વોકર…

ખૂણામાં પડેલા વોકરની સામે સુનમુન બેસી એકી ટસે કેતન જોતો જ રહ્યો.હજી ગઈ કાલ સુધી તો પોતે છ છ દાયકાની પ્રેમાળ જીવનસંગિની કંચનને વોકર પકડી મોટા ઘરના વ્યવસ્થિત ફર્નીચર ને ફરતી, ગણીને બરાબર દસ ચકરડા મારતી,સાથે સાથે ચાલી વાતો કરતી  કરતી હસતીબોલતી  જોઈ શકેલો.અને આજે તેની આંખોને કંચન વગરનું સ્કેલીટન જેવું જડવત નિર્જીવ વોકર જોવાનું? તેની સામે વોકર સાથે સંકળાયેલી સઘળી સ્મૃતિઓ તરવરવા લાગી,સળવળવા લાગી.કંચનને સ્ટ્રોક આવ્યા પછી હોસ્પિટલથી રીહેબમાં  – થેરપી સેટરમાં લાવ્યા બાદ જયારે તે કંચનને વ્હીલચેરમાં સવાર-સાંજ કસરતો કરવા લઇ જતો ત્યારે બીજા અનેક અનેક થેરપી લઇ રહેલા લોકોને વોકર પકડીને ચાલતા જોઈ કંચન દયામણું મો કરી કેતનને પૂછતી:”મને ક્યારે વોકર આપશે?” કેતન તેને પોઝિટીવ -હકારાત્મક અભિગમદૃષ્ટિ આપતા હસતા મોઢે કહેતો:”બસ,બે-ચાર દિવસમાં જ”.પણ બે ચાર અઠવાડિયા સુધી પણ જયારે તેને વોકર-યોગ્ય ન સમજી થેરપીસેંટરવાળાઓએ વ્હીલચેરમાં જ  લઇ જઈ ઊઠવા- બેસવાની,ઊભા રહેવાની,બે બાર વચ્ચે બાર પકડીને ચાલતા શીખવાની અને એવી એવી કસરતોનો  અભ્યાસ જ દિવસોના દિવસો સુધી ચાલુ રાખ્યો.”બે- ચાર દિવસમાં જ”એવા પતિ કેતનના શબ્દો પરનો કંચનનો વિશ્વાસ ઊડી ગયો.

બેચાર દિવસોને બદલે બેચાર અઠવાડિયા થઇ ગયા એટલે રડતા અવાજે એ બોલી :”મને ખોટા ખોટા આશ્વાસનો આપી મૂરખ ના બનાવો.આ લોકો મને વોકર નહિ જ આપે.વ્હીલચેરમાં જ ઘરે મોકલશે ને  જિંદગીભર હું વ્હીલચેરમાં તમારા  ભરોસે પરાધીન બની ફરતી રહીશ,જીવતી રહીશ.”હે ભગવાન,આના કરતા મને ઉપાડી લીધી હોત તો ન રહેત બાંસ ન રહેત  બાંસરી-હું અને તમે બેઉ છૂટી જાત.”

“બસ,વ્હાલી,થોડી ધીરજ રાખ.એવું અશુભ અશુભ ના બોલ.તને વોકર મળશે એટલે મળશે જ.વોકરથી ચાલતી શીખીને જ વોકર સાથે લટકંતી ચાલે આરામથી ચાલતી ચાલતી ઘરે આવવાની.વ્હીલચેરને  તો બાય બાય ” .

અને ખરેખર બરાબર છ અઠવાડિયા પછી પગમાં પૂરતી શક્તિ આવી ગયાની ખાતરી થયા બાદ  થેરાપિસ્ટ અધિકારીએ કંચનના હાથમાં વોકર આપી ધીરે ધીરે ચાલવાની પ્રેક્ટીસ શરૂ કરાવી.કંચનની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા-માનો નવા પગ આવી ગયા હોય,નવી જિંદગી મળી ગઈ હોય.જેની છ છ અઠવાડિયાથી અધીરાઈ પૂર્વક કાગડોળે પ્રતીક્ષા કરતી હતી તે વોકર મળતા જાણે સંજીવની બૂટી મળી ગઈ હોય એવી ખુશ ખુશ થઇ ગઈ.બે દિવસમાં તો વોકરના સહારે આરામથી સહજ રીતે ચાલતી થઇ ગઈ .બીજા બે અઠવાડિયામાં તો તેને થેરપી સેન્ટરમાંથી ડિસ્ચાર્જ પણ મળી ગયો.વ્હીલચેર પણ જરૂર પડ્યે કામ આવશે, વપરાઈ શકશે એવું થેરપી સેન્ટરના અધિકારીની સૂચનાને બિલકુલ અવગણી  કંચન પતિ કેતન સાથે વોકર ફોલ્ડ કરી કારમાં બેસી ઘરે પણ આવી ગઈ.વોકર સાથે સાત ફેરા ફરી હોય તેવી અને તેટલી લોયલ્ટી સાથે તે વોકરને પતિ કેતનની જેમ જ ચાહતી થઇ ગઈ. 

“આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું”ના ભજનની જેમ આંખ ખુલતા જ તેની નજર વોકર પર પડતી. સ્વપ્નમાં પણ તેને વોકર જ વહારે દેખાતું તેમ તે પતિને હોંશે હોંશે કહેવ લાગી.અમેરિકાના મોટા   હાઉસના સારા એવા મોટા ડ્રાઈવ વે પર પણ તે મે  મહિનાની વોર્મ વેધરનો લાભ લેતી પાંચ રાઉન્ડ તો હસતા બોલતા મારવા લાગી.પતિ કેતન સાથે સાથે કંચનની ગતિએ વાતો કરતો,તેનો પોઝીટીવ – સકારાત્મક અભિગમ વધારતો એટલી જ હોંસથી ચાલતો રહેતો.   અને કોણ જાને શું ય થયું કંચન વોકરથી પણ કંટાળી ગઈ,ત્રાસી ગઈ .

“આ વોકરથી ક્યારે છુટીશ?”એ પ્રશ્ન તે વારંવાર પૂછવા લાગી.”આના કરતા તો મોત સારું.”એમ પણ બોલવા લાગી.

“તમારો હાથ પકડીને ના ચાલી શકું?”એ પ્રશ્ન પ્રેમ- પ્રસ્તાવ પ્રસ્તુત કરતી પ્રેમિકાની જેમ પૂછવા લાગી ગઈ.

“મોત સારું।.મોત સારું “એમ ના  બોલ . તો  ઘણું ઘણું જીવવાની .તારી સાથે તારા જ જન્મદિવસે જન્મેલી મધુબાલા વર્ષો પહેલા નાની ઉમરે જ ગુજરી ગયેલી અને તું જીવતી છે.છે ને તારું ભાગ્ય અને મારું અહોભાગ્ય?હજી તો આપણાં દામ્પત્યજીવનની ડાયમંડ જ્યુબિલી મનાવીશું,કોઈ નવા રમણીય સ્થળે હનીમૂન પર જશું અને મોજ મજા કરીશુંતું સો ટકા ચાલતી થઇ જવાની. મારો હાથ પકડીને તો ક્યારેક ક્યારેક ચાલે જ છે.અને હવે તો તમારો હાથ પકડ્યા વિના અને વગર  વોકરે બસ ચાલતી થઇ  જવાની.”

કંચન ખુશ ખુશ થતી હસીને બોલી :’તમારા મોં માં ઘી સાકર!તમે જોજોને તમે કહો છો તેમ વગર  વોકરે ચાલતી થઇ જઈશ.”

અને ત્યાં જ વોકરનું પાછલું પૈડું તૂટી ગયું,વોકરનું બેલેન્સ ગયું,વોકર પડ્યું અને કંચન ગબડી પડી .બ્રેઈન  ઇન્જરી   થતા તત્કાલ  હોસ્પિટલ લઇ જતા ત્યાં જ તેને મૃત જાહેર કરી.તેના રોમ રોમમાંથી કેતનને તેના અંતિમ શબ્દો  પ્રતિઘોષ રૂપે વારંવાર સંભળાવા  લાગ્યા:”તમારા હાથ પકડ્યા  વિના અને વગર વોકરે ‘બસ, ચાલતી થઇ  જવાની..ચાલતી થઇ જવાની કહેનાર ખરેખર કેતનને છોડી બસ ચાલતી થઇ જ ગઈ-કાયમ માટે .અને પાછળ રહી ગયું વોકર-પ્રાણ વગરનું,જડવત,વચમાં કંચન વગરનું.ફ્યુનરલથી આવી  કેતનને કંચન વગરનું વોકર જ જોવાનું હતું .તેને વોકરને તો ફોલ્ડ કરી ખૂણામાં મૂક્યું ;પણ કંચનની છ છ દાયકાની સહસ્રો સાહસ્રો સ્મૃતિઓને તો કેતન થોડી જ ફોલ્ડ કરી શકે તેમ હતો ?

અને ખૂણામાં ફોલ્ડ કરીને મૂકેલ વોકરને કેતન સુનમુન   થઇ  એકી  ટસે બસ જોતો જ રહ્યો .વગર વોકરે કંચન તો ચાલતી જ થઇ ગઈ.

 (સમાપ્ત)
(‘વોકર’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: