શાંતિ જ શાંતિ…

 ‘વરિષ્ટોનો વડલો શાંતિ સંકુલખરેખર વયોવૃદ્ધ નિવૃત્ત,એકલા પડી ગયેલાપતિ  કે પત્ની માટેનો અતિ સુંદર આવકાર્ય કોન્સેપ્ટ હોવાથી તેમ જ ત્યાંમળતી અનોખી વિશિષ્ટ સગવડ- સુવિધાઓ મળતી હોવાથી જોતજોતામાં તો એ વડલો લોકપ્રિય થઇ ગયો,તેનો છાંયડો આવા સહુ કોઈને મનભાવન હોવાથી ગમવા લાગ્યો.ફાઈવસ્ટાર હોટલ જેવા એ.સી.રૂમો,સુશોભિત પરદાઓ અને વિધવિધ પ્રકારની નાની મોટીલાઈટો,ટેબલ લેમ્પો,મોટો એવો ટી .વી.,જોડાયેલા કે અલાયદા પલંગો,ડનલોપના નરમનરમ ગાદલાઓ,એવા જ નરમ નરમ દરેક પલંગ પર બબ્બે ઓશિકાઓ,સફેદ બાસ્કા જેવીચાદરો અને રજાઈઓસફેદ નેપકિનો અને ટોવેલો,સોલાર એનર્જીથી  ગરમ થતું અનેઆવતું  ગરમ પાણી,નિયમિત પ્રતિદિન થતી  સાફસફાઈ,એરો પ્લાન્ટનું, જગ ભરીનેરોજ બદલાતું પાણી,કોફી કે ટી મેકરની કેટલી,પલંગોની બેઉ બાજુમાં ખાનાવાળાસાઈડ ટેબલો ,સામે બે લોકર સાથેના કબાટ અને વચમાં ડ્રેસિંગ ટેબલ આમ ભરપૂર સગવડો મળતા વરિષ્ટ નાગરિકો રહેવા જમવાનો ચાર્જ વધારે હોવાછતાં સંતુષ્ટ જ નહિ,પ્રસન્ન પણ હતા .ડાયનીંગ હોલમાં ચાર ચાર ખુરસીઓ વચ્ચેટેબલ પર સવારે બબ્બે કપ ચા-કોફી-દૂધ  અને ગરમ નાસ્તો મળેબપોરેરોજ ફરતું ફરતું ગરમાગરમ  લંચ  મળે,સાંજના ફરી સ્નેક્સ અને ચા કોફી મળેઅને રાતે દૂધે વાળુ જેવું વૈવિધ્યપૂર્ણ ડિનર  મળે એ તો ઘરમાં ય ન મળે એવીઅનોખી,અનેરી અને અદભુત વ્યવસ્થાના કારણે  આ શાંતિ- સંકુલ રહેનારાઓને તોફાવી જ ગયું હતું,અને નવા આવવા જોડવા-માંગતા સ્ત્રી પુરુષો બુકિંગ કરી કરીસંકુલમાં બની રહેલા બીજા અને તે પછી બનનારા ત્રીજા ફ્લોર માટે અગાઉથીબુકિંગ કરાવી પ્રતીક્ષા કરવા પણ તૈયાર -તત્પર રહેતા હતા..

આ જ શાંતિ- સંકુલમાં  શાંતિલાલે એન.આર.આઈ તરીકે 25 ટકા વધારે ભરીઅમેરિકાથી જ આમાં રહેવાનું બુકિંગ કરાવી લીધું હતું,  કારણ કે સાએઠ વર્ષનોસાથ આપનારી સેવાભાવી પ્રેમાળ પત્નીના સ્વર્ગવાસ પછીની એકલતા તેમને  ભયંકરસાલવા લાગી .એકલા જ એકલા અને તે ય માયક્રોવેવમાં બનાવેલી ચા અને ટોસ્ટરમાંશેકાયેલા બ્રેડના ટોસ્ટથી તેઓ થાકી ગયા હતા,ત્રાસી ગયા હતા .પાછલી રાતનાવધેલા બચેલા ખોરાકનો લંચ ખાઈ ખાઈ તેઓ કંટાળી ગયા હતા.પોતે જ ગરમ કરી, પોતે જપોતાની ગોઠવેલી પ્લેટમાં પીરસી એકલા એકલા નિમાણા થઈને ખાતા- ગળચતા  રહીતેઓ નિરાશ જ નહિ,દુખી દુખી રહેવા લાગ્યા.રાતના ડિનરમાં પણપાસ્ટા ,પીઝા,સબવેથઈ વી.ખાઈ તેઓ ત્રાસી ગયા. કંઈ કહે તો સાંભળવુંપડતું:”અમે ડોકટરો જોબ કરીએ કે ફરતું ફરતું ઇન્ડિયન  ખાવાનુંરાંધીએએવામાં પોતાને હર હમેશ ગમતા વતનમાં સીનીયર લિવિંગ  સંકુલો બનતાજોઈ-જાણી  ગૂગલમાં જોઈ-તપાસી  તેઓ વિગતો મેળવી  આ નવા જ બનેલા શાંતિસંકુલમાં બુકિંગ કરાવી ત્યાં આવી પહોંચ્યા.

એકના એક ડોક્ટર પુત્ર-પુત્રવધૂઅને તેમના હવે દૂર કોઈ મેડિકલ કોલેજમાં ભણતા પુત્રનો  -નહિ જેવો જ મળતો સાથછોડી તેઓ અણગમતા અમેરિકાને છોડી મનગમતા ભારતમાં અને તે ય પોતાના જન્મસ્થાનએવા અમદાવાદમાં આવી પહોંચ્યા.સમદુખિયા કહો કે સમસુખિયા  કહો એવા સ્ત્રી પુરુષો અને દંપતિઓ વચ્ચે તેઓ લહેરથી રહેવા લાગ્યા.ફરતા રૂમો  સામે બહુ જ મોટું વિશાળ   રંગ બેરંગી પુષ્પોથી શોભતા ગાર્ડનયુક્ત લોનમાંબેસી ગપ્પા મારવાની જે મઝા આવવા માંડી,નવી નવી કંપનીની જે મોજમઝા આવવામાંડી તેમાં તેઓ પુત્ર,પુત્રવધૂ અને પૌત્રને લગભગ વિસારી જ બેઠા .ગાર્ડનમાંબે ત્રણ સાથે બેસી શકે એવા ઝૂલા પણ હોવાથી તેમને ઝૂલતા ઝૂલતા વાતોકરવાની,આંગણે બેસી  સૂર્યસ્નાન કરવાની લહેરખી આવવા માંડી. અને ત્યાં જ તેમનો, નવી જોડાયેલી શાંતિ નામની વિધવા સાથે સંપર્ક થતાતેઓ  રાજી થઇ ગયા કારણ કે એ સ્વભાવે મળતાવડી,એટીટ્યુડથી ફોરવર્ડ,દેખાવેભાંગ્યું  તો ય ભરૂચ જેવી જાજરમાન લાગતી હોવાથી તેમના મનમાં એ શાંતિ સાથેજોડાઈ શાંતિ જ શાંતિનો સહિયારો આનંદ માણવાનો અભરખો જાગ્યો .શાંતિબેનને પણ આઅમેરિકાથી આવેલ એન.આર.આઇમાં સારો એવો રસ પડ્યો.

બેઉનો પરિચય મૈત્રીમાં અનેપરસ્પર પ્રેમ તેમ જ આકર્ષણમાં વિકસિત થવા લાગ્યો.શાંતિ ગુજરી ગયેલાપ્રોફેસર  પતિનું પચાસ ટકા પેન્શન મળતું હોવાથી યુનિવર્સીટીનું ક્વોટર ખાલીકરી આ નવા બનેલા શાંતિ સંકુલમાં બુકિંગ કરી જોડાઈ ગઈ હતી-કાયમ માટે  અનેબાર  માસ રહેવા માટે તેને વિધવા તરીકે એક મહિનાના ચાર્જનો ડિસ્કાઉન્ટપણ મળ્યો હોવાથી તે ખુશ હતી .પણ તો ય શાંતિલાલને જોઈ મળી,નિકટ સંસર્ગમાંઆવતા આકર્ષાઈ અમેરિકા પહોંચવાના સપના જોવા લાગી ગઈ. વેદિયા -લોભિયા પતિએ તોન બાળક આપ્યું કે ન વિદેશનો કદિ  પ્રવાસ પણ  કરાવ્યો તેનું તેને મનોમનપારાવાર દુખ રહ્યા કરતું તેનો આ શાંતિલાલ સાથે પરણી જઈ નવજવાન જેવા જ લાગતાનવા સાથીદારનો સાથ- સંગાથ સહવાસ વાંછવા  લાગી ગઈ.એક વાર પોતે વહેલી નાહી – ધોઈ તૈયાર થઇ ગાર્ડનના ઝૂલા પર બેઠી  ધીરે ધીરે ઝૂલતી હતી તો શાંતિલાલ પણત્યાં વહેલા આવતા જ “આવો અહી બેસો મારી પાસે  અને  ઝૂલો રે સબ દુખ ભૂલોરે” ના જુના ગીત-સંગીતનો અનુભવ કરો.” આવું પ્રેમભર્યું આમંત્રણ મળતા ખુશખુશ થઇ તેઓ શાંતિની બાજુમાં બેસી તેના સામીપ્યનો,સ્ત્રીસહજ સુગંધનો,તેનાહવામાં ઉડતા વાળનો આનંદ માણવા લાગ્યા. મનમાં શાંતિ જ શાંતિ સમાઈ ગઈ હોય  તેમ લાગવા માંડ્યું .જો આ શાંતિ મારા જીવનમાં આવી જાય તો શાંતિ જ શાંતિ એમમન  પોકારી પોકારી  કહેવા લાગ્યું .ત્યાં તો શાંતિએ પ્રેમપૂર્વક કહ્યું :’ક્યારેક મારા રૂમ માં તો આવો  .જુઓ હું કેવો મારો રૂમ સજાવીને રાખું છું  .આવો અત્યારે જ આવો . શાંતિ ઊભી  થઇ શાંતિલાલને પ્રેમપૂર્વક આગ્રહપૂર્વકપોતાના રૂમ તરફ લઇ જવા માંડી.તેના મનમાં ય શાંતિલાલ વસીને વિરાટ રૂપેવ્યાપી રહ્યો હતો . રૂમમાં પહોંચતા સુધીમાં તો તેણે  પોતાના પ્રેમભાવનેમુખરિત કરતા કહી જ દીધું:”આપણે  એકલા અટૂલા થઇ ગયેલા હવે પરણી જઈએ તોકેમ?” 

પ્રસન્ન પ્રસન્ન ભાવથી ભરાઈ -ઊભરાઈ જતા શાંતિલાલ બોલ્યા:”તમે તો મારામોં ની અને મનની વાત કહી દીધી.  તમારા મોંમાં ઘી સાકર ! વસંતપંચમી  આવી રહીછે .શુભસ્ય શીઘ્રમ !  પછી તો હોળીમાં રંગે રમશું,કેમ?”  જવાબમાં મીઠું મુસ્કરાઈ પોતાનો  રૂમ આવી જતા તાળું ખોલી શાંતિલાલ સાથેરૂમમાં પ્રવેશ કર્યો તો શાંતિલાલ દંગ રહી ગયા .રૂમમાં સ્પ્રે નીસુગંધ,ડ્રેસિંગ ટેબલ પર કોસ્મેટિક્સનો ઢગલો,વાંચવા-જોવા માટેફિલ્મફેર,સ્ક્રીન વી.સામયિકોની થપ્પીઓ .શાંતિલાલ આનંદમાં આવી ગયા અને પોતેહીરો હોય અને શાંતિ હિરોઈન હોય તેવો ભાવ અનુભવવા લાગ્યા .અમેરિકા લઇ જઈશાંતિને અમેરિકા બતાવું-ફેરવું અને ઘરમાં તેનું રાંધેલું ગરમ ગરમ 

લંચ-ડિનર  ખાઉં એટલે શાંતિ જ શાંતિ.પડખામાં રાતે શાંતિ હોય એટલે શાંતિજ શાંતિ ! પણ ત્યાં તો શાંતિલાલ ની  નજર એક ખૂણામાં પડેલડેન્ચરક્લેન્સ્રર ના ડબ્બા પર અને બાજુમાં જ પડેલા  ડેન્ચર બોક્સ પર પડીઅને તેની બાજુમાં જ પડેલી ઢગલાબંધ દવાઓની ટ્રે  રે પર પણ પડી.વાળ કાળાકરવાની ગોદરેજની બોટલ પણ દેખાઈ.   પોતાને તો નખમાં ય રોગ નહિ અને આ શાંતિતો આખું દવાખાનું જ સાથે રાખતી લાગે છે.પરણીને શાંતિ સાથે દવાખાનું પણપાળવા-પોષવાનું છે એ વાસ્તવિકતા પળ ભરમાં સમજાઈ ગઈ .શું અહી ભારતમાં કે પછીત્યાં અમેરિકામાં દવાઓ-ઈલાજોના ખર્ચ તો જાલિમ વધી ગયા છે એ યથાર્થ તેમનીસામે ડોળા  ફાડીને જોવા લાગ્યું .અને અમેરિકામાં તો આવી મોટી ઉમરની શાંતિનોવીમો પણ કોઈ ન લે અથવા મોંઘો દાટ હોય અને કાલે ઊઠી બાયપાસ સર્જરી કરાવવીપડે તો પોતાના અને દીકરા- વહુના તો ડેબા તૂટી જાય એ સચ્ચાઈ પણ સામે સ્પષ્ટદેખાવા લાગી.રૂમની સજાવટ  સુંદર હતી ,શાંતિની પોતાની પણ બાહ્ય સજાવટસુંદરતમ હતી;પરંતુ બકરું કાઢતા ઊંટ પેસવા જેવી સ્થિતિ દવાખાના સાથેની શાંતિસાથે  પરણવાથી થશે એ હકીકતે તેમને સજાગ કર્યા અને ખોટા સપનાના આસમાનથીજમીન પર ઊતરી જતા તેઓ મનોમન બોલ્યા;”હવે પાછલી જિંદગી તો પ્રભુ ભજનમાંશાંતિથી ગાળવાની હોય.અઆવી દવાખાના- સ્વરૂપ શાંતિ તો અશાંતિ સ્વરૂપ જ બની જઈશકે .”  

ત્યા તેમનો સેલ ફોન રણક્યો અને “અમેરિકાનો કોલ છે”કહી તેઓ બહારનીકળી વાતચીત કરવા લાગ્યાતો ખુશીના સમાચાર એ હતા કે પૌત્ર મેડિકલક્લાસ્મેટને પ્રપોઝ કરી ચૂક્યો છે અને વસંત પંચમીના રોજ લગ્ન-રિસેપ્શનનક્કી કરી લીધા છે તો તત્કાલ આવી પહોંચો.”

  “મારે તાત્કાલિક  અમેરિકા જવું પડશે અને અત્યારે તો મારો પુત્રનાલગ્ન લેવાયા છે ત્યાં મારા લગ્નની તો વાત જ ક્યાંથી વિચારાય? સોરી,આજે જહું પહેલી જ મળતી ફ્લાઈટમાં રવાના થઈશ .આપના લગ્નની વાત કેન્સલ .”શાંતિઅશાંતિમાં આવી ગઈ અને શાંતિલાલ ઝડપી તૈયારી કરી,ફ્લાઈટ બુક કરી એરપોર્ટ જવારવાના થયા.હવે તેમના મનમાંથી સાકાર ભ્રામક શાંતિનું ભૂત નીકળી ગયુ હતુંઅને અંતર્મમનમાં શાંતિ જ શાંતિનો સાક્ષાત્કાર થઇ રહ્યો હતો . 

 (સમાપ્ત)  

(‘શાંતિ જ શાંતિ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: