મિચ્છામી દુક્કડમ …

બે પુત્રીઓ પછી છેક દસ વર્ષે જન્મેલો પુત્ર રશ્મિન પિતા સુભાષભાઈઅને માતા સુધાબહેનને બહુ એટલે બહુ જ વહાલો હતો.દેખાવમાં પણ તે તેની બહેનોજેવો જ સુંદર,દેખાવડો અને હસમુખ હતો.માતા-પિતાએ તેને ‘માનવ મંદિર‘ સ્કુલમાંદાખલ કરેલો,કારણકે તે વાલકેશ્વરના પોતાના મકાનની પાસે જ હોવાથી તેનેમોકલવો-લાવવો સરળ પડે.ત્યાનું શિક્ષણ પણ સારું,ઉત્તમ અને સંસ્કારયુક્ત હતુંતે તો વળી વિશેષ આકર્ષણ હતું.બહેનો જયારે કોલેજમાં આવી ત્યારે નાનકો ભાઈરશ્મિન તો સ્કુલમાં જ હતો.બહેનોના લગ્ન થયા ત્યારે તે કોલેજમાં આવી ગયોહતો.બહેનોને ત્યાં પુત્રો જન્મ્યા ત્યારે તે કોમ્પુટરએન્જીનીય થઇ ગયો.બહેનો-બનેવીઓ તો મોકો મળતા અમેરિકા ભેગા થઇ ગયાહતા.ત્યાં સરસ મઝાના સેટલ પણ થઇ ગયા.તે પછી તો માબાપને અને નાના અપરિણીતભાઈ સુધાબહેનને પણ સ્પોન્સર કરી બોલાવી લીધા.પિતાએ  બેન્કમાંથી વી.અર.એસ લઇવહેલી નિવૃત્તિ મેળવી લઇ પોતાનું પ્રોવિ ડન્ટ    અને પેન્શન મેળવીલીધું.તેમને બેન્કનો ફ્લેટ પણ મળ્યો હતો,જે તેમને ન ભાડે આપ્યો કે નવેચ્યો.પોતાના પાડોશીને સાફસૂફી માટે તેમ જ જરૂર પડ્યે વાપરવા માટે પણઆપીને તેઓ અમેરિકા ગયા.

 પોતે ચાર્ટર્ડ એકૌઊંટન્ટ હોવાથી અમેરિકા પહીંચી તેમણે સી.પી.એની પરીક્ષાની તય્યારી કરી તે આપી પાસ કરી લીધી.પોતે ટેક્સ સલાહકાર તરીકેકામકાજ શરુ કરી દીધું.પોતાની આવક ઊભી કરી દીધી.તેમની પત્નીએ પણ મુંબઈમાંશિક્ષિકાનું કામકાજ કરેલું એટલે પાસેની જ એક સ્કુલમાં શિક્ષિકાનો જોબ મેળવીલીધો.તદુપરાંત બ્યુટીપાર્લરનો પણ પાર્ટટાઈમ  જોબ કરેલ હોવાથી તેનો પણઅનુભવ હોવાથી પોતાની નવરાશના સમયે એપોઇન્ટમેન્ટ આપી તે કામ પણ કરી પોતાનીઅંગત આવક ઊભી કરતી.તેની બેઉ પુત્રીઓ અને તેમના વરો પણ તે જ શહેરન્યુજર્સીમાં જ સ્થિર-સ્થાયી થઇ ગયેલા.રશ્મિન પણ પોતાનું માસ્ટર્સ કરી તે જશહેરમાં સારી કમ્પનીમાં નોકરી મેળવી સ્થાયી થઇ ગયો.હવે તે બહેનોને ત્યાંઅત્યાર સુધી તો રહ્યા કર્યો,માતા-પિતા પણ સાથે ત્યાં જ રહ્યા.પણ હવેરશ્મિને પોતાનું ઘર ખરીદ્યું અને નજીકના ભવિષ્યમાં લગ્ન પણ કરવાનો જ હતોએટલે થોડું સારું એવું મોટું ઘર ખરીદ્યું.પોતાની સાથે જ કામ કરતી સ્તુતિનામની ભારતીય છોકરી સાથે માતા-પિતાની તેમ જ તેના માતા-પિતાની મંજૂરીથી તેણેતેને પ્રપોઝ   કરી મન્દિરમાં વિધિવત લગ્ન કરી અને પછીબેઉ પક્ષોના  મિત્રો-સંબંધીઓ,સગાઓ,સાથીદારોને નિમંત્રીજોરદાર રીસેપ્શન પણ કર્યું.

અવારનવાર સહુ એકબીજાને ત્યાંમળતા રહેતા,સાથે જમતા કરતા અને આનંદથી દિવસો પસાર થયા કરતા.બેઉ દીકરીઓનેત્યાં તો પુત્રીઓ જ જન્મેલી તેથી હવે રશ્મિન-સ્તુતિને ત્યાં બાબો આવે તેવીસહુ મનોમન પ્રાર્થના કરતા રહેતા.પ્રબુએ પ્રાર્થના સાંભળી પણ ખરી અનેસ્તુતિએ એક સુંદર બાબલાને જન્મ આપ્યો.ફોઈઓએ તેનું નામકિરણપાડ્યું.સ્તુતિને તેનું નામ કિમપાડવું હતું.પણ સાસુ-સસરા અને નણંદોસામે તે પોતાનો આગ્રહ રાખી શકી નહિ.તેને અમેરિકન નામ કિમબહુ જ ગમીગયેલું.તે એકલામાં તેને કિમ કહીને બોલાવતી,રમાડતી.તેને કિરણ નામ બોલવું  –સાંભળવું   ગમતું   પણ નહિ.બસ,અહીંથી  જ વાંધા -વચકા  શરુ થઇ ગયા.તે બહુ પઝેસીવ   હતી .પોતાના  બાળકને  વધુ  ને  વધુ  સમય  પોતા  પાસે  જ રાખતી .જોબ પર  જાય  તો સાસુ-સસરાની  તેડકી  કે  હેવાઈ  ન  થઇ જાય  તે માટે તે  બેબીસીટર   પાસે પણ  મૂકી આવતી.”તું  કોનો  દીકરો -દાદીનો  કે  દાદાનો?”આવો   સવાલ  દાદા-દાદી  પૂછે  તો  સ્તુતિનું  મગજ  ફરી  જતું.તે ‘કિમકેવળ-માત્ર પોતાનો જ બાબલો સમજતી-માનતી અને દાદા-દાદીનો  તેના પર કોઈ હક તેને  કબૂલ- મંજૂર  ન હતો.”તમે તેને તેડકોબનાવી દો  છો.ખવડાવી ખવડાવી ખાઉધરો બનાવી  દો  છો.વાર્તાઓ કહી કહી તેનેવાસ્તવિક જગતથી દૂર દૂર ક્લ્પના જગતમાં જ ડૂબેલો રાખવા માંગો છો.”

હદ તો ત્યારે થઇ ગઈ જયારે એક વાર દાદાએ કહ્યું:”અમે પણ ત્રણ બાળકોનેમોટા અને સંસ્કારી ઉછેર્યા છે.અમારો આમ સાવ કાંકરો કેમ કાઢી નાખો છોતમે,સ્તુતિ?”તો ત્યારે જેમ તેમ આવેશમાં બોલી ઊઠી કે એજમાનો જુદોહતો અને તે દેશ પણ જુનો હતો.તમને ગમે તો તમારા મુંબઈના ફ્લેટમાં પાછા જાઓઅને ત્યાં  તમારી  રીતે રહો.પણ અમારા જીવનમાં આટલી બધી દખલગીરી કરશો તો હુંનહિ ચલાવી લઉં.”

અમે અમારા દીકરાના ઘરમાં રહીએ છીએ.તમને આવું કહેવું શોભે નહિ.”

શોભે કે ન શોભે.તમે મને કહેનાર કોણ?હું પણ કમાઉ છું અને નવ મહિના મેં આ કિમને પેટમાં મોટો કર્યો છે.તમે નહિ.”

તો દાદીથી રહેવાયું નહિ અને તે પણ આવેશમાં બરાબર જવાબ આપતા બોલ્યા:”આ તારાવરને-  રશ્મિનને પણ મેં નવ મહિના મારા પેટમાં મોટો કરેલ છે.આ બાબલો જેટલોતારો છે એટલો જ તેનો છે -અમારો પણ છે-દાદાદાદીનો પણ છે.તમે જ સર્વેસર્વાતેના માલિક તો નથી જ.”

પરંતુ તે સમયે જ થાકેલો-પાકેલો પુત્ર રશ્મિન  જોબના ટેન્શનથી  ભરેલો ઘેર પાછો આવ્યો.

          

દાદા-દાદી  વિષે રોજ રાતે રશ્મિન સ્તુતિ પાસેથી ફરિયાદો સાંભળ્યાકરતો.આજે છેલ્લો સંવાદ સાંભળી હમણા જ થાકેલો-પાકેલો ઘેર આવેલો અને જોબનાટેન્શનથી ભર્યો ભર્યો રશ્મિન ક્રોધાવેશમાં આવી ગયો અને બોલ્યો:”તમે ઇન્ડિયાજાઓ તેમાં જ તમારું,અમારું અને અમારા કિમનું કલ્યાણ છે.તમારીએમરજ્ન્સીમાં મુંબઈની ટિકિટ આજ ને આજની લઇ રાતની ફ્લાઈટમાં તમને હું પાછા જ મોકલીદેવા માંગું છું.”પુત્રીઓને ત્યાં તો સ્વાભિમાની માતા-પિતા કોઈ સંજોગોમાંરહેવાની કલ્પના પણ કરી શકે તેમ ન હતા.તેમને જાણ પણ કર્યાવિના તેઓ મોડીરાતની ફ્લાઈટમાં રવાના થયા.”ફ્લાઈટમાં જમવા તો આપે જ છે.”કહી જમ્યા  વગર  જરવાના થઇ ગયા.ઝટપટ પોતાનો સમાન ગોઠવી સાથે લઇ નીકળી જ ગયા.બોલવાનું જ બંધકરી દીધું.”આવજો”કહેવા પણ સ્તુતિ બહાર ન આવી.પ્લેનમાં બેઠા પછી જ રોકીરહેલા આંસુઓની ધારા અવિરતપ્રવાહી થવા લાગી.જમવાનું આવ્યું તો તે પણ ગળે ઉતરે તેમ જ નહતું.ભૂખ્યાતરસ્યાજ મુંબઈ આંસુ પીતા  પીતા પહોંચ્યા.ત્યાં પહોંચી એરપોર્ટથીપડોશી મિત્રને ફોન કરી જાણ કરી દીધી કે “અમે આવી ગયા છીએ.ટેક્સી કરી તરતઆવી જ રહ્યા છીએ.”

પાડોશીને પણ નવાઇ લાગી.પોતાને ત્યાં ચા-નાસ્તો કરાવ્યો તો રડતા રડતાપોતાની દુઃખભરી રામકહાણી સંભળાવી જેમતેમ ચા પીધી.પાડોશી મિત્રે “ઘર ઘરની આ જકહાની છે”કહી દિલાસો આપ્યો અને બપોરે જમાડી,તેમના ઘરમાં જરૂરીઅનાજ-પાણી,શાકભાજી વી.મંગાવડાવી દીધા.પુત્ર રશ્મિન કરતા તેમને પૌત્ર કિરણવધુ  યાદ આવતો રહેતો.અમેરિકાથી ન ફોન આવ્યો કે ન તેમને પણ જીદમાં આવીપહોંચ્યાનો ફોન સુદ્ધા કર્યો.મુંબઈમાં મોંઘવારી પારાવાર વધી ગઈ હતી.ભેગુંથયેલું પેન્શન તો જોતજોતામાં વપરાઈ ગયું અને દર મહિને આવતું પેન્શન તો બરફઓગળી જાય તેમ વપરાઈ જતું.ફરી સુધાબહેને ઘરમાંથી જ પોતાનું બ્યુટી -પાર્લરચાલુ કરી દીધું.સુભાષભાઈએ પણ પોતાની ચાર્ટર્ડ એકૌઊંટન્ટની પ્રેક્ટીસ શરુકરી દીધી.બધું બરાબર ચાલવા લાગ્યું.જુના મિત્રો,સગા-સંબંધીઓનો સથવારો મળતોરહેવાથી મન પ્રસન્ન રાખવા પ્રયત્ન કરતા રહેતા.

એમ કરતા પૌત્રનો જન્મદિવસ આવ્યો ત્યારે દાદીના અતિ આગ્રહથી દાદાએ ફોનકરી તેને આશીર્વાદ આપી સંતોષ માન્યો.તે પછી જ તરતમાં પર્યુષણ આવ્યા.ત્યાંરશ્મિન-સ્તુતિ પણ મનોમન હવે પસ્તાઈ રહ્યા હતા અને તેની બહેનો પણ નારાજ થઇસંબંધ તોડી બેઠી હતી કે “અમને જાણ પણ કર્યા વગર તમે તેમને પાછા તગેડીદીધા?”

ત્યાં તો તેમને ખબર  પડીન  કે સુધાબહેને મુંબઈમાં અઠઈ  કરી છે.તેઓમુંબઈ પહોંચી તેમને શાતા પૂછવા અને પછી સંવત્સરીને દિવસે “મિચ્છામી દુક્કડમકહેવા સહપરિવાર પહોંચી ગઈ.રશ્મિન -સ્તુતિ પણ આત્મગ્લાનિમાં ડૂબેલા તેમનીસાથે જ પુત્ર કિમને લઇ મુંબઈ પહોંચી ગયા.ત્યાં મુંબઈમાં સુધાબહેનનેમિચ્છામી દુક્કડમ કહી તેમની શાતા પૂછી.પછી બહુ જ આગ્રહ કરી તેઓ સુધાબહેનનીમાફી માંગી,સુભાષભાઈની  ક્ષમા માંગી તેમને પોતાની સાથે અમેરિકા લઇ જવાતય્યાર થયા.તેઓ પાછા અમેરિકા જવા કોઈ સંજોગોમાં રાજી ન હતા.પણ છેવટેપૌત્ર કિરણે પણ બાળહઠ કરી”દાદા-દાદી,મિચ્છામી દુક્કડમ.  તમે નહિ આવોતો હું અહી તમારી પાસે જ રહીશ અને અહી જ ભણીશ.”કહી તેમને મનાવી લીધા.બધાઆનંદ આનંદ કરતા અમેરિકા પહોંચી પ્રસન્નતાપૂર્વક સાથે સાથે સંતોષ અને રાજીપાસાથે રહેવા લાગ્યા.”મિચ્છામી દુક્કડમ” નો પૌત્ર કિરણે કરેલો પ્રયોગ બરાબરસફળ થઈને જ રહ્યો.


(
સમાપ્ત)

(‘મિચ્છામી દુક્કડમ …’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: