આગળ પાછળ…

નાટ્યકાર નવલકિશોરનું પોતાનું જીવન જ દુખાંત નાટક સમાન થઇજતા તેઓ દુખી દુખી ,નિરાશ નિરાશ અને  અને હામ હારી ગયેલા જેવા થઇગયા.પોતાની જિંદગીના ડ્રામાનો  આવો અણધર્યો  અંત  તો તેમણે સ્વપ્નમાં ય કલ્પ્યો ન હતો.એકાએક અને જોતજોતામાં પત્ની નવલનો મેસિવહાર્ટ -અટેકમાં અંત આવતા કે પોતાના જીવન્નાટક પર પણ ક્વિક કર્ટનપડી ગયાજેવો તેને આઘાતજનક આંચકો લાગ્યો.તેના બારમાની વિધિ પછી બીજે દિવસે તેરમુંઅને સાથે જ વરસીની વિધિ પણ વડીલોએ ગોઠવી હોવાથી તે વિચારમાં પડી ગયો કે આબાર દિવસ જ જેમ તેમ ન સરખું ખાધા કે ન સરખું સૂતા  પણ વિના  જેમ તેમવિતાવ્યા છે તો હવે આખી આ કારમી જિંદગી  વીતશે કેમ ? તેને અનેક વારસાંભળેલી કહેવત યાદ આવવા લાગી કે “બારમા  પછી તેરમું આવે તેમ…..”અને તેનામનમાં એક નવો ફણગો  ફૂટ્યો કે” હું પણ નવલની પાછળ આવતા પોતાના કિશોરનામની જેમ જ તેની પાછળ જ પાછળ ચાલતો થઇ જઈ શકું તો કેટલું સારું ! “

 તે નવલના વિચારે ચડી ગયો .પોતાનું નામ તો કિશોર હતું;પણ નવલ સાથેનીદોસ્તી પછી પોતે પોતાનું ઉપનામ કહો કે તખલ્લુસ કહો નવલકિશોર રાખી લીધેલુંતે તો તેને સહુથી પહેલું યાદ આવ્યું .પોતે કવિતા કરતો,ગઝલો લખતો,ગીત લખતોઅને નાટક તો ધડાધડ લખતો જે ભજવાતા પણ ખરા અને લોકપ્રિય પણ ભારે  થતા . તેનાજ લખેલા નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવતી અભિનેત્રી નવલ,તેનો અદભુત અભિનય ,તેની બોલચાલની છટા ,તેનું છલકતું સૌન્દર્ય,તેની નીતરતી નમણાશ,તેનું ટપકતુંલાવણ્ય આ બધું કિશોરને ઘાયલ કરી ગયું .હવે તે નવલકિશોર ઉપનામથી લખતાપોતાના નાટકોમાં મનમાં વસી ગયેલી મુગ્ધા નવલને અનુરૂપ જપાત્ર  ઉપસાવતો,તેને શોભે તેવા જ સંવાદો ઉપજાવતો અને એકાદ ગીત પણ તેના મુખેગવડાવી પોતાની પ્રેમ ભાવનાને શબ્દ રૂપ આપતો રહેતો . 

            પહેલા તો એ ક્યારેક જ નાટકો જોવા જતો;પણ નવલ મનમાં વસી ગયા પછી તો એકાયમ તેના નાટક જોવા અચૂક અને દરેક શોમાં જવા લાગ્યો .નવલનાશબ્દોમાં:ગાંડો મારી પાછળ પડી ગયો છે” એવું સાંભળી તેને ગાંડોશબ્દમાં યગોળથી વધુ ગળપણ  વર્તાવા લાગ્યું અને પાછળશબ્દ તો એટલો ગમી ગયો કેત્યારથી તો તે નવલની આગળ -પાછળ જ, મનથી અને હકીકતમાં પણ  હરતો -ફરતો થઇગયો.

સદભાગ્યે નવલ તેના  નિવાસ સ્થાનની પાસેના જ એરિયામાં રહેતી હોવાથીબસમાં,ટ્રેઈનમાં,એ જમાનામાં  ચાલતી ટ્રામમાં ભેગી થઇ જતી ,ભટકાઈ જતી .સંકોચી સ્વભાવનો મૂંગો લેખક એક વાર હિમત  કરી બસમાં સામેની સીટ પર  બેઠેલી નવલને જોઈ બોલી  ઊઠ્યો:” તમારો અભિનય   એટલે કહેવું પડે,હોં ! કમાલએક્ટિંગ છે તમારી,જબરી છે તમારી સંવાદો બોલવાની છટા !”

જવાબમાં નવલ મજાક-મશ્કરીમાં બોલી:”  તમારા લખેલા જ સંવાદો તો બોલું છું .અને અત્યારે તમે બોલો છો એ પણ છટાદાર જ બોલો છો “

            જેપણ હોય નવલની પાછળ જ પડી ગયેલો કિશોર,તેની આગળ પાછળ ફરતો તેના આવવા-જવાના સમયનું અનુસંધાન રાખી તેની સાથે જ  બસ કે ટ્રામમાં  ચડે,મોકો શોધીને  વાતચીત છેડે અને પોતે હવે નવલ કિશોર ઉપનામ કેમ રાખ્યું  છે તેનો રસિકઈતિહાસ વગર પૂછે વિસ્તારથી સંભળાવે. એ દિવસો પ્રપોઝ કરવાના તો નહોતા;પણ તો યકિશોરે નાટકીય રીતે,નાટકીય ઢબે,નાટકીય અદાથી એક વાર પોતાની બસમાં નવલનેચડતી રોકતા બસ કંડક્ટરને ગુસ્સો કરી દે પોતે પણ ઊતરી જઈ  અને “ચાલો,મોડું નથાય એટલે ટેક્સીમાં જ થીયેટર પર પહોંચીએ” કહી નવલને લિફ્ટ આપી .અને એલિફ્ટમાં જ તેને પોતાના જીવન્નાટકમાં લિફ્ટ મળી ગઈ અને કાયમી હીરોનો રોલમળી ગયો. ટેક્સીમાં જ તેણે  મન ખોલીને પોતાનો પ્રેમભાવ સરળ રીતે-સ્વાભાવિકસ્વરૂપે વ્યક્ત કરી દીધો અને વાચાળ  નવલે પણ મૌન  મુસ્કાહટના માધ્યમથીપોતાની  સ્વીકૃતિની અભિવ્યક્તિ કરી દીધી.તે પછી તો આગળ- પાછળ ફરતો કિશોરઆગળ વધી નવલના માતા પિતાને મળી તેમને સમજાવી,પોતાના જુનવાણી માતા પિતાનેસમજાવી,નવલની પણ પાછળ પડી તેને કન્વિન્સ કરી તેને   લગ્ન માટે રાજી કરીતેની સાથે ધામધૂમ સાથે પરણી ગયો.હવે આગળ- પાછળ ફરતો કિશોર નવલની સાથે જસાથે ચાલતો-ફરતો થઇ શક્યો.

            વર્ષોને વર્ષોના  સાથ- સંગાથ અને  સહ વાસ પછી એકએક બરાબર બારદિવસ પહેલા નવલના હાર્ટ- એટેકથી તેના પોતાના જ બાર વાગી ગયા હોય એવું  તેનેલાગ્યું .નવલના  મૂકેલા મોટા લેમિનેટેડ ફોટા સામે જોતા તે રડી પડ્યો અનેમનોમન બોલ્યો:”તું ત્યારે કહેતી રહેતી કે હું તારી પાછળ પડી ગયો છું,તારીઆગળ- પાછળ ફર્યા કરું છું;પણ હવે અત્યારે તો તું આગળ નીકળી ગઈ અને હું પાછળપડી ગયો છું તો યાદ રાખજે પેલી પ્રસિદ્ધ વાર્તા  “ઊભા રહેજો, આવું છું‘”એમપતિને કહી તેની પાછળ જ ચાલી પડતી પત્નીની જેમ હું પણ “ઊભી રહેજે,હું તારીપાછળ જ પાછળ આવું છું” કહેતો તારી પાછળ જ પાછળ નીકળી પડી તારી સાથે જ સાથેથઇ જવાનો છું .ઊભી રહે તારી પાછળ જ પાછળ આવું છું.

            …..અને ખરેખર બારમા  પછી તેરમું આવે તેમ બારમા  પછીના તેરમીનીવિધિ પહેલા જ વહેલી સવારે ઊંઘમાં ને ઊંઘમાં જ “નવલ…નવલ …” એમ જોરથીપોકારી કિશોર નવલની આગળ પાછળ થવા માટે,તેની સાથે થવા માટે લાંબી સફરે નીકળીપડ્યો .નાટક- જગત આ બેઉ કલાકારોની  નાટકીય વિદાયને અલવિદા‘  કહેતું મૌનરહી ગયું .


(સમાપ્ત)

(‘આગળ પાછળ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: