મુશ્કિલ – આસાન…

દર વર્ષની જેમ નેહા દાદા-દાદી સાથે રહેવા અને ભારત-ભ્રમણ કરવા અમદાવાદ આવી પહોંચી.આ વખતે પહેલી વાર કેસર કેરી અને વલસાડ હાફુસ આંબો ખાવા માટે તે સમર વેકેશનમાં આવી પહોંચી .દર વખતે તેને અમદાવાદ શિયાળામાં જ આવવું ફાવતું.ભણતી ત્યારે ય નિયમિત આવતી રહેતી અને  હવે તો જોબમાંથી રજા મેળવી એ ચાર અઠવાડિયા માટે આવી પહોંચી.દાદા-દાદી બેઉને પણ નેહા આવતા પારાવાર આનંદ થતો અને આ વખતે તો તે ઉનાળામાં કેરી સિઝનમાં આવી એટલે તો તેમનો આનંદ અનેક ગણો વધી ગયો. જામનગરથી,વલસાડથી ,મુંબઈ થી કેરીઓના ટોપલાના ટોપલા મંગાવી રાખવાનું તેમણે  પોતાના કાયમી ફ્રુટ સપ્લાય કરનાર દુકાનદારને કહી રાખ્યું અને નેહાને  એરપોર્ટ રીસીવ કરતાની સાથે  તેને ભેટીને પ્રેમપૂર્વક ઉત્સાહભેર કહ્યું:”આ વખતે તો તને બેઉ ટાણે કેરી જ કેરી ખવડાવી મોજ કરાવવી છે.ઉનાળાની ગરમી આપણને એ.સી.માં ક્યાંથી નડવાની છે? કાર પણ એ.સી.છે એટલે  અને જ્યાં જયારે પણ ક્યાંક મોલમાં કે થીયેટરમાં જઈએ તો એ.સી તો બધે ભરપૂર હોય જ છે. બંગલામાં  પણ  બધા જ રૂમોમાં,હોલમાં અને  ડાયનિંગ એરિયામાં સુદ્ધા એ.સી.ગોઠવ્યા જ છે આપણે. અને આપણે સાવ નજીકના માઉન્ટ  આબુ હિલ સ્ટેશન પણ જઈશુ .

નેહા ખુશખુશાલ થતી દાદા દાદીને ભેટી ,પ્રણામ કરી શુષ્ક રણમાંથી પ્રેમોદ્યાનમાં  આવી હોય તેમ ખુશાલી જાહેર કરતા એમ બોલતા બોલતા બહાર નીકળવા  લાગી:”વાઉ,શું લાઈફ છે? ઇન્ડિયા એટલે ઇન્ડિયા.કહેવું પડે.આઈ લવ ઇન્ડિયા”.ઘેર પહોંચી તેણે દાદા દાદી સાથે મહારાજની બનાવેલી બેપડી રોટલી અને રસ,ઢોકળા સાથે,ઊંધિયા અને ફજેતા ભાત   પ્રેમથી,દિલથી ખાધા .ઘરનું  ખાવાનું, દાદા-દાદી  સાથે ખાવા માટે છેલ્લું અપાયેલું એર ઇન્ડિયાનું ખાણુંપણ ન તેણે  ખાધું સુદ્ધા નહોતું . જમ્યા પછી તે “કૌન બનેગા કરોડપતિ?” જોઈ,પપ્પા-મમ્મીની,દીદીની વાતો કરતી કરતી આરામથી થોડી મોડી  જ સૂઈ ગઈ . સૂતા પહેલા તેણે  પપ્પા-મમ્મી તેમ જ  દીદીને ફોન કરી સુખપૂર્વક ભારત પહોંચી ગયાના સમાચાર જણાવી દીધા .તેને ઇન્ડિયા આવી ક્યારેય જેટલેગ ન લાગતો કારણ કે તે દાદા દાદીને મળવા અને ઇન્ડિયા એન્જોય કરવાના ઉમળકામાં એટલી પ્રસન્ન પ્રસન્ન થઇ જતી કે તેને નામનો ય જેટલેગ ન લાગતો.

સવારે દાદી  દાદા તો બ્રાહ્મમુહૂર્તમાં,મળસ્કે જ ઊઠી જવાના આદી  હોવાથી અને નાહી – ધોઈ,સેવાપૂજા કર્યા બાદ જ ચા-નાસ્તો કરવાવાળા હોવાથી નેહાને તો જાગતાની સાથે જ આદુ-ફુદીનાવાળી મસાલેદાર ચાની મસ્ત મઝેદાર સુગંધ આવી અન ઝટપટ બ્રશ કરી તે ચા નાસ્તો કરવા ગોઠવાઈ ગઈ. ઘી- જીરાળુ ભભરાવેલા ખાખરા અને  મહારાજે આગલી રાતે બનાવી રાખેલી કડક ભાખરી સાથે બે કપ ચા પીવામાં તેને લહેર પડી ગઈ.થોડું બંગલાના બગીચામાં ઝૂલા પર બેસી,અગાસીમાં વોકિંગ કરી આવી નેહા નાહી ધોઈ દાદા-દાદી સાથે હવેલી દર્શને ગઈ .તેને આ બધું ગમતું .નાનપણમાં ભારતમાં રહી હોવાથી તેમ જ દર વર્ષે ભારત આવતી રહેતી હોવાથી તેને દેવ-દર્શન,પ્રભુ -આરતી,પ્રસાદ વી.બહુ જ ગમતા .હજી તે દાદા દાદીના સંસ્કારવારસાના  કારણે  પૂરી અમેરિકનાઇઝ્ડ થઇ નહોતી.                                                                                  રવિવાર હોવાથી સાંજની નાટકની ટિકિટો દાદા દાદીએ બુક કરાવેલ હોવાથી તેને નાટ્યગૃહ જવામાં,નાટક જોવામાંબહુ મઝા આવી.તેમાં વારંવાર વપરાતો “મને આ બાબતનો  નામનો ય છોછ નથી”નો પ્રયોગ તેના અંતર્મનમાં પેસી ગયો,ઘર કરી ગયો .પાછ ફરતા તેને દાદા દાદીને પૂછ્યું પણ ખરું કે આ ‘છોછ’ નો અર્થ શો ?મને સમજાવશો?” 

“બેટા,આ પૂછવામાં તને છોછ ન લાગ્યો ને? બસ, એનો અર્થ એટલો જ કે  સંકોચ નથી,ક્ષોભ નથી,શરમ નથી.” 

પછી તો વાતે વાતે “મને ઇન્ડિયા અમેરિકાથી વધુ ગમે છે એમ કહેવામાં મને કોઈ છોછ નથી .”અને એમ છોછ શબ્દનો પ્રયોગ કરવા માંડી પડી .છોછ શબ્દ વાપરવાનો તેને જરાય છોછ ન લાગતો એ વાતની તેને પોતાને ય નવાઈ લાગવા માંડી .

ત્રીજે દિવસે, અઠવાડિયા માટેનું માઉન્ટ આબુ ની ‘મુશ્કિલ-આસાન’ હોટલનું  બુકિંગ અગાઉથી કરાવી રાખેલ હોવાથી ત્રણે ય ડ્રાઈવર સાથે કારમાં માઉન્ટ આબુ પહોંચ્યા .’મુશ્કિલ-આસાન ‘હોટલનું નામ,તેનું લોકેશન અને તેમાંની સગવડો અને ખાસ કરી દરેક માટે ઓર્ડર પ્રમાણે ભોજન તૈયાર કરી ઉષ્માભેર પીરસવાની વ્યવસ્થા તેને બહુ જ ગમી ગઈ .રહેવાના રૂમો પણ સુંદર,સરસ અને સુવિધાપૂર્ણ હોવાથી નેહા ખુશ ખુશ થઇ ગઈ . હોટલના માલિકો પિતા,પુત્ર અને માતા ત્રણેય ‘અતિથી દેવો ભવ’ ને સાકાર કરતા સહુની આગતા સ્વાગતમાં લાગેલા રહેતા  અને તે ય પ્રેમથી,ઉમંગથી.તેને વાતચીત દરમ્યાન જણાઈ આવ્યું કે પિતા રસિકકાકા હોટલ બિઝનેસના કિંગ છે.અમદાવાદ,સૂરત,રાજકોટ,દમણ બધેય તેમણે, પોતાનું આતિથ્ય ભાવે મહેમાનોને સાચવવાની  આવડત અને હોંશિયારીથી નામ -દામ બેઉ ખૂબ ખૂબ કમાયેલા છે .હોટલોના નામ પણ અવનવા.અમદાવાદમાં, ‘સાસરિયું”,રાજકોટમાં ‘પીયરિયું’,સૂરતમાં’મોસાળ’ અને દમણમાં ‘માનું રસોડું’. બધેં બિસલેરી પાણી,વિધ વિધ પ્રકારના મુખવાસ અને સવાર,સાંજ અને રાત ફ્રુટ પ્લેટ એ તેમની  હોટલોની પોતાની આગવી વિશેષતા જાણીતી થઇ ગયેલી .હોટલના યંગ માલિક ઈલેશ સાથે નેહાને દોસ્તી થઇ ગઈ.ઈલેશ વિદેશ જઈ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને અનુભવ પ્રાપ્ત કરી અમદાવાદ અને આસપાસ હોટલો ખોલતો ગયો,સફળતા પામતો ગયો અને માઉન્ટ  આબુની હોટલનું નામ “મુશ્કિલ નહિ કુછ ભી,સબ આસાન હૈ’ગઝલના આધારે ‘ મુશ્કિલ- આસાન’ પાડેલું .એ જ તેમની પહેલી હોટલ .ત્રણ દિવસનું બુકિંગ કરાવેલું;પણ ગમી ગયું એટલે પૂરું અઠવાડિયું રોકાઈ  નેહાએ દાદા દાદી સાથે અને ઈલેશ સાથે મોજ મઝા કરી અમદાવાદ જતી વખતે .ઈમેલ એડ્રેસ લઇ,મોબાઈલ નમ્બર લઇ નેહા સતત તેના સંપર્કમાં રહેવા લાગી .ઈલેશ અમદાવાદ આવ્યો તો મળવા પણ ઘરે આવ્યો અને ત્રણેયના પોતાની ‘સાસરિયું’ હોટલમાં  ડિનર  પર નિમંત્રિત કર્યા .દાદા-દાદીએ પણ ઈલેશ અને તેના માતા પિતાને જમવા બોલાવ્યા .દાદા દાદીને ઈલેશ ગમી ગયો,નેહાને તો બહુ જ ગમી ગયો અને અમેરિકા પાછી જઈને પણ તે ઈલેશના સતત સંપર્કમાં રહેવા લાગી .ઈલેશ હોટલ મેનેજમેન્ટની કોઈ મોટી કોન્ફરન્સ અટેન્ડ કરવા ન્યુયોર્ક આવ્યો તો નેહા અને તેના માતા પિતાને મળવા ન્યુ જર્સી તેમને ઘેર પહોંચી ગયો .નેહાના માતા પિતાને ઈલેશ ગમ્યો,નેહાને ગમતો છોકરો ત્યાં અમેરિકા આવી ભારતીય પરંપરાવાળી  હોટલો ખોલી ધૂમ કમાઈ શકે એમ તેને છૂપો આડકતરો મેસેજ પણ આપ્યો .પરંતુ માતાપિતાને છોડી,તરછોડી અને જન્મભૂમિ ભારત છોડી,ગુજરાત છોડી તે ત્યાં કોઈ કરતા કોઈ સંજોગોમાં જવા તૈયાર ન જ હતો .બીજે વર્ષે દર વર્ષની જેન નેહા અમદાવાદ ગઈ તો દાદા દાદી સાથે ઈલેશ પણ એરપોર્ટ તેને રીસીવ કરવા આવી પહોંચ્યો હતો .

ઈલેશના પિતા પોતાની જ્ઞાતિના અગ્રગણ્ય હોવાથી તેઓ પુત્ર ઈલેશને પોતાની જ્ઞાતિમાં જ પરણાવવાના આગ્રહી હતા.એક પછી એક છોકરી વર્ષ દરમ્યાન બતાવતા રહ્યા અને નેહાના પ્રેમ બંધનમાં બંધાયેલો ઈલેશ કોઈ ને કોઈ કારણ-બહાનું બતાવી પ્રસ્તાવો ઠેલતો રહ્યો .પિતાની ધાક તેના પર એટલી બધી હતી કે તે માતાને તો પોતાની પ્રેમકહાની કહી શક્યો;પણ કડક સ્વભાવના પિતાને ન તો એ કહી શક્યો કે ન માતા પણ પતિને કહેવાની હિમત કરી શકી .આ બાજુ નેહાના માતા પિતા અમેરિકા આવવા માંગતો જ ન હોય એવો જમાઈ પસંદ કરવા રાજી ન હોવાથી નેહાનું વર્તમાન અને ભવિષ્ય બેઉ  અદ્ધર જ અદ્ધર રહ્યા કર્યું.અંતે તેણે હિમતભેર ઈલેશના પિતાના  બંગલે જઈ સાફ સાફ કહી દીધું કે:”હું અને ઈલેશ એકબીજાને ચાહીએ છીએ .તમારી બીકે એ અમારા પ્રેમ ની વાત તમને કહી નથી શકતો.તમે નાતની પકડમાં રહી તેને છોકરીઓ બતાવો છો અને તે બહાનાબાજી કરી ટાળતો રહે છે .જો તમને આ સંબંધ માન્ય ન હોય તો હું તેને મારી સિટિઝનશિપના  આધારે ત્યાં અમેરિકા ભગાડી લઇ જઈ શકું તેમ છું .મારા માતાપિતા અને મારી દીદીને પણ અમેરિકા આવી સેટલ થાય એવો જ છોકરો મારા માટે માન્ય છે .પણ મને ભારત ગમે છે,દાદા દાદીની નજીક રહેવું ગમે છે અને સહુથી વિશેષ તો સો વાતની   એક વાત એ જ છે કે મને તમારો ઈલેશ ખૂબ જ ગમે છે અને ઈલેશને પણ હું બહુ જ ગમું છું .માટે તમે હા પાડો તો મારા માતાપિતાઅને દીદી-જીજાજીને  બોલાવી ચટ  મંગની પટ  બ્યાહ રચાવી ઘડિયા લગ્ન લઇ, અમે સુખી થઈએ,તમને સહુ વડીલોને પણ સુખી કરીએ અને તમારી હોટલના નામની જેમ આ ગૂંચવાયેલા રહેતા કોકડાને મુશ્કિલ-આસાન કરી દઈએ .બોલો,શું નક્કી કરો છો?”

તેની હિમત જોઈ ઈલેશની મમ્મી રાજી થઇ ગઈ,ઈલેશ પ્રસન્ન પ્રસન્ન થઇ ગયો અને તેના પિતા તો દંગ જ રહી ગયા .તેમને પણ નેહા ગમતી જ હતી.અમેરિકા ફોન કરી ઘડિયા લગ્ન લેવાઈ ગયા અને દીદી તેમ જ બીજા સગાઓ અને મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન સંપન્ન થયા .’વિશાલા’માં  ગ્રાન્ડ રિસેપ્શન ગોઠવાયું અને અંતે હનીમૂન માટે સ્વિઝરલેન્ડ જવાની તૈયારી શરૂ કરી દીધી ત્યારે માતા [પિતા અને દીદી-જીજાજીએ  પૂછ્યું કે “અમેરિકામાં જન્મેલી,મોટી થયેલી,ત્યાં જ ભણેલી ગણેલી અને સરસ જોબ કરનારી તને  અહી અમેરિકામાં  ફાવશે ખરું? તને આ બધું odd  નથી લાગતું? “

તરત  જ નેહા બોલી ઊઠી:”મને ફાવશે જ નહિ,ગમશે,ખૂબ જ ગમશે અને આ કહેવામાં મને કોઈ છોછ નથી .”

 તેના ‘છોછ’ શબ્દના પ્રયોગથી દાદા દાદી પ્રસન્ન પ્રસન્ન થઇ ગયાતેમ જ ઈલેશ અને તેના માતાપિતા પણ રાજી રાજી થઇ ગયા. નેહા અને ઈલેશની હનીમૂન ટૂર અનોખી રહી,અનેરી રહી,અદભુત રહી.ભારત આવ્યા પછી ‘મુશ્કિલ-આસાન’માં ભારતીય હનીમૂન માણતા નેહા-ઈલેશ ખુશખુશાલ રહેવા લાગ્યા .”મુશ્કિલ નહિ,સબ કુછ આસાન હૈ”ની તર્જ તેમના શ્વાસે શ્વાસમાં ગૂંજતી રહેતી .

 (સમાપ્ત )  

(‘મુશ્કિલ – આસાન…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: