ડેસ્ટિનેશન મેરેજ…

લગ્ન અને રિસેપ્શન તો ક્રૂઝ- કમ- સિંગાપુરના ડેસ્ટિનેશન મેરેજમાં સારાથવાના જ હતા. પરંતુ તેનું કાર્ડ પણ ભલભલાને ચક કરી દે તેવું, વર -કન્યાના  પ્રપોઝલના લેમિનેટેડ   ફોટા અને સુંદર પોઝની  સાથે  સોનેરી-રૂપેરીકવરમાં- મોતી –હીરાની ચમકતી-ચળકતી  દોરી સાથે।અને તેમાં ક્રૂઝમાં યોજાનારમેહંદી,પીઠી,સંગીત સંધ્યા,રાસ ગરબા,ઈત્યાદિ   વિવિધ પ્રસંગોની રસભરી વિગતો  અતિ કલાત્મક સ્વરૂપે કોતરીને મૂકી હોય તેમ શોભતી  હતી. .આસુંદરઆકર્ષક સુવાસિત  કાર્ડની કિંમત જ  બે ત્રણ હજાર હશે એમજોનાર-વાંચનાર પોતાની હૈસિયત પ્રમાણે કલ્પના જ કરતો રહી જાય તેવું કાર્ડભલે પોતાને ત્યાં કોઈ પ્રસંગે છપાવી તો ન શકાય તોય સાચવવા જેવું તો હરકોઈને લાગ્યું જ લાગ્યું હતું .


કાર્ડની સહુથી મોટી વિશેષતા એ હતી કે પિતા શ્રી પરમાનંદ શેઠે પોતાના
સુંદર અક્ષરોમાં જ ભાવભર્યું કાર્ડ લખ્યું   હોય તેમ તેમના હસ્તાક્ષરમાં જલખેલ ભાવસભર હરખ તેડાના લખાણનો બ્લોક બનાવી છાપવામાં આવેલું હતું .ક્રૂઝમુંબઈથી સિંગાપુરસુધીનું  ત્રણ ચાર દિવસનું હોવાથી તેમ જ બેત્રણ દિવસસિંગાપુરની બેસ્ટ ફાઈવ-સ્ટાર  હોટલમાં બુકિંગ થયેલું હોવાથી પ્રસંગેપ્રસંગે પહેરવાના વસ્ત્રો-ઘરેણા વી.નિમંત્રિતો   સાથે પૂરા અઠવાડિયા માટેભરપૂર હતા.શેઠ પરમાનંદ હીરા ઝવેરાતના અતિ ધનવાન વેપારી હોવાથી તેમ જ એકના એક ડોક્ટર પુત્ર નયનના  લગ્ન માટેનો અમૂલ્ય અવસર હોવાથી તેમની તેમ જ શેઠાણી પ્રેમાંબેનનીહોંસનો કોઈ પાર ન હતો.સામે વેવાઈ પક્ષે ડોક્ટર જીતેન શાહ અને તેમની ડોક્ટરપત્ની જલ્પા શાહ પણ હરખાઇ  હરખાઇ સહુનું માન-  સન્માન કરીઆગ્રહપૂર્વક  તેમને સાચવી રહ્યા હતા.

ક્રૂઝમાં સવારના નાસ્તાથી લઈને બપોરના લંચ,સાંજના સ્નેક્સ તેમ  રાતના ભવ્ય ડીનર સુધીની વ્યવસ્થા એકદમ અફલાતૂન હતી .ચા-કોફી-મિલ્કશેકઆઈસ્ક્રીમ તો જયારે જોઈએ ત્યારે ચોતરફ ફેલાયેલા અસંખ્ય કાઉન્ટરો પર હસતી હસતી પરિચારિકાઓ પ્રેમપૂર્વક સર્વ કરતી જ  રહેતી હતી પોતાનો ખાસ જૈન કેટરર સાથે રાખ્યો હોવાથી બધી જ જૈન વાનગીઓ કોઈ પણ વાનગી ફરી રીપીટ ન થાય તેમ પીરસાતી રહેતી હતી .ફ્રુટ તો ફ્રુટમાર્કેટની  ની જેમ દર કોર્નર પર સજાવી સજાવી ગોઠવેલાહતા.અને ફ્રુટ પણ દેશ વિદેશના,સીઝનના અને   સીઝન વગરના દરેક પ્રકારના જોવા-ખાવા મળી રહ્યા હોવાથી મહેમાનોને સમજાતું જ નહોતું કે શું ખાવું શું નખાવું.ડ્રાય ફ્રુટના તો દરેક મહેમાનને પેકેટો જ રોજ અપાયા  કરતા હતા .અંજીર,ખજૂર,કાજુ,બદામ ,વિધ વિધ પ્રકારની કિસમિસ ના પેકેટો તો મહેમાનોપોતાની બેગોમાં ભરવા માંડી પડ્યા હતા. ખાઈ ખાઈને ખવાય કેટલું? બિસ્કિટોચોકલેટો તો અનેક પ્રકારની બ્રાન્ડના જોઈ મહેમાનો આભા જ થઇ રહ્યાહતા.સુગંધિત સ્પ્રે સાથે સુગમ સંગીતના ધીમા મીઠા સૂર વાતાવરણને સુવાસિત તેમજ મધુરતમ બનાવી રહ્યા હતા.

આ બધા વચ્ચે એક ગલગોટા જેવો હસતો રમતો ખેલતો કૂદતો ચારેક વર્ષનોબાળક સહુ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.બધા જ તેને રમાડીરમાડી રાજી થઇ રહ્યા હતા અને કુતુહલપૂર્વક કોઈ પૂછે તો શેઠ પરમાનંદ કહેતાકરતા :”રમાંડોને પ્રેમથી ! બાળક તો ભગવાનનું  સ્વરૂપ છે.અમારા સ્ટાફનો છે “.જાગતો હોય ત્યાં સુધી એ બાળક ગાતો-નાચતો સહુ કોઈ જોનારાઓને ખુશ ખુશ કરીદઈ રહ્યો હતો .

ક્રૂઝ્નાભરચક કાર્યક્રમો વચ્ચે ખુશખુશાલ થતા થતા બેઉ પક્ષોના સહુ લોકો  સિંગાપુરપહોંચ્યા. ત્યાં ફાઈવ સ્ટાર હોટલનો ઠાઠ અને ત્યાની શાનદારરોનકભરી  આગતા-સ્વાગતા જોઈ- માણી  મહેમાનો મોજ મસ્તીમાં આવી ગયા .લગ્ન ભારેધૂમધામ અને દબદબા સાથે સંપન્ન  થયા અને બીજે દિવસે રિસેપ્શન તોસ્વર્ગલોકના જલસા જેવું જોઈ સહુ કોઈ “વાહ, વાહ ! આવા લગ્ન અને રીસેપ્શન તેમજ ક્રૂઝની આવી અનેરી મોજ મઝા તો  ભૂલી  ભૂલાશે નહિ .” શેઠ  પરમાનંદે અનેતેમના વેવાઈ ડોક્ટર જીતેન શાહે  આપણને ભારે લહેર કરાવી. 

રિસેપ્શનમાં શેઠ પરમાનંદે અને તેમના વેવાઈ ડોક્ટર જીતેન શાહે પોતાનાસ્વાગત-સત્કાર-અભિનંદન દરમ્યાન જે સરપ્રાઈઝની   વાત કરી તે સાંભળી બધા જદંગ રહી ગયા અને સાશ્ચર્યાનંદમાં ગરકાવ થઇ ગયા  ડોક્ટર જીતેન શાહે અને શેઠપરમાનંદે જે કહ્યું તેનો સાર એટલો જ હતો કે ક્રૂઝમાં રમતો -ખેલતો બાળકનવપરિણીત ડો.નયના અને ડોક્ટર નયનનો   હતો જેને  મેડિકલ કોલેજના પહેલા જવર્ષમાં ભૂલથી લક્ષ્મણ રેખા ઓળંગી જતા બેઉ પ્રેમીઓએ જન્મ આપ્યો હતો અનેસમજુ માબાપોએ એબોર્શન ન કરાવતા એ બાળકનો જન્મ કરાવી બેઉ ડોક્ટર પ્રેમીઓનોમેડીકલ અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી તેનો ઉછેર એક એડોપ્શન ઘરમાં  કરાવી તેનેમોટો થતા સારી પ્લે સ્કુલમાં મૂકી અત્યારે ક્રૂઝમાં સાથે લઇ આવ્યા હતા અનેતે જ સમયે કરી લીધેલ રજીસ્ટર્ડ મેરેજને આજે ફાયનલ સામાજિક માન્યતા આપતોવિધિવત લગ્ન પ્રસંગ ધામ ધૂમથી ઉજવી પોતાના બાળકને પ્રેમે પ્રેમેઅપનાવી-જાહેર કરી ધન્યતાનો,ખુશાલીનો,ગૌરવનો અનુભવ કરે છે.તેનું નામ પ્રથમઘોષિત કરવામાં આવ્યું. આ સરપ્રાઈઝે ડેસ્ટીનેશન મેરેજની ખુશાલીમાંચાર ચાંદ  લગાવી દીધા.   

 (સમાપ્ત)

(‘ડેસ્ટિનેશન મેરેજ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: