બે તમાચા…

‘દોસ્તીના દાવે’ વાર્તાની  પોતાના પ્રિય મિત્ર,માર્ગદર્શક,હિતચિંતક તંત્રીની સલાહ પ્રમાણે સારા અક્ષરે પ્રેસ કોપી બનાવી વાર્તા  બુક્પોસ્ટથી કલકત્તા મોકલી દીધી.અઠવાડિયાની અંદર અંદર તો વાર્તા તંત્રીના અણધાર્યા શેરા સાથે પાછી આવેલી જોઈ નવજુવાન વાર્તા લેખક ચોંકી ગયો,રડી પડ્યો અને નિરાશા-હતાશામાં ગરકાવ થઇ ગયો.લીલી સહીમાં આવતા’અસ્વીકાર્ય’નો શેરો તો ઘણી વાર એ સ્વીકારી લેતો;પણ આ વખતે તો લીલી શાહીમાં મોટા અક્ષરે લખેલો રીમાર્ક તેને હચમચાવી ગયો.”પહેલા તો પોતાને બે તમાચા મારો અને આવી ગંદી વાર્તાઓ લખવી હોય તો હવે લખવાનું બંધ કરી દો.”  પોતાની આ સત્યઘટનાત્મક વાર્તાનો આવો અંજામ આવેલો જોઈ વાર્તા લેખક પોતાની એ વાર્તા ફરી વાંચી ગયો.વાર્તા સાચી હતી.પણ તેમાં દોસ્ત પોતાના દોસ્તને મુશ્કેલીમાં ધાર્યા કરતા વધુ આર્થિક મદદ કરે છે ત્યારે એ મદદ મેળવનાર ઉપકારના બોજા હેઠળ પોતાની પત્નીનું મિત્રને સમર્પણ કરી દે છે અને એ મિત્ર પણ ધાર્યું પરિણામ આવતા એ મિત્રપત્નીને “વાહ મારા દોસ્તની દોસ્તી.હવે તો તારી – મારી પાક્કી અને કાયમની દોસ્તી ” કહેતા તેને મન- તન ભરીને માણે  છે.” એવા અંત પર લાલ શાહીથી લીટા અને ચોકડીઓ જોઈ એ દુખી દુખી થઇ ગયો.હવે તેને સમજાયું કે સાહિત્યકાર યથાર્થનું નગ્ન ચિત્રણ કરવા માટે નહિ,યથાર્થને આદર્શના ઓપ સાથે રજૂ કરવા માટે પ્રતિબદ્ધ હોવો જોઈએ. 

 તેણે ફરી પોતાની એ જ વાર્તાનું છેલ્લું પાનું ફાડી નાખી નવેસરથી એ વાર્તાને નવું રૂપ-સ્વરૂપ આપતા આદર્શનો ઓપ આપ્યો.વાર્તાનો પ્લોટ સીધો સરળ અને સત્ય ઘટના પર જ આધારિત હતો.

નયન નયના અને મનન પાઈ પાસે રહેતા હોવાથી બચપનથી  મિત્રો.કિશોરાવસ્થામાં આવતા આવતા ત્રણેયના મનમાં એક સમજાય-ન સમજાય એવી પ્રેમભાવનાના  અંકુર ફૂટવા લાગ્યા.મનન પિતાના વેપારમાં ઠરીઠામ થઇ ગયો અને નયન-નયના સાથે સાથે કોલેજ જતા-આવતા પ્રેમમાં ગળાડૂબ થઇ અંતે પરણ્યા પણ ખરા.મનનને નયના બહુ ગમતી,તેના માટે જાન કુરબાન કરવાની પણ તૈયારી;પણ નયનાને નયન સાથે કોલેજ જતા-આવતા પ્રેમ અતિશય ઊભરાવા લાગ્યો.વેપારી મનન તેના મનમાંથી ઊતરી ગયો.મનન સમજદાર હતો.તે તેમના લગ્નમાં હાજર તો રહ્યો જ;નયનનો અણવર પણ બન્યો.બેન્કમાં નોકરી કરતા કરતા ઝટપટ કમાઈ લેવાની પાગલ લાલચમાં નયન શેરબજારની તેજીથી ભરમાયો અને બેન્કની સાચી-ખોટી લોન લઇ,સગા-વહાલાઓના અને દોસ્ત -બિરાદરોના સંબંધોને કેશ કરી શેરબજારના કાદવ-કળણમાં ગળાડૂબ ફસાઈ ગયો.ઊંચા વ્યાજે પૈસા લઈને પણ તે શેર બજારમાં અટવાતો -ફસાતો રહ્યો.એક રાતે તેને લાખોની ચૂકવણીના ભયે આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા અને બહિ તો જેલના સળિયા પાછળના  દૃશ્યો દેખાવા લાગ્યા.

શેર બજારમાં તદ્દન ખુવાર થઇ ગયેલા આ દોસ્તે જયારે પોતાના જીગરજાન મિત્રને આ હકીકત જણાવી તાત્કાલિક અને તે પણ લાખો ને લાખોની મદદ કરવા માટે આજીજી કરી ત્યારે મનને તેને આપઘાત કરવામાંથી બચાવતા લાખો રૂપિયાની અણધારી મદદ કરી.  ભાવોદ્રેકમાં એ મિત્ર નયન  બોલ્યો:’તારા જેવો દોસ્ત નહિ અને તારા જેવી દોસ્તી નહિ.હું તેના બદલામાં મારી તને પણ બહુ ગમતી પત્ની જીજ્ઞાસા તને ભેટ આપું છું.’એ પછીનું અતિ શ્રુંગારિક વર્ણન ધરમૂળથી બદલી નાખી વાર્તાને નવો વળાંક અને અવનવો અંત આપતા વાર્તા -લેખકે લખ્યું:”

આ સાંભળતા જ એ જીગરજાન મિત્ર બોલી ઊઠ્યો:”આટલી જ કિમત કરી તેં આ તારા જીગરજાન દોસ્તની? સહુ થી પ્રથમ તો તારા ગાલે બે તમાચા માર આવું દોસ્તીના દાવે પત્નીનું સમર્પણ કરવાનો વિચાર સુદ્ધા કરવા માટે અને એવા વિચારને વાણીમાં રજૂ કરવાની ભારોભાર નીચતા અને ધ્રુષ્ઠતા કરવા માટે બીજા બે તમાચા ફરી માર.દોસ્તી તો કૃષ્ણ -સુદામાની! આવી વાત મનમાં આવી જ કેમ?” મનને  તેને ફરી આવી ઝડપી કમાણી કરવાની લાલચમાંથી બચતા રહેવાની સાચી સલાહ આપી.

ફરી એ જ વાર્તા એ જ સામયિકના ભલા તંત્રીને રવાના તો કોઈ જવાબ જ ન આવતા તે વાર્તાલેખક મૂંઝાઈ ગયો કે ગુસ્સામાં તંત્રીએ પોતાની વાર્તા કચરા- પેટીમાં જ ફેંકી દીધી હશે અને હવે એ સામયિક અને તંત્રી સાથેના સંબંધનો ‘એન્ડ ઓફ ધી રોડ’ જ આવી ગયો?  

પણ ત્યાં તો અઠ્યાવીસ દિવસના મહિનાનો અંત આવી ગયો અને તેના હાથમાં કાયમની જેમ એ સામયિકનો અંક ત્રણ ઓફ પ્રિન્ટ્સ સાથે પહેલી જ તારીખે આવી ગયો.તેની એ વાર્તાને એ મહિનાની વાર્તાઓની શ્રેષ્ઠ વાર્તાનો પારિતોષિક પણ જાહેર થયેલો જોઈ-વાંચી તેનું હૈયું ભરાઈ ગયું અને તેની આંખોમાં હર્ષાશ્રુ ઊભરાઈ ગયા.

(સત્ય ઘટનાત્મક વાર્તા)

(સમાપ્ત)         

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: