દિકરીના કોડ…

 

શ્વેતા માબાપની એકની એક  દીકરી.જન્મી ત્યારે તો જાણે શરદ પૂનમનો ચાંદ જ ઘરમાં ઊતર્યો.દૂધ જેવી ધોળી.ગોરી ગોરી,રૂડું મઝાનું ગોળમટોળ મટોળ મોઢું,વાંકડિયા વાળ,ભૂરી ભૂરી આંખો. લગ્નના દસબાર વર્ષ પછી જન્મેલી  શ્વેતાનું નામ પણ તેનું રૂપના અંબાર જેવું સ્વરૂપ જોઇને જ પાડેલું.

બેટર લેટ ધેન નેવર જેવી આ મોડી જન્મેલી દીકરી માબાપના હૈયાનો પ્રાણ હતી.માબાપની તો ઠીક,સગાવહાલાઓ અને પાડોશીઓની પણ અતિ  લાડલી  હતી.પિતા ગણપતરાય અને માતા મીનાબહેન એક જ શાળામાં શિક્ષક-શિક્ષિકા તરીકે કામ કરતા.નાની હતી ત્યાં સુધી ફોઈબાએ સરસ
સાચવી.અને થોડી મોટી થઈ એટલે તે જ શાળાના બાળમંદિરમાં દાખલ થઈ છેક બારમી સુધી પહેલો બીજો રેન્ક રાખી ભણતી રહી.પછી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મળતા તે પાંચ વર્ષમાં  કોમ્પ્યુટર એન્જીનીયર પણ થઈ ગઈ.તેની સાથેજ બાળમંદિરથી અત્યાર સુધી  ભણતો રહેલ સમીર તેનો જીગરજાન મિત્ર જ નહી, પ્રેમી પણ હતો.સમીરના માબાપનો   તે પણ  એકનો એક દીકરો હતો.સમીરના પિતાનો બહુ મોટો બિઝનેસ હતો,એક ફેક્ટરી પણ હતી, ધૂમ કમાણી હતી અને જીવવાની અત્યંત જાહોજલાલીભરી લાઇફસ્ટાઇલ હતી.સુંદર ફરતા બગીચા વચ્ચે સ્વતંત્ર વિશાળ બંગલો,નોકરચાકર,રસોઈયો,માળી,વોચમેન,બબ્બે ડ્રાઈવર -એવો તો ઠાઠ હતો.સમીરની માતા પણ ઇન્ટીરીયર ડેકોરેટર હતી.પિતાનું નામ નલિન અને માતાનું નલિની હતું.તેમને બેઉને પણ શ્વેતા પહેલેથીજ બહુ ગમતી.ગણપતરાયને અને મીનાબહેનને પણ સમીર બહુજ ગમતો.પણ એક વાત    તેમના મનમાં અંદર ને અંદર ખટકતી રહેતી.કહેવું કે ન કહેવુંની દ્વિધામાં તેઓ મનોમન દુખી દુખી રહેતા.તેમણે નાનપણથી શ્વેતાની પીઠ પર એક ઠીક ઠીક મોટો એવો શ્વેત ડાઘ જોયો હતો.જો કે તે વધતો નહોતો,તેમ દવા કે મલમથી મટતો યા ઓછો પણ નહોતો થતો.આદર્શવાદી શિક્ષકો હોવાથી સત્ય કહી દેવું તેમના માટે અતિ અગત્યનું હતું.શ્વેતા પણ શરમાળ હોવાથી આ સત્ય સમીરને આજ સુધી  નહોતી કહી શકી.

એક વાર શ્વેતાને બહુ સારી નોકરી મળતા જ માબાપે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું.સમીર તો પિતાની ફેકટરીમાં જ જોડાઈ ગયો હતો.કથા સમાપ્ત થયા પછી અને નિમંત્રિત મહેમાનો ગયા પછી છેલ્લે કોફી પીતા પીતા માતા મીનાબહેને ખૂબ પ્રયત્નપૂર્વક હિમત કરી પોતેને રાતદિવસ ખટકતી વાત સમીરના માતા-પિતાને  કહી જ દીધી.”જુઓને,નલિની બહેન અને નલિનભાઈ! ઘણા વખતથી કહું કહું થયા કરતું.પણ કોણ જાણે કેમ હું આજ સુધી કહીજ ન શકી.આજે તો આ પેટછૂટી વાત કરીનેજ મને શાંતિ થશે.આજે શ્રાવણ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે.સત્યનારાયણની કથા  પણ  થઈ છે.સત્યના અમે બેઉ શિક્ષક હોવાથી અતિ આગ્રહી છીએ.અમારી શ્વેતા આમ તો શરદપૂનમના ચન્દ્ર જેવી રૂપાળી છે.અમને તેમ જ તમને પણ તે બહુ ગમે છે.સમીરને પણ તે પસંદ છે અને શ્વેતાને તો સમીર પહેલેથી જ મનપસંદ છે.હવે કહેવાની બહુ જરૂરી વાત એ છે કે અમારી શ્વેતાની પીઠ પર નાનપણથી એક બહુ નાનો નહી,બહુ મોટો નહી એવો સફેદ ડાઘ છે,જે કોઢ જેવો લાગે.દવા,ઈલાજ કે મલમથી  તે  ન મટ્યો છે કે ન ઓછો થયો છે.ડોકટરો બર્થમાર્ક જેવું કહે છે.આ ચોખવટ કર્યા પહેલા હું શ્વેતાની વાત સમીર માટે કરતા આજ સુધી સંકોચ,શરમ અને મૂંઝવણનો અનુભવ કરતી રહી. આપણે જાણીએ છીએ કે સમીર-શ્વેતા એકબીજાને ચાહે છે.પણ આજે જેમ તેમ હિમત ભેગી કરી આ વાત ખુલ્લા દિલે કહું છું.જો તમને કે સમીરને વાંધો ન હોય તો આપણે આગળ વધીએ.નહી તો  આપણે પોતપોતાની રીતે જ્યાં યોગ્ય લાગે ત્યાં અન્યત્ર સંબંધ જોડી શકીએ.”

સાંભળતાજ નલિની બહેન નો ચહેરો તમતમી ગયો.ક્રોધાવેશમાં કંપિત સ્વરમાં બોલ્યા:” તમે પહેલેથી જાણતા હોવા છતાય અમારી સાથે જાણી જોઇને દગો કર્યો?તમને એમ કે પ્રેમમાં પડેલા છેવટે પરણવાના જ છે ને?છેક  અત્યારે આટલું મોડું મોડું અમને જણાવો છો?અમારા એકના એક દીકરાને  અને અમને તમારી  કોઢવાળી છોકરી કોઈ કરતા કોઈ હિસાબે ન જોઈએ.અમારું સ્ટેટસ તો જુઓ.અમારા સમીર માટે તો લખપતિઓ અને કરોડાધીપતિઓની તો લાઈન લાગેલી છે.પણ અમને એમ કે નાનપણથી એકબીજાને ઓળખે છે,પ્રેમ કરે છે તો ભલે પરણીને સુખી થતા.પણ આ તો કોઢવાળી છોકરી?તોબા તોબા.સારું થયું તમે ફોડ પાડી દીધો.નહી તો અમારે દીકરો પરણાવ્યા પછી ખબર પડતા જ તેને પાછી મોકલવી પડત.

પોતે રહી ગયા હોય તેમ નલિનભાઈ પણ જોરશોરથી બરાડી ઊઠ્યા:”આ તો તમારી બદમાશી કહેવાય.આટલા વર્ષો અમારા દીકરાને અને અમને અંધારામાં રાખી પ્રેમની ચતુર ચાલ ચાલતા રહી અમારા દીકરાને ફોસલાવ્યો  અને અમને પણ ફસાવ્યા.સારું છે કે હજી ગોળધાણાં નથી ખાધા કે સગાઇ નથી કરી.ચલ નલિની,ચલ સમીર.અહીનું તો પાણી પણ પીવું હરામ છે.”કહી તેઓ ક્રોધાવેશમાં ઊભા થઈ ગયા.નલિનીબહેન પણ છણકો કરતા ઊભા થઈ ગયા.સમીર પણ કોઢનું સાંભળતા જ ચમક્યો હતો.તેને શ્વેતાનું ભરપૂર કોઢવાળું શરીર અને કોઢીલું મોઢું જ કલ્પનામાં સાક્ષાત દેખાવા લાગ્યું.ત્રણેય ફટાફટ પ્રસાદનો પડિયો પણ લીધા વિના કે  સત્યનારાયણ ભગવાનને પગે પણ લાગ્યા વગર ચાલતા થઈ ગયા.શ્વેતા બિચારી ગભરાટમાં ધ્રુજવા લાગી.માબાપ સમીર અને તેમના માબાપની સાચી અને અસલી ઓળખાણ મળતા ખુશ થયા કે સત્યનો સાચો પરચો મળી ગયો અને આપણે તેમ જ શ્વેતા આવા માણસાઈ વગરના સંબંધથી બચી ગઈ.

ગણતરીના દિવસોમાં જ સમીરનું સગપણ કોઈ કરોડાધીપતિની પુત્રી સીમા સાથે ધામધૂમથી સંપન્ન થયું.લગ્ન પણ ડેસ્ટીનેશન મેરેજ તરીકે ભપકા સાથે ગોઆમાં રાખવામાં આવ્યું.રિસેપ્શન પણ ફાઈવસ્ટાર હોટલમાં ગ્રાંડ સ્કેલ પર થયું.શ્વેતા કે તેના માબાપને તો કાર્ડ સુદ્ધા નહોતું અપાયું. અપાયું હોત તો ય વર્ષોનો સંબંધ પળ ભરમાં તોડનાર સમીર કે તેના માબાપને ત્યાં સગાઇ, લગ્ન કે રિસેપ્શનમાં જવાનો તો સવાલ જ નહોતો.શ્વેતા માટે માબાપ સારા તેજસ્વી છોકરાની તપાસ કરતા રહેતા હતા.પણ સત્ય્વાદિતાનો આગ્રહ હોવાથી કોઈ છોકરો કે માબાપ ભૂલથી પણ હા પાડવા તય્યાર નહોતા થતા.નિરાશાથી ઘેરાયેલા માબાપે અંતે એક સહેજ કોઢ વાળો  છોકરો સાહિલ પસંદ કર્યો,જે સંભાવિત કોઢવાળી શ્વેતાને પરણવા તય્યાર હતો.કારણ કે તેને પણ કોઢ હોવાથી અને તે ય ચહેરા પર હોવાથી કોઈ છોકરી તેને સ્વીકારવા તય્યાર નહોતી થતી.તે છોકરો પણ એન્જીનીયર હતો અને અમેરિકા જવાની તય્યારી કરી રહ્યો હતો,તેના મોટાભાઈએ કરેલ સ્પોન્સરશિપ પર.શ્વેતા માટે તો કોઈ ચોઈસ રહી જ નહોતી.

આમ તો સાહિલ તેજસ્વી કારકીર્દી વાળો,આઈ.આઈ.એમમાંથી એન્જીનીયરીંગ પછી એમ.બી.એ.કરેલ હોવાથી તેનું ભવિષ્ય અહી ભારતમાં કે અમેરિકામાં ઉજ્જવળ જ રહેવાનું હતું.સાહિલ અને તેના માતા પિતા બહુ જ ભલા,સંસ્કારી અને સમજદાર હોવાથી શ્વેતાના માતાપિતા 

ખુશી ખુશી આગળ વધ્યા અને ગોળધાણાં,સગાઇ,લગ્ન,રિસેપ્શન બધું જ સારી રીતે હોંસથી સંપન્ન થયું. શ્વેતા અમેરિકા જતા પતિને ભાવભીની વિદાય આપી પોતાની સ્પોન્સરશિપની રાહ જોતી રહી.બહુ જલ્દીજ તેના પેપર્સ આવી જતા તે પણ અમેરિકા પહોંચી ગઈ.તેણે પણ ત્યાં પહોંચી એમ.બી.એ કરી લીધું અને બહુ જ સારો જોબ મળતા બેઉ હ્યુસ્ટનમાં સેટલ થઈ ગયા.સેટલ થતા જ ખેલદિલ સાહિલે સહુથી પહેલું કામ શ્વેતાની પ્લાસ્ટિક સર્જરી કરાવી તેના પીઠનો ડાઘ સમૂળો કઢાવી કોઢ થવાની તેની કાયમી ભીતિ જડમૂળથી દૂર કરી દીધી.ક્ષણભર માટે તેને ઉડતો વિચાર આવ્યો કે તેનો પ્રેમી સમીર તેમ જ તેના માતાપિતા પણ આ પ્લાસ્ટિક  સર્જરીના ઇલાજનો વિચાર કરી શક્યા હોત.પણ તરતજ માણસાઈ વગરના એ લોકોનો વિચાર આવ્યો જ કેમ તેના વિચારમાં તે સમીરની સરખામણી સાહિલ સાથે કરવા લાગી.સાહિલને તો કોઢ વધતો જ રહેતો હતો.પણ તોય શ્વેતાને સંભાવિત કોઢની કાયમી ભીતિથી તેને મુક્ત કરવાની ખેલદિલી દેખાડનાર સાહિલ તેની નજરમાં બે વેંત ઊંચો અદકેરો મહામાનવ સાબિત થઈ ગયો.તેમને  જોડિયા પુત્રીઓ  જન્મી જે સદભાગ્યે કોઢની કોઈ સંભાવિત નિશાની વગર મોટી થતી ગઈ.તેમના જન્મ સમયે શ્વેતાએ પોતાના માબાપને બોલાવ્યા તેમજ સાહિલે પોતાના માતાપિતાને પણ તેડાવ્યા.સહુ સાથે સાથે બબ્બે દીકરીઓનું પ્રેમથી લક્ષ્મી -મહાલક્ષ્મીની જેમ પાલન પોષણ  કરતા રહ્યા.એક વાર શ્વેતાના માબાપથી બોલી જવાયું: “અમે દીકરીના કોડ પૂરા ન કરી શક્યા.જો તે વખતે કોઢના ડાઘની વાત ન કરી હોત તો સમીરના માતાપિતા રાજી ખુશીથી તેની સાથે શ્વેતાને પરણાવી દેત.બે પ્રેમી એક થાત અને સુખે સુખે જીવત.”

તરત જ શ્વેતાએ કહ્યું:”મારા કોઢ તો તમે જ નહી, સાહિલે પણ પૂરા  કર્યા છે.મારા ડાઘની પ્લાસ્ટિક સર્જરી કરાવી તેણે મને ભયમુક્ત કરી પ્રસન્ન પ્રસન્ન કરી દીધી છે.અહીના જીવનમાં સાહિલ સાથે હું ખુશ ખુશ છું.ભલે તેનો કોઢ વધ્યા કરે છે;પણ તેનો મારા માટે,આ બે દીકરીઓ માટે પ્રેમ તો સમુદ્રની લહેરોની જેમ ઉછળતો રહે છે.કદાચ સમીરના  આરામી વૈભવી જીવનમાં મને અહી જેવી આગળ વધવાની તક પણ ન મળત,કદાચ અભિમાની એવા તેના માબાપ મને જોબ કરવાની સ્વતંત્રતા પણ ન આપત.ધનવાન સમીરનો પ્રેમ ધનની દોડ પાછળ મારા માટે કે મારા સંતાનો માટે એટલો ન રહેત જેટલો આ ભલાભોળા ભગવાન જેવા મનવાન સાહિલને  શરૂ થી લઈને અત્યાર સુધી દિલોજાનથી મારા માટે કે મારી આ બન્ને દીકરીઓ માટે છે.તમારી આ દીકરી શ્વેતાના તો બધા કોડ પૂરા થયા છે.હવે આપણી આ લક્ષ્મી-મહાલક્ષ્મીના કોડ ભગવાન પૂરા કરે.” શ્વેતાદીકરીની આ વાત સાંભળી પ્રેમાળ માતાપિતાની આંખોમાંથી શ્રાવણભાદરવો વરસવા લાગ્યો.બેઉ નાનીઢીંગલીઓ ખિલખિલાટ હસી રહી હતી.

(સમાપ્ત)                                           

(‘દિકરીના કોડ…’ વાર્તાપીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: