પેઈન કિલર…

મામા મધુસૂદન બહુ જ રાજી થયા કે તેમની એકની એક વિધવા બહેને પોતાનો પુત્ર  પ્રીતમ તેમને ત્યાં ભણવા માટે મોકલી દીધો.ગામડાગામમાં તેનું કોઈ ભવિષ્ય જ ક્યા હતું? લીલા-સુકા દુકાળ વચ્ચે ખેતીવાડી પણ ખોરવાયેલી જ રહેતી.બહેન  આમેય સાથી રાખીને જ ખેતીની સારસંભાળ રાખતી હતી.પુત્ર પ્રીતમને નાર ગામથી  દર રોજ આણંદ ભણવા મોકલવામાં સમય અને પૈસાનો જે દુર્વ્યય થતો હતો એની ચિંતા કરતા તેની  ખોટી સોબતમાં બગડી જવાની  સંભાવના વધારે હેરાન -પરેશાન કરતી રહેતી.ભાઈએ પત્ર લખ્યો કે તરત જ દીકરા પ્રીતમને અમદાવાદ મોકલી દીધો.ત્યાં મામાના  વેપારનું પણ સાંજે, કોલેજથી ઘરે આવ્યા પછી, પેઢીએ બેસી બહુ બધું શીખી શકે અને નકામી રખડપટ્ટીથી બચેલો રહે એમ માતાએ મનમાં ને મનમાં સધિયારો મેળવ્યો.અહીં  તો  પાન તંબાકુ – ગુટકાનો બંધાણી થઇ જ ગયો હતો.કડક સ્વભાવના મામા તેને સીધો દોર કરી શકશે એવો તેને ભરોસો હતો.

પ્રીતમ તો અમદાવાદ જવા મળ્યું,મોટા શહરમાં મામાના બંગલે રહીને કોલેજમાં ભણવાનું મળ્યું એટલે ખુશ ખુશ હતો.મામા કડક સ્વભાવના હતા પણ તો ય મામાને ભાણેજ માટે હેત પણ પારાવાર હતું એટલે તે સાંજે કોલેજથી આવી મામાની પેઢીએ બેસતો થઇ ગયો.મામાને  સાડીઓનો હોલસેલનો મોટો બિઝનેસ હતો.ચોતરફથી આવતા આસપાસના ગામો-શહેરોના વેપારીઓ રોકડેથી માલ  લઇ જાય એટલે રોજનું  કલેક્શન પણ  બહુ સારું રહેતું.મામા પોતે જ બીજે દિવસે સવારે ઉઘડતી બેન્કે રોકડી રકમ જમા કરાવી આવતા.સવારના વહેલા ઊઠી ઘરપૂજા કરી,ચા-પાણી પી, હવેલીએ દર્શન કરી ઘરે આવી, પહેલી પતરાવાળી સવાલાખની સમજી, ગરમાગરમ રસોઈ જમીને જ બેંક થઈને પેઢીએ જાય.ભાણેજ પ્રીતમ પણ જમી કરીને જ કોલેજ જાય.

મામી બીજા વખતના હતા પણ મામા તેને બહુ જ કડક ઓર્ડરો આપી આપી પોતાનો  ટાઈમ બરાબર સચવાવતા.સવારની કડક મીઠી ચા ઊઠતા  જ જોઈએ એટલે જોઈએ જ અને તે પીને જ નિત્યકર્મ પતાવે.નહાવાનું પાણી મામી ગેસ પર ગરમ કરીને બે ડોલ ભરી બાથરૂમમાં મૂકે એટલે તરત જ નાહી ધોઈ તૈયાર થઇ ઘરપૂજા કરી લે. મામીએ તેમના પહેલા જ વહેલી સવારમાં  ઊઠી જઈ નાહીધોઈને પૂજાપાઠ પતાવીને જ ચા મૂકવી પડે.કડક મીઠી ચા પીએ પછી જ તેમનો કાંટો ચાલે.

પેઢીએ સ્ટાફમાં બે નાની ઉમરના નોકરો,એક નામું લખનાર મુનીમ,અને એક  સાડીઓ બતાવનાર અને બીજો ગડી કરનાર એવા બે  હોંશિયાર સેલ્સમેન. પોતેજ ચાવીઓનો  મોટો ગુચ્છો લઇ દુકાનના  શટર ખોલાવાડાવે અને  રાતે પોતે જ તાળા મારી, તાળા બે ચાર વાર હલાવીને જ  દુકાન વધાવે.હવે ભાણેજ સાંજ પછી કોલેજથી આવી જાય એટલે તેની પાસે રોકડ કલેક્શન ગણાવડાવે અને પોતાના ગલ્લામાં મૂકાવડાવે.છેલ્લે કુલ રકમ પોતે પણ એક વાર ફરી ગણી કરી પોતાના મોટાપહોળા પાઉચમાં મૂકે.મામાના ડરથી પ્રીતમ કોલેજથી આવતા પહેલા જ કોગળા કરી મો સાફ કરીને જ આવે, જેથી મામાને  ન  તંબાકુની વાસ આવે કે ન તેનું મોઢું લાલચોળ દેખાય.કોલેજના ચાર  પાંચ  કલાકમાં પોતાનો ક્વોટો પૂરો કરીને મન  મનાવી લે.

મામીને ભાણેજ સાથે સારું બનવા લાગ્યું અને ભાણેજ ગામડાગામમાં શક ભાજી સુધારવાનો આદી હોવાથી મામીને  હોંસે હોંસે મદદ કરે.મામીને શાકભાજી પણ ખરીદીને લાવી આપે.મામાની ડોલો પણ મૂકવામાં મદદરૂપ થાય.ઉતાવળા મામાને ઉતરતી રોટલીઓ પર ઘી પણ લગાડી પીરસતો રહે.મામીને તેની ઝડપ,તેની સ્ફૂર્તિ બહુ જ ગમતી.મામા જાય પછી મામી ભાણેજ સાથે જ  સાથે  જમી લે અને ભાણેજ પ્રીતમ મામીને જમ્યા પછી પાણી  પાઈને પોતાનું છુપાવેલું પાન પણ ખવડાવે.મામીને પાનનો ચસ્કો લાગી ગયો.હસતો હસતો એ કોલેજ જાય અને મામી તેને કોલેજ જતો જોયા જ કરે.

મામી સાથે તેની દોસ્તી વધતી ગઈ.દિવાળી- પૂજન પછી બીજે દિવસે સવારે મામા મિતિ લખવા ગયા તો મામીની દુખતી કમર પર ભાણેજ પ્રીતમે સરસ ઘસીને બામ લગાડી દીધો અને મામી તેના પછી ગરમ પાણીએ નહાતા નહાતા પ્રીતમના મુલાયમ  સ્પર્શનો સતત વિચાર કરતી રહી.મામા આવે તે પહેલા તો મામીએ તૈયાર થઇ ચા મૂકી દીધી અને કડક સ્વભાવના મામાએ એ કડક મીઠી ચા પીને પોતાનું નિત્ય કર્મ શરૂ કરી દીધું.

મામા હવેલીથી આવતા આવતા ગાયોના ધક્કે ચડી પછડાઈ ગયા અને તેમને કોઈ જાણીતું રિક્ષામાં બેસાડી ઘરે લઇ આવ્યું.તરત ડોક્ટરને બોલાવી તપાસડાવી જોયું તો ફ્રેકચર જેવું ન હોવાથી, માત્ર મચકોડાઈ ગયેલ પગને પૂરતો આરામ  આપવા માટે કહ્યું અને પેઈન કિલર દવાઓ લખી આપી.છેલ્લા બેત્રણ રજાઓના દિવસોનું કલેક્શન જમા કરાવવા મામાએ ભાણેજને પહેલી વાર બેંક મોકલ્યો અને મામી પણ પાસેના જ મેડિકલ શોપમાં મામાનું પેઈન કિલર લેવા નીકળ્યા.

મામી પોતાના પર્સમાં દિવાળી નિમિત્તે લાવેલું સઘળું ઘરેણું લઇ ભાણેજ પ્રીતમ સાથે મામાના કલેકશનનું  પાઉચ લઇ બેઉ સીધા  સ્ટેશન  તરફ રવાના થઇ પહેલી જ  ટ્રેઈનમાં મુંબઈ તરફ રવાના થઇ ગયા.

 બિચારા મામા મધુસૂદન પેઈન કિલરની રાહ જોતા જ રહ્યા,જોતા જ રહ્યા. 

 (અર્ધ સત્ય કથા)                                            

(સમાપ્ત)

Advertisements

1 ટીકા (+add yours?)

  1. smunshaw22
    સપ્ટેમ્બર 22, 2015 @ 15:57:24

    It happens many a time.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: