મેવા જ મેવા…

મહેન્દ્રને નાનપણથી જ માતાપિતા માટે અપરંપાર પ્રેમ હતો.સવારે આંખ ખુલતાજ માતાપિતાને ચોંટી પડે,શાળાએ જતા આવતા પણ માતાપિતાની કોટે વળગી પડે,લટકી પડે.શાળાથી આવીને તરત હાથપગ ધોઈ દૂધ નાસ્તો કરી હોમવર્ક પતાવી માબાપ સાથે શાળામાં બનેલી ઘટનાઓ કહેવામાં,શિક્ષકોએ શું નવું નવું શીખવ્યું સમજાવ્યું એ બધું કહેવામાં જ તેને આનંદ આવે.બીજા બે મોટા ભાઈઓ રમવા ભાગી જાય,તોફાન મસ્તી કરે,ધાંધલ ધમાલ કરે,ન તો માબાપની વાત  સાંભળે,ન તેમને આદર સન્માનથી જુએ કે ન તો ભણવામાં કોઈ ઉત્સાહ દેખાડે.મહેન્દ્રને ભણવાનો પારાવાર ઉમંગ-ઉત્સાહ।પહેલો બીજો જ નબંર રાખે.તેના થતા સતત વખાણથી બેઉ મોટા ભાઈઓ ઈર્ષાથી સળગી જાય.મોકો મળે નાના મહેન્દ્રને ધોલ- ધપાટ  પણ મારે.પરંતુ સ્વભાવે શાંત,કજિયાકકળાટ થી દૂર રહેનાર અને ઠંડા સ્વભાવનો મહેન્દ્ર ન શિક્ષકોને ફરિયાદ કરે કે ન માબાપ પાસે પણ રાવ ખાય .માબાપને એટલો  ચોંટેલો -વળગેલો રહે કે બધા તેને માવડિયો કહે. ભાઈઓ  તેની  ફિરકી ઉતરતા રહી તેને બાપનો ચમચો કહે.એક વાર પિતા કાદવમાં લપસી જતા સડક પર જોરથી પછડાયા તો દૂરથી તે જોતા જ મહેન્દ્ર દોડીને તેમને ઊભા કરી તેમનાં કાદવવાળા શરીર-કપડા લૂછી તેમને ઘરે લાવવા હાથ પકડીને લાવવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાજ તેને જોયું કે પિતાથી તો પગ  મંડાતો જ નથી.તે સમજી ગયો કે પગમાં મોચ- મરડ  કૈંક આવી ગયું લાગે છે તે તેમને રીક્ષામાં બેસાડી દવાખાને લઇ ગયો અને ત્યાં એક્સરે કરાવી,પાટો  બંધાવી રીક્ષામાં ઘરે લઇ આવ્યો.ઘરે લાવી તેમના કપડા શરીર વી.લૂછી કરી તેમને ખાટલામાં સૂવડાવી તેમને પાણી પાઈ કરી,બાને હિમત આપી ” બા,ચિંતા નાં કરતી.તરત ઈલાજ કરાવ્યો છે એટલે જલ્દી સારું થઇ જશે.”પછી પિતાને પોતાના હાથે ગરમ ગરમ રોટલો,દૂધ અને ખીચડી ખવડાવ્યા.

બાની આંખમાં આંસૂ આવી ગયા।બીજા ભાઈઓ તો રમતમાંથી નવરા પડે તો ઘરે આવેને?મોડા મોડા આવ્યા અને બફ્ઘની જેમ જોતા રહી ધીમેથી બોલ્યા:”વરસાદમાં કાદવમાં બહાર ન ગયા હોત તો પડત જ શાના?”નિવૃત્ત પિતા રમતિયાળ પુત્રોની ટીકા ટીપ્પણી ગળી ગયા.એવી જ રીતે બાનો મોતિયો ઉતરાવ્યો ત્યારે મહેન્દ્રે બાએ જ શિખવેલ પરોઠા-શાક કરી કરી બાને રસોડાથી,ધુમાડા થી,તાપથી દૂર રાખી તેમને પૂરો આરામ કરાવી આડોશ પાડોશમાં વાહ વાહ કમાઈ લીધી.ભાઈઓ મોં મચકોડી નાના ભાઈને માવડિયો કહી ચીડવતા રહ્યા.માતાપિતા તો મહેન્દ્રને ઘડપણનો સહારો અને શ્રાવણ જ માનવા લાગ્યા.

એમ કરતા કરતા મહેન્દ્રના ભાઈઓ તો મેટ્રિક પછી ભણવાનું છોડી નાનો મોટો ધંધો કરવા લાગ્યા.નસીબ હશે તે કમાવા પણ લાગ્યા અને ભણતા કરતા કમાતા દીકરાઓના સગાઇ-લગ્ન પણ જોતજોતામાં થઇ ગયા .લગ્ન  પછી પત્નીઓની અને તેમના માબાપની ચડામણીથી બેઉ મોટા દીકરા લડી ઝગડી ઘરનું ઘર વેચાવડાવી,પોતાનો ભાગ લઇ જુદા થઇ ગયા.ત્રણેય ભાઈઓ ભાડાના મકાનમાં ગોઠવાઈ ગયા।માતાપિતાને સાચવવા- સંભાળવાની જવાબદારી મહેન્દ્રને ભાગે આવી જેના માટે તે પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યો.  

ઈવીનીંગ કોલેજમાં અભ્યાસ કરતા રહી તેણે બી.એ.જ નહિ,એમ .એ .પણ કરી લીધું અને એલ .એલ . બી .નો અભ્યાસ  શરૂ કરી દીધો . દિવસ દરમ્યાન ટ્યુશનો,પાર્ટ ટાઈમ જોબ  ઇત્યાદિ કરતા રહી  તેણે વધતી મોંઘવારીનો સામનો કરકરી પિતાના અપ્પૂરતા અને ઓછા પડતા પેન્શનમાં પોતાની કમાણી  ઉમેરી હિમતભેર  ઘર ચલાવ્યું .માતા-પિતાએ તેને પરણાવવાની બહુ જ કોશિશ કરી;પણ તેણે પરણ્યા પછી પત્ની અને માતાપિતા વચ્ચે સૂડી સોપારી બનવું અને અંતે માબાપને અવગણવું તેને મંજૂર ન હોવાથી તે પચ્ચીમાથી પાંત્રીસ વર્ષનો થઇ ગયો તોય ન પરણ્યો તે ન જ પરણ્યો .તેને એક તેની સાથે બી .એ .માં ભણી અને પછી બી .એડ કરી અને હાલ એમ .એડ .કરનાર તેંત્રીસ વર્ષની માલિની સાથે સારી એવી ઘનિષ્ટ મૈત્રી હતી .બેઉ પરણવા સુદ્ધા તય્યાર હોવા છતાં મહેન્દ્ર માટે માતાપિતા પ્રત્યેની લોયલ્ટી ની સવિશેષ  પ્રાયોરીટી હતી અને તે છત્રીસ વર્ષ સુધી ન પરણ્યો તે ન જ પરણ્યો .માતાથી રસોઈ ન થતી તો તે પોતે માતાએ  શીખવેલ રસોઈ કરી માતાપિતાને જમાડી પ્રસન્નતા અને ધન્યતાનો અનુભવ કરતો .માતા પિતાને દક્ષીણ થી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધીની બધી નાની મોટી જાત્રાઓ કરાવી તે પોતાને કૃતકૃત્ય સમજતો .

અંતે માતા પિતાના અવસાન પછી જ તેને હજી તેની રાહ જોતી માલિની સાથે લગ્ન કરી પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો .તેમાય  તેણે શરત રાખી કે  આપણે વૃદ્ધોની સેવા કરી શકીએ એવો જ સહિયારો વ્યવસાય સ્વીકારી સેવા જ સેવા કરતા રહી જિંદગીના મેવા માણીશું.સંયોગે એક ‘સાંધ્ય જીવન મંદિર’માં તેમને નાનો મોટો જોબ મળી ગયો.એ સાંધ્ય જીવન મંદિરના સંકુલમાં એક આદર્શ વિદ્યાલય પણ સંચાલી હોવાથી માલિનીને તેમાં પ્રાચાર્યાની  અને મહેન્દ્રને મેનેજરની નોકરી મળી ગઈ.તેમને એક પુત્ર જન્મ્યો જે તે જ આદર્શ સ્કૂલમાં દાખલ થયો. 

 એમને એમ ત્રણેયને ત્યાં સારું ગોઠી ગયું.પુત્રનું નામ જય રાખ્યું અને તે ભણવામાં વિજય કરતો કરતો મેટ્રિક સુધી પહોંચી પણ ગયો.શાળાના બાળકો સાથે રમવામાં તેને મઝા આવતી.શાળામાં કામ કરવામાં માલિની ને આનંદ જ આનંદ હતો વૃદ્ધોની સેવા કરવામાં તેને અને મહેન્દ્રને અપાર સુખ મળતું .તેમના માટે રહેવાની ઉત્તમ સગવડ કરી દેવામાં આવી હતી।એક નાનકડો એ .સી .રૂમ,સાથે ટી  .વી . અટેચ્ડ બાથરૂમ,ફરતો બગીચો,રમતા અસંખ્ય બાળકો,નાનકડું, બધા દેવી  દેવતાઓનું મંદિર,અવારનવાર  ગોઠવાતા મનોરંજન કાર્યક્રમો,પર્યટનો,તહેવારોની ઉજવણી ઈત્યાદિ વચ્ચે જીવન આનંદ,ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહેતું.પગાર તો ધર્માદા સંસ્થા હોવાથી સાધારણ જ હોવા છતાં ય તેઓ રહેવા,જમવા,સેવાભાવે નોકરી કરવામાં ખુશ ખુશ જ રહેતા.

એક વાર મોટા થતા પુત્રે એમ જ વ્યંગ્યમાં કહ્યું:”પપ્પા-મમ્મી,સેવા કરવા તમે અહી જોડાયા છો .પણ સેવા કરનારને મેવા મળે એમ કહેવાય છે તો તમને કે આપણને મેવા તો નથી મળતા.”મહેન્દ્ર તો જોરથી અટ્ટહાસ્ય કરતા બોલ્યો:”અરે બેટા, આપણે  તો મેવા જ મેવા મેળવતા રહીએ છીએ.જો ને  ખૂલ્લા દિલથી હસીએ છીએ,હરીએ ફરીએ છીએ,આ કાલ મોંઘવારીમાં વગર ભાડે એ .સી .રૂમમાં રહીએ છીએ,ચેનલોની મોંઘી ફી ભર્યા વિના બધી ચેનલો વાળો ટી .વી .જોઈએ છીએ,વિદ્યાર્થીઓના અને વૃદ્ધોના ‘અન્નપૂર્ણા’ ભોજનાલયમાં ફરતું ફરતું તય્યાર ભાણે જમીએ છીએ,મનોરંજન કાર્યક્રમો ઘેર બેઠા જોઈએ છીએ,રીક્ષાના ભાડા વધવાનો આપણને કોઈ પ્રોબ્લમ નડતો નથી,જોબ પર જવા માટે મોડા વહેલા થવાનો સવાલ જ સામે આવતો નથી.આબધાનો વિચાર કર તો જે હાશ નિરાંત આપણને મળે છે તે તો બસ મેવા જ મેવા છે.”

 મહેન્દ્ર  નો ‘મેવા જ મેવા’નો આ નવો દૃષ્ટિકોણ જોઈ-સાંભળી ત્રણેય  ખુલ્લા દિલે જોરથી હસી પડ્યા.

 (સમાપ્ત)

(‘મેવા જ મેવા…’વાર્તા પીડીએફ્રમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: