બોમ્બ વિસ્ફોટ…

જયારે માતા મોનલ અને પિતા મૌલિક,ડોક્ટર- પુત્ર મનીષ  સાથે,એર ઇન્ડિયાની સફર કરતા મુંબઈના બિઝી બિઝી ઇન્ટરનેશનલ    એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે તેમને રીસિવ કરવા આવેલ તેમના ફેસબુક ફ્રેન્ડ  મંજુલ,તેની પત્ની મંજુલા અને પુત્રી મનીષાને જોઈ- મળી તેઓ પ્રસન્ન પ્રસન્ન થયા.મનીષાને તો ફેસબુક પર જોયેલો અને બે ચાર વાર વાતચીત પણ જેની સાથે કરેલ, તે મનીષ તો જોતા જ તેને ગમી ગયો.દેખાવડો,પ્રભાવશાળી અને પાછો ડોક્ટર.પોતે પણ મનીષા ગાયનિક  સર્જન હોવાથી અમેરિકા રહેતા કાર્ડીઆક સર્જન મનીષને  પસંદ તો કરી જ ચુકી હતી-મનોમન;પણ હવે તેને પ્રત્યક્ષ જોઈ તેનું મન પ્રસન્ન પ્રસન્ન થઇ ગયું.માતા મંજુલા અને પિતા મંજુલ પણ ખુશ ખુશ થયા કે આંગણે  શોભે એવો જમાઈ સામેથી અને ઘેર બેઠા મળી રહ્યો છે. પોતાની મોટી ઈનોવા કારમાં બેગો વી.મૂકાવી,એ શોફરડ્રિવન કારમાં વડીલો બેઠા. 

“મનીષકુમાર,તમે મનીષા સાથે તેની બી.એમ ડબલ્યુમાં  બેસો”એમ કહી, પોતાને મોડર્ન સાબિત કરવાનો સફળ પ્રભાવશાળી એટીકેટ દેખાડ્યો.શોફર -ડ્રિવન કારમાં બેગો સાથે વડીલો બંગલે પહોંચ્યા ત્યારે, બંગલો મોટો,વિશાળ અને બાગ- બગીચા ફુવારા સાથેનો જોઈ, મનીષ તેમ જ તેના માતાપિતાની નજર ઠરી.વહેલી સવારે ઘરઘાટી કાશીરામે ગરમા  ગરમ ચા-કોફી અને તાજા જ ઉતારેલા ઈડલી- વડાને ન્યાય આપતા તેઓ ખુશ થયા.પ્લેનની મુસાફરીનો થાક જોતજોતામાં ઉતરી ગયો.આમે ય બિઝનેસ ક્લાસમાં મુસાફરી આરામદાયક જ રહી હતી.થોડી વાર વાતો કરી પોતાનો બંગલો અને બહારનો ગાર્ડન બતાવતા મંજુલ- મંજુલા વારંવાર કહી રહ્યા હતા કે મુંબઈની  પ્રેસીડન્ટ હોટલ પાસેનો આ કફ પરેડનો એરિયા એકદમ પોષ એરિયા કહેવાય.બંગલો એ બંગલો.ફ્લેટની લાઈફ તો સાવ ફ્લેટ જ ફ્લેટ લાગે,કબૂતરખાના જેવી જ લાગે.આજે તો આવો બંગલો કરોડો આપતા ય ન મળે.અમે તો વર્ષો પહેલા જ આ બંગલો  આર્કિટેક પાસે ડીઝાઇન બનાવી અમારી મરજીનો બનાવેલો અને અંદર પણ બધે બેસ્ટ ઇન્ટીરિયર ડેકોરેશન કરાવેલું.માર્બલ અને ગ્રેનાઈટ જ બધે વાપરેલો.તમારી જેમ અમારે સેન્ટ્રલ એ.સી તો નથી;પણ દરેક બેડરૂમ,ડાયનિંગ રૂમ,હોલ,ત્યાં સુધી કે પૂજા રૂમ પણ એ.સી જ છે.ગાર્ડનમાં પણ રેશમી -સિલ્કી લોન બિછાવડાવી છે, માળી-માલણ બગીચાની બહુ સારી માવજત કરે છે.અમારો ઘરઘાટી,અમારા આ માળી -માલણ,અમારો રસોઈયો,અમારી મનીષાના જન્મ- સમયથી રાખેલી હીરાબાઈ સુદ્ધા આજ વર્ષોથી પરિવારની જેમ જ અમારી સાથે રહે છે.”

આવું આવું સાંભળી મનીષ  અને તેના માતા- પિતા  રાજી થયા કે આ લોકો કામ કરતા માણસોને પણ આવી સારી રીતે પરિવારના સભ્યની જેમ સાચવે છે.મનીષાનો બેડરૂમ તો અફલાતૂન સજેલો જોઈ મનીષ ખૂબ જ પ્રભાવિત થયો કે પોતાની થનારી પત્નીનો ટેસ્ટ કેટલો ઊંચો છે? પૂજારૂમ પણ મોટો અને શ્રીનાથજીની બહુ જ મોટી પ્રભાવશાળી છબીથી શોભાયમાન હતો.પુષ્ટાવલી પૂજાની સરસ વ્યવસ્થા જોઈ તેઓ રાજી થયા.

થોડો આરામ કરી,નહિ ધોઈ ફ્રેશ થઇ,બપોરે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સગાઇ અને લગ્નની વાત શરૂ થતા જ પિતા મૌલિક તેમ જ  માતા  મોનલ અને પુત્ર મનીષની આંખોમાં હર્ષ,ઉમંગ અને ઉત્સાહ ઉભરાવા લાગ્યા. મનીષાના પિતાએ કહ્યું:” જુઓ,અમે તો પટેલ રહ્યા એટલે ઓછામાં ઓછું સો તોલા સોનું તો આપીશું જ;પણ સાથે સાથે અમે મનીષાના નામે જુહુમાં બુક કરેલો એક ફોર બેડરૂમનો બંગલો પણ વરરાજાને ભેટ આપીશું.લગ્ન -રિસેપ્શનનો ખર્ચ પણ અમે જ કરીશું.બસ તમે હા પાડો એટલે શુભસ્ય શીઘ્રમ મુહુર્ત જોવડાવી પ્રસંગ ધૂમ ધામથી ઉજવીએ. અમારી મનીષાની તો હા જ છે અને  મનીષ  પણ રાજી જ દેખાય છે.આપ વડીલો હા પાડો એટલે અમે શ્રીફળ વિધિ વહેલી તકે યોજીએ”

“અમારી તો હા જ છે.અમે એક રિસેપ્શન અમેરિકામાં પણ કરીશું અને તેમાં તમારે હાજરી આપવાની છે.મારા વૃદ્ધ માતા-પિતા તો અહીં આવી શકે તેમ નથી.પણ ત્યાં તમને અને આવી સુંદર વહુને જોઈ રાજી રાજી થઇ જશે.”પિતા મૌલિક બોલ્યા.”હા,મારા સાસુ-સસરા બહુ જ હોંસીલા  છે.તેમના આશીર્વાદથી જ અમે સુખી સુખી છીએ.”માતા મોનલ બોલી, અને તરત જ એકાએક બે બોમ્બ ફૂટ્યા હોય તેમ મંજુલ-મંજુલા એકી સાથે ચમકીને બોલ્યા અને તેમાં પોતાનો પણ સાદ પોતાની રીતે ઉમેરતા મનીષા પણ જુદા સ્વરે બોલી:” તો આ વાત તો તમારે પહેલાથી જ કરવી જોઈતી હતી કે તમારા હાઉસમાં આવા બે એન્ટીક પીસો પણ છે.અમારી એકની એક દીકરી મનીષાને અમે  આવા ઓર્થોડોક્સ એન્ટિક પીસ વાળા ઘરમાં તો કોઈ કાળે  ન આપીએ -ન આપી શકીએ.અમને તો એમ કે તમારે ત્યાં કોઈ એન્ટિક પીસ છે જ નહિ.”મનીષ અને તેના પિતા મૌલિક  તેમ જ માતા મોનલ ઘવાયેલા મને, તાત્કાલિક જ એ નાના મનના,મોટા વિશાળ  બંગલામાં રહેનાર અને કામ કરતા માણસોને પોતાના સ્વાર્થ માટે જ પરિવારના સભ્યની જેમ સાચવવાનો ડોળ  કરતા,દંભી  પરિવારનો ત્યાગ કરી હોટલ પ્રેસીડન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા.તેમને તો વયોવૃદ્ધ માતા-પિતાને પ્રેમાદર આપે એવી વહુ જોઈતી હતી,એવા વેવાઈ જોતા હતા.

‘એન્ટિક પીસ’ શબ્દ પ્રયોગ તેમને બોમ્બ- વિસ્ફોટ જેવો લાગ્યો.

(સમાપ્ત)       

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: