દાદાની દીકરી…

દાદા ધનસુખલાલને  આમ જુઓ તો બધી જ રીતે લીલાલહેર હતી .નખમાં ય રોગ નહિએટલે તનસુખ પણ પૂરે પૂરું . મન પણ વચન-લેખન તેમ જ પૂજા -ભક્તિમાં  ડૂબેલુંરહેતું હોવાથી સુખ જ સુખનો એહસાસ કરતું રહેતું .

છ છ  દીકરા અને ચાર ચાર દીકરીઓનો એક જ શહેરમાં ભર્યો ભર્યો સુખીસંસાર જોઈ તેઓ સદાય સંતુષ્ટ,ખુશ અને  પ્રસન્ન રહેતા ! ચારેયપુત્રો-પુત્રવધૂઓ પોતપોતાના વ્યવસાયમાં ટોપ પોઝિ શનમાં તેમ જ દીકરીઓ-જમાઈઓપણ  વેરી વેલ સેટલ્ડ એટલે તેમને તો કોઈની નામની પણ ચિંતા કરવાની રહેતી નહિ .સહુને ત્યાં બબ્બે બાળકો એટલે આમ તો લીલી વાડી જ આંખ સામે દેખાય .બધાનેત્યાં કાર અને સહુને પોતાના બંગલાઓ.  પત્ની ધનલક્ષ્મી સાથે પોતાની મરજીથીજ્યાં અને જેમને ત્યાં મન થાય ત્યાં અને ત્યારે ખુશી ખુશી આંટા ફેરા અનેઆશીર્વાદ માટે પહોંચી જાય . 

દાદા-દાદીને એક બીજા માટે પ્રેમ -લાગણી પણ ભરપૂર.જ્ઞાતિના એક સમારંભમાં તેમને તો મેઈડ ફોર ઈચ અધરનો એવાર્ડ પણ એનાયત થયેલો .દાનધર્માદો પણ છુટ્ટા હાથે,ખુલ્લા દિલે કરતા રહે એટલે તેમની ત્રતત્ર સર્વત્ર વાહવાહ જ થયા કરતી .પત્ની પોતે જ ધનલક્ષ્મી અને તેના પગલે  મળેલી વિવિધ પ્રકારની લક્ષ્મીઓથી તેઓ પોતાને ધન્ય ધન્ય માનતા રહેતા.

ગરીબોને,જરૂરતમંદોને,અનાથોને,વિદ્યાર્થીઓનેતેઓ ક્યારેક એવી રીતે મદદ કરતા કે કોઈને ખબર પણ ન પડે -એક હાથની મદદ બીજાહાથને ખબર પણ ન પડે તેમ  . ગુપ્ત દાનનું ગુપ્ત સુખ તેમનું સહુથી મોટું સુખહતું, જેનાથી તેમને શાંતિ અને સંતોષનો,આનંદ અને કૈંક સારું કર્યાની મોજનોઅનુભવ થતો રહેતો .    

પરંતુ કોઈ જુના નાટકના લોકપ્રિય ગીત”સુખના દિવસો કોઈના એક સરખા જાતાનથી”નો એકાએક પોતાના પાછલા જીવનમાં  કડવો અનુભવ થતા તેઓ ભાંગી ગયા-તૂટીગયા.પહેલું સહુથી કપરું દુખ જોયું પત્નીને સ્ટ્રોક આવતા દુખી થતી અને અંતેવર્ષોનો સાથ- સંગાથ -સથવારો છોડી તેને ચાલી જતી જોઇને.ત્યારે પહેલી વારતેમને પરિજનોનો સાચો પરિચય મળવા લાગ્યો .સહુ કોઈ કાયમી ધોરણે ધનલક્ષ્મીનેસ્ટ્રોક આવતા જ નર્સિંગ હોમમાં મૂકી દેવાની ભલામણ કરવા લાગી ગયા.તે પહેલા ધનલક્ષ્મીએ  પોતાના બધા જ દાગીનાઓ વહુઓ,દીકરીઓ,પુત્રીઓ અને દૌહિત્રીઓનેસરખે ભાગે વહેંચી દીધા હતા સિવાય પહેરેલ  ચાર બંગડીઓ અને એકમંગળસૂત્ર  છોડીને,જયારે તેમના  પરિવારે અમૃત મહોત્સવધામધૂમથી ઊજવ્યો . કોઈના પણ એવા તો  સદભાગ્ય નથી  હોતા કે પતિ-પત્નીબેઉ સાથે જ સાથે ધામમાં જાય અને એટલે જ તેમણે જૈન અપરિગ્રહનો સિદ્ધાંતઅક્ષરશ:પાળીને પોતાના અમૃત મહોત્સવમાં ક્યારેક તો આ શરીર પણ ત્યાગીનેજવાનું છે તો આ બધી ઘરેણાઓની મોહમાયા ત્યાગીને તૃપ્તિ- સુ ખ માણવાનું નક્કીકરી લીધું .દાદા મનસુખલાલને તો સોના- ચાંદી, હીરા- મોતીનો નામનો ય મોહ નહતો .પોતે ગળામાં તુલસીની કંઠી  જ પહેરતા. આંગળીમાં વીંટી સુદ્ધા નહિ જ .

પત્નીના સુખમાં પોતાનું સુખ સમજનાર દાદાએ પત્નીના ત્યાગની મનોમન પ્રશંસા જ કરી .ત્યાગીને જ ભોગવો એ ઉપદેશ તેમણે  સાંભળેલો જ નહિ,જીવનમાં પણ ઊતર્યો હતો .

પરંતુ પત્નીને સ્ટ્રોક  આવતા જ અને તેને સર્વ પ્રકારે પરવશ થયેલીજોતા જ મોટા મોટા ઘરમાં રહેનારાઓના નાના મનનો તેમને પાકો તલસ્પર્શી પરિચયમળ્યો, જયારે સહુએ એક સ્વરે  નર્સિંગ હોમમાં જ  તેને દાખલ કરવાની જોરદારભલામણ કરી, એટલું જ નહિ,એવી વ્યવસ્થા પણ કરી જ નાખી .પોતે પણ પત્ની સાથેનર્સિંગ હોમમાં દાખલ થવાનું પસંદ કરી તેની સાથે જ રહેવા લાગ્યા.પત્નીનું એકરાતે ફરી પાવરફુલ સ્ટ્રોક આવતા મૃત્યુ થતા તેઓ સાવ ભાંગી ગયા .તેને મરતાતેઓ સ્વીકારી ન શક્યા અને અંત્યેષ્ટિ દરમ્યાન બેભાન થઈને પડી ગયા.થાપાનુંફ્રેક્ચર થતા પહેલા હોસ્પિટલમાં અને પછી પાછા નર્સિંગ હોમમાં દાખલ થઇ ગયા.     દસમા દિવસની પૂજા પછી એક પણ પુત્ર કે પુત્રી તેમને ઘરે લઇ જવા ન આવ્યાતે ન જ આવ્યા કારણ કે તેમનું અસ્તિત્વ માત્ર સહુને ભારરૂપ લાગતું હતું  .તેમણે મનોમન નિરાશ અને હતાશ થઇ પ્રભુને પ્રાર્થના કરી કે “હવે મને પણતેડી લે અને મને મારી ધનલક્ષ્મી સાથે જોડી દે. “ તેઓ તેની પાસે પહોંચવામાટે ઊંઘની ગોળીઓ પણ ગળવાનો આત્મઘાતી વિચાર સુદ્ધા કરવા લાગ્યા.પણ ત્યાં જતે દરમ્યાન એક નવી નાની નર્સ એ નર્સિંગ હોમમાં જોડાઈ અને દાદાને ત્યાં જોતા જ તેમના ચરણોમાં નમીનેબોલી:”દાદા,તમે અહિંયા,આ નર્સિંગ હોમમાં? યાદ છે તમે મને નાનપણથી ભણાવતારહી મદદ કરતા રહી આજે મને નર્સ બનાવી અહી સુધી પહોંચાડી છે? હવે દાદા આદીકરી તમને સાજા સારા કરી તમારા બંગલે પહોંચાડશે.”

 દાદા રડી પડ્યા.બોલ્યા:”મારી કઠણાઈની કહાની સાંભળ્યા પછી તું પણ મને બંગલે જવાની ના જ પડીશ . “

તેમનીકથની સાંભળી દાદા સાથે તે પણ રડી પડી:”હું તમને મારે ઘેર લઇ જઈશ .મારું ઘરનાનું છે,પણ  હું એકલી જ છું .હું  તમને ખોળે  લઈશું,દત્તક લઈશ  અને  છેકસુધી તમારી તન મનથી સેવા કરીશ  .આજે જે કાઈ હું છું તે તમારા પ્રતાપે જ છું .દાદાની દીકરીને દાદાની સેવા કરવાનો મોકો  આપો,દાદા મોકો આપો। .”                

અને એ મોકે, જે રીતે બેઉ  દાદાઅને દાદાની  દીકરી બેઉ રડતા રડતાએકમેકને ભેટી એકબીજાને જે રીતે સધિયારો આપી રહ્યા હતા તે જોઈ નર્સિંગ હોમનીનર્સો જ નહિ,વ્હીલચેરો  પણ રડી પડી .બીજે દિવસે દાદા વ્હીલચેરમાં બેસીદીકરીને ઘેર ગયા,મનમાં પેલી નાનપણની વાર્તાનું ગીત ગૂંજવા લાગ્યું:”દીકરી-ઘેર  જાવા  દે. . ….. . ”

(સમાપ્ત) 

(‘દાદાની દીકરી…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: