મારા વિશે…

હું લલિત પરીખ.

મારો જન્મ ૧૯૩૧માં..

શરૂના  ૮  વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર  પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો  અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.

૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ધિ.

“કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ‘રમીમાસ્ટર’.

‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ.પ્રતિમા,સવિતા,વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.

બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં,બાલજીવનમાં.એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી.નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ  અને રશ્મિ. નાનપણથી મંડળો  સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ  મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની  સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારું જીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારું-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે,જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ.  જે સમયાંતરે અહિં  આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.

આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે.

પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ  આવી છે;પણ  પોતાનું સઘળું કામ   હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો  પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ  પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું.

આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે.

આપનો લલિત પરીખ.

21 ટિપ્પણીઓ (+add yours?)

 1. વિનય ખત્રી
  એપ્રિલ 14, 2011 @ 06:04:50

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગવિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં સમાવી લીધો છે!

  જવાબ આપો

 2. Dr.Lalitkumar.Parikh
  એપ્રિલ 15, 2011 @ 16:37:48

  THANKS A LOT,MY DEAR SIR AND WELLWISHER..

  જવાબ આપો

 3. Dr.Gita Chandrakant Vora
  એપ્રિલ 16, 2011 @ 02:18:16

  Very much impressed after reading all your achievements.ilove gujarati songs,gazala,stories.GITABhavishyavani–a great story.Excellent.May god bless you,& we get more articles from you.

  જવાબ આપો

 4. Dr.Lalitkumar.Parikh
  એપ્રિલ 16, 2011 @ 09:27:14

  Dear Gitabhabhi,
  Thanks a lot for finding out time from your Doctor’s very very busy life.My other stories will slowly come on the blog.In sept,a story was published in Akhand Anand.Hope to get all thisShort Novel and Short Stories published.
  Hi to busy Dr.Chandubhai.he was very much fond of Gujarati Literature.
  Kundan is fine and O.K. walking with walker,walking within walker without touvhing it,walking with cane and also walking holding my hand.With one or two railings she can climb and get down the staurs also.Lot of moblility.
  Lalit Parikh

  જવાબ આપો

 5. Lata Parikh
  એપ્રિલ 18, 2011 @ 17:39:23

  Great job Pappa, this is creative and positive way to spend your time.
  Wish you all the best.
  Lata

  જવાબ આપો

 6. રૂપેન પટેલ
  એપ્રિલ 19, 2011 @ 10:20:09

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  જવાબ આપો

 7. Harsha
  જુલાઈ 02, 2011 @ 23:06:20

  I read so far four stories. i will read rest later. I really like it. Keep it up.
  We are happy to find you in facebook.
  Now can read all Gujarati stories. Do you write in Hindi too?
  “Go confidently in the direction of your dreams.
  Live the life you have imagined.”
  You are doing exactly like this.

  Harsha Parekh

  જવાબ આપો

 8. www.girishparikh.wordpress.com
  ઓક્ટોબર 29, 2011 @ 12:55:26

  લલિતભાઈઃ નમસ્કાર.
  આપના વિશે વાંચતાં આપની સાથે વર્ષોથી પરિચય હોય એમ લાગે છે! મારો જ્ન્મ નવેમ્બર ૧૪, ૧૯૩૪ના રોજ ગુજરાતમાં વીરમગામ પાસેના ગામ વીરોચનનગર (વીરનગર)માં થયેલો. સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ પરીખ એ વખતે ત્યાંની પ્રાથમિક શાળાના આચાર્ય હતા.
  મારું લખવાનું પંદર વર્ષની ઉંમરે શરૂ થયેલું. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર એ વિશે પણ લખ્યું છે.
  અલબત્ત, લખવા કરતાં જીવવું અગત્યનું ખરું જ, પણ સાહિત્યસર્જકનું તો જીવન જ લેખન હોય છે!
  પ્રભુને પ્રાર્થના કરું છું કે આપ શતાયુ થાઓ તથા આરોગ્યમય જીવન જીવો અને સતત લખતા રહો.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com
  આપ અમેરિકાના કયા શહેરમાં રહો છો?

  જવાબ આપો

 9. પંચમ શુક્લ
  જાન્યુઆરી 07, 2012 @ 07:55:00

  ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત છે.

  જવાબ આપો

 10. વિપુલ કલ્યાણી
  જાન્યુઆરી 07, 2012 @ 11:20:42

  બહુ સરસ. તમારા લેખન સાથે સંપર્ક રાખવો ગમશે. તમારા વાર્તાવિશ્વની યાત્રા રોચક અને રસપ્રદ હશે, તેની ખાતરી. તમારું સ્વાગત. તમને અભિનંદન.

  જવાબ આપો

 11. madhu
  જાન્યુઆરી 08, 2012 @ 18:48:18

  Respected papa
  You are doing excellent work at this age.Keep the same spirit.we are all proud of your achievements.
  Madhu

  જવાબ આપો

 12. Dr.MADHU PARIKH
  જાન્યુઆરી 09, 2012 @ 07:27:42

  DEAR MADHU,
  THANKS A LOT FOR YOUR INSPIRING AND ENCOURAGING MAIL.I TOO WISH YOU ALL THE BEST,ALL THE SUCCESS AND ALL PROGRESS AND HAPPNESS
  THROUGH OUT ALL YOUR CAREER AND LIFE.
  WITH LOVE,BLESSINGS AND PRAYERS,
  PAPPA

  જવાબ આપો

 13. nabhakashdeep
  મે 16, 2012 @ 22:29:17

  આદરણીય શ્રી લલીતભાઈ પરીખ.

  આપને સાદર નમન. આપના જેવા વડીલ સાક્ષર પ્રતિભાનો પ્રતિભાવ આશીર્વાદ સાથે મળ્યો એ અહોભાગ્ય છે. અમે તો નિવૃતિમાં મનગમતી
  આ કેડીપર આવડત ઓછી પણ મા સરસ્વતીની કૃપાથી પકડી છે.
  આપનો આ ઉમ્મરે ઉમંગ સાથે સાહિત્ય પ્રેમ એ સૌના માટે પ્રેરણાદાયી છે.આપની કૃતિઓ માણતા રહીશું.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

 14. Chetu Shah
  જૂન 19, 2012 @ 19:28:23

  પૂજ્ય લલિત ભાઈ , આપના બ્લોગ પર ઘણું વાચવા મળ્યું .. હજુ પણ વધુ અવનવી કૃતિઓ મળતી રહે એવી આશા સહ … જયશ્રીકૃષ્ણ ..!

  જવાબ આપો

 15. નિરવ ની નજરે . . !
  ઓક્ટોબર 27, 2012 @ 08:23:09

  આદરણીય લલિત દાદા , અચાનક જ ઉડતી પંખુડી રૂપે આપના બ્લોગમાં આવી ચડ્યો , હજી તો પૂરું ભ્રમણ નથી થઇ શક્યું , પણ આપનો પરિચય વાંચતા જ લખવા માટે પ્રેરાયું . આપ સમાન વડીલો જ અમ નવા લોહી માટે પ્રેરણા બની રહો છો , આપનો પરિચય જાણી અત્યંત આનંદની લાગણી અનુભવું છું 🙂 નિરવ .

  જવાબ આપો

 16. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  ઓક્ટોબર 27, 2012 @ 09:56:27

  આદરણીયશ્રી. ડૉ. લલિતભાઈ પરીખ સાહેબ

  આપના બ્લોગ પર આજે ઓચિંતાજ લિંક મળી એટલે મુલાકત લેવા માટે પ્રેરાયો

  સુંદર વિચારો, આપના વિશે જાણીને, આપની લેખનશૈલી નવયુવાનો માટે પ્રેરણાદાયી છે.

  ગુજરાતી સમાજની આપે ખુબ જ સેવા કરેલ છે, તે જાણી શકાયુ સાહેબ

  જવાબ આપો

 17. priteshmmodi
  જૂન 08, 2013 @ 09:50:38

  aapni varta ghani mani..ane aapna vishe jani ne anand thayo…

  જવાબ આપો

 18. kirtidaparikh
  ઓક્ટોબર 25, 2014 @ 11:55:05

  સુન્દર પરિચય. વાંચી આનંદ થયો. તમારા જેવા વડિલ અમારા માટે રાહ ચિંધનાર બની શકે છે.
  પ્રણામ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: