આગ્રાની સફર…

મારી પી-એચ.ડી.ની  મૌખિક પરીક્ષા દિલ્લી અને આગ્રાના મારા પરીક્ષકોએ તેમની અનુકૂળતા અનુસાર આગ્રામાં ગોઠવી દેતા, હું ખુશ થયો કે ચાલો,આ બહાને અનાયાસ આગ્રાની સફર થઇ જશે,આગ્રાનો તાજમહાલ જોવાઈ જશે,દિલ્લી પણ જોવાઈ જશે -પાસેજ હોવાથી. 

‘પહેલું કામ પહેલા’ના સિદ્ધાંત અનુસાર હું મૌખિકીની મારી પૂરી તૈયારી કરી  યુનિવર્સીટી ગેસ્ટ હાઉસમાંથી સીધો મારા પરીક્ષા ખંડમાં પહોંચ્યો અને મારા નિદેશક સહિતના ત્રણેય પરીક્ષકોને સંતોષકારક ઉત્તરો આપી 

 તેમના જ મોઢેથી જ મને પ્રસન્ન પ્રસન્ન કરી દેતું સંબોધન “ડૉ.પરીખ યુ વિલ ગેટ યોર ઓફિશ્યલ ન્યુઝ સૂન.બટ વે કોન્ગ્રેચ્યુલેચ્યુટ  યુઇન એડવાન્સ .”  

ખુશી ખુશીથી ઉભરાતો- છલકાતો  હું લગભગ ઉછળતો ઉછળતો આગ્રાની સફર પર નીકળી પડ્યો.તાજમહાલ જોતી વખતે અને ખાસ તો ફોટો પડાવતી વખતે પત્ની બહુ જ યાદ આવી અને નક્કી કર્યું કે મેરેજ એનિવર્સરી ઉજવવા હવે આગ્રાઅને -દિલ્લીની જ સફર કરવી છે. નવી નવી નોકરી અને મોટા પરિવારની જવાબદારી હોવાથી નાણાભીડ તો હતી જ હતી. ટેક્સીમાં ફરવાનું પોષાણ ન હોવાથી એ રોકી રાખેલા રિક્ષાવાળા સાથે જ મેં આગ્રાની સફર શરૂ કરી.તેને ભર ગરમીમાં વગર બૂટ-ચપ્પલે રિક્ષા ચલાવતો જોઈ મેં તેને,હવે દુકાનો ખુલી જતા, સહુથી પહેલા તેણે પસંદ કરેલા પગરખા અપાવી દીધા.

અને અમારી આગ્રાની સફર શરૂ થઇ ગઈ.જોવા જેવું તો બધું જોવાઈ ગયું.બપોરે ક્યાંક ગોભી – પરોઠા અને દહીં ખાઈ અમે ફરતા જ ફરતા રહ્યા.ફતેહપુર સીકરી સુધી ફર્યા.છેલ્લે  ઈબાદતખાના જોવા પહોંચ્યો.મોડું થઇ ગયેલું અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે લગભગ યાત્રીઓ તો નહિવત જ દેખાયા. મને વોચમેને કહ્યું ”શામ હો રહી હૈ તો થોડી દેરમેં ચારમેં  સે  તીન મિનારો કે દ્વાર  બંધ હો જાએંગે ઔર સિર્ફ એક હું ખુલા રહેગા”.હું તો બાદશાહ અકબરના એ મશહૂર ઈબાદત ખાનામાં પોતે પણ ખુદાનો શુક્રિયા માનતો ફરતો રહ્યો- આરામથી શાંતિથી બધું જોતો જોતો અને અંતે નીચે ઉતરી  એક મીનારના દ્વારે આવી પહોંચ્યો તો તે બંધ થઇ ગયેલો.મને વોચમેનની વાત યાદ આવી કે એક સિવાયના બાકીના ત્રણ મીનારોના દ્વાર બંધ થઇ જશે.ગભરાઈને હું પાછો ઉપર ગયો અને દોડીને બીજા મીનારથી નીચે ઉતરી જોયું તો એ દ્વાર પણ બંધ.ફરી પાછો ઉપર દોડ્યો અને તે પછીના મીનારથી નીચે ઉતરી જોયું તો તે પણ બંધ.ઉતાવળ ઉતાવળમાં અને ગભરાટ -ગભરાટમાં અને એબ્સન્ટ માઈન્ડેડ પ્રોફેસર હોવાથી ભૂલથી પાછો એના એજ મીનારોના દ્વારો તરફ દોડી દોડી અને ચડ-ઉતર કરી કરી દિવસભરની સફરથી થાકેલો હું થાક અને  ગભરાટથી પરસેવો પરસેવો થઇ ગયો.સૂર્યાસ્ત થઇ જતા, અંધારું ફેલાતા મારો ગભરાટ અને પરસેવો એક બીજાની સ્પર્દ્ધા કરવા લાગી ગયા.મને લાગ્યું કે હવે તો ચારેય દ્વાર રાત થતા બંધ થઇ ગયા લાગે છે.અંગ્રેજી હોરર મૂવી જેવી સ્થિતિમાંથી પસાર થતો હું પરસેવો લૂછતો અને હાંફતો ખુદની ઈબાદત કરવા લાગ્યો કે “ઐ ખુદા,યા અલ્લાહ,મૈં હમ્દ કરતા હૂં,ઈબાદત કરતા હૂં મુઝે ઇસ મુસીબત સે બાહર નિકાલ,મેરી મુશ્કિલ મિટા દે.”

અને હતાશ-નિરાશ -ઉદાસ એવો હું જીંદગી હારી ગયો હોઉં એવી મન;સ્થિતિમાંથી પસાર થતો લંગડાતા પગે,લડખડાતી ચાલે અંતે એ સાચા મીનાર-દ્વાર પર પહોંચ્યો જે હજી ખુલ્લો હતો અને ત્યાંનો વોચમેન તે દ્વાર પણ બંધ કરવા તત્પર દેખાઈ રહ્યો હતો.ક્યાંકથી શક્તિ આવી અને હું દોડીને બહાર નીકળ્યો તો રિક્ષાવાળો મને જોઈ ખુશ થઇ પૂછવા લાગ્યો:”ક્યા હો ગયા સાહબ? બાદશાહ કે ઈબાદતખાનેમેં બહુત દેર તક ઈબાદત કરતે રહે ?”                                                                 

અને મેં મનોમન નક્કી કરી લીધું કે હવે પછીની પત્ની સાથેની દિલ્લી-આગ્રાની  સફરમાં આ ‘ઈબાદત ખાના’ની સફર તો ટોટલ્લી કેન્સલ એટલે કેન્સલ જ.

આવી સફરમાં  આમ ‘સફર’-suffer-તો વગર કારણે ન જ કરાયને?     

અને હું રિક્ષાવાળા સાથે મારા ગેસ્ટહાઉસમાં પહોંચ્યો ત્યારે રાતે ઊંઘમાં પણ મને મીનારોના બંધ, બંધ અને બંધ દ્વારોજ દેખાતા રહ્યા.  

(એક સત્યઘટનાને આધારે)

(સમાપ્ત)

Leave a comment

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.