ઓન લાઈન…

રામદ્વારે કોમર્સનો પ્રોફેસર હતો.પ્રોફેસરની પોસ્ટ સુધીની મંઝિલ સુધીનો માર્ગ પૂરો સંઘર્ષમય  રહ્યો.ઉત્તર પ્રદેશના નાનકડા ગામડામાંથી ગામઠી શાળામાંથી ભણતો ભણતો તે ,ખેડૂત પિતાના પ્રોત્સાહન અને માતાની  હોંસથી તે પાસેના શહેરની હાઈસ્કુલમાં મેટ્રિક સુધી ભણી,તે જ  મોટા  શહેરની કોલેજમાંબી.કોમ સુધી ભણ્યો.બી.કોમની પરીક્ષામાં સર્વપ્રથમ આવતા તેને સ્કોલરશિપ મળતા તે લખનૌ યુનિવર્સીટીમાં એમ.કોમ ભણવા ગયો.માતા- પિતાને  આ એકના એક પુત્રને પરણાવવાની હોંસ અને ઉતાવળ તો ઘણી હતી;પણ રામદ્વારેના મનમાં પી-એચ.ડી કરી પ્રોફેસર બનવાની તમન્ના જાગી.

પુસ્તકોનો કીડો  બની તે પી-એચ.ડી પણ થઇ ગયો અને યુનિવર્સીટીમાં  પ્રોફેસર પણ બની ગયો.એ જુના પુરાણા જમાનામાં છોકરીઓ તો આ શુષ્ક વિષયથી દૂર જ રહેતી હોવાથી અને પોતે પણ પરપરાગત સંસ્કારી સ્વભાવનો હોવાથી કોઈ કરતા કોઈ શહેરી છોકરીના સંપર્ક સુદ્ધામાં ન આવી શક્યો.મજાક-મશ્કરીમાં  મિત્રો કહેતા:”આ રામદ્વારે એટલે કે હનુમાન બિચારો કોઈ છોકરીને લાઈન ક્યાંથી મારવાનો?”

માતા-પિતાને આટલું  બધું ભણેલા છોકરા માટે સારું એવું દહેજ લાવનારી પણ સાધારણ જ ભણેલી કન્યાઓના માંગા તો બહુ આવ્યા.પણ રામદ્વારેને હવે અમેરિકા જવાનું -ત્યાં પ્રોફેસર બની માતા-પિતાનું દળદર ફેડવાનું મન થયું.આમે ય એ સ્કોલરશિપ તો એપ્લાય કરતા જ મેળવતો રહેતો હોવાથી સારી સ્કોલરશિપ મેળવી યુ.એસ પહોંચી જ ગયો.ત્યાં તેણે કોમ્પ્યુટર- ઈન્ટરનેટ બધું ખૂબ ખૂબ ડેવલપ કરી ‘ઓન લાઈન વેચવા -ખરીદવાની નવી જ ટેકનીક ડેવલપ કરી નામ અને દામ બેઉ કમાવાનું શરૂ કરી દીધું.

પણ આ બધામાં તેની ઉમર વધતી ગઈ.તે ચાલીસનો થવા આવ્યો.અમેરિકાની ભારતીય છોકરીઓ તેને અતિ ઉછ્રંખલ લગતી.ભારતમાં તેને પોતાની જ્ઞાતિમાં તો ખૂબ ભણેલી છોકરી ત્યારે ય નહોતી મળી અને અત્યારે પણ મળવાની સંભાવના નહિવત જ દેખાતી હતી.જાહેર ખબર આપી લગ્ન કરવા એ તો તેને ચીપ લાગી રહ્યું હતું.ઇન્ડિયન મિત્રો તેને ઉડાવતા;”હવે તો હનુમાન ચાલીસા ગાવાની ચાલીસીમાં પ્રવેશવાનો છે તું,રામ્દ્વારે ! તને હવે અહીં કે ત્યાં  છોકરી મળે જ નહિ.હા,ઓન લાઈન ની તારી ધંધાદારી લઈન ટ્રાય કરી જો, તો કદાચ નસીબે કૈંક જોગ જામી જાય.”

તે પોતે સિટિઝન પણ બની ગયો હતો અને તેણે ઓનલાઈન પોતાને યોગ્ય ઉમરલાયક મેચ જોવાની શરૂઆત પણ કરી દીધી.પોતાનું નામ રામ તો તેણે પહેલેથી જ બદલી લીધું હતું.માબાપને તો પછી જ, નક્કી કર્યા બાદ જ, જણાવી શકાશે તેમ તેણે મનોમન વિચારી લીધું. 

ઓનલાઈન તપાસ કરતા અને ચેટિંગ દ્વારા  સંપર્કમાં આવતા તેને પાંત્રીસેક  વર્ષની સીમા નામની એક બેંક ઓફિસર પસંદ આવી.તે અનાથાલયમાં મોટી થયેલી પણ સંઘર્ષ કરી કરી, ભણી ગણી  બેન્કિંગની પરીક્ષા પાસ કરી આ પોઝિશન સુધી પહોંચી હતી.

રામદ્વારેને સીમા પસંદ આવી ગઈ. સીમાને રામ પસંદ આવી ગયો. સીમા દિલ્હીની  નેશનલ બેન્કમાંઓફિસર  હતી.નક્કી કરી, પ્લાન બનાવી,આ બેઉ ઓનલાઈન પ્રેમીઓ  રામ -સીમા દિલ્હી એરપોર્ટ પર પહેલી વાર મળ્યા.એક બીજાને જોઈ,વાતચીત કરી,સારી હોટલમાં લંચ કરી,સારી એવી આત્મીયતા અનુભવી બેઉ રામના માતા-પિતા પાસે કારથી પહોંચ્યા અને તેમની વર્ષો વર્ષોની પોતાના એકના એક પુત્રને પરણાવવાનું સ્વપ્ન સાકાર થતું જોઈ ખુશીથી પાગલ થઇ ગયા.

ઘડિયા લગ્ન લેવાયા.સીમાએ પોતાની બેન્કના મેનેજર અને બે ત્રણ મિત્રોને તેડાવ્યા,રામે પોતાના બે ત્રણ જુના પ્રોફેસર મિત્રોને બોલાવ્યા અને ગામડા ગામમાં ઓનલાઈન પ્રેમીઓના ધામધૂમથી લગ્ન થયા,જેમાં રામના માતાપિતાને   આખે  આખા ગામને ધુમાડાબંધ  જમાડ્યાનો  ભરપૂર આનંદ આવ્યો. 

અને ત્યારે તો સિટિઝન પરણીને પત્નીને સાથે પણ લઇ જઇ શકતો હોવાથી બેઉ રામ-સીમા સાથે જ સાથે અમેરિકા પહોંચી ગયા.મોટી ઉમર થઇ હોવાથી બાળક ન કરવાનો નિર્ણય પણ તેઓએ ઓનલાઈન જ લઇ લીધો હતો એટલે મોજમસ્તીથીથી બિન્ધાસ બની અમેરિકામાં પોતાના નવા ખરીદેલા મોડર્ન  હાઉસમાં બધું જ નવું ફર્નીચર ઈત્યાદિ પણ ઓનલાઈન જ ખરીદતા રહ્યા.

(અર્ધ સત્ય કથા)              

(સમાપ્ત)        

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: