પિતા-પુત્ર…

પિતા કૃષ્ણકાંત હિન્દીના પ્રોફેસર હતા અને સંસ્કૃત ,ઉર્દુ,તેલુગુ,મરાઠી ઇત્યાદિ અનેક ભાષાઓનું તેમને સારું જ્ઞાન હતું.તેને એકજ પુત્ર હતો જેનું નામ તેમણે અને તેમની પત્ની કાંતાએ તેનું નામ કાન્તપાડ્યું હતું.કાન્ત મનસ્વી હતો,લાડલો હતો,મનમોજી હતો.તે ઓટના મિત્રો સાથે જવધુ રમતો,ભણતો અને મોટો થતો જતો.તે ખર્ચાળ હોવાથી તેને ખિસ્સાખર્ચીના પૈસાપણ પિતા ઘણી મુશ્કેલીવેઠીને જ આપી શકતા.તેમનો વિષય એવો હતો કે તે વિષયનાટ્યુશનો મળવા મુશ્કેલ હતા.પરંતુ તેઓ જૈન સાધુ મહારાજો અને સાધ્વી મહારાજોનેહિન્દી-સંસ્કૃત-અંગ્રેજી વી.તેમના શેરમાં વિહાર દરમ્યાન ભણાવતા ને  વિદ્યાવિક્રયમાન્ય ન હોવા છતાં શ્રાવકો દ્વારા અપાતી ટ્યુશન ફી કમને સ્વીકારીપુત્રને ને ઉત્તમ  શિક્ષણ અને તે ય  શ્રેષ્ઠતમ સ્કુલમાં મોકલી આપવા માટેઉત્સાહી-ઉમંગી રહેતા.પત્ની કરકસરને મોટો ભાઈ માની તેને જીવનનું અંગ બનાવીસાચવીને ઘરખર્ચ ચલાવતી.પુત્રને પોતે પૂરતો સમય આપી મન રેડીને ભણાવતા.તેબારમી ક્લાસમાં સારા રેનકે ઉત્તીર્ણ થયો અને પ્રવેશ-પરીક્ષામાં પાસ થઇમેઇદિક્લ્મા દાખલ પણ થયો.તેની ફી,તેના પુસ્તકો વી,ના ખર્ચને પહોંચીવળવા પિતા અનુવાદનું  કામ કરી લેતા,રેડિઓ સ્ટેશન પર વાર્તાલાપ આપતા,કોઈ અતિવયોવૃદ્ધને ત્યાં પહોંચી ધર્મપુસ્તક વાંચી સમજાવતા-તમને કમ્પની આપતા અનેઆમ ગાડું  ગબડતું રહ્યું.મળે તો શાળાના વિદ્યાર્થીઓના ટ્યુશન પણ જે ફી મળેતે સ્વીકારી કરી લેતા.તેમનું સ્વપ્ન હતું દીકરાને ડોક્ટર બનાવવાનું.

અને અંતે કાન્ત ડોક્ટર બન્યો અને તે પણ ગોલ્ડ મેડલ મેળવીને બન્યો.તેનીસાથે ભણતી કામિની સાથે પરિચય અને મૈત્રી હોવાથી તેની સાથે પરણવાની ઈચ્છાદર્શાવી જે માતા-પિતાએ સહર્ષ વધાવી લીધી.કામિની ના પિતા ધનસુખલાલ  કરોડાધિપતિ હતા એટલે તેમણે દહેજમાં બહુ બહુ-મોટર,બંગલો.નર્સિંગહોમ,અદ્યતનતમફર્નીચર,એ.સી.,ફ્રીજ વી.પુષ્કળ આપવાની ઈચ્છા અને તય્યારીદર્શાવી.સિદ્ધાંતવાદી  કૃષ્ણકાન્તે અનેસંતોષી સમજદાર કાન્તાબહેને તેનોસાદર વિરોધ કર્યો અને “અમે તો કેવળકંકુ અને કન્યા જ લેવામાંમાનનાર છીએ”તેમ નમ્રતાપૂર્વક કહ્યું.પિતાએ તો થોડુક કડક  તે મ જ રમૂજી વલણબતાવતા કહ્યું:”તમે જો દહેજ આપવા માંગતા હો તો મારે આ લગ્ન રદ-બાતલ થાયછેએવી જાહેરખબર આપવી પડશે,” કામિની નાં પિતા હસ્યા  અને બોલ્યા:”આમ  નહિતો તેમ મારે જે કરવા જેવું છે તે તો મારે કરવું જ રહ્યું.”તેમણે બહુ જમોટા પાયા પર ફાઈવ સ્ટાર હોટેલ વાઈસરોય‘ માંલગ્ન-રીસેપ્શન,મેહંદી,હલ્દી,મ્ન્પ્મૂહુર્ત વી. પ્રસંગો ધામધૂમથી ઉજવ્યા.તેમની પુત્રીને સોના-હીરાના પુષ્કળ ઘરેણા આપ્યા.પહેરામણી પણ સારી જ કરી. 

પછી તેમની પત્નીની મોટી  પુત્રી  વર્ષોથી સિટિઝન બની અમેરિકામાં રહેતીહતી તેની પાસે સ્પોન્સરશિપ મંગાવી નાની  પુત્રીને  મેડીકલ અને રેસીડન્સીપૂરી થતાંજ ત્યાં મોકલી ગ્રીન કાર્ડ મેળવી લગ્ન માટે પાછી બોલાવી લીધીહતી.લગ્ન પછી તે તુર્ત અમેરિકા ગઈ ને પાછળ વિસાકોલ આવતા એ સમયે જલ્દીથતું હતું એટલે કાન્ત પણ  ત્રણેક મહિનામાં ત્યાં પહોંચી ગયો. જલ્દી-જલ્દી  રેસીડન્સી મેળવી બેઉ કાન્ત અને  કામિની બોર્ડની પરીક્ષાપાસ કરીપોતાના વિષયના- એનેસ્થીઓલોજીનાં ગ્રુપમાં જોડાઈ ધૂમ કમાવા લાગ્યા.તેદરમ્યાન કામિનીને સારા દિવસો આવ્યા એટલે તેની માતા તો અમેરિકા આવી શેક્યોપાપડ પણ ભાંગે  નહિ તેવી હોવાથી તે તો પોતાની ક્લબો,કિટ્ટી પાર્ટીઓ,વી.માં જડૂબેલી રહી અને કામિનીની ડીલીવરી માટે કામિનીની સાસુને સસરા સાથે મોકલીદેવાની વ્યવસ્થા કરવી દીધી.ઉનાળાનું વેકેશન હોવાથી કૃષ્ણકાંત ઓન કાન્તાબહેનસાથે હોંશે હોંશે ગયા.પરંતુ ત્યાંની એકલવાયી સોનેરી જેલ જેવીજીવનશૈલીથી,ખાવા-પીવાની છેલ્લી પ્રાયોરીટીવી. જોઈ ત્રાસી ગયા.પત્નીનીકમ્પની અને યોગ્ય સમયે સુંદર બાબો જન્મ્યો તેને રમાડવામાં તેમનો સમય જેમ-તેમ પરાણે પસાર થઇ જતો.બહાર ચાલવા જાય તો એક સોગન ખાવા માટે માણસ જેવું કોઈદેખાય નહિ.ઘટમાં ચાલતા અંગ્રેજી તી.વી.માં તેમને જરાય રસ ન પડતો.તેઓપુત્ર-પુત્ર વધુને કહેતા પણ ખરા:”આ તો સોનેરી જેલ છે.અમે પાછા ગયા પછી આબાળક પણ બેબી સીટરના  ભરોસે મોટું થશે.તેને આપણા ભારતીય ઊંચા આદર્શસંસ્કારો ક્યાંથી મળશે?કોણ આપશે?ભારત જેવો કોઈ દેશ નથી.તેની સંસ્કૃતિ મહાનછે,તેનો ઈતિહાસ મહાન છે,તેના નિવાસીઓના મન મોટા,વિશાળ અને પ્રેમથી ભરપૂરછે.અહી ફક્ત ડોલર-ડોલર કરતા પડ્યા રહેવાથી જ સુખ મળે તે માયતા જ ખોટીછે.કમાણી ત્યાં પણ છે.”

પુત્ર કાન્ત કૈંક પોતાના વ્યવસાયના ટેન્શનથી,કૈંક પોતાની  મનસ્વીતાનાના કારણે,કૈંક પીધેલા વાઈનની અસરમાં બોલી ઊઠ્યો:તમે પંતુજી અહીનું સુખભોગવી શકો તેમ છો જ નહિ.હું એક કરોડનો પગાર મળે તોય પંતુજી તો ન જ બનું.”

પિતાને પણ ક્રોધ આવી ગયો, પોતાના પવિત્ર વ્યવસાયનું અપમાન થતુંજોઈ.તેઓ બોલી ઊઠ્યા:”અને હું તેને મળે છે તેથી બમણા ડોલર મળે તોય અહી નરહું.આવી ગધામજૂરી ન કરું.”

થેન ગો તું ટૂ હેલ”પુત્ર ચિડાઈજેમતેમ બોલી ગયો.તુર્ત પુત્રના તિરસ્કારયુક્ત શબ્દોનો જડબાતોડ જવાબ આપતાપિતા કૃષ્ણકાંત બોલ્યા:”તે તો હું  રહું જ છું.જવાનો સવાલ જ ક્યા છે?હુંતો સ્વર્ગસમી માતૃભૂમિમાં પાછો ફરવા માંગું છું.

સંસ્કૃતમાંકહ્યું છે”જનની જન્મભૂમિશ્ચ  સ્વર્ગયદ્યપિ ગરીયસી” સ્વર્ગ ત્યાં છે.અહી તો હેલ છે જ છે.”

બોલાચાલી વધી ગઈ.કામિનીએ  પણ પતિનો પક્ષ લીધો.કૃષ્ણકાંત અને કાંટાબહેન વહેલી ટિકિટો લઇ પાછા પોતાના પ્રય ભારત દેશમાં પાછા ફર્યા.પ્લેનમાંપિતા વિચારતા રહ્યા એકધારા,સતત,લગાતાર અને નિરંતર કે “બધે માતાના ત્યાગ અનેસમર્પણનો મહિમા ગવાયા કરે છે.નવ મહિના  ગર્ભમાં  રાખ્યા પછી મોટા થતાબાળકનું જીવન ધડતર કરવા માટે પિતા  કેવો અને કેટલો સંઘર્ષ કરે છે તેની વાતકોઈ કરતું  નથી.તેને પુત્રનું ભવિષ્ય બનાવવા માટે કેટ-કેટલો ત્યાગ કરવો પડેછે?પોતાના અંગત ચા-નાસ્તાના ખર્ચ બંધ કરે છે,અતિરિક્ત  કમાણી   ઊભી  કરવાટ્યુશનો કરે છે,ભાષણો લખી આપે છે,બે બદામના માણસની  આત્મકથા લખી દેવીપડે છે,  વિદ્યાવિક્રય ન કરવો હોય તોય પુત્ર માટે જૈન સાધુમહારજાઓ-જૈનસાધ્વી મહારાજાઓને અનુકૂળ સમયે   ટ્યુશનભણાવવા જવું પડ્યું.સંઘર્ષ…..સંઘર્ષ…….સંઘર્ષ.અને અંતેપિતા-પુત્રના સંબંધનો અંત-કાયમી અંત.”ગો ટૂ  હેલ”સાંભળી સદભાગ્યે, સ્વર્ગજવા દેશ તરફ પાછા ફરી શકાંઈ રહ્યું છે તેનો આનંદ સમસ્ત વિષાદ- યોગનોસુખી અંત લાવી રહ્યો  હતો.ભારતભૂમિ,ભારતના પ્રેમાળ-માયાળુ,માનવતાપૂર્ણ લોકોદેખાવાલાગ્યા.મન પ્રસન્ન -પ્રસન્ન થઇ  ગયું.

(સમાપ્ત) 

(‘પિતા-પુત્ર…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

                               

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: