માથાનો દુઃખાવો…

 

પ્રોફેસર ડોક્ટર લીલા નાયક સદાય સ્વસ્થ,તંદુરસ્ત અને નીરોગી રહેતા હોવાથી હર હમેશ કહેતા રહેતા:”પહેલું સુખ તે જાતે નર્યા અને મને તો નખમાં ય રોગ નથી..નો મેડિકલ પ્રોબ્લમ,નો મેડિસિન એટ ઓલ ! નોક વુડ !” વિદૂષી લીલા નાયકે એમ.એ. પી- એચ..ડી. કર્યા બાદ ડી.લિટ પણ કર્યું હોવાથી તેમનું નામ -માન વિશ્વ વિદ્યાલયમાં  મોખરે હતું.લગ્નજીવન પણ સુખી સુખી.દીકરો-દીકરી એમ બે બાળકો સાથે સદાય સંતોષ, આનંદ,પ્રસન્નતા અને ધન્યતાનો સતત અનુભવ કરતા પોતાના લેખનકાર્યમાં  વ્યસ્ત-મસ્ત રહ્યા કરે.પતિ મેડિકલ ડોક્ટર હોવાથી અને બહુ જ સારી પ્રેક્ટિસ હોવાથી બે કાર,ચાર બેડરૂમનો સરસ સજાવેલો ફ્લેટ,બેઉ બાળકોને શહેરની બેસ્ટ સ્કૂલમાં એડમિશન -આમ બધી જ રીતે સુખ સુખ અને સુખનો સતત સાક્ષાત્કાર પ્રો..ડો..લીલા  નાયકને નચિંત,નફિકરી,બિન્ધાસ લાઈફસ્ટાઈલ જીવવાની આઝાદી આપતો  રહેતો..

સવારે સરસ ચા સાથે મહારાજે  બનાવેલો ગરમ નાસ્તો,ઘી-જીરાળુ લગાડેલ ફરસા ખાખરા,થોડું ફ્રુટ,થોડા ડ્રાય ફ્રુટ વી.ખાઈ પતિ -પત્ની પોતપોતાના વ્યવસાયે નીકળી પડે અને બેઉ બાળકોને સરસ મઝાના  તૈયાર કરી,યુનિફોર્મ પહેરાવી, દૂધ-નાસ્તો કરાવી,સાથે બપોરનું લંચ તેમની ફેન્સી સ્કુલ-પેકમાં મૂકી તેમની બાઈ તેમને બસ સ્ટોપ પર મૂકી આવે.લીલા નાયક વિભાગાધ્યક્ષ હોવાથી પોતાના ખાસ કક્ષમાં એમ.ફિલના ક્લાસ લે, તેમ જ પી.એચ-ડી.ના છાત્રોનું ગાઇડન્સ કરે અને સરેરાશે એકાદ ક્લાસ પણ એમ.એ.નો લે. તદુપરાંત મીટીંગો, કોન્ફરન્સો, સેમિનાર ઈત્યાદિ પણ અટેન્ડ કરતા રહે.આમ જુઓ તો આરામનો વ્યવસાય અને આરામની જિંદગી.બાદશાહી દિનચર્યા.

પણ અભિમાન તો રાવણનું પણ રહ્યું નહોતું તો સારી તબિયતનું તેમનું અભિમાન પણ શેનું રહે?એકાએક એક રાતે તેમને  માથાનો દુખાવો શરૂ થઇ ગયો અને પતિના કહેવાથી એનેસિન લઇ સૂવાનો પ્રયાસ કર્યો;પણ ન માથાનો દુખાવો ઓછો થયો કે ન તો ઊંઘ આવી.સવારે રોજની સ્ફૂર્તિની જગ્યાએ સુસ્તી જ સુસ્તીનો અને સતત માથાના દુખાવાનો  જ એકધારો અનુભવ થતો રહ્યો..રજા લઇ ઘરે જ રહેવાનો,આરામ કરવાનો નિર્ણય કરી પોતાના વિભાગ-પી.એ ને ફોન કરી દીધો કે પોતે આજે નહિ આવે,સી.એલ પર છે.પરંતુ માથાનો દુખાવો ઓછો થવાનું નામ જ ન લે.દુખાવો પણ ભયંકર.

છેલ્લી  કોન્ફરન્સમાંથી આવતી વખતે દિલ્લીથી લાવેલી સ્પેશ્યલ મીઠી વરિયાળી, જેને ત્યાંના હિન્દીભાષી લોકો ‘મુખસુખ’ કહેતા તે. મોંઢામાં મૂકી તે મુખસુખનું સુખ લેવાનો પ્રયાસ કર્યો..સારું લાગ્યું;પણ માથાનો દુખાવો તો તેમનો તેમ જ.ફોન કરી ડોક્ટર પતિને પૂછી જોયું તો વધુ સ્ટ્રોંગ બે એડવિલ લેવાનું કહેતા તે પણ લઇ જોઈ.પણ માથાનો દુખાવો તો  એ જ.એસિડિટી થવાથી મોઢું પણ કડવું કડવું થવા લાગ્યું.ફરી  પેલી ભાવતી એવી  મનપસંદ મુખસુખ વરિયાળીનો બુકડો  મોં માં નાખ્યો..માથાનો દુખાવો ક્યારેય થયેલો  નહિ એટલે નો મેડિકલ પ્રોબ્લમવાળા લીલા નાયક વધુ ને વધુ પરેશાન થવા લાગ્યા.

પતિને ફરી ફરી ફરિયાદ કરી તો પતિએ ટેસ્ટ કરાવવા પોતાની જાણીતી લેબોરેટરીમાં લીલા નાયકને મોકલ્યા તો બ્લડ ટેસ્ટથી લઇ સી.ટી સ્કેન,બ્રેઈનનો એમ.આર.આઈ વી. અનેક ટેસ્ટો કરાવી;પણ બધી ટેસ્ટો નોર્મલ રિઝલ્ટ દેખાડતી રહી એટલે પતિ પણ મૂંઝાયા અને માથાના આ સખત દુખાવાનો શો ઈલાજ કરાવવો તે ન સમજાતા, મોટા ન્યુરોલોજીસ્ટનું એપોઇન્ટમેન્ટ લઇ તેમને પણ કન્સલ્ટ કરી જોયા.ફરી પાછા અમુક ટેસ્ટ રીપિટ કરી જોયા.પણ માથાના દુખાવાનું કોઈ કરતા કોઈ ડાયગ્નોસિસ ન મળતા છેવટે લીલા નાયકને  વર્ષો જૂની માતા પિતા દ્વારા લેવાતી આયુર્વેદિક દવાઓ યાદ આવવા લાગી. જુના અને જાણીતા વૈદ્યરાજ ભવાનીશંકરને  ત્યાં તેમનું એપોઇન્ટમેન્ટ લઇ તેમની શરણમાં પહોંચી ગયા

વૈદ્યરાજે જૂની ઓળખાણ યાદ રાખી  લીલા નાયક અને તેના પતિને વહેલા અંદર લઇ લીધા. તેમની ટેવ પ્રમાણે ખાનપાન ઈત્યાદિની વિગતો પૂછતા પૂછતાં  “જમ્યા પછી કાંઈ ખાઓ છો?”એમ તેમણે પૂછ્યું તો સહજ સ્વાભાવિક રીતે લીલા બોલી:”હા,હું દિલ્લીથી મારી છેલ્લી ટ્રિપથી લાવેલ ‘મુખસુખ વરિયાળી’ જમ્યા પછી જરૂર ખાઉં છું.”

તરત વૈદ્યરાજે પૂછ્યું:”દિવસમાં કેટલી વાર ખાઓ છો?”

જવાબમાં લીલા બોલી:”જયારે મન થાય ત્યારે વારંવાર ખાઉં છું.ભાવે છે.સ્વાદ પણ સારો.. સુગંધિત વરિયાળીથી મોઢું પણ સારું થાય એટલે હાલતા ચાલતા ખાઉં છું.”

લીલાનો એ જવાબ સાંભળતા જ વૈદ્યરાજ બોલ્યા:”આજથી જ -અત્યારથી જ એ વરિયાળી ખાવાનું બિલકુલ બંધ કરી દો..”

“વરિયાળીનો કાંઈ વાંક?”

‘હું જેમ કહું છું તેમ કરી તો જુઓ..કાલ સવાર થી જ જોશો થતો લાભ.

લીલા નાયકે વરિયાળી ખાવાની વારંવાર થતી ઇચ્છા દબાવી,સમજોને લગભગ મારી જ નાખી અને આખો દિવસ વરિયાળીનો દાણો પણ મોઢામાં ન મૂક્યો..ડોક્ટર પતિ તો વૈદ્યરાજના ‘ટો લ કલેઈમ’પર હસતા રહ્યા.પણ પત્નીના વિશ્વાસ પર વિશ્વાસ મૂક્યો..

‘રાત ગઈ અને વાત ગઈ’ કહેવતની જેમ જ સવારે યાદ પણ ન આવ્યું કે માથાનો કોઈ દુખાવો તેમને સતાવી રહેતો હતો..ડોક્ટર પતિએ જયારે ચા પીતા પૂછ્યું:”શું કહે છે માથાનો દુખાવો?” તો સાશ્ચર્યાનંદ સાથે તે પોકારી ઊઠી:”અરે કમળ છે,નામનો ય દુખાવો નથી.પહેલા કાલ સુધી માથાનો દુખાવો હેરાન-પરેશાન કરી રહ્યો હતો તે પણ ભૂલાઈ જ ગયું.આઈ એમ અમેઝ્ડ ! વોટ એ મિરેકલ?”

તરત હરખાઇ થઇ, હરખપદુડી બની તેણે વૈદ્યરાજ ભાવાનીશાન્કારને ફોન કર્યો અને આ ખુશખબર જણાવ્યા અને પૂછ્યું :”આ તે કેવો ચમત્કાર?”

વૈદ્યરાજે શાંતિથી કહ્યું:”વારંવાર વરિયાળી ચાવતા ને ચાવતા દાંત અને જડબા સાથે જોડાયેલી મગજની નસો ખેંચાતા આવો દુખાવો કહેવાય નહિ,સહેવાય નહિ,રહેવાય  નહિ તેવો થાય અને અનુભવે અમે આવું બધું જાણીએ અને તરત તાત્કાલિક વગર દવાનો ઈલાજ કરીએ-બતાવીએ..હવે એ વરિયાળીની સામે પણ ન જોતા.”

પ્રો.ડો.લીલા નાયકે માથાનો દુખાવો બનેલ મુખવાસની વરિયાળીની બોટલ ફેંકી દીધી..

(એક સત્યઘટનાત્મક કથા)                           

(સમાપ્ત)

(‘માથાનો દુઃખાવો’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: