મિકેનીકની કરામત…

લગભગ મધરાતનો સમય,લગ્ન-રિસેપ્શનમાંથી દૂરના રીસોર્ટથી,વહેલા નીકળી જવાની  પડેલી જરૂરિયાત અને અધવચ્ચે  બગડી ગયેલી કાર. નિવૃત્તિ પછી રાતના ચલાવવાની લગભગ છોડી દીધેલી કાર આજે અનિવાર્ય સંજોગોમાં ચલાવવી પડી તેનો મનમાં અફસોસ કરતા વયોવૃદ્ધ પ્રોફેસર પિનાકિન મનોમન ગભરાઈ ગયા .સાથે પત્ની અને પૌત્રી.બન્ને સોના હીરાના દાગીનાઓથી સજેલા.લગ્ન-રિસેપ્શન પૂરું થયા બાદ નીકળ્યા હોત તો આગળ પાછળ ચાલતી  કારો આથી કોક કરતા કોકની મદદ મળી શકે આ તો ડિબાંગ અંધારું ,થોડે થોડે અંતરે લાઈટના થાંભલા અને વરસાદી વાદળિયા વાતાવરણના કારણે ચન્દ્રનો  તો ઠીક, તારાઓનો  ઉજાસ પણ અદૃશ્ય.નીચે ઊતરી કાયમ સાથે રાખવાની આદતના કારણે ભેગી લીધેલી બેટરી હાથમાં લઇ નીચે ઊતરી કાર ખોલી અંદર જોયું પણ કાંઈ   કરતા કાંઈ સમજાયું નહિ એટલે મૂંઝાઈને પાછા કારમાં બેસી કાર સ્ટાર્ટ કરવા મરણિયો પ્રયાસ કરવા લાગ્યા.કારની બેટરી  ગયેલી કે પછી બીજો કોઈ ફોલ્ટ હોય;પણ કાર સ્ટાર્ટ ન થઇ તે ન જ થઇ .પત્ની પૂછે:”હવે શું થશે?” તો  ગુસ્સો રોકી મનમાં સમસમી જતા બોલે:” આ વહેવારની મોકાણમાં મોંઘા ભાવના પેટ્રોલનું   આંધણ થયું એ તો ઠીક;પણ હવે કાર ખોટવાઈ ગઈ એટલે ક્યાંયના ન રહ્યા.”

હજી મોબાઈલ ફોન આવ્યા નહોતા કે કોઈ સગા વહાલાને કોલ કરી મદદ માટે બોલાવી શકે. પત્ની બોલી:’ “તમારી જીદના કારણે ડ્રાઈવર પોષાય તેમ હોવા છતાં રાખતા નથી કારણ કે તમને બધા ડ્રાઈવર ચોર લાગે છે,બદમાશ લાગે છે. વર્ષો પહેલા એક ડ્રાઈવર  રાખેલો તેને તમે સ્કુલેથી આ બેબી સ્તુતિને લાવવામાં તેનાથી મોડું થયું તો તેની ધૂળ કાઢી નાખી,તમાચો મારી કાઢી મૂકેલો ત્યાર પછી આજ સુધી ડ્રાઈવર ન જ રાખવાનો અફર સિદ્ધાંત બનાવી સેલ્ફ ડ્રાઈવિંગના હિમાયતી અને આગ્રહી થઇ ગયા.રાત વેળાએ કોઈ ભાડુતી ડ્રાઈવર બોલાવવાની વાત કરી તો તમને તો કોઈનો ભરોસો જ ન બેસે.હવે થાઓ હેરાન !”

“તું મને વધારે બોલી બોલી નકામી વધારે હેરાન- પરેશાન ન કર. જોઈએ કોઈ પોલિસ કાર કે કૈંક નીકળે તો કોઈ મદદ મળે .”મદદ મળવી આકાશ- કુસુમવત હોવા છતાય આશા છોડ્યા વિના નીચે ઊતરી આમ તેમ કોઈ કાર,રીક્ષા કે ટ્રક  આવે તેની રાહ જોવા લાગ્યા .બાજુની સીટ પર બેઠેલી પત્ની ફરી ફરી પાછળ લગભગ સૂઈ ગયેલી પૌત્રીની સામે જોઈ જોઈ ગભરાવા લાગ્યા કે કોઈ ગઠિયો કે લબાડ મળશે તો ઘરેણા લૂંટી લેશે,અને આ ગભરુ છોકરીને હેરાન કરશે .”

કાર તો અધવચ્ચે રિસાઈને ન હલે કે હાલે  એવી હાલતમાં  પ્રોફેસરને ન સહેવાય,ન કહેવાય એવી મુશ્કેલભરી  મૂંઝવણમાં  મૂકી ચૂકી હતી.કાર ચલાવતા માત્ર આવડે અને બ્રેક,બેટરી,પેટ્રોલ  કે ઓઈલ ચેકિંગ અને એવું જ સામાન્ય જ્ઞાન હોવાથી નવી સમસ્યા કઈ હોઈ શકે તે તો તેમની સમજ કે કલ્પનાની પણ બહારનું  હતું .પાછળ ભર નિદ્રામાં હોય તેમ સ્તુતિ સૂઈ રહી હતી જેની કાલે થનારી પરીક્ષાના કારણે  જ તેમને રિસેપ્શનમાંથી વહેલું નીકળી જવું પડ્યું હતું  . તેને તો આવવું પણ ન હતું;પરંતુ તેના મામાના દીકરાના લગ્ન-રિસેપ્શનમાં હાજરી તો આપવી જ જોઈએ એવો આગ્રહપૂર્ણ ઓર્ડર પુત્ર-પુત્રવધૂનો  અમેરિકાથી આવેલ હોવાથી સ્તુતિ અનિચ્છાએ પણ હાજરી આપવા પૂરતી આખો દિવસ વાંચી વાંચી જેમ તેમ પરાણે તૈયાર થઇ મામા-મામીને અને તેથી વધુ તો પોતાના પપ્પા-મમ્મીને ખુશ કરવા -રાજી રાખવા દાદા-દાદી સાથે આવી હતી અને લાંબો ચાલનારો રિસેપ્શનનો કાર્યક્રમ પરીક્ષાનું કારણ બતાવી અધૂરો જ છોડીને નીકળી જવાની જાહેરાત  માફી માંગીને  કરીને નીકળી ગયેલા. અને હવે કારે પ્રોફેસર પિનાકિનની પરીક્ષા લઇ તેમને ફેઈલ જ કરવાનો નિર્ણય જ કરી લીધો હોય તેમ કાર નિશ્ચેતન થઇ શાંત પડેલી હતી.

હવે તો કોઈ ચમત્કાર  જ આ સ્થિતિમાંથી બચાવી શકે તેમ સમજી મનોમન હનુમાન ચાલીસા ગાવા લાગી ગયા.  ..પત્ની પણ મનોમન “નમ:શિવાય નમ:શિવાય” કરવા લાગી ગઈ  .એટલામાં એકાએક વરસાદ તૂટી પડ્યો અને તેની સાથે જ રેઇનકોટ પહેરેલો,હેલ્મેટધારી એક સ્કૂટર વાળો આવી તેમને અટકેલા જોઈ તેમની મદદે આવ્યો અને બોલ્યો:”કોઈ પ્રોબ્લમ હોય તો મદદ કરું?”

“આ અજાણ્યો માણસ પ્રોબ્લમ વધારશે તો નહિ ઘરેણા પહેરેલ પત્ની અને નવજવાન પૌત્રી સાથે?”એ જ પ્રશ્ન મનમાં ઊંટની જેમ ડોકું કાઢી તેમને વધારે મૂંઝવણમાં   મૂકવા લાગ્યો .પણ તોય ન ગભરાયેલા હોવાનો અભિનય  કરતા બોલ્યા:”અમારી કાર ખોટકાઈ ગઈ છે શું ખરાબી છે તે જ સમજાતું નથી.”

એ સ્કૂટર ચાલકે કારનું બોનેટ ખોલી શું ય કર્યું કે કાર સ્ટાર્ટ થઇ ગઈ  અને બોલ્યો:”હું ડ્રાઈવર-કમ મિકાનિક છું અને આપને ઓળખું છું. મારું નામ હનુમાન.તમારો વર્ષો જુનો ડ્રાઈવર જેને આપે તમાચો મારી કાઢી મૂક્યો હતો .ચાલો આજે આપના અપકારનો બદલો ઉપકારથી કરી હું ખુશ છું .મેં ખાલી હાથ લગાડ્યો અને કાર  ઠીક કરી દીધી  અને આપની કાર સ્ટાર્ટ થઇ ગઈ . ચાલો, આપ ઘર સુધી પહોંચો ત્યાં સુધી આપની પાછળ પાછળ સ્કૂટર ચલાવું છું,જેથી ફરી પ્રોબ્લમ ન થાય અને રસ્તામાં મધરાતે કોઈ હેરાન પરેશાન ન કરે .”કહી તે પ્રોફેસરની કારની પાછળ પાછળ સ્કૂટર ચલાવવા લાગ્યો  .ઘર પાસે આવતા જ “આપનું ઘર આવી ગયું.ચાલો,જયસિયારામ !!”કહી તરત જ તે અદૃશ્ય થઇ ગયો  .

 પત્નીના કહેવાથી અને તેથી પણ પહેલા પોતાને પણ  લાગ્યું હોવાથી એ જુના ડ્રાઈવર  કમ મિકાનિકને  કૈંક ઇનામ આપવાના વિચારને અમલમાં પણ મૂકી શકે તે પહેલા તો એ જુનો ડ્રાઈવર હનુમાન  નજર થી થઇ ગયો અને પ્રોફેસર એ મિકાનિકની આ કરામતથી મૂંગા મંતર થઇ ગયા અને પૌત્રી સ્તુતિને જગાડી તેને અને પત્નીને લઇ પોતાના ફ્લેટમાં પહોંચ્યા.એ આખી રાત તેમને એ જુનો ડ્રાઈવર-કમ મિકાનિક  હનુમાન સ્વપ્નમાં વારંવાર આવતો જ રહ્યો, આવતો જ રહ્યો,આવતો જ રહ્યો. 

(સમાપ્ત )                                                  
(સત્ય કથા)        

(‘મિકેનીકની કરામત…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)                                        

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: