બબ્બે દીકરીઓ…

નાનપણમાં હોંશે હોંશે ગયેલી મારા બાપુને બેન બબ્બે કુંવરિયાકવિતાઆજે એક નવા જ સંદર્ભમાં યાદ આવી રહી છે .મારી બે બહેનોના લગ્ન ધામધૂમથીઉજવાઈ રહ્યા છે અને મારા પિતાએ આજ સુધી અમને કે એ બહેનોને જાણવા નથી દીધુંકે એ બેઉમાંથી કોણ મારી સગી બહેન છે અને કોણ અમારા શહેરના‘ ‘અનાથ બાલિકાવિકાસ  ગૃહમાંથી આણેલી,અપનાવેલી,વગરહો હા‘  કે સમારંભ  કર્યે, દત્તકલીધેલી બહેન છે.હું તો નાનો  ભાઈ છું,પણ મારી બે બહેનો વચ્ચે નવ દસમહિનાનું જ અંતર છે.બાર વર્ષ સુધી રાહ જોઈ મારા પિતાએ મારી માતાના સુખ –સમાધાન માટે એક બાળકી દત્તક લીધી હશે અને પછી તરત જ કોઈ ચમત્કાર કે ઈશ્વરીકૃપાના ફળની જેમ અમારે ત્યાં બીજી દીકરી જન્મી .અને પછીના વર્ષે  તો હું પણજન્મ્યો. ત્રણ વર્ષમાં અમે ત્રણ ભાઈ બહેનોએ ઘરને ભર્યું ભર્યું કરીમૂક્યું .પછી તો એકાએક કેન્સર થતા મારી માતા સ્વર્ગમાં સિધારી.સાંભળ્યું છે કે મરતી વખતે  મારી માએ મારા પિતા પાસે વચન લીધેલું કે બીજાલગ્ન કરી લે જેથી અમે ત્રણેય બાળકો સચવાઈ જઈએ.

કેટલાય માંગા આવ્યાહશે.ખુદ મારી માસી માટે પણ મારા નાના-નાનીએ આગ્રહ જ નહિ,દુરાગ્રહ અનેહઠાગ્રહ પણ કરેલો .જૈન સિદ્ધાંત અનુસાર બીજી પુત્રી વિધુર જમાઈને આપી તેઓપુણ્ય કમાવા માંગતા હતા .પરંતુ મારા પિતાએ અમારી સાથે જ રહેતા વિધવાફોઈબાના આગ્રહને પણ અવગણી અમારા ઉછેરની જવાબદારી પોતે સંભાળી લીધી તેમ જફોઈબાને સોંપી દીધી.તેમનો શરૂ થી જ આગ્રહ હતો અને આજ સુધી તેમનો તેમ જ એઆગ્રહ રહ્યો છે કે અમને કે કોઈને પણ  ભૂલથી યે    જાણ  ન થવી જોઈએ કેઅમારી એક બહેન દત્તક બહેન છે .એ અનાથ બાલિકા વિકાસ – ગૃહના મેનેજમેન્ટને પણતેમની કડક સૂચના હતી કે કોઈ પણ સંજોગોમાં કોઈ કરતા કોઈને પણ લીધેલી દત્તકબાળિકાની વિગતવાર માહિતી ન જ મળવી જોઈએ.તો ય ઉડતી વાતોથી અમને આછી પાતળીજાણકારી તો થઇ જ ગયેલી કે મારા પિતાએ એક બાળકી તો અનાથ બાલિકાવિકાસગૃહ‘;થી દત્તક લીધેલી જ.અમારા પૂજ્ય  પ્રાત:સ્મરણીય  પિતાએ મારી અતિવહાલી આ બેઉ બહેનોની જન્મતિતિથિ  એક જ લખાવી બેઉને જોડિયા બહેનો તરીકે જજાહેર કરી,સાબિત કરી શાળામાં દાખલ કરેલી .બેઉના નામો પણ હર્ષા –વર્ષાહોવાથી બેઉ જોડિયા બહેનો ન હોવા છતાં ય તેના જેવું જ લાગતું હતું    અને મને પણ તેનો હરખશોક નામમાત્રનો ન હતો .કારણ? કારણ આ બેઉ બહેનો મારામાટે સર્વસ્વ હતી .મને “ભાયલો ભાયલો”  કરી રમાડતી,સાચવતીસાથે જસાથે  રમ્યા કરતી,,જમ્યા કરતી,,સ્કુલે આવતી- જતી,,તોફાન મસ્તીકરતી ,તહેવારોમાં મોજ- મજા- મસ્તી કરતી ,નવરાત્રિમાં રાસે રમ્યા-  નાચ્યાકરતી, ,દિવાળીમાં ફટાકડા ફોડતી ,સંક્રાંતિમાં ધાબે ચડી પતંગોઊડાડતી  અને કેટકેટલું ય સાથે સાથે કરતી આ બેઉ બહેનો તો મારા માટે મારી માથી યે  વિશેષ હતી. મારા માટે,એ બેઉ તો મારી આંખો જ હતી.મારા પિતા માટે તોહૈયાનો હાર હતી એ બેઉ વહાલી  દીકરીઓ .હું પણ તેમના માટે પ્રાણનો પ્રાણ હતો .મારું નામ પણ તેમણે પ્રાણ પડેલું .                                    

એટલી બધી યાદોથી મન ઊભરાઈ ઊઠે છે કે મન એ બધું યાદ કરીને ભરાતું જનથી,ધરાતું જ નથી પણ એક યાદ એવી છે કે ભૂલી ભૂલાય એવી નથી .મારી બેઉબહેનો મારા કરતા મોટી હોવાથી બારમી પાસ કરી મેડિકલ કોલેજમાં પ્રવેશ કરવાઇચ્છતી હતી;પણ આરક્ષણના નિયમો વચ્ચે તેમને પ્રવેશ ન મળતા મારા પિતાએ બેઉનેમોટું મસ ડોનેશન આપી મનીપાલમાં   દાખલ કરાવી તેમની મનોકામના પૂરી કરી તેમનેડોક્ટર બનાવી આત્મનિર્ભર બનાવી દીધી .મારા પિતાનો ચોતરફી વેપાર ધંધો સારોચાલતો હોવાથી અમારા ઘરમાં અમે કોઈ દિવસ ખેંચનો તો અનુભવ નામનો ય નહિ કરેલો .પણ પિતા સાદી જીવનશૈલી અને કરકસરયુક્ત ખર્ચથી ઘર ચલાવતા એટલે અમે પણ ઉડાઉ નબનતા સમજદાર સંતાનો તરીકે જ મોટા થતા રહેલા .મને પિતાએ બી.કોમકરાવી,ચાર્ટર્ડ એકાંઉન્ટન્ટની પરીક્ષા માટે તૈયાર કર્યો અને સાથે સાથેતેમના વેપાર ધંધામાં પણ જોતરી દીધો .બહેનોને ડોક્ટર બન્યા પછી,એમ.ડી કરીલીધા બાદ  તેમના મનગમતા સાથી ડોકટરો સાથે લગ્ન કરવાની  આઝાદી આપી તેમનાધામધૂમથી લગ્ન કરી બેઉને નર્સિંગ  હોમ પણ અમદાવાદ-વડોદરામાં પ્રેમથી ભેટઆપ્યા .પછી મોટી ઉમરે પરણેલી બહેનોના લગ્ન બાદ  તરતમાં જ મારા લગ્ન પણ મારીસી.એ.પાસ કરેલીસાથે એક લબ્ધપ્રતિષ્ટિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સુપુત્રી, પ્રીતિ સાથે કરી વેપાર ધંધો મને સોંપી અનાથ બાલિકા વિકાસ ગૃહમાં માંડગૃહપતિ બની પોતાની અમૂલ્ય સેવાઓ આપવા લાગ્યા . પોતાની અત્યાર સુધીનીબચતના પચાસ   ટકા તેમણે હોંસે  હોંસે  એ સંસ્થાને દાનમાં આપી દીધા અનેઅમને ભાઈ બહેનોને પણ દર મહીને ઓછામાં ઓછા આવકની દસ-વીસ  ટકા ત્યાં આપવામાટે પ્રેરણા આપી.

બન્ને બહેનોએ તો એ અનાથ બાલિકા વિકાસ ગૃહને વિકસિતકરી,વિસ્તૃત કરી,અપનાવી લઇ,ત્યાંની બાલિકાઓને સુશિક્ષિત-પ્રશિક્ષિત કરીનર્સો,શિક્ષિકાઓ અને એવા નોબલ પ્રોફેશનમાં પહોંચાડી તેમને સર્વ પ્રકારેઆત્મ નિર્ભર બનાવી સુખ-સંતોષની લહેરખી માણી .આ મારી બેઉ બહેનો અને મારાપિતાનો વિચાર કરતા જ મારી સ્મૃતિની કવિતા “મારા બાપુને બેન બબ્બેકુંવરિયા”ના પ્રાસમાં “મારા બાપુને બેન બબ્બે દીકરીઓ ” એવું સ્વરૂપ સહેજેસહેજે આપી મનમાં ધ્વનિત થવા લાગે છે,એવો ગુંજારવ થવા માંડે છે.

(સમાપ્ત)

(સત્ય ઘટના પર આધારિત)

(‘બબ્બે દીકરીઓ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: