાખે જ.પરંપરાગત સંસ્કારોની એવી તો જબરી પકડ -આટલા મોટા ડોકટરો હોવા છતાય.  ડ્રાઈવર  રામસિંહ પણ ખુશખુશાલ હતો કારણ કે તેને આગલી રાતે  હર્ષાના માબાપે તેમ જ હર્ષના માબાપે સારી એવી બક્ષિશ આપેલી.ખુશીની મસ્તીમાં તેણે રાતે એક બોટલ વિદેશી દારૂ  ખરીદી મોજ માણી અને બચેલી અર્ધી બોટલ સવારે અમદાવાદ જતા પહેલા ફરીથી ફ્રેશ થવા મોઢે માંડી  લીધી.સરસ મઝાના હાય વે પર છેક સુધી તેણે કાર પાણીના રેલાની જેમ એકસરખી સ્પીડે ચલાવી.પણ અમદાવાદની સરહદમાં આવતા જ તેની અંદર પડેલા દારૂની અસરમાં કહો કે પછી સામે વાળા ટ્રક – ડ્રાઈવરની ભૂલથી કહો, પણ હર્ષને તેના માબાપ સાથે ભારે જબરો કાર એક્સીડંટ થયો અને ચારે ય જયારે ભાનમાં આવ્યા ત્યારે હોસ્પીટલમાં હતા.હર્ષના પિતાને હાથે ફ્રેકચર,માતાને પગે ફ્રેકચર અને હર્ષને આગળ બેઠેલો હોવાથી કપાળ અને મોઢા પર ખૂબ ઈજા થયેલી.

ડ્રાઈવર રામસિંહ તો રામશરણ  જ થઈ ગયો હતો.વ ડોદરા અકસ્માતના સમાચાર  પહોંચતા જ હર્ષા અને તેના માબાપ આવી પહોંચ્યા. હર્ષા  ડોક્ટર હોવાથી અને હર્ષ માટે ચિંતિત હોવાથી રોકાઈ ગઈ અને હર્ષની પ્લાસ્ટિક સર્જરી કરાવી તેનું મોઢું તેમ જ કપાળ ઠીકઠાક  થતા સુધી સેવા  કરતી રોકાઈ  ગઈ.હર્ષના પિતાનું મગજ પણ અસંતુલિત થઈ જતા તેઓ વધુ પડતું બોલ બોલ અને તે અસંબદ્ધ બોલતા રહેતા હતા.”આ અપશુકનિયાળ કન્યાની પસંદગી કરી, ગોળધાણા ખાધા,ઓરમું ખાધું,સગાઇ-લગ્ન-રિસેપ્શનનું આયોજન વિચાર્યું-બધું જ અપશુકનીયાળ ભારે અપશુકનિયાળ.આ તો સારું થયું કે ડ્રાઈવર મરી ગયો અને દીકરો બચી ગયો તે જ આપણું સદભાગ્ય.”માતા પણ પતિની વાતમાં ભળતો સૂર પુરાવતી એ જ બોલ્યા કરતી હતી:”આવી અપશુકનિયાળ છોકરી કોઈ કાળે આપણા ઘરમાં ના જોઈએ એટલે ના  જ જોઈએ.

હોસ્પીટલથી જ પોતાના મોબાઈલ ફોનથી જાણ કરી દીધી હર્ષના માતા-પિતાને કે અમને હવે આ અકસ્માત પછી હર્ષ સાથેનો સંબંધ મંજૂર નથી.”

હર્ષના માબાપને તો આંચકો લાગ્યો જ ;પણ હર્ષાને  તો આઘાત લાગ્યો.એક બીજાને સો ટકા પસંદ કરી લીધા પછી કેવળ માત્ર અકસ્માતના કારણે આમ પોતાને અપશુકનિયાળ ગણી સંબંધ જ કાપી નાખવાની વાત કરનાર હર્ષના માતા-પિતાને તેણે પોતાની રીતે વિનંતી કરી જોઈ.તેના માબાપે પણ સમજાવવા પ્રયત્ન કર્યોકે આજના વૈજ્ઞાનિક યુગમાં ડોક્ટર થઈને આમ તમે અકસ્માતના કારણે અમારી દીકરી હર્ષને અપશુકનીયાળ ગણો કે માનો તે બે એકબીજાને પસંદ કરી દિલ દઈ ચુકેલાના મન ભાંગવા જેવું કહેવાય.હર્ષ પણ મન મારી માબાપનો આજ્ઞાકારી બની ગયો કારણ કે તે દુખી માબાપને વધારે દુખી કરવા નહોતો માંગતો.  તે પછી જયારે પણ તેના માટે છોકરી જોવાની વાત નીકળતી તો તે અતિ નમ્રતા સાથે ફક્ત એટલું જ કહેતો “આપ બેઉનું મન રાખવા મેં આપની નામંજૂરીને પણ મંજૂર રાખી.બાકી તો મેં કહેલું તેને તો  આજે પણ હું વળગેલો જ છું.મારી પહેલી અને છેલ્લી અને તે ય તમારી મરજીની પસંદગી હવે બદલી શકું તેમ નથી.પરણવું કાંઈ જરૂરી નથી.માનવ સેવા તો ડોક્ટર તરીકે કરીએ તેમાં ય પ્રેમતત્વ તો છે જ છે.મને તે પ્રેમથી પણ આનંદ જ આનંદ છે.બાકી હવે કોઈ બીજી છોકરી ન હી જોવાનો છું કે ન પસંદ પણ  કરવાનો છું.પસંદગી એક વાર જ હોય ,એક વાર જ થાય,એક વારની જ હોય.હર્ષ હજી આપને મંજૂર હોય તો સમજો,વિચારો કે તેના  પ્રેમે જ મને બચાવ્યો છે,તેના  શુક્ન્વન્તા સંબંધે જ હું જીવતો જાગતો અને પ્લાસ્ટિક સર્જરીથી જેવો હતો તેવો થઈ ગયો છું.હર્ષા જ આ આપના હર્ષના જીવનમાં સાચો હર્ષ લાવી શકશે તે સમજો અને આ શુકન-અપશુકનનું વહેમીલું ધતિંગ ભૂલી જાઓ.”

માતા-પિતાને અંતે સમજાયું અને  આવા ડાહ્યા દીકરાની ડાહી  વાત તેમણે ગળે ઊતરી.વેવાઈ-વેવાણ અને હર્ષાની દિલથી માફી માંગી તેમને મનાવી લઇ સગાઇલગ્નરિસેપ્શન પૂર્વ આયોજન અનુસાર ધામધૂમથી સંપન્ન કરી પ્રસન્નતાનો,ધન્યતાનો,કૃતકૃત્યતાનો સંપૂર્ણ અનુભવ  કરી હર્ષની પહેલી પસંદગીને જ તેની ઈચ્છા પ્રમાણેની  છેલ્લી પસંદગી પર પોતાના વાત્સલ્યની મોહર મારી સહુને રાજી કર્યા.હર્ષ-હર્ષા તો હર્ષાતિરેકમાં ગાંડા-ઘેલા થઈ સગાઇ-લગ્ન-રિસેપ્શન અને તે પછીનું હનીમૂન પ્રેમથી,આનંદથી ભરપૂર માણી શક્યા.પસંદગી પસંદગી જ થઈને રહી.

 

(સમાપ્ત)

(‘પસંદગી’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: