રાહ…

વરંગલ એક તો નવું નવું શહેર.એકના એક પુત્ર અંકિતનો  તાજો જ તાજો  ત્યાની જાણીતી  રીજનલ એન્જિનિયરિંગ કોલેજમાં નવો નવો પ્રવેશ.પ્રોફેસર પિતાનું બ્લેસિંગ ઇન  ડિસગાઈઝ જેવું એજ અરસામાં નવું નવું વરંગલ ખાતે ટ્રાન્સ્ફર.                                                           

પત્ની સાથે હૈદરાબાદથી વરંગલ ખાતે ભાડાના ઘરમાં નવો નવો વસવાટ.અને તેનું મુખ્ય .કારણ કેવળ માત્ર એ જ કે પુત્રને રીજનલ એન્જિનિયરિંગ કોલેજમાં થતા  ભયંકર રેગિંગથી બચાવવો. લાડ-કોડથી ઉછરેલો સંસ્કારી પુત્ર અંકિત તો રેગિંગના નામથી પણ ગભરાનારો. હોસ્ટલમાં ન રહી ઘરેથી બસમાં જનાર અંકિત, તો ય પહેલે જ દિવસે તોફાની સીનિયર હોસ્ટેલિયર વિદ્યાર્થીઓનો ભોગ તો બન્યો જ બન્યો.સાંજે બસ સ્ટોપ પર તેને ઘેરી લઇ તેને દસ ગાળો,એક્કેય રિપિટ કર્યા  વિના બોલવાની ધમકી આપી મોટા સરિયામ રસ્તા પર તેની રેવડી દાણ દાણ કરી જ કરી.બિચારો એક પણ ગાળ ન બોલી શકનાર અંકિત ! તેના ખાખી યુનિફોર્મ  પર બ્લ્યુ,લીલી, લાલ અને વાયોલેટ શાહીના છાંટાઓથી પૂરો  રંગાઈ એ જયારે ઘરે પાછો ફર્યો ત્યારે માબાપ પણ તેની હાલત જોઈ ગભરાઈ ગયા.કડક સ્વભાવના પિતા તો તરત જ હોસ્ટલ પહોંચી,તેના રેક્ટર અમીરુદ્દીનને મળ્યા,પોતાની યુનિવર્સીટી  કોલેજના સિનિયર પ્રોફેસર તરીકેની ઓળખાણ આપી અને ધમકી આપીને આવ્યા કે બીજી વાર જો આવું હોસ્ટલમાં ન રહેનાર અને  ઘરેથી આવનાર તેમના પુત્ર અંકિત સાથે થશે તો તેઓ હોસ્ટલને સળગાવી દેશે.  બીજા દિવસથી રેક્ટર અમીરુદ્દીને તેને એક સ્ટોપ પાછળના કે એક સ્ટોપ આગળના સ્ટેન્ડથી બસ પકડવાની સલાહ આપી બચાવ્યો.

આવો પુત્ર અંકિત આગળ જતા હોસ્ટલના તેના ખાસ બની ગયલા એવા એક  ગુજરાતી   મિત્ર ભરતને પોતાને ત્યાં નિમંત્રિત કરી,તેની   સાથે બપોરે,  પોતાના ઘરમાં મમ્મીના બનાવેલા શ્રીખંડ-પૂરી-આલૂવડા વી.ખાઈ કરી બપોરના જ મેટિની શોમાં એક નવું ચડેલું મૂવી જોવા શહેરના મધ્ય ભાગ હનામકોંડા ગયો .પિતા તો આદત પ્રમાણે બપોરની તેમની અતિ પ્રિય એવી વામકુક્ષીમાં ડૂબી ગયા-ખોવાઈ ગયા અને બિચારી પત્નીએ કામવાળી પાસે કામ કરાવી લઇ, સૂકાયેલા કપડાઓની ગડી,ઈસ્ત્રી  વી.કરવામાં પોતાને બિઝી રાખી.

એ જુના જમાનામાં અને તે પણ નવા શહેર વરંગલમાં તેમની પાસે ન તો ફોન હતો કે ન પોતાનું કોઈ ટુ-વ્હીલર પણ હતું.સાંજ થઇ અને માતા પોતાના પુત્રના પાછા આવવાની રાહ જોવા લાગી ગઈ.ત્રણ વાગ્યાનો શો છ વાગ્યે પૂરો થઇ જાય એટલે બસમાં કે રિક્ષામાં સાત વાગ્યા સુધીમાં તો તે આવી જ જવો જોઈએ.તેનો મિત્ર ભરત તો સીધો હોસ્ટલ પર જ જવાનો હતો.સાતના સાડા  સાત વાગ્યા અને ઘડિયાળનો કાંટો આઠ તરફ જવા લાગ્યો એટલે પ્રોફેસર પતિને સંબોધીને પત્ની ભરપૂર ચિંતાના સ્વરમાં બોલી:”આટલું બધું મોડું?હજી આપણો  અંકિત આવ્યો નહિ? કાંઈ તપાસ તો કરો.”

“તપાસ ક્યા કરું ?કયા થીયેટરમાં ગયો છે,કયું મૂવી જોવા ગયો છે, એ કહીને તો તે ગયો નથી.મેટિની શોમાં જઈએ છીએ કહીને બેઉ મિત્રો નીકળી ગયા છે.આવશે થોડી વારમાં.નાના બાળકો તો નથી જ.ચિંતા-ફિકર નહિ કરવાની.”અંદરથી ચિંતિત -વ્યથિત પરેશાન પ્રોફેસર પરોપદેશે પાંડિત્યની જેમ બોલતા રહ્યા.એમ કરતા કરતા આઠ વાગ્યા અને પછી તો પત્નીની ચિંતા સીમા વટાવી ઝગડામાં બદલાવા લાગી ગઈ.”આમ હાથ પર હાથ ધરીને બેસવાથી શું થવાનું છે? આમને આમ સાંજને બદલે રાત થઇ ગઈ.હવે શું કરીશું?”

“શું કરી શકાય? પોલિસમાં ફરિયાદ તો ન જ કરાય? ત્યાં હનામ કોંડા -ચાર રસ્તા પર જઈને પોકારવાથી એનો પત્તો થોડો જ લાગવાનો છે? રાહ જ જોવાનું આપણા  હાથમાં-નસીબમાં છે. આમ આ નવા અજાણ્યા વરંગલ શહેરમાં ભવિષ્યમાં તેને નહિ જવા દઈએ.તેનો મિત્ર સાથે હતો એટલે મોટા પુખ્ત વયના દીકરાને ના  ય કેમ પાડી શકાય ?” 

એમ કરતા કરતા રાતના દસ વાગી ગયા.હવે તો પતિ-પત્ની બેઉ લગભગ રડવા જેવા થઈને મથુરા ગયેલા કૃષ્ણને લઈને લડતા-રડતા નંદ-યશોદા જેવા બની જઈ એક બીજાને કોસવા લાગ્યા.શબ્દો અને આંસૂની જુગલબંદી શરૂ થઇ ગઈ.હવે બેઉ ભાગ્યને અને પુત્રના મિત્રભરતને  કોસવા લાગ્યા. 

રસ્તા પર જઈને જુએ તો સોપો પડી ગયો હતો.ઝાઝી વારે કોઈ  ખટારો માત્ર તેમના હૈયા પર ચાલતો હોય તેમ ઘરઘરાટી બોલાવતો આવતો જતો દેખાતો રહ્યો.ત્યાં તો રડતા-લડતા પ્રોફેસર દંપતિએ એક રિક્ષા આવતી જોઈ અને નજીક આવતા જ તેમાં પુત્ર અંકિત અને તેના મિત્ર ભરતને જોયા એટલે તેમના પ્રાણમાં પ્રાણ આવ્યા.”શું થઇ ગયું તમને બેઉને?આટલું બધું મોડું? બબ્બે મૂવી જોઇને આવ્યા કે શું? કે પછી બહાર જમીને આવ્યા એટલે મોડું થયું?અમે તો રાહ જોઈ જોઇને થાકીને રોડ પર આવી ગયા.તપાસ પણ ક્યાં કરીએ?” પુત્ર અંકિત વતી ભરત જ બોલ્યો:”અમે ટીકીટ ન મળતા બ્લેકમાં મોંઘા ભાવે ટિકિટ  લીધી અને થીયેટરમાં બેઠા તો થીયેટરની લાઈટો ચાલી ગઈ અને જનરેટર પણ ફેઈલ થઇ જતા રાહ જોઈ જોઇને મેટિની શો મોડી સાંજે શરૂ થયો ત્યારે જોયો.ફર્સ્ટ શો જેવું જ થઇ ગયું.બહાર આવ્યા તો બસ સ્ટ્રાઈક થઇ ગયેલી એટલે બસ પણ ન મળે.રિક્ષાવાળા પણ ભાવ ખાવા લાગ્યા.અત્યારે અમે ચાર ગણા ભાડે આવ્યા છીએ-જેમતેમ પહોંચ્યા છીએ.નહિ તો ચાર પાંચ માઈલ   ટાંટિયા તોડીને આવવું પડત.હવે તો મારે અહીંથી હોસ્ટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ છે.”

” વાંધો નહિ બેટા.આ ઘર પણ તારું જ છે.અહી અમારે ત્યાં સૂઈને સવારે જજે.સાજા- સારા ઘરે આવી ગયા એટલે અમને અને તમને પણ શાંતિ.બાકી આવી અને આટલી રાહ તો જિંદગીમાં પહેલી વાર અને છેલ્લી વાર જ જોઈ.”        

ભગવાન કોઈ માબાપને આવી રાહ ન જોવડાવે એ જ ભગવાનને પ્રાર્થના છે અમારી !   

(સત્ય કથા)   

(સમાપ્ત)                                         

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: