સાસુમા…

એ મારા સાસુમા નહી, મારી મા જ છે, બલ્કે, માથી પણ વિશેષ વિશેષ છે.

મારી માએ   તો  અમેરિકાથી આવેલ અમારી જ જ્ઞાતિના એક દેખાવડા નવયુવક સાથે મને પરણાવી હાશકારો અનુભવેલો.મારા પતિનું નામ તો સરસ મઝાનું -વિનય. વિનયના માતાપિતા અમારા ગામના જ. સાધારણ સ્થિતિના ;પણ વિનયના કાકા-કાકીએ પોતાના સંતાનોમાં જ ગણાવી તેને પોતાના પુત્ર તરીકે બોલાવી,ગ્રીન કાર્ડ  અપાવી  અમેરિકા બોલાવી લીધેલો.કાકા-કાકીને એક પુત્ર તેમ જ એક પુત્રી હોવા છતાં વિનયને બોલાવી તેને ભણે તો ભણાવી અને નહી તો પણ કોઈ રીતે સેટલ કરી તેના માતા-પિતાને ભયંકર દારિદ્રયથી મુક્તિ અપાવી ભવિષ્યમાં તેઓ પણ અમેરિકા આવી પાછલી ઉમર સુખ-શાંતિથી વિતાવી શકે તે આશયથી પોતાથી  બનતું  બધુંજ  કર્યું.એ તો મને આગળ જતા બહુ પછી ખબર પડી કે વિનય ન તો તેમના ઘરે ભણવા ગયો કે ન કોઈ જોબ સુદ્ધા કરવા ગયો બસ,ઘરમાં બેસી ટી.વી.જ જોતો રહ્યો.

પાસેના સ્વિમિંગ પૂલમાં તરવા જાય એટલીજ વાર ઘરની બહાર નીકળે.ત્યાં તેને તરતી લલનાઓને જોવા માં જ  રસ.કાકાકાકીએ જેમ તેમ તેને સમજાવી બુઝાવી એક મિત્રની મોટલ માં કામ શીખવા-કરવા માટે બેસાડ્યો,જેથી ભવિષ્યમાં તેને નાનકડી મોટલ શરૂ કરાવી દઈ શકાય.પણ તેને ત્યાનું કામ કરવું જરા ય ગમ્યું નાહી,ફાવ્યું નહી.તે કામચોર હતો,હરામહાડકાનો હતો.કાકી બહુ ભલા અને દયાળુ હોવાથી તેનો પક્ષ લઇ તેને સાચવી સંભાળી લેતા રહ્યા.પણ કાકા તો ઘરમાં બેસી સોફા તોડનાર ભત્રીજાને પાછો ગામડે મોકલી દેવા તય્યાર થઈ ગયા.ગામડે પાછું ન જવું પડે તે ઈરાદાથી તેણે કાકા-કાકીના મિત્રના ગ્રોસરી સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું.તે ઘરમાં તો એક ડોલર પણ લાવીને આપતો નાહી;બસ પોતાના ખાવા પીવામાં અને મોજશોખમાં જ ડોલર ઉડાવતો રહેતો.તેથી પણ ખરાબ તો એ હતું કે તે સ્ટોરમાં લોટરી પણ વેચાતી,જેમાં તે દર અઠવાડિયે અઠંગ જુગારીની જેમ અર્ધાથી વધુ પગાર વાપરી નાખતો.એક વાર તો તેણે સ્ટોરમાં ચોરી કરી અને કાકાકાકી માફી માંગી તેને છોડાવી-બચાવી બીજે ક્યાંક કોઈ ઇન્ડિયન રેસ્ટોરંટમાં વેઈટર તરીકે ગોઠવી દીધો.ત્યાં મફતનું સ્વાદિષ્ટ ખાવાની લાલચે તે ટકી ગયો અને કાકા કાકીને કહ્યા વગર ,તેમના ઘરમાંથી  ડોલરોની ચોરી કરી પાસેના શહેર એટલાન્ટીક સિટીમાં ભાગી જઈ ત્યાં ફરી પાછો કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં વેઈટર નું કામ શોધી કાઢી મફત ખાઈ-પી, ટીપ અને પગારના પૈસાથી એક બેડરૂમનું એપાર્ટમેન્ટ  ભાડે લઇ ત્યાં  રહી  તે જ શહેરના કેસીનોમાં નોકરી શોધી લીધી.

થોડા ડોલર ભેગા થયા એટલે ઇન્ડિયા આવી મોટી મોટી વાતો કરી ગામને,માબાપને અને અમને ભોળવી મારી સાથે લગ્નનું કૌભાંડ કરી દહેજના પૈસા ,જણસો વી.લઇ મને સાથે લઇ અમેરિકા આવી પહોંચ્યો.ત્યાં સુધીમાં એ સિટિઝન બની ગયેલો એટલે મને સાથે લઇ આવી શક્યો.તમે માનશો નાહી,પણ તે મને ન કાકા-કાકી પાસે લઇ ગયો કે ન મને આગળ ભણવા દેવાની સગવડ કરાવી શક્યો.તે બસ મારા રૂપનો,મારી જવાનીનો દીવાનો બની મને હેરાન-પરેશાન કરતો રહ્યો.મને ન બહાર જવા દે,ન કયારેય સાથે પણ ક્યાય લઇ જાય.હદ તો ત્યાં થયેલી કે મને લોક કરી,પોતાનો સેલ ફોન લઇ સવારનો ચાલ્યો જાય તે રાતે જ પી પીને આવે.તાજું ગરમ જમવાનું માંગે અને રાત આખી મને હેરાન પરેશાન કરે.રાતનું વધેલું થોડું, લંચ માટે સાથે લઇ જાય.ન મને કાકા કાકીનો નમ્બર ખબર,ન ઇન્ડિયા કેમ ફોન કરવો તે પણ સમજાય.

કારણ કે તેણે ઘરમાં ફોન રાખ્યો જ નહોતો. સેલ ફોનથી જ કામ ચલાવ્યા કરે. ગુલામડીની  જેમ રહી, ક્યારેક તેનો માર પણ ખાઈ હું જીવતી રહી કારણ કે હું માતા બનવાની હતી.બબ્બે જીવોની હત્યા કરવાનું પાપ- હું આપઘાતનું મહાપાપ કરી કેમ કરી શકું?કોઈ પણ ધર્મમાં આત્મહત્યા તો મહા પાપ જ છે અને તેમાં ય હું તો ચુસ્ત જૈન.છેવટે જયારે પૂરા સમયે મને એક પુત્રી જન્મી તો તે નારાજ થઈ ગુસ્સામાં આવી મને ઘરમાં પૂરી પૂરી અઠવાડિયું અઠવાડિયું બહારજ બહાર રખડતો રહેતો.મારી નાની માસૂમ બાળકીને હું બબલી કહી રમાડતી તો તે “આ બબલી છે કે બલા છે?તું તો પાછી મહા બલા છે.તમે બેઉ મરો તો હું છુટ્ટો થાઉં,આઝાદ થાઉં.”આ સાંભળી હું રાતે પાણીએ રોતી રહેતી.મારા માબાપના આપેલા ઘરેણાઓ પણ તેને કોણ જાણે ક્યાંય છુપાવી દીધા હશે.મને કેવળ માત્ર  ચાર બંગડી અને મંગળસૂત્ર જ પહેરવા આપે.પછી ખબર પડી કે તેણે પોતાના નામે સોના-હીરાના બધા જ ઘરેણા બેંક-લોકરમાં મૂકી દીધેલા.મારી દુર્દશાનો કોઈ ઉકેલ દેખાતો નહોતો.કંજૂસ કાકડીની જેમ ભારે ઝીણવટથી જ ગ્રોસરી લાવે.હું અને બબલી-અમરરા બેઉના ભાગ્યમાં સતત રડવાનું જ લખેલું  હોય તેમ લાગતું હતું.

પણ રોજ મને કંઠસ્થ એવું ભક્તામર- સ્તોત્ર હું ગાયા કરું તેના પ્રતાપે કહો કે પછી મારું નસીબ કહો,એક વાર એ જલ્દીમાં પોતાનો સેલ ફોન ભૂલી ગયો અને તેમાંથી મેં શોધીને કાકા-કાકીને ફોન કર્યો.મારું રડવું સાંભળી તેણે કહ્યુંતું એ મારા નપાવટ ભત્રીજાની વિરુદ્ધ ૯૧૧ નમ્બર જોડી ફોન કર એટલે તરત તે તારા ઘરે આવી તને તાળું તોડી ઘરની બહાર લાવશે અને તારો આ નમ્બર જણાવીશ એટલે મારો સંપર્ક સાધી તને મારી પાસે લઇ આવશે.તારું આ તો સદભાગ્ય કે તેના સેલ ફોનમાં અમારો નમ્બર હજી સુધી સચવાયેલો છે.હું પણ તારો નમ્બર મારા ફોનમાં આવી ગયો છે એટલે પોલીસને ફરિયાદ કરી કોઈ પણ રીતે તને બચાવવા છોડાવવા આવું જ છું.એ બદમાશે તો અમને જાણ પણ નથી કરી કે ક્યારે ઇન્ડિયા ગયો,ક્યારે પરણ્યો અને ક્યારે તને બેબી થઈ.અમે તો વર્ષોથી જાણતા પણ નથી કે તે ક્યા છે અને શું કરે છે.અમે બબ્બે વર્ષ અમારે ત્યાં રાખી તેને સાપને દૂધ પાય તેમ મૂરખની જેમ સાચવ્યોસંભાળ્યો અને અમારા ઘરમાંથી જ ડોલર ચોરીને ભાગી ગયેલો.તેને પરણી તું તો બરબાદ જ થઈ ગઈ.તને જેલમાં પૂરી જનાર એ નીચને તો હવે જેલમાં મોકલીને જ રહીશ.”

કાકીના કહ્યા પ્રમાણે મેં ૯૧૧ નમ્બર જોડી મારી તૂટી-ફૂટી ઇંગ્લિશમાં મારી રામકહાણી સંભળાવી.અને અમેરિકાની પોલિસની ચીવટ અને ઝડપ તો હું જોતી જ રહી ગઈ.પાંચ જ મિનિટમાં આવી બે પોલીસોએ તાળું તોડી મને અને મારી બબલીને બહાર કાઢી.ત્યાં તો કાકી પણ પોલસની પાસેથી મારું સરનામું મેળવી તાબડતોડ આવી પહોંચ્યા.હું તો તેમને વળગી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.બબલી પણ બિચારી રડારોળ કરવા લાગી ગઈ.ત્યાં તો મારા તથાકથિત  પતિદેવ વિનયકુમાર પોતાનો ભૂલથી ઘરમાં રહી ગયેલો સેલ ફોન લેવા આવ્યા તેવા જ પોલીસે તેમને હાથ માં બેડી પહેરાવી દીધી.મેં કાકીને કહ્યું કે મારું બધું ઘરેણું તેમણે ક્યાંક છુપાવી દીધુ છે તે સહુથી પહેલા તેમની પાસેથી અપાવી દો એટલે હું જેમતેમ ગામ ભેગી થઈ જાઉં.”

કાકીએ પ્રેમથી કહ્યું:મારું ઘર નથી જે તારે ગામ પાછું જવું પડે?”પોલીસની મદદથી બેન્કના લોકરમાંથી ઘરેણા કાઢવી મને અપાવી કાકી મને અને બબલીને તેમને ત્યાં લઇ ગયા.વિનિયાને તો સજા થઈ,જેલ થઈ.મને જેલમાંથી કાયમની મુક્તિ મળી.કાકી-સાસુમાએ મને પોતાને ત્યાં રહી ભણાવી ગણાવી સારો જોબ અપાવી મારી સાથે જ કામ કરનાર ચૈતન્ય શાહ સાથે પરણાવી દઈ મને અને બબલીને નવું જીવન પ્રદાન કર્યું.આમ તો કાકી મારા કાકી-સાસુમા કહેવાય ,પણ ન એ કાકી રહ્યા કે ન સાસુ રહ્યા મારા માટે તો મા જ  થઈને રહ્યા.સગી માથી પણ વિશેષ.હું તેમને પગે પડી “માતૃ દેવો ભવકહી રડી પડી.

ચૈતન્ય શાહના ઘરે બબલી સાથે મારું ચૈતન્યમય, પ્રેમમય, આનંદમય જીવન  શરૂ થયું-સાસુમાના પ્રતાપે.-માની કૃપાએ. અને હા, મારું નામ પણ હવે મેં બદલીને ચેતના રાખ્યું છે.જુનું નામ અને જુનું જીવન વિસારવામાં જ સાર છે.અને બબલીનું નામ પાડ્યું છે ચૈતાલી.

 

(સમાપ્ત)

(‘સાસુમા’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: