દાદા-દાદીનું પ્રસન્ન-દામ્પત્ય…

રાજીવ અને રીમા બેઉ નાનપણથી એકબીજાને જોતા,મળતા અને ચાહતાહતા.મેડીકલમાં સાથે ભણતા ભણતા બન્ને પ્રેમમાં પડી ભણતર-રેસીડન્સી સમાપ્તકરી બેઉ પક્ષોની રાજીખુશીથી પરણ્યા પણ ખરા.બેઉની પ્રેક્ટીસ પણ તેમણે એક નહિમોટું,નહિ નાનું એવું નર્સિંગ હોમ ખોલી શરુ કરી દીધી.ઘરમાં,નર્સિંગ હોમમાંબેઉ પ્રસન્ન પ્રસન્ન રહેતા.પ્રભુકૃપાથી એક વર્ષમાંજ તેમને પુત્રજન્મ્યો.પરંતુ તેમના  દુર્ભાગ્યે તે મૂંગોબહેરો છે તે થોડો મોટો થતાજ બેઉડોક્ટર હોવાથી તેમને સમયસર સમજાઈ આવ્યુંજણાઈ આવ્યું.સંભવ એવા અને એટલા બધાજ ઈલાજ કરાવી જોયા;પરંતુ આ તોજન્મજાત ખોડ હતી.ઘેર બહેરા-મૂંગાની શાળાના ટ્રેનરને બોલાવી તેને  મો-માંગીફી આપી,સંભવ એટલો અને બની શકે તેટલો ટ્રેન કરવાની કોશિશ કરીજોઈ.પણ અંતે સમજાયું,જણાયું કે ત્યાં મૂંગા-બહેરની સ્કુલમાં જ  તેનેસાચો,પૂરો,કાયમી -અલબત્ત કામચલાઉ લાભ થઇ શકે.

તે બાળકનું નામ પાડ્યું હતું રામ‘.રામને જોવા-મળવા તેઓ દર રવિવારેપોતાના માતા-પિતા સાથે જતા.તેઓને પણ દુખ અને વેદનાનો અસહ્ય અનુભવ થતો કેપોતાના એકના એક પુત્રને ત્યાં આવો બહેરોઅને મૂંગો પુત્રજન્મ્યો.રામ મોટો થતો ગયો અને પોતાના જેવાજ બાળકોની સાથે રહીને સમ્મોહોકટ્રેનીંગ થી લાભાન્વિત થઇ સાઈન લેન્ગવેજ થી કામ ચલાવતા શીખી ગયો.માબાપ અનેદાદા-દઈને જોઈ પોતાની સંકેત ભાષામાં તે પોતાનો હર્ષ,આનંદ અને ઉત્સાહ-ઉમંગપ્રગટ કરતો રહેતો.ડોક્ટર દંપતિ રાજીવ-રીનાસાચા-ખોટા વહેમમાં આવી બીજું બાળક પણ આવું જ જન્મી શકે તેમ માની પુન:માતા-પિતા બનવાનોપ્રયત્ન જ છોડી બેઠા.

રામ તો મોટો થતો ગયો,તેના પ્રમાણમાં તેની રીતે સારો એવો હોંશિયાર પણ થઇ ગયો.તે સમજદાર,શાણો, બુદ્ધિમાન અને ચબરાક થતો ગયો.દસ-બાર વર્ષનો થયો એટલે તેને ઘેર લાવીઘરના પ્રેમભર્યા વાતાવરણ માં તેનો ઉછેર થવા લાગ્યો.ચિત્રમય વાર્તા પુસ્તકોદ્વારા તેને દાદા-દાદી રામાયણ,મહાભારત વી.ની વાર્તાઓ સમજાવતા.તેની બુદ્ધિઅને સામાન્ય સમજદારી વધતા જ ગયા.એક વાર તેના વયોવૃદ્ધ દાદા-દાદી તેનોબર્થ-ડે હોવાથી તેના માટે કૈક તેની પસંગીની ભેટ લેવા તેમ જ બર્થ- ડે કેકસાંજ માટે લાવી રાખવા તેને સાથે લઇ બહુ દૂર નહિ એવા પોતાનાજ એરીયાનીબજારમાં નીકળી પડ્યા.દુર્ભાગ્યે ઊંધી ખોટી દિશાથી આવતી એક ઓટો રીક્ષાએદાદા-દાદીને જબરી ટક્કર મારી ગબડાવી દીધા અને ઓટે તો ડરીને રીક્ષા દોડાવીભાગી જ ગયો.રામ ગભરાઈ ગયો,મૂંઝાઈ ગયો,ડરી ગયો.તે હર-હમેશ પોતાની સાથે એકનાની ડાયરી રાખતો જેમાં તેનું તેના માતા-પિતાનુંનામ-સરનામું-ફોન-નમ્બર,નર્સિંગ હોમ નમ્બર વી.લખાવડાવી સાચવીને રાખતો.તેદોડીને એક જાણીતી ગીજરતી દુકાનદારની દુકાને દોડીને ગયો અને સંકેતની ભાષામાંપોતાના માતા-પિતાને નર્સિંગ- હોમમાં  ફોન કરવા વિનંતી કરી.તે ભાઈએ તુરંતતેમ કર્યું.નર્સિંગ હોમ પાસે જ હોવાથી તેઓ તાબડતોડ આવી ગયા.તે દરમ્યાન તેદુકાનદારે બોલાવેલી એમ્બ્યુલેન્સ પણ આવી ગઈ.હોસ્પિટલ લઇ જઈ  તેમને બચાવવાનીપૂરતી કોશિશ કરી જોઈ;પણ તેઓ બેઉ બદનસીબે બચ્યા નહી.

            પરંતુ રામે જે અક્કલ વાપરી ફોન કરાવડાવ્યો તે તેની સમજદારી પર તેઓ રાજી થયા.તેનો જન્મદિવસશોક -દિવસ બની ગયો તેનું પણ તેને દુખ ન થયું.દાદા-દાદીના અચાનક અક્સ્માતથી મૃતું થયાનું,તેમને ગુમાવવાનું તેને અપાર દુખ થયું.

આમ કરતા કરતા તેને પોતાનાં  જ મિત્રની ફેકટરીમાં મશિન પર કામકાજકરવાની ટ્રેનીંગ અપાવડાવી ધીરે ધીરે હોંશિયાર બનાવ્યો.તે નવયુવક થતાસુધીમાં તો મિત્રની  ફેકટરીમાં ફેક્ટરી સુપરવાઈઝરની પોઝીશન સુધી પહોંચીગયો.સંકેત-ભાષામાં તે સહુને પોતાની સૂચનાઓ આપતો,વાત સમજાવતો અને બધી પૂરીજવાબદારી સંભાળી લેતો.રાજીવ-રીના સંતુષ્ટ હતા,ખુશ હતા,પ્રસન્ન હતા.હવેરામ પરણાવવા લાયક થઇ ગયો હતો.કોઈ ભલી-ભોળી કન્યા સાથે લાલચ આપી તેની સાથેરામના લગ્ન કરી દઈ તેની જીન્દગી બરબાદ કરવાની રાજીવ-રીના સ્વપ્નમાં પણકલ્પના કરે તેવા ન હતા.તેમને મૂંગા-બહેરા સંસ્થાની જ એકઅનાથ પણ ડાહી ,સમજદાર,શાણી  યુ વતી  સાથે તેના લગ્ન કરવી આપ્યા.તેપોતાની સંસ્થામાં રસોઈ-પાણી બનાવતા શીખતી રહેલી,તેથી પરણીને જોતજોતામાંઘરમાં એજસ્ટ થઇ ગઈ.તેનું નામ તે  અનાથ મળેલી તેથી કે પછી બીજા કોઈ કારણસરસીતાપાડેલું.રામ-સીતાનું સંકેત ભાષાના આધારે જ પ્રેમભર્યું, સુખી પ્રસન્ન દામ્પત્ય જીવન શરુ થયું.

ડોક્ટર દંપતિ મનોમનગભરાતા હતા કે રામ-સીતાને જયારે પણ જે પણ બાળક અવતરશે તે પણ સંભવત: તેનાજેવો જ મૂંગો બહેરો જન્મી શકે તો તેમનું દુખ તો દસગણું વધી જશે.ઈશ્વરકૃપાથી સીતાએ જોડિયા બાબલાઓને જન્મ આપ્યો અને પરમ પિતા પરમેશ્વરની અસીમકૃપાથી બેઉ તદ્દન નોર્મલ જન્મ્યા.દસ-બાર  મહિનામાં તોદાદા-દાદી,પપ્પા-મમ્મી બોલતા થઇ ગયા.સાંભળી પણ સરસ પ્રતિભાવ આપીશકતા.દાદા-દાદીની ખુશીનો પાર ન રહ્યો,તેમના આનંદની કોઈ સીમા ન રહી અનેપ્રસન્નતાના સાગરમાં તરવા-લહેરાવા લાગ્યા.રામ-સીતાની  તેમની પોતાની જીન્દગીતો જાણે કે ધન્ય થઇ ગઈ હોય તેમ તેમને ઊંડો  સંતોષમય,આનંદમય  અનુભવ  થવાલાગ્યો કારણ કે પોતાના માતા-પિતાના રાજીપાને તેઓ જોઈ-જાણી શકતા હતા.બેઉપૌત્રોના નામ લવ-કુશ પાડી દાદા-દાદી હવે જીવનના સાચા પ્રસન્ન દાપ્પત્યનોપૂરેપૂરો  અદ્ભુત,અનેરો અને અભૂતપૂર્વ અનુભવ કરવા લાગી ગયા.

(સમાપ્ત)

(‘દાદા-દાદીનું પ્રસન્ન-દામ્પત્ય…’વાર્તા પીડીએફમાં મેળવવા અહી ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: